જિંદગી નું ચિંતન Mehul Dusane દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી નું ચિંતન

જિંદગી નું ચિંતન


આમ નક્કામી નથી જિંદગી
થોડી કામ ની પણ છે આ જિંદગી
સરવાળો બાદબાકી સમજી લીધા છે
આમ ગણિત જેવી નથી આ જિંદગી.

-મેહુલ દુસાને

એક માણસ આખો દિવસ મહેનત કરી નોકરી થી ઘરે જાય છે.ઘરે જતા માણસ સાવ થાકેલો ગરીબ જેવો બની જાય છે. ઘરમાં દીકરો અને દીકરી રમત રમતા હોય છે. મસ્તી કરતા હોય છે. એવા સમયે એ માણસ નું મગજ જાય છે ને એના સંતાનો પર ગુસ્સો કાઢે છે.ઘર માં પત્ની એ બનાવેલું ભોજન ભાવતું નથી.
આખરે કંટાળી ને એક દિવસ માણસ એક સંત પાસે જાય છે સંત ને કહે છે જીવન માં મજા નથી ક્યાંય સુખ નથી . બહાર જેટલું સુખ શોધવા જાવ એટલો ક્યાંક ને ક્યાંક દુઃખી થાવ છુ. દરેક લોકો પર ગમે ત્યારે ગુસ્સો કરું છુ.
સંત બોલ્યા હું મારી અંતર દ્રષ્ટિ થી બધું જોઈ લીધું છે.
તારે એક સુંદર પત્ની છે જે તારું અને તારા પરિવાર નું ધ્યાન રાખે છે. તારી કાળજી રાખે છે.તને ભગવાને સુંદર એક દીકરો અને એક દીકરી આપી છે. જે ઘણા બુદ્ધિશાળી છે.તારી આજ્ઞાનું પાલન કરે છે.સુખ જોઈએ એવું બધું તારા પાસે છે.
તું બહાર સુખ ની શોધ માં છે. સુખ બહાર નહીં એ તો તારી અંદર છે.તું એને બહાર શોધે છે.
તારે આટલો સુંદર પરિવાર છે.તું એમને પ્રેમ કર.
સમય પસાર કર. તું એક મોટા સુખ ની રાહ જોઈને બેઠો છે. જીવન તો નાની નાની ખુશીઓ થી બનેલું છે.
તું દુઃખી છે એનું કારણ એ છે કે તું ભૂતકાળ માં જીવે છે. તને હંમેશા ગુમાવ્યા નો અફસોસ રહે છે.
તું હંમેશા ફરિયાદ કરે છે એટલે તું ખુશ નથી.
જીવન ને સુંદર રીતે જીવવું હોય તો તું આજ માં જીવ.
તું હંમેશા ભવિષ્યનો વિચાર કરે છે,ભવિષ્ય વિષે વિચારવું ખોટું નથી પરંતુ આજ એટલે કે વર્તમાન મા જીવવું એનો આનંદ માણવો વધારે અગત્યનું છે.
જા તારા દીકરો અને દીકરી ને પ્રેમ કર.પત્ની ને પ્રેમ કર
ખુશ રહે.સુખ અને ખુશીઓ તારી આસપાસ છે.

મિત્રો આવી થોડી ઘણી કહાની દરેક ના કુટુંબ માં જોવા મળે છે.
ખુશી,આનંદ,જલસા,મજા,આ કઈ અગાઉ થી આયોજિત નથી હોતા આ તો અચાનક આપણા બારણે ટકોર કરી ને આવે છે અને જીવન સુંદર બનાવે છે.પણ આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ? સુખ હોય એવું દરેક વસ્તુ આપણી આસપાસ જ હોય છે
આમ તો કહેવાય છે આ પૃથ્વી પર દરેક ને સુખ,સફળતા ,
જોઈએ છે.પણ આ સુખ કે સફળતા જતી રહેશે એની ચિંતા માં માણસ હંમેશા દુઃખી રહેતો હોય છે.
મિત્રો સુખ તો પેલા આગિયા જેવું હોય છે અચાનક આવે છે અને દિલ ને સ્પર્શ કરે છે.
આપણે આજના સમય માં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણને સુખ નો અહેસાસ નથી હોતો.
માણસ હંમેશા પ્લાનિંગ મુજબ જિંદગી જીવતો હોય છે.
આટલા વાગે સૂવું, આટલા વાગે જાગવું,આટલા વાગે ખાવું ,આટલા વાગે વાંચવું. આ બધા વચ્ચે માણસ જીવવાનું તો ભૂલી ગયો છે.
પરિવાર ,મિત્રો,સંબંધો,લાગણીઓ, માટે માણસ ને સમય નથી અને અંતે કહે છે કોઈ મારું નથી.
શું તું કોઈનો થયો છે?
કોઈ પ્રસંગ પૂરો થાય એટલે માણસ ને થાય ચલો શાંતિ એક કામ પૂરું થયું.
આમ તો બધા ના દિલ માં ઈચ્છાઓ હોય છે મારી વ્યક્તિ સાથે અહીંયા વેકેશન માણવા જવું છે.
દરિયાકિનારે મારી વ્યક્તિ સાથે ભીની માટી માં ચાલવું છે. મુવી જોવા જવું છે. શોપિંગ કરવી છે.
ઘણી બધી ઈચ્છાઓ અને સપનાઓ માણસ જોતો હોય છે.
સપનાઓ અને ઈચ્છાઓ ને કયારે પેન્ડિંગ ના રાખો.
કારણકે સમય વીતી ગયા પછી દિલ પર ઘણું વીતતું હોય છે.
મિત્રો, ક્યારેક એકલા બેઠા હો તો પોતાની જાત સાથે ચિંતન કરો કે એવું જીવન માં શું કર્યું છે અને શું કરવાનું બાકી છે.
કોઈ નું તમે દિલ દુભાવ્યું હોય તો માફી માંગી લો.
કોઈએ તમારું દિલ દુભાવ્યું હોય તો માફ કરી દો.
માફી માંગવા થી કે માફી આપવા થી અંતે આપણું દિલ હલકું થઈ જાય છે.એવો વિચાર ના કરો કે એ મને માફ કરશે કે ના કરશે પણ તમે માફી માંગી લો.
ક્યારેક ઘણું જતું કરવાથી માણસ ઘણું બધું મેળવી લેતો હોય છે.
બીજું ચિંતન એ પણ કરવાનું કે હું વર્તમાન માં કઈ રીતે જીવુ?
જીવન તો ક્ષણો નું બનેલું છે. એની દરેક ક્ષણ માં મોજ છે. જો એ મોજ આનંદ ને આપણે જીવીએ તો.
ક્યારેક 4 કલાક પાર્ટી કરીએ તો મજા નથી આવતી પણ પેલું નાનકડું પતંગિયું 4 સેકેંડ માટે દિલ ખુશ કરી દે છે.
જીવન માં જે વિચાર્યું હોય એ સપના પુરા કરો.
મજા માટે ફરવા માટે જીવવા માટે કોઈ મોટું આયોજન ના કરો.
જે મન થાય તે કરો.કોઈ અફસોસ ના કરો.
કોઈ મોટા સુખ માટે નાની નાની ખુશી ઓ નો ત્યાગ ના કરો.
જીવન જીવવા ની મજા આ નાની નાની ખુશીઓ થી જ આવશે.
જેમકે ભૂખ્યા ને જમાડો.ગરીબ ની મદદ કરો.
મિત્રો ને મળો.આનંદ કરો .પરિવાર સાથે સમય પસાર કરો.પરિવાર સાથે ફરવા જાઓ.બાળકો સાથે મસ્તી કરો.અંગત વ્યક્તિ ને ભેટ આપો.પ્રેમ કરો.
પ્રકૃતિ ની સુંદરતા ને નિહાળો.એને માણો
મિત્રો જિંદગી ને નજીક થી નિહાળી છે?
પ્રયત્ન કરી જુઓ મારુ જીવન કેવું છે.હું કઈ રીતે જિંદગી ને જીવું છુ.
સુખ સફળતા ,ખુશીઓ,આનંદ જોઈએ તો આજે જ જિંદગી માં ફરિયાદ ને બાય કહી દો.
ખુશ રહો.
પેલું કહેવાય ને જો હોગા દેખા જાયેગા.
આપણી જિંદગી માં જે પણ આપણો હિસ્સો છે એની આપણે કાળજી રાખીએ.
આપણા થી બનતા દરેક ના દુઃખો ને દૂર કરવાનો પ્રયત્ન કરીએ.
ક્યારેક કોઈ નું દુઃખ હળવું કરી ને જોજો.પોતાની પીઠ થબથબાવાનો મોકો મળશે.
એક સારા માણસ બનો.એવા માણસ કે તમને અને તમારા લોકો ને ગર્વ થાય.
આપણે જાણીએ છીએ કે દુનિયા સારી નથી.લોકો સારા નથી.એ માટે આપણે આપણું સારાપણું ના ગુમાવવું જોઈએ.
મિત્રો જીવન માં અમુક કાર્ય તો એવા કરવા જોઈએ જેની ખબર માત્ર ઉપરવાળા ને જ હોય.
ક્યારેક આપણા પાસે કઈ હોતું નથી છતાં માણસ જો ધારે તો કોઈને હસાવી તો શકે છે.
જે હસાવી શકે એના થી અમીર બીજો કોણ હોઈ શકે.
કદાચ એટલેજ કોમડી શૉ, સિરિયલો વધારે વખાણાય છે.
ક્યારેક કોઈ ની લાગણી,દુઃખો નો ભાગ બનીએ.એ વ્યક્તિ ને થોડા શબ્દો નો સાથ આપીએ તો પણ એ પુણ્ય બરાબર છે.
ક્યારેક કોઈને કઈ નથી જોઈતું હોતું બસ માત્ર એને આપણા થોડા શબ્દો જોઈતા હોય છે.

મિત્રો,જિંદગી તો ક્ષણો નો રોમાંચ છે.
આ સમય ને અપનાવી લો. માણી લો. આનંદ થી. ભરતી અને ઓટ એ માત્ર દરિયા નો નિયમ નથી.
જિંદગી નો પણ આજ નિયમ છે.
સુખ દુઃખ તો જીવન માં આવતા અને જતા રહેશે.
જીવન ને કેટલી ગંભીરતા થી કેટલી સરળતા થી
કેટલા આનંદ થી જીવીએ છીએ એ આપણે વિચારવું જોઈએ.

આજે જ જીવન નો સુંદર સમય છે
હું એને જીવીશ.
મારી સામે આવતી મુસીબતો નો સામનો કરીશ.
હું હંમેશા ખુશ રહીશ. મારા લોકો ને ખુશ રાખીશ.
જિંદગી ને જીવવાનો પ્રત્યન કરીશ.
જીવન સુંદર છે.


જીવન ફંડા :- આપણા પાસે આપવા જેવું કંઈ ના હોય
છતાં આપણે બીજા ને ખુશીઓ તો
આપી જ શકીએ છીએ.