અનુકૂળ થયા તો રાજી કર્યા ને રાજી થયા Ravi Lakhtariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુકૂળ થયા તો રાજી કર્યા ને રાજી થયા

આજે ઓફિસે જવાનું હતું... દરરોજની જેમ...
આમ તો white કોલર જોબ કહેવાય....સવાર સવારમાં તૈયાર થઈ ગયો....
૯:૦૦ વાગ્યે ઓફિસે પહોંચવાનું હોય દરરોજની જેમ...અને સાંજે ૭:૦૦ વાગ્યે પાછા......

એટલે સવારનો નાસ્તો કરી લીધો જ હતો ત્યાં

પપ્પા : (જે ભણ્યા નહીં એટલે જેને સુથારી કામ કર્યું અને હવે રીટાયર થયા..)લ્યા લાલ્યા આ આજે બેંકે જવાનું છે...પેલા મારા ફિકસ ડીપોઝીટ રીન્યુ કરાવાનું છે....


લાલ્યો : (આમ‌ તો મારું નામ રવિ છે પણ ઘરમાં આ જ નામથી બોલાવાય છે)અરે મારે કયારે જવું...૯:૦૦ વાગ્યા પહેલાં બેંક ન ખુલે ને ૭:૦૦ વાગ્યા પછી બંધ થઈ ગઈ હોય...


પપ્પા : સાલો એક પણ ‌કામમા આવે છે તું? (ગુસ્સામાં)...શુ કરવા તમને આ ભણાવ્યા ગણાવ્યા...બોલ... એકેય કામમાં આવતો નથી


લાલો : મારી પાસે જરાય સમય નથી અને જો ‌અડધો કલાકની રજા મુકીશ તો એનો પગાર પણ ‌કપાય છે (ગુસ્સા માં)


પપ્પા : સમમમ્.....


લાલો : ભણાવ્યા છે તો ઉપકાર કર્યો છે પોતે નવરા બેસી ઓડર કરવા છે....(થોડો ‌રોકાયો અને સમજીને) ઓકે તો આજે તમે ફોર્મ લેતા આવજો.... આજે હુ સાંજે આવી ભરી દઇશ...કાલે એ દેતા આવજો....


પપ્પા : તું ભણેલો છે અમે ભણેલા છીએં ? એ તો તારે કરવાનું હોય...


લાલો: પણ ‌હુ કયારે જાવ? એક તો મહિના અંતે પગાર પણ તમારે પુરો જોય છે....અને આટલુ પણ ન કરો....?


દાદા : તુ જા...એ તો હું મોકલીશ


લાલો : નહીં જાય મને ખબર છે


દાદા: એ હું મોકલીશ તુ જા


લાલો : એ ક્યારેય કોઇને અનુકૂળ થયા છે?


દાદા : એ શું એનો બાપ ય જાશે તું જા.....


પપ્પા : હા‌ તો એ જશે....


દાદા એ ઘણું સમજાવ્યું એટલે પપ્પા બેંક ગયા ને ફોર્મ ‌લાવ્યા... સાંજે આવી મે ફોર્મ ભરી નાખ્યુ...બીજે દિવસે ફોર્મ ભરી આવે છે....


મહિનાના અંતે પુરો પગાર પપ્પાના હાથમાં અને ગણતા ‌ગણતા ... બોલે ઓછા નથી ને....!


ના ગણી લ્યો..(હસતા હસતા)


જોયું ને મિત્રો કેટલું અનુકૂળ થવાનું હતું


------------------------------------------------------------------------


આજે લાલો ઘરે વહેલો આવી ગયો છે....પણ પોતાના મોબાઈલમાં કઇક વ્યસ્ત છે.... આજના જમાનામાં શેમાં વ્યસ્ત હોય.....ચેટિગ મિત્રો સાથે કા પછી ટીકટોકના વીડિયો જોવામાં....


એટલામાં એના પત્ની આવે છે... આજે ફ્રી છો તો આપણે બહાર જઈએ...


લાલો : (પહેલા મનમાં કે માંડ એક દિવસ ‌વહેલો આવ્યો છું... શાંતિથી બેસવા નહીં દે...પણ‌ થોડુક વિચારીને )ઓકે..... (હસતાં હસતાં)


એટલે પત્ની પણ રાજી ને લાલો પણ.... અનુકૂળ થવું.....બીજા સાથે સમય આપવા કરતાં ફેમિલીને સમય આપશો તો ‌તમે પણ ‌ખુશ અને એ પણ ખુશ.....


અનુકૂળ થવાનું


----------------------------------------


સવારે લાલો એટલે કે રવિ ઓફિસે જઇ રહ્યો હતો.... એવામાં ‌પોતાની ગાડી પાછળ કોઈ ‌બીજી ગાડી આવી રહી હતી... કદાચ તેને જલ્દી હશે... એટલે હોનૅ પર હોનૅ લગાડતા....


લાલો : (સાલાને શું જલ્દી છે....ઘડીક બેસી ન શકે....એનો બાપ કોઇક ઉડાડી દેશે તો ‌ખબર પડશે)....પણ તે વિચાર કરવાને બદલે ....‌પ્રેમથી અનુકૂળ થઈ જગ્યા કરી આગળ જવા કહ્યું.....


બસ પ્રોબ્લેમ સોલ્વ.... અનુકૂળ થયા તો હોનૅ માથી છુટકારો મળ્યો ને જેને મોડુ થઈ રહ્યુ હતુ તે કદાચ સમયસર પહોંચશે...


_----------


જોયું ને મિત્રો પ્રોબ્લેમ નાના જ છે થોડું અનુકૂળ થવાનું છે...


પ્રમુખ સ્વામી કહેતા "બીજાના ભલામાં આપણૂં ભલું છે"


તો બસ થોડુક થોડુક અનુકૂળ થશુ તો દરેકનુ ભલુ થશે....તેનુ થશે તો આપણુ પણ થશે જ્


મિત્રો હું છુ તમારો મિત્ર રવિ લખતરિયા આ વખતે આવી ગયો એક શોટૅ ફિલ્મ સ્ક્રીપ્ટ લઇને તો કેવી લાગી જરુર જણાવશો...