આનંદની લાગણી - 2 Kiran Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

આનંદની લાગણી - 2

""ના પૂછશો શું થયું છે મને.?
બસ એટલું જાણી લો
મારી પહેલી મુલાકાત રૂપે
નજરાણું મળ્યું છે મને..!""

આનંદ ને તેની 23 વર્ષોની એકલ તપસ્યા નું ફળ આજે મળ્યું છે, એ મુલાકાતનું નજરાણું . આનંદ ગઈ કાલ ની જેમ આજે પણ બસ માં જાય છે (દોસ્તો એ તો એવું સૂચન કર્યું હતું કે ભાઈ ભાભીને તું તારા બાઈક પર ફરવા લઈ જજે વટ પડશે). આનંદ ને બસ માં મુસાફરી કરવી બઉ ગમે છે અને એણે પહેલાં થી જ વિચાર્યું હતું કે હું જ્યારે પણ કોઈને જીવન સાથી તરીકે પસંદ કરીશ હું તેને મારી સાથે અમદાવાદ ફરાવિશ તેથી આનંદ બસ માં બેસી 35 વાળી ટિકિટ લે છે. અને પછી લાલદરવાજા ઉતરે છે. તે ત્યાંથી એક ગિફ્ટ ખરીદી તેને પેક કરાવે છે. અને ત્યાંથી તે વાડજ ની બસ પકડે છે, વાડજ ઉતરી પિહુ ને લઈ ત્યાંથી રિવર ફ્રન્ટ પાર્ક માટે જાય છે. રિવર ફ્રન્ટ પાર્ક જઈ આનંદ પિહુ ને કહે છે કે આપણે કાલે જ્યાંથી અલગ પડયા હતા ત્યાં ચાલ, મારે તને કૈક કહેવું છે અને તે પહેલી વાર આમ કહી પિહુ નો હાથ પકડે છે, પિહુ હાથ ના છોડાવવાના ઇરાદા થી હાથ છોડાવવા પ્રયત્ન કરે છે અને આનંદે પણ ખચકાઈ ને જ હાથ થોડો ખુલ્લો જ પકડ્યો હતો, પણ બંને તરફ લાગણીઓ સરખી જ હતી. આટલા માં તેઓ બન્ને એ જગ્યાએ પહોંચે છે જ્યાંથી તેઓ કાલે અલગ પાડયા હતાં. આનંદ જરા રોમેન્ટિક અંદાજ માં એને કહે છે કે " આ ચાંદ સા ચહેરા ની આસપાસ જો ચાંદની ન હોય તો ચહેરો ઓછો શોભે છે" અને કાલે લાવેલ પેલા ચમકદાર ઝુમકા પિહુ ને જાતે પહેરાવે છે(પિહુ દેખાવે શ્યામલી હતી અને આનંદ શ્યામ હતો), બંને એક બીજા ની લાગણીઓ જાણતા અને સમજતા હતા. આનંદ અને પિહુ અંદર પાર્કમાં જઈ બેસી થોડી વાતો કરે છે, અને આનંદ પિહુ નો હાથ પોતાના હાથમાં લઈ કહે છે કે " તારો હાથ મારા હાથમાં ન્હોતો તો લાગતું કે મારા હાથમાં કિસ્મત ની રેખાઓ નહોતી અને હવે લાગે છે કે એ રેખાઓ ઉપસી આવી છે"
અને પિહુ પ્રત્યુતર માં કહે છે કે "આપણા બંનેના હાથમાં રેખાઓ તો હતી પણ કોઈ પ્રેમ ભર્યા સ્પર્શ વિહોણી હતી જેમ ગ્રીષ્મ ઋતુમાં નદીઓ સુકાઈ જાય છે અને જ્યારે વર્ષા ઋતુમાં વરસાદ પડતાં જ નદીઓ પોતાના અસ્તિત્વમાં આવી વહેવા લાગે છે બસ એમ જ આપણા હાથ ની રેખાઓ છે.""

આનંદ હળવે થી પિહુ ની હથેળી ને ચૂમે છે અને પિહુ તરત જ એનો હાથ આનંદના હાથમાંથી ખેંચી લે છે, અને ઉતાવળી કહે છે કે ચાલો આપણે ક્યાંક બીજે ફરવા જઇએ, આનંદ એનો હાથ ફરી પકડી કહે છે કે બેસ ને જઈએ છીએ , મારે તને એક વસ્તુ દેવી છે તને ખબર છે ? મેં તને કેમ હથેળી માં ચૂમી ? હું હવે તને જે ભેટ દઇ રહ્યો છું એ પ્રેમની જગવિખ્યાત નિશાની છે અને તેણે પેલું ગિફ્ટ જે પેક કરાવ્યું હતું એ ખોલી તેમાંથી તાજ મહેલ ની પ્રતિકૃતિ નીકાળી પિહુ ના એ હાથ માં મૂકે છે અને પૂછે છે કે બોલ કેવું લાગ્યું..? પિહુ કહે છે કે સરસ છે પણ શું બધું તમે જ આપશો કે હું પણ કંઇ આપુ.? અને પ્રેમ થી આનંદને ગાલ પર થપ્પડ મારે છે, આનંદ હાથ પકડી કહે છે કે તમે નહિ તું કે મને આપણે પહેલા દોસ્ત પછી જીવનસાથી છીએ. પછી આનંદ ઊભો થઈ કહે છે કે ચલ હવે તું કહેતી હતી ને કે આપણે બીજે ક્યાંક ફરવા જઇએ અને પાર્ક ની બહાર આવે છે ત્યાંથી ચાલતાં બસ સ્ટેન્ડ તરફ જાય છે, રસ્તા માં પિહુ ઊભી રહી જાય છે ને કહે છે કે મારા થી નહિ વધારે ચાલી શકાય ,મને તો પાણી ની તરસ લાગી છે . આનંદ પિહુ નો હાથ પકડી રિવર ફ્રન્ટ પરના ફૂડ સ્ટોલ પર લઈ જાય છે અને ત્યાંથી પહેલા પાણીની બોટલ ખરીદે છે પછી એક આઇસ્ક્રીમ મંગાવે છે અને કહે છે કે બે ચમચી આપજો ખાવા માટે , આ વાત સાંભળી પિહુ થી અચાનક બોલાઈ જાય છે કે એક ચમચી નહિ ચાલે...? લાગણીઓ એ જાણે કે સીધો જીભ સાથે વ્યવહાર ના કરી લીધો હોય..?
આનંદ આઇસ્ક્રીમ લઈ પિહું પાસે જઈ બેસે છે અને પિહુુ ને કહે છે ,કે ચાલુ કર હવે આઇસ્ક્રીમ ખાવાનું , પીહુ આઇસ્ક્રીમ તરફ જોઈ બોલે છે કે મને વેનીલા નથી ભાવતી ચોકલેટ ફ્લેવર બઉ ભાવે પણ અત્યારે તને ખબર નથી એટલે અને તું મને પહેલી વાર કૈક ખવડાવે છે તો આજથી મારી ફેવરીટ આઇસ્ક્રીમ વેનીલા છે અને આનંદ તરફ જોઈ સ્માઇલ કરે છે , આનંદ પ્રેમથી કહે છે કે સારું હવે ખાઈ લે ગાંડી અને સ્માઇલ કરે છે.. બંને ત્યાં બીજો થોડો નાસ્તો કરી બહાર રોડ પર આવી બસમાં બેસે છે અને ત્યાંથી પરિમલ ગાર્ડન જાય છે. ત્યાં જઈ બંને હવે પ્રેમના વિચારોમાં આઝાદ થવા લાગ્યા હતા.. આનંદ અને પિહું ત્યાં એક કપલ ને જોવે છે જે ફોન માં સેલ્ફી લેતા હતા.

આનંદ પીહુ ને કહે છે કે તને ફોટો શૂટ કરાવવાનું પસંદ નથી.? તો પીહુ કહે છે કે શું પસંદ નથી.? અરે મને તો બઉ જ પસંદ છે. પિહુ આનંદ ને કહે છે કે ચલ તું મારું ફોટો શૂટ કર અને તેનો ફોન આનંદ ને આપે છે આનંદ પીહુ નો ફોન ખીચામાં મૂકી કહે છે કે મારા ફોનમાં ફોટા પાડું કે તારા હવે બધું આપણું છે. અને પોતાના ફોન માં પીહુ ના ફોટા પાડે છે.

ફોટો શૂટ કરાવ્યા પછી બંને ઘડી વાર બેસે છે અને પીહુ આનંદ નો હાથ પકડી અને હાથમાં આંગળીઓ પરોવી કહે છે કે તું બસ મારા સાથે આમ જ રહેજે.
તું ગિફ્ટ લાવ્યો મને બઉ જ ગમ્યું, પણ હું તારા વિચારોમાં એટલી ઘેલી હતી કે તું મળ્યો ત્યાં સુધી હું તને જોવા તરસી
રહી હતી એટલે કોઈ ગિફ્ટ હું લાવી શકી નહિ , પણ હું તને એક ગિફ્ટ આપુ છું તું આંખ બંધ કરી દે , આનંદ બરોબર સમજ્યા વગર કહે કે અરે ના બસ ચાલશે અને જેવું થોડું સમજમાં આવ્યું તરત આંખ બંધ કરી દીધી. અને ત્યારે પીહું પ્રેમથી આનંદની આંખ ને ચૂમી લે છે, પીહુ બીજી આંખ ને ચૂમવા જાય તે પહેલાં તો આનંદ તરત જ આંખો ખોલી દે છે. સમય વીતતાં વીતતા સાંજ પડી. બંને એક બીજા સાથે ખૂબ પ્રેમથી મજાક મસ્તીમાં દિવસ વિતાવી ગાર્ડન માં થોડું ફરે છે.અને સૂરજ આથમવા લાગ્યો અને તેટલામાં પિહું ને ઘરે થી ફોન આવ્યો અને તેઓ પછી ઘરે જવા નીકળે છે આનંદ પિહુ ને તેના ઘર નજીક બસ સ્ટેન્ડે ઉતારી ઘરે જાય છે . ઘરે જઈ તે પાણી પીવે છે ને તરત જ એના ભાભી અને બેન આવી સામું જોવા લાગે છે અને કહે છે કે શું ફોટા બતાવશો કે નઇ..?

આનંદ ભાભી ને ફોન આપી ફ્રેશ થવા જાય છે , જેવો ફ્રેશ થઈ બહાર આવે છે અને આનંદ ને એની મમ્મી કહે છે કે કઈ પૈસા આપ્યા કે નઇ પિહું ને .?
આનંદ કહે ના હું એ તો ભૂલી જ ગયો.
અને બોલ્યો કે " શું આપી આવું હાલ..…? " આમ બોલતાં આનંદ ના ચહેરા નું તેજ અને હાવભાવ સાવ અલગ જ હતા..

અને ધીરે ધીરે દિવસો વિતતા ગયો બન્ને મળતા ગયા એક બીજાને ઓળખતા ગયા..
સગાઈ નો દિવસ આવ્યો સગાઈ થઈ.. લગ્ન ની તારીખ નક્કી થઈ અને 14 ફેબ્રઆરી વેલેન્ટાઈન ડે ના દિવસે બંને લગ્ન ના બંધનમાં બંધાઈ ગયા..અને થઈ ગયા એમના Arranged Love marriage ..💞💞..


વાંચવા બદલ અને
સહકાર બદલ
આભાર
✍️Mr.kiran
🙏🙏🙏💞💞