Kutrani Naat - Aek samjan books and stories free download online pdf in Gujarati

કુતરાની નાત - એક સમજણ

વાત એવી છે આજ ઉઠ્યો મોડો... અને પછી તૈયાર થઈને ઉપડ્યો એક્ટિવા લઇને....

પોતાની ધુનમાં ચાલતો હુ...સ્પીડો મીટરને સામે જોઈ પ્રેમથી તેના પર હાથ સહેલાવતો હતો.... કારણકે થોડાક દિવસ પહેલા જ ચાલતી ગાડીએ ગુસ્સો આવતા એક ઢીકો મારતા...સ્પીડો મીટર તોડી નાખ્યું હતું...

અને એ મગજમાં ચાલુ હતું.. કારણ કે એક ગુસ્સાએ સીધો ‌૨૦૦ નો ડામ અડાડી જે દીધો હતો....

અને હજુ બે દિવસ પહેલા જ રીપેર કરાવ્યું હતું... અેટલે સ્પીડો મીટર સામુ જોઇ હસતો હતો અને હાથથી સહેલાવતો હતો....

પણ ત્યાં એક શેરીમાં બે કુતરા જોસ જોસથી ભસવા લાગ્યા... મને તો થયું મારા ઉપર તો નથી ભસતા ને!!!

પણ પાછળ વળીને જોતા ખબર પડી...કે સામેથી આવેલા ત્રીજા કુતરા પર ભસતા હતા....

પણ મનને થોડી મુંઝવણ થાય તેવુ થયું...પણ પુછવું કોને? કે શા માટે આ બે કુતરા ત્રીજા આવી રહેલા કુતરા પર ભસતા હતા?

કુતરાઓને કેમ પુછવું?

એટલે મગજ ૧૮૦ ની સ્પીડ દોડવા લાગ્યુ કારણ શું? આની પાછળ....


એટલે મગજે એક નાનકડી વાત જડી કાઢી....
જે ક્યાંક યોગ્ય પણ લાગી અને કયાક નહીં.....

હું તો રજુ કરુ છુ... હવે તમે તમારો મંતવ્ય કેજો....

મગજ મારુ કહે...કદાચ એટલા માટે આ બંને ભસે છે કારણ કે તેઓ તેમની લાઈફમાં ત્રીજા વ્યક્તિને આવવા દેવા નહીં માંગતા હોય....

કારણકે કહેવત છે ને..."બેનાં ઓલામા ત્રીજો ફાવે..." એવું આ બંને નથી ઇચ્છતા....

જે મનુષ્ય ના જીવનમાં બહુ જોવા મળે....

બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અને બને એકબીજાને કહેવાની બદલે તેના મિત્રો કે સ્વજનોને કરે... અને બને એવું
કે જે પ્રોબ્લેમ નાનકડા માં પતવાનો હતો...તે જગજાહેર થાય.... અને આપણા માણસોની ટેવ પ્રમાણે.....

નહીં પેલી એક ગેમ રમે..એક બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને...કે અંતે જેની પાસે વાત પહોંચવાની હોય...તે તો કાંઇ અલગ જ પહોચે....


આવુ જ બને...બે મિત્રોમાં ત્રીજો પ્રવેશે.... પછી કાંઇ નહીં પેલો પેલાની વાતુ કરે એને લૈને બીજો ત્રીજાને કે અને ... આમાં ઘણી વખત ગાઢ મિત્રો...દુશ્મન બની જાય.....


અને અહીં મારા હિસાબે વાંક ત્રીજા મિત્રનો નથી...પણ વાંક એકબીજાની આઘાપાછી કરવાનો અને મહત્વનું સાંભળવાનું છે....


આવુ જ આજની ૨૧મી સદીના યુવાનો માટે જોવા મળે...એક વાત મને યાદ આવે છે કે
થોડીક એવી વાત જે તમને બહુ ગમે છે....

હવે બે છોકરા અને એક છોકરી... એટલે ત્રણેય ખુબ સારા મિત્રો....
હવે થોડાક નામ આપુ તો વધારે મજા આવશે...

ગમે તે નામ લવ છુ...એક રિશી, શિરિષ અને પલક....


હવે મજા આવશે ખાલી જીવનનુ એક અગત્યનું પાસું છે જે આપડે ખાલી સમજવાનુ છે...

હવે રિશી અને પલક એકબીજાને પ્રેમ કરે છે... હવે આ બંને નો પાકકો મિત્ર એટલે શિરિષ....

અને શિરિષ આ બંને ને મેળવી પણ દે છે... હવે ત્રણેય મિત્રો સમયે સમયે ફરવા જાય...

હવે હું અહીં પ્રેમની વ્યાખ્યા નથી કરતો... નહીંતર વર્ષો થઈ જશે પ્રેમ કેવો હોય તેની વ્યાખ્યા કરવામાં.....

એટલે સમજી લેજો કે એવો પ્રેમ છે કે એકબીજાને મુકીને ક્યારેય જવાના જ નથી....


હવે એક વખત રિશી ને પલક સાથે કોઇ બાબતે નાનકડુ મન દુઃખ થયું.... અને જે ને એક દિવસ થયો શોટ આઉટ થતા... અને બને એ એક ‌કોફીશોપ પર જવાનું વિચાર્યું...

અને આમ શિરિષ તો સાથે જ હોય... એટલે ત્રણેય સાથે હતા...

એકબીજાને હાય કર્યું અને એવામાં કોફી મંગાવી આપડા રિશી ભાઇએ... અત્યારે જોકે પલક નો મુડ નહીં હોય... એટલે એને ના પાડી... અને થોડી જો કે રિશી થી ચિડાયેલી હતી....

હજુ રિશી પલકની સામે જોઇ રહ્યો હતો એવામાં .. શિરીષ એ જ કોલડ્રીકસ મંગાવ્યુ.... અને પલકે તેમા હામી ભરી... હવે પેલો કોફી પીવે અને આ બે કોલડ્રીકસ...

થોડી સમય ચુપી સધાઇ હતી... કાંઇ talk ચાલુ થાય તે પહેલાં તો... રિશી ને ફોન આવ્યો અને તેને વાત ખતમ કરી મોબાઈલ ખિસ્સામાં રાખતા... સોરી ફ્રેન્ડસ.. I need to go...I have an urgent work...so you can enjoy....
બાય કહી ચાલતો થયો...
અને હવે કોફી શોપ પર શિરીષ અને પલક હતા...બને વચ્ચે વાત શરૂ થઈ...

હવે આજના લોકો પાસે ભવિષ્યમાં શું કરવું છે? શું વિચાર છે આગળ કૈ રીતે વધશુ?

તેના સિવાયની વાતુ જ હોય...લે થોડા દિવસ પહેલા તમારી વચ્ચે શુ થયુ હતું... આજે શુ ખાધુ, રિક્ષામાં આવ્યો કે અઆવ્યી કે બસમાં આવ્યો... ત્યાં શું થયું....

અને આપડે પણ ‌કાઇ નવુ વિચારવાને બદલે...A to Z કથા ચાલુ કરીએ....

ઘણા જો ક્રિકેટના શોખીન હોય તો...આ કોહલીને ક્યાં રમતા આવડે... ઘણા તો ‌મોદી આ ખોટું કરે છે....તો શું એ તને પુછે..કે આ નોટબંદી કરુ કે નહીં?

કોહલી તને પુછે..કે ભાઇ આમ બેટ ઉપાડુ કે આમ?


આપડી પાસે આવો જ ટાઈમ હોય છે... ઘણા તો ઘરનુ પુરાણ ખોલે્....

અને આવુ જ બન્યું... નહીં સિમ્પલ પલકે બધી વાત કરી... અને પેલાએ થોડુ આશ્વાસન આપ્યું કે હુ વાત કરીશ રિશી સાથે....

અને એક દિવસ શિરીષ એ રિશી ને કહ્યું કેમ નાના કારણો મા ઝઘડો કરો છો... હજુ તો તમારે આખી જિંદગી વિતાવવાની છે....

આ વાત રિશી ને ને ગમી ‌કે પલકે એકબીજાની વાત ત્રીજા ને કરી...
અને રિશી અને પલક એકદિવસ એકબીજાને મળ્યાં અને શાંતિથી વાત કરી...કે આમ એકબીજાની પર્સનલ વાતો ત્રીજાને ન કરવી....

પણ આમાં થોડુ વધારે ખોટું લાગ્યું પલકને... અને બોલતા...મારે કોઇને કહેવુ નહીં... અને આમ પણ શિરીષ તો આપડી બધી વાત જાણે જ છે ને....

બસ ઝઘડો શરૂ... આમાં કોઈનો વાંક હતો જ નહી.... છતાં થયું


બસ મિત્રો આવુ જ હોય છે સંબંધો ને સમજતા શીખવુ પડે...બધી વાત બધાને ન કરવાની ન હોય.....

બસ મને લાગે છે કે આ બંને કુતરાઓને આ પરિસ્થિતિની જાણ હશે... અને તે આ પરિસ્થિતિ એમના જીવનમાં આવે તેવી નહીં ઇચ્છતા હોય અને એટલે જ પેલા કુતરા પર ભસતા હશે....


અને એ પણ છે કે કદાચ જો તે ત્રીજો આવે તો આ બંને ને જે ખાવાનું મળતું હશે એમા ત્રીજો ભાગ થાય અને એટલુ પેલા બે ને ઓછુ મળે.....

આ છેલ્લી વાત તો આજના સ્વાર્થી લોકોને જે મનમાં આવતી હોય છે તેવી છે....

એટલે તેને ધ્યાનમાં નહીં લાગે...


તો મિત્રો મને તો આ સુઝ્યુ... તમને જે સૂઝે એ કૉમેન્ટ્સ કરી શકો છો....


તમારો મિત્ર
રવિ લખતરિયા....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED