The journey of Vijay - 1 books and stories free download online pdf in Gujarati

વિજયની સફર - 1

ગામડાથી શહેર સુધીની સફર લેખક: પ્રીત
અમદાવાદ શહેર જે ઘણા લોકોની સપનોની નગરી છે અહીં લોકોને વસીને ખુબ રૂપિયા કમાઈને ઘર અને પરિવાર સાથેના સપના હોય છે કહેવાય છે ને ઘરના લોકોને સીધે સીધું ક્યારે મળી જતું નથી.વાત છે ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતો વિજયને નોકરી અને પરિવારની જવાબદારીઓ અને ઘરના મહેણાં ટોંણા સાંભળી શકતો ન હતો.અને તેને હવે ઘરમાંથી નીકળીને શહેરમાં ગયા વગર કોઈ છૂટકો ન હતો.પણ જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિ હતી વિજયને તો કોઈ શહેર નવું અને ત્યાં કોઈ ઓળખે નહીં પણ વિજયે તો નક્કી કર્યું હવે કઈકે તો કરવું પડશે,વિજય નક્કી કર્યું કે અમદાવાદ જઈને ગયા ત્યાં જે કામ મળશે તે કરીશ, તે દિવસ બાદ વિજયને અમદાવાદ જવા માટે રાતે ઉંઘ જ નહોતી આવતી વિજય રાતે ને રાતે ઘરમાંથી નીકળી જવાનું નક્કી કર્યું પણ તેના ગામમાં બસ કે અન્ય કોઈ સુવિધ ન હતી. પણ મનમાં તો નક્કી જ કર્યું હતું જુ છે પછી શું વિજયે ઘરેથી બે જોડી કપડાં રૂમાલ અને તેની પાસે બે હજાર રૂપિયા અને તેના સપનોનો થેલો લઈને ઘરેથી રાતે જ 8 કિલોમીટર સુધી ચાલતો ચાલતો હાઇવે સુધી પોહચી ગયો હતો.વિજયએ હાઇવે પર હાથ ઉંચો કરીને કોઈ વાહનો ઉભા રાખવા મથતો હતો પણ માથે અંધારું અને રાતે લૂંટના બનાવો બનતા હોવાથી કોઈ તેને બેસાડવા માટે તૈયાર જ હતું,
ઘણો સમય નીકળી ગયા પછી એક ટ્રક આવી રહી હતી, તે ટ્રકની આગળ લખ્યું હતું કે કોઈ તમારું નથી,એટલે ખુશ રહો આ વાક્ય વાંચીને વિજયને થયું કે આ ટ્રક મદદ કરશે અને વિજયએ હાથ ઉંચો કરતા ટ્રક ચાલકે ઉભી રાખીને વિજયને પૂછ્યું કે આટલી રાતે ક્યાં જવાનું ભાઈ . વિજય કહ્યું નક્કી તો નથી ક્યાં જવાનું પણ હાલમાં અમદાવાદ જવું છે વિજય ની આ વાત સાંભળીને થોડીક વાર શાંત થઇ ગયો .ટ્રક ચાલકે વિજયને કહ્યું કે બેસી જા અમદાવાદ હાઇવે પર ઉતારી દઈશ.વિજય તેનો સપનાનો થેલો લઈને ટ્રકમાં બેસીને ગયો.ટ્રંકમાં બેસીને ગયા બાદ હિન્દી સોન્ગની મજા મળતા મળતા બન્ને વચ્ચે એકબીજા વિષે વાત કરતા કરતા અમદાવાદ સુધી આવી ગયા.વિજયને હાઇવે પર ઉતરતા જ ટ્રક ચાલકને પૈસા પૂછ્યું તેને કકહ્યું કે જયારે સપના પુરા થાય ત્યારે એકવાર યાદ કરી દેજે અને તેન પૈસા પણ ન લીધા,
વિજય ઉતરતા તો ઉતરી ગયો પણ ક્યાં જવું તે નક્કી ન હતું, સવારના છ વાગ્યાની આસપાસ ઓઢવ આવીને કે ચાની દુકાને ચા પી હતો. ત્યારે આમ તેમ લોકોને જોઈ રહ્યો હતો.ને લોકો દોડી રહ્યા હતા કોઈ વાહન પર કોઈ બાઈક પર તો કેટલાક બસની ભીડમાં જઈ રહ્યા હતા.વિજય વિચારતો હતો કે
હવે શું કરીશ મારી પાસે તો પૈસા બે હજાર રૂપિયા છે,જો વપરાઈ જશે અને નોકરી નહીં મળે તો શું થશે.ઘરેથી તો નીકળી ગયો પણ હવે તો ઘરે જવાશે નહીં જઈશ તો લોકો વાતો કરશે મોટી મોટી વાતો કરતો હતો,શું થયું ના ટકાયું અને દોસ્તો મજાક કરશે,આ વાતો સતત વિજયના દિમાગમાં રટણ જ કરતી હતી.વિજય નક્કી કર્યું ભલે જે થાય તે હું ઘરે તો નહીં જવું તેને એવો પણ વિચાર આવ્યો કે સફળ વ્યક્તિઓને પણ તખલીફ તો પડી હશે તો શું એટલે એ પણ હારી ગયા હશ.આ વિચારીને તેના મનને શાંત કરી દીધું હતું,અને વિજય તેનો થેલો લઈને અમદાવાદની સફરનો આરંભ કરવાનું શરૂ કર છે.પણ હજી તો વિજય ક્યાં રોકાયો હશે,વિજયને નોકરી મળી હશે,શું વિજય અમદાવાદનો પૈસા દાર વ્યક્તિ બન્યો હશે. ઘણા પ્રશ્નો છે વાંચતા રહો આગળ........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED