Love you zindagi books and stories free download online pdf in Gujarati

લવ યુ જિંદગી

મેળવવા જેવું તો ઘણું છે' જીંદગી માં પણ

આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ

જેને આપણે મેળવી નથી શકતા.મિત્રો,જિંદગી કઈ ફિલ્મ ની વાર્તા નથી,જિંદગી ફિલ્મ પણ નથી .જિંદગી રમત નથી.

આમ તો દરેક ના જિંદગી ની વાર્તા હોય છે.આ વાર્તા સુખદ અથવા દુઃખદ હોય છે.

આપણે આપણી જિંદગી માં શું યાદ રાખીએ છીએ, શું જતુ કરીએ છીએ એ મહત્વનું છે.

જિંદગી ની એક રીત છે પરિવર્તન.કહેવાય છે ને કે પરિવર્તન સંસાર નો નિયમ છે.

સાથે સાથે જીવન અનિશ્ચિત છે.આવતી કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી.માણસે વિચાર્યું હોય એવું હંમેશા થાય એ જરૂરી નથી.

છતાં માણસ પોતે ઈચ્છે એવું બધું ઈચ્છતો હોય છે.

સમય ક્યારેય માણસ ઈચ્છે એવું વર્તતો નથી.

આપણે સમય મુજબ ચાલવાનું હોય છે.જિંદગી માણસ ને ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે,ક્યારેક ના વિચાર્યું હોય એવી ખુશીઓ લઇ ને આવે છે તો ક્યારેક ના વિશ્વાસ એવું દુઃખ.

દરેક વ્યક્તિ ની જિંદગી હોય છે એ એની રીતે જીવતો હોય છે.જિંદગી પણ અનોખી છે. બિંદાસ વ્યક્તિ ના મોઢે આપણે સાંભળીએ છીએ કે જીવન માં મોજ છે.આવા વ્યક્તિઓ ભાગ્યેજ જોવા મળે છે જે જીવન ને મોજ કહેતા હોય છે.

બાકી દરેક વ્યક્તિ ના મોઢે જિંદગી મોજ ઓછી અને બોજ વધારે લાગે છે.જિંદગી ને બોજ માનશો તો જિંદગી સાચે બોજ લાગશે પણ મિત્રો જિંદગી ના દરેક પળ ને પુરી આનંદ થી જીવશો તો સાચે જિંદગી મોજે મોજ લાગશે.

મિત્રો ,વિચારો જિંદગી તમારા સપના માં આવે તો તમે શું માંગો?

તમે ફરિયાદ કરો ? તમે કોઈ ઈચ્છા રાખો ? કે જિંદગી નો આભાર માનો.

દરેક ની જિંદગી જુદી અને રસપ્રદ હોય છે.દરેક ની પોત પોતાની કહાની હોય છે.

પણ જિંદગી તમને સામે થી કહે છે હું તો તારી સાથે જ છુ.તું મને ક્યાંય ના શોધ હું તારી અંદર છુ આતો તું મને બહાર શોધે છે. હું તો હંમેશા તને ખુશ જોવા માંગુ છુ ,તું હસે તો તારા સાથે હસવા તૈયાર છુ ,તું રડે તો રડવા તૈયાર છુ.તું રમે તો તારા સાથે રમવા તૈયાર છુ. તું મને દોસ્ત ની રીતે જોશે તો હું તારો દોસ્ત છુ.તું મને દુશ્મન સમજશે છતાં હું તારું સારું જ ઇચ્છુ છુ.

આપણે આપણા વિચારોથી, અનુભવો થી જિંદગી ને દુશ્મન સમજીએ છીએ.

વિચારો તમારી જિંદગી કેવી છે? વિચારીને પણ એવો વિચાર આવશે કે મારી જિંદગી એક પિક્ચર ની કહાની જેવી છે. બોલવાનું ચાલુ કરીશ તો એક આખો દિવસ ઓછો પડે.વળી કોઈક કહેશે મારી જિંદગી ની કહાની કહીશ તો તને રડુ આવી જશે.

છતાં જિંદગી રંગીન છે. દરેક ની જિંદગી માં ઉતાર - ચઢાવ, સફળતા,નિષ્ફળતા,સુખ ,દુઃખ ,લાગણીઓ,સંવેદના જોડાયેલા હોય છે.

મિત્રો,જિંદગી ને કેવી જીવવી એ તમારા હાથ માં છે.જિંદગીને સફળ બનાવવી કે નિષ્ફળ અંતે એ આપણા હાથ માં જ હોય છે.

આપણા વિચારોથી,વર્તનથી,કર્મથી, વ્યહવારથી જિંદગી જીવાતી હોય છે.આ જિંદગી ને બનાવવી કે બગાડવી આપણા હાથ માં જ હોય છે.જિંદગી ની વ્યાખ્યા કેવી હોય એ આપણે નક્કી કરવાની હોય છે.

મિત્રો,જીવન ઘણું સુંદર છે બસ આપણે આ વ્યસ્ત જીવનમાં જીવવાનું ભૂલી ગયા છીએ.

સવાર પડે કે માણસ ને ઓફિસ જવાની ઉતાવળ હોય છે.વિદ્યાર્થીને સ્કૂલ કે કોલેજ જવાની ઉતાવળ હોય છે.રસ્તે ચાલતા લોકો ને મંજિલ એ પહોંચવાની ઉતાવળ હોય છે.આજકાલ ગાડીઓ પણ એટલી હાઈટેક આવી ગઈ છે કે ગણતરીઓ ની મિનિટ માં માણસ એક શહેર થી બીજા શહેર પહોંચી જાય છે.ખાવાનું પણ એટલું ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે.આજ ના સમય માં બધુજ ફાસ્ટ થઇ ગયું છે.પહેલા ના જમાનામાં માણસ બહાર ગામ જતો ત્યારે બળદગાળામાં આખું પરિવાર જતુ.એક ઝાડ ના છાંયડા નીચે બેસી પરિવાર જમતો એ ભોજન પણ સ્વાદિષ્ટ લાગતું.રસ્તા માં હરિયાળું ખેતર આવતું.ગામ થી પસાર થતા દરેક લોકો ને માણસ મળતો હસતો. વાત કરતો.આજનો માણસ પોતાના માં ક્યાંક ખોવાઈ ગયો છે જે માણસ પોતે ખોવાઈ જતો હોય એ જિંદગી ને કઈ રીતે શોધી શકે.

આજનો માણસ કોઈ ને મળે છે તો એ સ્વાર્થ માટે.વ્યવહાર પણ સ્વાર્થ માટે રાખતો થઈ ગયો છે.
પહેલા તો માણસ ને માણસ માટે સમય હતો.મદદ કરવા હાથ હંમેશા આગળ રહેતો.
માણસ ધરતી થી ચંદ્ર સુધી પહોંચી ગયો છે પણ માણસ થી માણસ નું અંતર ધટાડતો ગયો છે.
માણસ ને એ ખબર છે બીજા ગ્રહો પર જીવન છે કે નહિ પણ પોતાના ઘર માં જીવવું એના માટે અઘરું બનતું જાય છે.
આખા વિશ્વ માં શું ચાલી રહ્યું છે એની જાણકારી બધા જ માણસ પાસે હોય છે પણ એના પરિવાર ની જાણકારી એને હોતી નથી અને કહે છે જીવન માં મજા નથી.
શું આવું જીવન જીવવા લાયક હોય છે?
ક્યારેક પોતાના માટે સમય કાઢી ને વિચાર કરો જિંદગી માં મારે એવું શું કરવું જોઈએ જેથી જીવન જીવવા જેવું લાગે . સુંદર લાગે.
જિંદગી ને પ્રેમ કરો. જિંદગી ને પ્રેમ કરશો તો જિંદગી તમને પ્રેમ કરશે જ.
જિંદગી ને છૂટી દોર ની જેમ છોડી દો.
જિંદગી ને પુરી આનંદ થી જીવો.સમય કે નસીબ ને દોષ ના દો.
તમારી જિંદગી નો આધાર તને જીવો તેના પર છે.
જિંદગી ની પતંગ કપાઈ જાય એ પહેલા જિંદગી ને હવા માં મસ્ત ચગાવો. કપાઈ જશે એની ચિંતા કર્યા વગર આકાશ માં જઈને એનો આનંદ ઉઠાઓ.
કોઈ ફરિયાદ નહિ કોઈને દોષ નહિ.કોઈ કારણો નહિ બસ જે જીવન કુદરતે આપ્યું છે એને જીવો.
એવું જીવન જીવો કે જિંદગી મોજ લાગે બોજ નહિ.
એવું જીવન જીવો કે તમે લોકો માટે પ્રેરણાદાયક બનો.
જીવન માં મહેનત કરો .સંઘર્ષ એ જિંદગી નો એક ભાગ છે.કોઈ ના જીવન ની સરખામણી પોતાના સાથે ના કરો.દરેક ના જીવન ની કહાની જુદી જુદી હોય છે.
તમે જે જગ્યાએ હો ત્યાં શ્રેષ્ઠ છો.
જિંદગી ને હગ કરો.જિંદગી સામે ચાલી ને તમને પ્રેમ કરશે.
જિંદગી ને કહો હું તને પ્રેમ કરું છુ.
લવ યુ જિંદગી.

જીવન ફંડા:-જીવન બોજ નહિ પણ જીવન મોજ છે.
આપણે શું માનીએ છે આપણે જાતે નક્કી
કરવાનું હોય છે.


Mehul dusane

Email:-mehulsoni73@gmail.com

Instagram :- mehuldusane7

Mob:- 9624742523
બીજા રસપ્રદ વિકલ્પો