વિજયની સફર - 2 Prit_ki_lines દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિજયની સફર - 2

વિજયની સફર ભાગ -૨ લેખક:પ્રીતેશ પ્રજાપતિ


વિજય સપનાનો થેલો લઈને હવે નવી જિંદગીના ડગલાં માંડવા જતો હતો.હવે સવારના નવ વાગ્યા હતા.તેણે વિચાર આવ્યું કે મારે જો અમદાવાદમાં રહેવું હોય તો શરૂઆતમાં નાનાનું મોટું જે કામ મળે તે કરવું પડશે, તે બાદ વિજય કામની શોધમાં નીકળી ગયો.ફરતો ફરતો ઓઢવના ઘણા વિસ્તારમાં ફર્યો પણ તેને કોઈએ પણ કામ આપ્યું નહીં,વિજય ઓઢવની ગલિયો માંથી ચકાચક રસ્તા પર એબી પાછું તકતકતા તાપમાં જે કામ મળે તે પણ કરી લવું પરંતુ ઘણું ફર્યા બાદ થાકીને વિજય છાયામાં એક એમટીએસ બસના સ્ટેન્ડમાં બેઠો હતો. વિજય રૂમાલથી મોઢું લૂછી રહ્યો હતો.અને ચહેરા પર નમી જોવા મળતી હતી.સતત વિચાર કર કર કરતો હતો કે કોઈ રસ્તો મળે તો સારું તે જ સમયે એએમટીએસ બસ સ્ટેન્ડ પર એક યુવક દેખવડો અને કાનમાં ઈયરફોન લગાવીને કંઈક સાંભળી રહ્યો હતો.
વિજયને થયું કે યુવક સાથે કરું, કદાચ તે મદદ કરશે,પાછું તેને એવો પણ વિચાર આવતો કે શું તેને કેવું લાગશે,વિજયને થયું કે જો હું કોઈ સાથે વાત નહીં કરું આવી રીતે ભટકાય કરીશ તો કેવી રીતે કામ કે પછી નોકરી મળશે,
ત્યારબાદ વિજય તે યુવક સાથે વાત કરી હતી. વિજયે તે યુવકને કહ્યું કે કેમ છો ભાઈ. હું અમદાવાદમાં પહેલી વાર આવ્યો છું. અમદાવાદમાં મેં કશું જોયું નથી.અને મને કોઈક જગ્યાએ કામ મળે તે માટે સવારનો ફરી રહ્યો છું. શું તમે મારી મદદ કરશો આમ કહેતા તે યુવકે કહ્યું કે હા ભાઈ કેમ નહીં, બોલો શું હું મદદ કરી શકું તમારી.
તે યુવકે વિજયને કહ્યું કે મારું નામ અભિષેક છે અને હું અહીંયા ઓઢવમાં જ રહું છું.ગુજરાત યુનિવસિટીમાં અભ્યાસ કરું છું.વિજયે અભિષેકને તેના પરિવાર કે પછી અન્ય કોઈપણ વાત તેને ન કરી હતી.વિજયે અભિષેકને કહ્યું કે અમદાવાદમાં કામ ક્યાં મળે તે વિષે પૂછતો હતો.ત્યારબાદ અભિષેકે વિજયને કહ્યું કે ક્યાંક નોકરી કે કામ તને મળે તે માટે હું મારા મિત્રો તેમજે મારા પિતાને વાત કરીશ.અને તને ગમે ત્યાં તો કામ મળી જશે. પણ આજેને આજે કામ મળવું થોડું મુશ્કેલ છે.પણ અભિષેકે વિજયને વિશ્વાસ અપાવ્યો કે ગમે ત્યાં તો તને સેટ કરી દઇશુ.વિજયએ અભિષેકને કહ્યું તમારો ખુબ ખુબ આભાર દોસ્ત,
અભિષેક વિજય સાથે વાત કરતા કરતા પૂછે છે,તું ક્યાં રહીશ અમદાવાદમાં તું કૈક જમ્યું કે નહીં, ના જમ્યો હોય તો ચાલ તને હોટલમાં જમવા લઇ જાવું નહિતર આજનો દિવસ મારા ઘરે ચાલ આમ કહેતા વિજય કહ્યું ના દોસ્ત હું ક્યાં તમારે ઘરે.હું ગમે ત્યાં આજની રાત કાઢી નાખીશ,તે બાદ અભિષેકે તેનો મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું કે કઈ પણ કામ હોય ફોન કરજે. હું તારી મદદ કરીશ.અભિષેક વિજયને એમ પણ કહ્યું કે રાતે ઓઢવ ચાર રસ્તા પાસે તું મળવા આવજે અમે અહીંયા જ બેસીએ છીએ રાતે મારા મિત્રો ને પણ મળાવીશ અને તારું કોઈક જગ્યા કામ ઠેકાણું એ પાડીશું.
ત્યારબાદ અભિષેકની બસ આવી જતા વિજયને બાય કહીને બસમાં જાય છે.બસમાં ખુબ ભીડ હતી.તેમ છતાં ધક્કા મુક્કીમાં તે બસમાં ચઢી ગયો.બસ થોડે આગળ ગઈ ત્યારે તેની આસપાસ ઘણા બધા છોકરાઓ ઉભા હતા. અને તે બસમાં ધક્કા મુક્કી કરી રહ્યા હતા. બસમાં તેની નજીક એક છોકરી ઉભી હતી.ભીડમાં અમુક છોકરાઓ તેની ગંદી રીતે અડી રહ્યા હતા.અભિષેકની નજર તેના પર પડી પરંતુ તે કઈ બોલી શક્યો હતો.પણ પછી અન્ય ત્રણ છોકરા છોકરીઓ ગંદી રીતે અડતા અભિષેક ત્રણ ચાર છોકરાઓ સીધી રીતે ઉભું રહેવાનું કહેતા છોકરાઓ ગુસ્સે થઇ ગયા હતા.ત્યારબાદ બસમાં છોકરાઓએ અભિષેક સાથે માથાકૂટ કરીને મારમાર્યો હતો.જોકે અભિષેક પણ છોકરાઓને ખુબ માર્યા, દરમિયાનમાં અભિષેકના મિત્રો પણ બસમાં આગળ ઉભા હતા. તે પણ આવી જતા સામસામે મારામારી થઇ હતી.ત્યારબાદ કંડકટરે બસ સાઈડમાં ઉભી રાખવતાઁ ચાર છોકરાઓને અભિષેકને જોઈ લેવાની ધમકી આપીને નાસી ગયા હતા.ત્યારબાદ.............
હવે રાતે ઓઢવ પાસે વિજયને અમુક લોકો ખુબ મારી રહ્યા છે.કોઈ તેને બચાવવા પણ જતું નથી.અને તે જમીન પર લોહીલુહાણ હાલતમાં, ત્યારબાદ શું થયું હશે.અભિષેકને મળ્યો હશે શું અભિષેક વિજયને મળ્યો હશે પછી શું તેને કોઈક જગ્યાએ કામ મળ્યું હશે, વિજયને કેમ માર્યો હશે.વિજય તો હજી આજે આવ્યો છે અમદાવાદ શું થયું હશે ઘણા પ્રશ્નો છે વાંચતા રહો...........