અજનબી હમસફર - ૧૨ Dipika Kakadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અજનબી હમસફર - ૧૨

સવારે દિયા તૈયાર થઈ ધનજી દાદા અને શારદાબા સાથે નાસ્તો કરવા બેઠી.અચાનક શારદાબા ખુરશી પરથી પડી ગયા. દિયાએ શારદાબાના મોઢા પર પાણી છાંટ્યું પણ તે ભાનમાં ના આવ્યા. ધનજીભાઈએ ફટાફટ પોતાની કાર કાઢી . દિયાએ નોકરોની મદદથી શારદાબાને ગાડીમાં બેસાડ્યા અને તે પણ સીટમાં ગોઠવાઈ. ધનજી દાદાએ આમોદની મોટી હોસ્પિટલ પાસે ગાડી ઉભી રાખી અને હોસ્પિટલના સ્ટાફને બોલાવ્યા.

થોડીવારમાં બે જણા સ્ટ્રેચર લઈ આવ્યા અને શારદાબહેનને તેમાં સુવડાવ્યા.દિયા પણ ધનજીભાઈની સાથે સ્ટ્રેચરની પાછળ પાછળ ગઈ. ડોક્ટરે શારદાબેનનુ ચેકઅપ કર્યું અને અમુક રિપોર્ટ કર્યા. ધનજીભાઈ શારદા બાના ખાટલા પાસે બેઠા બેઠા રડતા હતા તે જોઈ દિયાએ તેને હિંમત આપી. થોડીવાર પછી રિપોર્ટ આવી ગયા એટલે ડોક્ટરે ધનજીભાઈ ને પોતાની કેબીનમાં બોલાવ્યા. દિયા પણ ધનજીભાઈની સાથે ડોક્ટરની કેબિનમાં ગઈ.

"જો અંકલ પરેશાનીની કોઈ વાત નથી. બસ આ ગરમીને કારણે તેમનુ બીપી હાઈ થઈ ગયું હતું અને તેના લીધે તેમને એક માઈલ્ડ એટેક આવી ગયો હતો .જોકે તેની અસર એટલી બધી નથી થઈ એટલે ચિંતા કરવાની જરૂર નથી . હું તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઉં છું ત્રણ દિવસ પછી તમે તેને ઘરે લઈ જઈ શકો છો .પણ હા, તેમનો જમણો હાથ થોડો પેરેલાઈઝડ થયો છે તે સામાન્ય થવામાં થોડા દિવસ લાગશે ત્યાં સુધી તેમને ફિઝિયોથેરાપી કરાવવી પડશે." ડોક્ટરે ધનજીભાઈ ને સમજાવતા કહ્યું.

આ સાંભળી ધનજીભાઈના જીવમાં જીવ આવ્યો. તેમની પાછલી જિંદગીના સફરનો હમસફર દૂર થવાની તેમને બીક હતી એટલે તેમની ચિંતા સ્વભાવીક હતી. દિયાએ તેમને આશ્વાસન આપ્યું અને બંને ડોક્ટરની કેબિનની બહાર નીકળી શારદાબા પાસે ગયા. તે હજુ પણ બેહોશ હતા.

દિયાએ પોતાની ઓફિસે ફોન કરીને પાંચ દિવસની રજા લઇ લીધી .આ સાંભળી ધનજીદાદાએ તેને તેવુ ના કરવા કહ્યું પરંતુ દિયા માની નહીં . તેણે રાકેશને પણ ફોન કરીને શારદાબાની હાલત વિશે જણાવ્યું આથી રાકેશ પણ સાંજે સીધો હોસ્પિટલ આવ્યો.

ત્રણ દિવસ પછી શારદાબહેને રજા આપવામાં આવી. દિયા તેમની ખૂબ જ કાળજી રાખતી.તે શારદાબાનુ ધ્યાન રાખવા માટે થોડા દિવસ સુરત પણ ના ગઈ . તેણે કમલેશભાઈને ફોન કરી ને શારદા બાની તબિયત વિષે જણાવી દીધું . કમલેશભાઈએ પણ દિયાના આ કામની સરાહના કરી.

શારદાબહેનના હાથમાં સુધારો થવા લાગ્યો હતો. દિયા પણ ઓફિસે ફટાફટ કામ પતાવીને વહેલા આવી જતી હતી જેથી શારદા બાને હાથની કસરત કરાવી શકાય . ક્યારેક રાકેશ પણ સાંજે વહેલા આવીને શારદાબાને કસરત કરાવતો .આ જોઈ ધનજીભાઈની આંખોમાં આંસું આવી જતા અને વિચારતા કે જરૂર કંઈક ઋણાનુંબંધ હશે આ લોકો જોડે જે એ ચૂકવવા આવ્યા છે.

એક સાંજે દિયા અગાસીમા બેઠી બેઠી ઠંડા વાતાવરણનો આનંદ માણી રહી હતી . તેને રાકેશની યાદ આવી રહી હતી .ત્યાં અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો . તે મોસમનો પહેલો વરસાદ હતો. દિયાને વરસાદમાં પલળવું ખૂબ જ ગમતું એટલે તે વરસાદમાં મસ્તી કરતી કરતી ભીંજાઇ રહી હતી . તે એટલી મશગુલ હતી કે તેની પાછળ કોઈ ઉભા ઉભા તેને જોઈ રહ્યુ હતું તેનું પણ ધ્યાન ના હતું. અચાનક તે એ વ્યક્તિ સાથે અથડાઈ . તેણે જોયું તો કોઈ છોકરો તેને જોઈને હસી રહ્યો હતો. આવી રીતે કોઇ અજાણ્યો છોકરાને અચાનક સામે જોઈને તેને થોડો ડર લાગ્યો પણ તરત‌ હિમ્મતથી તેને પુછ્યુ ,

" કોણ છો તમે અને અહીંયા ક્યાંથી આવી ગયા ? શરમ નથી આવતી કોઈના ઘરમાં ઘુસીને અગાસી સુધી આવી ગયા? "

"કેમ ? વરસાદ પર ફક્ત તમારો જ અધિકાર છે?"

હું વરસાદની નહીં આ ઘરની વાત કરું છું . અહીંયા ક્યાંથી આવ્યા?આજ સુધી તો ક્યારેય તમને આ ગામમાં જોયા નથી . દેખાવ પરથી ચોર તો નથી લાગતા . એક મીનીટ હું દાદાને બોલાવુ છું .

"આ જ સવાલ મારો પણ છે કે તમે અહીંયા ક્યાંથી?. તમે નહીં હું જ દાદા ને બોલાવુ છું " એ યુવાને કહ્યું .

ત્યાં જ પાછળથી અવાજ આવ્યો," નાના સાહેબ ,દિયા બેન તમને બા બોલાવે છે."

"નાના સાહેબ? "દિયાએ આશ્ચર્યથી એ યુવક સામે જોયું. તે હસતા હસતા બહારની સીડીએથી નીચે ઉતરી ગયો . તેની પાછળ પાછળ દિયા પણ ગઈ.

"સમીર .. આવી ને તરત વરસાદમાં ? તને આ વાતાવરણ નથી ફાવતું તો પણ ? અને દિયા તુ પણ ક્યારની પલળતી હતી ..શરદી થઈ જશે તો?" શારદા બાએ આવતાવેત બંને ને કહ્યું.

"બા આ કોણ છે? " બંનેએ સાથે પૂછ્યું.

આ સાંભળી ધનજીભાઈ અને શારદાબા હસવા લાગ્યા . તેણે દિયા ને કહ્યું ,"આ મારો પૌત્ર સમીર ."

" દિયા ની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. એ દાદા નો પૌત્ર હતો ? ઘરનો માલિક હતો અને તેણે તેને ચોર કહ્યો ? દિયા હવે તો તુ ગઈ કામથી..આ હવે અહીં રહેવા નહીં દે ." દિયા મનમાં બોલી.



" સમીર આ અમારી દિયા . અહીં અમારી સાથે જ રહે છે . અહીં મામલતદાર કચેરીમાં નોકરી કરે છે . અમારી દિકરીની જેમ જ કાળજી રાખે છે ‌." શારદાબાએ કહ્યું

શારદાબાની વાત સાંભળી સમીરે દિયા તરફ નજર કરી અને ફરી તેના વિશે વિચારવા લાગ્યો ..તે ઘરે પહોંચીને શારદાબા અને દાદાને હજુ મળ્યો જ હતો ત્યાં બહાર વરસાદ શરૂ થઈ ગયો. અમેરિકામાં રહીને તે અહીંયાના વરસાદને ખૂબ જ મિસ કરતો હતો અને એમાં પણ પહેલા વરસાદની મીઠી સુગંધ તેને ખૂબ જ ગમતી. તે પાગલની જેમ વરસાદનો આનંદ માણવા દોડીને અગાસી પર ચડી ગયો. અગાસી પર પહોંચીને જોયું તો કોઈ છોકરી વરસાદમાં ભીંજાઈ રહી હતી . વરસાદમાં પાણી સાથે મસ્તી કરતો તેનો ખુબસુરત અને માસુમ ચહેરો સમીર જોતો જ રહી ગયો. અચાનક તે તેની સાથે અથડાઈ.શારદાબા નો અવાજ સાંભળી સમીરનુ ધ્યાન તુટ્યુ

"હવે બંને ઉપર જાવ અને કપડાં બદલીને નીચે જમવા માટે આવો સમીર તારો સામાન મેં ઉપર મોકલાવી દીધો છે."

દિયા ફટાફટ પોતાના રૂમમાં ગઈ તેની પાછળ સમીર પણ પોતાના રૂમમાં ગયો . શાવર લઈને નાઈટ ડ્રેસ પહેરી દિયા જેવી પોતાના રૂમની બહાર નીકળી તેણે સમીરને આવતા જોયો . ટ્રેક પેન્ટ અને ટી શર્ટમાં પણ તે ખરેખર હેન્ડસમ લાગતો હતો .તેને જોઈ દિયા અટકી ગઈ. સમીરે જોયુ તો દિયા પોતાને કંઈક કહેવા માંગતી હોય તે રીતે ઉભી ઉભી પોતાને જોઈ રહી હતી એટલે તે પણ સામે આવીને પ્રશ્ન સુચક નજરે ઊભો રહી ગયો.

"એક્ચ્યુલી હુ તમને સોરી કહેવા માંગું છું ,મને મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. આઇ એમ સોરી "

તેના જવાબમાં સમીર કઈ બોલે એ પહેલા જ નીચેથી શારદાબાનો અવાજ સંભળાયો એટલે દિયા ફટાફટ નીચે ઉતરી .તેણે જોયું તો ડાઇનિંગ ટેબલ પર રાકેશ બેઠેલો હતો તેને જોઈને દિયાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. ચાર દિવસ પછી તેને જોઈ રહી હતી. તો રાકેશ પણ દિયાને મળવા , તેને જોવા ભરૂચથી સીધો જ ધનજીદાદાના ઘરે આવ્યો પણ ધનજી દાદાએ તેને જમવા બેસાડી દીધો. જેવી દિયાને સીડીએથી નીચે ઉતરતા જોઈ તેના મનમાં આનંદનું મોજું ફરી વળ્યુ.પણ એ આનંદ આશ્ચર્યમાં ફેરવાઈ ગયો જ્યારે તેની નજર દિયાની પાછળ આવી રહેલા સમીર તરફ ગઈ ‌.

"આવ બેટા બેસી જા જમવા" શારદાબાએ કહ્યું અને રાકેશ તરફ જોઈ ઉમેર્યું,

" રાકેશ આ અમારો પૌત્ર સમીર છે .હમણાં જ અમેરિકાથી આવ્યો. "

આ સાંભળી રાકેશે સમીર સામે હાથ લંબાવ્યો અને સમીરે પણ રાકેશ સાથે હાથ મિલાવી તેનુ અભિવાદન કર્યું .

દિયા ડાઈનીગ ટેબલ પર બેઠી અને સમીર તેની બાજુની સીટ પર બેઠો . બધાએ જમવાનું પૂરું કર્યું અને હોલમાં ગોઠવાયા.રાકેશ દિયા સાથે વાત કરવા માંગતો હતો એટલે દિયાને પૂછ્યું , "દિયા હું તળાવ પાસે બેસવા જાવ છું , તું આવીશ ?"

"હાસ્તો ..તું અહીંયા ના હતો એટલે હું પણ ગયેલી નહીં. "

આ સાંભળતા જ રાકેશ ઊભો થયો અને તેની સાથે દિયા પણ ઊભી થઈ ચાલવા લાગી .તળાવ પાસે પહોંચીને બંને તેની રોજની જગ્યા પર બેઠા. વરસાદના લીધે વાતાવરણ ઠંડુ અને ખુશનુમા બની ગયું હતુ . રાકેશે વાતની શરૂઆત કરતાં કહ્યું,

" દિયા, હવે તો આ જગ્યાની ,અહીંના લોકોની અને ખાસ કરીને તારી આદત પડી ગઈ છે . ચાર દિવસ ભરૂચ રહ્યો ત્યારે આ બધું ખૂબ જ મીસ કરતો હતો" .આડકતરી રીતે દિયાને કેટલુ મિસ કરતો હતો એ તેણે જણાવ્યું.

"સાચી વાત છે હું પણ જ્યારે શનિ-રવિ સુરત જાવ છું ત્યારે આમોદને ખૂબ જ મિસ કરું છું. " દિયાએ રાકેશની વાતમાં હામી ભરી .

"આ જગ્યા છે જ એવી. અહીંયા બેસવાથી એક સુકુન મળે છે " પાછળથી સમીર નો અવાજ આવ્યો. " તળાવ ઘણું બધું બદલાઈ ચૂક્યું છે પણ છતાં તેનું આકર્ષણ એટલું જ અકબંધ રહ્યું છે " સમીરે ઉમેર્યું

કેટલા દિવસ પછી દિયા સાથે એકાંતમાં સમય વિતાવવાનો મોકો મળ્યો હતો . તે શનિવારે દિયાને પોતાની સાથે સુરત જવાનું કહેવાનો હતો પણ તેમાં સમીરની દખલગીરીથી રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી.

"અરે સમીર આવ આવ.."રાકેશે પોતાના ચહેરા પર બનાવટી મુસ્કાન લાવતા કહ્યું ત્યાં જ સમીર દિયાની બાજુમાં આવીને બેસી ગયો. તેનુ એ રીતે પાસે બેસવું દિયાને પણ થોડું અજીબ લાગ્યું પણ તે જ્યાંથી આવ્યો છે ત્યાં આ બધું સામાન્ય હોય એટલે તેણે પણ કોઈ દરકાર ન લીધી.આ બાજુ રાકેશનો ચહેરો તો તે જોઈને જલનથી કાળો પડી ગયો . સમીરના બેસતા જ દિયાએ રાકેશને આજે વરસાદ સમયે બનેલી બધી વાત કરી. અને સમીર તરફ જોઈને ફરીથી માફી માંગી. જેણે રાકેશના બળતા અરમાનો પર વધુ ફુંક માર્યું.

"એક શરત પર માફી મળશે.તમારે બંને એ મારા ફ્રેન્ડ બનવું પડશે"સમીરે બંને તરફ હાથ લંબાવી કહ્યું .

"ચોક્કસ‌ " કહી દિયાએ પોતાનો હાથ સમીરના હાથ સાથે મીલાવ્યો. રાકેશ પણ હાથ મિલાવી બનાવટી હસ્યો. ત્રણે નવા બનેલા મિત્રોએ પોતાના શોખ , કરીયર , પસંદ નાપસંદ એવું ઘણું બધું શેર કર્યું અને છુટા પડ્યા . રાકેશ પોતાની કારમાં બેઠો અને દિયા સમીર સાથે ધનજીદાદાના ઘર તરફ ગઈ . જ્યાં સુધી તે બંને ગેટની અંદર ગયા ત્યાં સુધી રાકેશ કારમાં બેઠો બેઠો તેને જોઈ રહ્યો અને વિચારી રહ્યો હતો.

સમીર એક વેલ સેટલ્ડ એન.આર.આઇ હતો . ધનજીદાદાનો એક માત્ર વારીસ. પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલ ,સપ્રમાણ ઉંચાઈ , કસરતથી કસાયેલુ શરીર અને ફોરેનર જેવો ગોરો વાન . અમેરિકામાં મોટો થયેલો પણ પોતાની માટીને હ્દયમાં જીવંત રાખનાર.થોડીવારમાં અજાણ્યાને પણ પોતાના બનાવી લે એવું વ્યક્તિત્વ. કોઈ પણ છોકરી તેના તરફ આકર્ષિત થઇ જાય. રાકેશ પણ તેનાથી પ્રભાવિત થયો હતો પરંતુ તેને દિયા સાથે જતા જોઈને એક અણગમતો અહેસાસ થવા લાગ્યો .ક્યાંક દિયા સમીર તરફ ..? પોતાના હ્રદયમાં ઉંડે ખૂણે દિયાને ખોઈ દેવાનો ડર પેસી ગયો.


ક્રમશઃ...