ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 3 હરીશ પીઠડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 3


***"ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી" ભાગ 3***


*******
રાજપર પોલીસ કન્ટ્રોલ રૂમ માં ફોન ની ઘંટડી રણકી રહી છે "હેલો " પોલીસ સ્ટેશન " હું, રાજપર ગામ થી આશરે 5 કિલોમીટર ના અંતરે આવેલ એક રોડ ની બાજુ યે એક છોકરી ની લાશ જોઈ છે.

એટલું સાંભળતાજ! "ફરજ પર રહેલ ડી. કે.જાડેજા સાહેબ" અને તેમના સાથી હેડ કોન્સ્ટેબલ "રાવલ સાહેબ" ઘટના સ્થળે જવા માટે નીકળે છે અને ત્યાં જઈને જોવ છે તો, એક છોકરી ની લાશ! એ પણ અર્ધ નગ્ન અવસ્થા માં! અને એના શરીર પર ઘણા બધા નિશાનો અને એક ધારદાર હથીયાર નો મોટો ઘા એટલું જોતાજ હેડ કોન્સ્ટેબલ બોલ્યા, "નક્કી રેપ વિથ મર્ડર નો કેસ લાગે છે".

"આ લાશ ને જલ્દી થી પીએમ માટે મોકલી દો અને આપના અને આસ-પાસ ના પોલીસ સ્ટેશન માં તપાસ કરો કે કોઈ લાપતા ની ફરિયાદ નોંધણી છે?" જાડેજા સાહેબ બોલ્યા.

અચાનક મીડિયા વાળા ને,જાણ થતાં ત્યાં આવી પોહચે છે.તરત જ જાડેજા સાહેબ પર સવાલ પર સવાલ કરે છે કે "આ લાશ કોની છે? શું બન્યું છે?" આવા અનેક સવાલો ઉભા થયા.

હાલ માં કઈ કહી શકાય એમ નથી અને તપાસ ચાલુ છે માહિતી મળતાજ આપણે જાણ કરશું એટલું બોલતાં જ ટીવી માં ન્યૂઝ ચાલુ થવા માંડી અને લાશ ના ફોટા પણ ટીવી માં આવવા લાગ્યા અને ટીવી માં ન્યૂઝ જોતાજ પ્રિયા ના મમી પપ્પા પોલીસસ્ટેશન દોડતા આવી પોહચે છે અને
રડતા રડતા બોલે છે કે શું થયું આ તો મારી દીકરી છે .અને આમ પછી જાડેજા સાહેબ તેમને સમજાવતા કહે છે કે તમારી દીકરી સાથે રેપ અને મર્ડર થયું છે. એટલું સાંભળતાજ પ્રિયાના મમી ત્યાજ બેભાન થઇ જાય છે.

મીડિયા અને ટીવી પર ના દ્રશ્યો જોય ને આખા શહેર માં હાહા કાર થય જાય છે અને એમજ સમય વીતતો જાય છે પણ પોલીસ ને કોઈ કડી હાથ લાગતી નથી. આખા શહેર માં ક્યાંક રસ્તા રોકો તો ક્યાંક કેન્ડલ માર્ચ અને આમ તંત્ર હરકત માં આવે છે .

પ્રિયા ના મમી પપ્પા મીડિયા સમક્ષ આવે છે અને તેમની વેદના સાથે એ પણ જણાવે છે કે આજ 24 કલાક થવા આવી હજી પણ અમે ન્યાય થી વંચિત છીએ. હે ભગવાન અમને ન્યાય ક્યારે મળશે "પ્રિયાના મમી બોલ્યા"

અચાનક પોલીસ સ્ટેશન થી ફોન આવે છે કે, અમારે તમને થોડી પૂછ પરછ કરવી પડે એમ છે. થોડીજ વાર માં પોલીસ વાહન પ્રિયા ના ઘરે પોહચે છે અને પ્રિયા મમી પપ્પા ને સવાલ કરે છે, કે પ્રિયા ઘરે થી ક્યારે નીકળી હતી?
પ્રિયાના મમી જણાવે છે કે કાલ એમનું છેલ્લું પેપર હોવાથી સવારે 9 ને 30 મિનિટ નીકળે છે અને છેલ્લું પેપર હોવાથી એ મૂવી જોવા જવાનું અને તેમની ફ્રેન્ડ દિપાલી ને ત્યાં સાંજે જમીને ઘરે આવશે.

હેડ કોન્સ્ટેબલ રાવલ સાહેબ બોલ્યા "દિપાલી ક્યાં રહે છે એમનું એડ્રેસ ,ફોન નંબર આપશો
દિપાલી નું એડ્રેસ અને ફોન નંબર લઇ ને રાવલ સાહેબ ત્યાં દિપાલી ના ઘરે પોહચે છે.

રાવલ સાહેબ હવે દિપાલી ને ઘરે પોહચી ને દિપાલી ને કહે છે કે પ્રિયા તારી સાથે કેટલા વાગ્યા સુધી હતી અને ક્યારે અલગ પડ્યા?
"સાહેબ અમે એક્ઝામ ફિનિશ કરીને નાસ્તો કર્યો રસ્તા માં અને પછી મૂવી જોઈ અને સાંજે મારી ઘરે જમીને પ્રિયા 10 વાગ્યે નીકળી જાય છે " દિપાલી યે પોતાના પર્સ માંથી મૂવી ની ટિકિટ બતાવતા કહ્યું"

પ્રિયા ને કોઈ સાથે પ્રેમ સબંધ કા તો દુશ્મની? "રાવલ સાહેબે કડક શબ્દો માં બોલ્યા.
ના સાહેબ હું ને પ્રિયા ધોરણ 9 થી સાથેજ છીએ એને ના તો કોઈ દુશ્મન કે ના તો કોઈ એવા સબંધો હતા.

એટલું માહિતી એકત્રિત કરીને પોલીસ સ્ટેશન માટે રવાના થાય છે ને મળતી માહિતી જાડેજા સાહેબ ને આપે છે.

અચાનક જ ફોન ની ઘંટડી વાગે છે ને જાડેજા સાહેબ ફોન નું રીસીવર ઉપાડતા જ સામે થી અવાજ આવે છે કે, "શું કરી રહ્યા છો તમે?", સતત 48 કલાક થવા આવી છે! ને તમે હજી એક પણ સુરાગ મળ્યો નથી અને અહી મીડિયા વારા અમારી પર તૂટી પડ્યા છે" કમિશ્નર સાહેબ કડક અવાજ માં બોલ્યા"સર, અમે અમારાથી બનતી કોશિશ કરી રહ્યા છીએ એટલું સાંભળતાજ ફોન કટ થય જાય છે.

આ તરફ મીડિયા વાળા અને શહેર માં ચાલુ રહેલ રસ્તા રોકો આંદોલન વગેરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે
ત્યારે શહેરના કમિશ્નર શ્રી મીડિયા સામે આવે છે ને જણાવે છે કે,"અમે આ કેસ એક સીબીઆઈ ને સોંપી રહ્યા છીએ અને ટૂંક જ સમય માં ગુનેગારો અમારા સકંજા માં આવશે તથા આપ સહુ શાંતિ જાળવો પ્રિયા ને અને તેમના પરિવાર ને ન્યાય જરૂર થી મળશે.

નેહાલી અને હિતેશે અત્યાર સુધી માં ઘણા કેસ સોલ્વ કર્યા હતા. કેમ કે તેમને હમેશા ન્યાય ની રક્ષા જ કરી છે અને ક્યાંય પણ અત્યાર સુધી એમને એક પણ પાઈ ની રિશ્વત નથી લીધી એટલેજ તો એ ઉતરોતર બઢતી મળતી રેહતી હતી.નેહાલિ અને હિતેશ રાજપર પોલીસ સ્ટેશન માં પ્રવેશે છે અને જાડેજા સાહેબ ને મળે છે અને તેમનું અલગ ટેબલ અને તેની પર આ કેસ ની ફાઈલ રાખવાનો ઓર્ડર કરે છે.

૧) જેને આજ સુધી ઘણા કેસ સોલ્વ કર્યા આવા નીડર નેહાલી અને હિતેશ ને કઈ સુરાગ હાથ માં લાગશે?
૨) શું નેહાલી અને હિતેશ આરોપી સુધી પોહચી સક્સે?

તો જોતા રહો મારી આ નવલકથા
"ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી"

( આપનો પ્રતિભાવ અવસ્ય આપજો)