કૈક અધુરું Megha Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

કૈક અધુરું

ક્લાસ દસ ની એ સૌથી શાંત છોકરી,ક્યારેય કોઈએ એનો અવાજ સરખો સાંભળેલો નઈ ને ભણવામાં પણ એટલી જ હોંશિયાર કાયમ પોતાના કામ થી કામ રાખે. સાવ અલગ જ હતી એ. બાકી બધી છોકરીઓ થી સાવ અલગ તરી આવતું એનું વ્યક્તિત્વ.
જ્યારે બાકી બધી છોકરીઓ ફૅશન અને ટીવી સીરિયલ ની વાતો કરતી હોય ત્યારે એ પોતાના વાંચન માં વ્યસ્ત હોય. હંમેશા કંઇક ને કંઇક વાંચતી જ જોવા મળે. એને વાંચન નું એટલું ગાંડપણ કે આખી રાતો એ વાચવા માં કાઢતી.
ને શું નતી વાંચતી એ ન્યૂઝ પેપર ની પૂર્તિ થી લઈને અધ્યાત્મિક ગ્રંથ સુધી નું બધું વાંચતી. અને વાચવામાં એને સમય ને સ્થાન નું પણ ભાન ના રેહતું. હવે આવી છોકરીઓ બૌ ભાગ્યે જોવા મળે આજના જમાના માં.
ને જ્યારે એની બહેનપણીઓ બોય ફ્રેન્ડ કે કોઈક છોકરાની વાતો કરતી હોય તો એ એકદમ આછું હસી ને એક બાજું થઈ જતી જાણે એને એ વાતો માં કોઈ રસ જ નઈ. ને ક્યાંથી હોય એના માટે તો એ બધું આઉટ ઓફ કૉર્સ હતું.
એવું નતું કે એ દેખાવ માં સુંદર નતી. એ ખૂબ જ સુંદર હતી સારી એવી ઊંચાઈ, પાતળી, ને એનામાં કઈક જે સૌને ખૂબ આકર્ષતું હતું તો એ એની આંખો હતી ને એના અવાજ નો જાદુ. એકદમ કાળી આંખો ને ખુબ જ ભાવવાહી કોઈ જોવે તો થોડી વાર ખોવાઈ જાય એવી.
એ ભાગ્યે જ કોઈ સાથે વાત કરતી ને એ પણ કામ પૂરતી જ. એની સાથે વાત કરવા હર કોઈ ઈચ્છે પણ એ ક્યારેય કોઈની સામે જોતી જ નઈ.
ને બસ આવી છોકરી એક છોકરા ના આંખ માં વસી ગઇ.ને એ છોકરો પણ જેવો તેવો નઈ ક્લાસ નો સૌથી પોપ્યુલર બોય. એ દરેક કામ માં આગળ જ હોય સોશીયાલી બઉ એક્ટિવ. એણે એ છોકરી માં એ જોયું જે બીજા કોઈએ ન્તું જોયું એની આંતરિક સુંદરતા ને એની ઉપર એ મોહી પડ્યો.
પણ નિશા ને તો આ વાત ની કઈ ખબર જ નઈ. હા એને એકાદવાર શક ગયેલો જ્યારે સ્કૂલ નો છેલ્લો દિવસ હતો ને ધ્વનિત એને બસ એક નજરે જોયા જ કરતો હતો જાણે કઈક કેહવુ હતું પણ એને લાગ્યું કે એ કંઇક વધારે જજ કરી રહી છે. પણ એની ફ્રેન્ડ પણ એવું જ કઈક કહેતી હતી કે તનેે પેલો જોયા કરે છે ને એ પણ સ્ટેજ પર થી.
ને તોય નિશાએ કઈ ધ્યાન ના આપ્યું ને એ પછી તો એ બંને મળ્યા સીધા કૉલેજ માં ત્યાં પણ નિશા એ કાઈ ધ્યાન ના આપ્યું એવું નતુ કે એને. એ ગમતો નતો બઉ ગમતો હતો જ્યારે પણ બંને એકબીજા સામે જોતા ત્યારે જાણે ક્યાંક ખોવાઈ જતા.
ને નિશા ને ધ્વનિત ગમતો એટલા માટે કે બંને ને વાંચન નો શોખ હતો ને આ કડી જ બંને ને જોડતી હતી.
હવે તો બંને એકબીજા સાથે પોતાનું વાંચન શેર કરવા માંડેલા પણ બંને માંથી કોઈએ એકબીજા ને પોતાની લાગણીઓ વિશે કઈ કીધું નઈ.
કદાચ એ ડરતા હતા એનાથી આગળ કૈક વિચારતા કે ક્યાંક કંઇક ઊંધું તો નથી વિચારી રહ્યાંને પોતે? અને આગળ વધી ગયાં .આજે જ્યારે પણ નિશા એકલી હોય ત્યારે ધ્વનિત ને યાદ કરે ને એને લાગે કે કૈક છે જે બઉ જ અધૂરું છે...

તું મળે મને આગળ જીવનમાં ક્યારેય તો કાશ તને કહી શકું કે મારા માટે તારું મહત્વ શું છે.