આનંદની લાગણીઓ - 1 Kiran Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

આનંદની લાગણીઓ - 1

""आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली
इतनी सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली""

હા ! આજકાલ આનંદ આ ગીતમાં નો અમોલ પાલેકર જ લાગે છે, પેલા વેરાન રણમાં જેમ અચાનક વર્ષો પછી વરસાદ પડે અને જે માટી ની સુવાસ ફેલાય અને જે અનુભવ રણ ના રાહી ને થાય બસ એવું જ કંઇક આનંદ અનુભવી રહ્યો હતો.

આજે એવું તો શું થયું કે આનંદ આટલો તે પ્રફુલ્લિત છે..?
એવું તમે વિચારતા હસો ... તો ચાલો આનંદની સફરે..
આપણા આનંદ ભાઈ ની વાત જરા એમ છે કે
હજી ગયા મહિને જ આનંદે પોતાનો 23 મો સિંગલ બર્થ ડે ઉજવ્યો, હવે 23 વર્ષ ની લાગણીઓ કૈક તો વર્તાવાની છે જ.
હવે આજ ની વાત 23 વર્ષ અને 1 મહિના બાદ આનંદ નામ ના બગીચામાં જે બધી કળીઓ હતી એ હવે ખીલી ફૂલ થવા લાગી હતી.. આટલા વર્ષ સિંગલ રહેલ વ્યક્તિ ને અચાનક કોઈ અજાણ ને મળવાનું થાય અને એ પણ જેને એણે (આનંદ) જીવન સાથી બનાવવા માટે પસંદ કરવાના છે...

આનંદ આજ સવાર થી જ પોતાના શરમાળ સ્વભાવ સાથે પોતાના અંદરની ઉર્મિઓ છલકાવી રહ્યો જણાતો હતો. તેના હાવભાવ જરા બદલાયા લાગતા હતા અને જે ક્ષણ બધાના જીવનમાં મહત્વ ની છે તે ક્ષણ આનંદ ના જીવનમાં આવી જ ગઈ છે સમજો. લગ્ન પહેલાની જે રશ્મો છે શરૂ થઈ ગઈ હતી. તેને આજે એક છોકરી ને જોવા જવાની છે જેની સાથે તેના કોઈ સગાએ વાત ચલાવી છે..

આનંદ ઘરે થી તેના જીજુ સાથે નીકળી નજીકના બસ સ્ટોપ પર થી 34/5 ની બસ પકડી લાલ દરવાજા ઉતરે છે , અને ત્યાંથી કૈક નાની નાની વસ્તુ ખરીદી એ છોકરી માટે લઈ જાય છે. ત્યાંથી તે તેના જીજુ સાથે રિવર ફ્રન્ટ પાર્ક જવા નીકળે છે થોડો શરમાયેલ થોડો ગભરાયેલો. એને લાગ્યું કે તે એ છોકરી ની પેલા આવી ગયો છે તો એનો ઇન્તેઝાર કરતો બાર ઊભો રહે છે, લગભગ દસેક મિનિટ ઊભો રહ્યો પણ આ દસેક મિનિટ માં તેની બેચેની જોવા જેવી હતી આનંદ પોતાના હાથ ઘસે છે જેમ લોકો શિયાળામાં કરે છે પણ અત્યારે તો ઉનાળો હતો, પછી અચાનક એ નખ કોતરવા લાગે..પેલા આવું એ નોહતો કરતો પણ આજે એ એક અનેરા ઉત્સાહ સાથે નર્વસ પણ હતો..

થોડીક વાર પછી એ છોકરી સાથે આવેલ એની બેન બાર આવે છે ને જોવે છે કે આનંદ અને તેના સાથે આવેલ તેના જીજુ તો બાર ઊભા છે અને તે આનંદ ને કહે છે કે કેમ બાર ઊભા છો ..? આવો અંદર અમે ક્યારના અંદર બેઠા છીએ તમારી રાહ જોઈ. પેલી વાર માં આનંદ ને આ એ જ છોકરી લાગી જેને તે મળવા આવ્યો છે પણ પછી સમજ્યો કે ના આ નહિ હોય કેમ કે એને વિચાર્યું કે તે મારી જેમ શરમાતી નથી..

આનંદ પાર્ક માં જાય છે છોકરીની બેન ની પાછળ પાછળ, આનંદ શરૂઆત માં કંઇ જ ન બોલી શક્યો નહિ, તેના જીજુ બાજુમાં જ હતા..તે લોકોએ આનંદ અને એ છોકરીને કહ્યું કે તમે વાત કરો, આનંદના જીજુ બાર ગયા અને છોકરી બેન ફોન લઈ થોડા આગળ ગયા..

આનંદ અને એ છોકરી એક બે મિનિટ માત્ર બોલવાના પ્રયાસમાં નીકાળે છે, પછી અચકાઈ ને આનંદ નામ પૂછે છે અને છોકરી તરફ થી જવાબ પણ દબાયેલ ટોન માં આવે છે,આનંદ પ્રત્યુતર આપે છે કે નામ સારું છે પણ સંભળાયું નહિ. (આનંદ ની ખચકાટ થોડી ઓછી થાય છે ) છોકરી ફરી થોડા ઊંચા અને દબાતા આવજે કહે છે કે મારું નામ પિહુ છે અને છોકરી નામ સામે થી પૂછે એ પહેલાં આનંદ સામે થી પોતાનો પરિચય આપે છે કે હું આનંદ.

આમ કરતાં વાત આગળ વધે છે , બંને તરફ થી આમ મુલાકાતની પ્રથમ ઘટના હતી. બંને એક બીજા ને એક બીજા ની સામાન્ય બાબતો પૂછે છે, બંને હવે ધીરે ધીરે ખચકાટ છોડી થોડા થોડા સ્મીત સાથે વાત કરવા લાગે છે, આનંદ કહે છે કે તમે નર્વસ અને હસતાં બંને સારા લાગો છો. અને પિહુ પણ કહે છે કે તમે પણ સારા લાગો છો.. પિહુ સ્ત્રી સહજ વાત કરી રહી હતી.

આનંદ અને પિહુ ને આમ વાતો કરતા બે કલાક સમય વીતી જાય છે , બંને ને વાતો કરવાનો અને એક બીજાને પ્રથમ મુલાકાતમાં જાણવાનો સમય પૂરો થાય છે, પિહુ ની બહેન અને આનંદ ના જીજુ ત્યાં એમની પાસે આવે છે. બંને એક બીજા ને બાય કહી સ્મિત રેલાવી ને અલગ પડે છે , થોડા આગળ જતાં આનંદ ને પેલું લાલ દરવાજા થી ખરીદેલ કાન નું ઝુમર યાદ આવે છે અને તે દેવા માટે અવાજ દે છે કે " પીહુ એક મિનિટ હું તારી માટે કૈક લાવ્યો છું એ લેતી જા અને આનંદ દોડતો એની પાસે પહોંચે છે પણ પિહૂ ની બેન કહે છે કે હાલ કંઇ ના લેવાય વાત પાકી થાય ત્યારે આપજો ..હજી આ તમારી પ્રથમ મુલાકાત છે , આનંદ હતાસ થઈ જાય છે અને પિહુ પણ હતાશ થઈ જાય છે..ફરી થી બંને એકબીજા ને બાય કહી અલગ થાય છે..અહી આ બે હૈયામા
ભર ઉનાળે જાણે માવઠું ના પડ્યું હોય એવો ઉલ્લાસ હતો , અને આ માવઠાની અસર રૂપે બંને હૈયાની લાગણીઓના મોર હવે કળા કરી રહ્યા હતા.
જતા જતા આનંદ વિચારે છે કે આ ઝૂમર આપવા બીજી મુલાકાત થશે જ. આનંદ ઘરે જાય છે. ઘરના બધા સદસ્યો એના તરફ જોઈ રહ્યા હતા અને આનંદ એ લોકો થી નજર છુપાવી એના રૂમ માં જતો રહે છે, અને થોડીક મિનિટમાં એની નાની બેન આવે છે ને પૂછે છે કે કેમ ભાઈ ...?કેમ કંઇ બોલ્યા વિના રૂમ માં આવતા રહ્યા..?શું ભાભી ગમ્યા કે નઇ..? પ્રત્યુ્તરમાં આનંદ માત્ર સ્મિત આપે છે અને કહે છે કે કેમ ના ગમે .?

અને તરત જ બેન બાર જઈ કે છે કે ભાઈ ને ભાભી પસંદ છે. અને સાંજ સુધી માં તો સામા પક્ષે થી પણ હામી નો જવાબ આવે છે..
બીજા દિવસે ફરીથી મુલાકાત ફિક્સ થાય છે ,
આ વખતે બે પંખીડા હવે એકલા મળવાના હતા. અને એમનો માળો એટલે આપણું રિવર ફ્રન્ટ પાર્ક જ્યાં એકલો જવા વાળો વ્યક્તિ પણ પોતાને ત્યાંના પ્રેમી પંખીડાઓ માં નો ભાગ જ સમજી બેશે છે.
હવે આનંદને અવનવા વિચારો આવવા લાગે છે.જાણે કે લાગણીઓના ઝાડ પર નવી કુપણો ના ફૂટી હોય..! આનંદ આનંદિત થઈ આજે કંઇક અલગ જ લાગે છે, પાછલી રાત નું તો પૂછશો જ નહિ કેવી વીતી છે ,, આંખ ખોલતા અને આંખો બંધ કરતા બસ એ જ થોડા કલાક જૂની યાદો જ ખ્યાલમાં આવે,, ગઈ કાલ સવાર ની જેમ આનંદ આજે પણ તૈયાર થઈ બેઠો હતો..બીજી મુલાકાત બસ હવે થવા ની જ હતી..

વધુ આવતા અંકે.....
✍️મરીચિ