ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 1 હરીશ પીઠડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 1

ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી(ભાગ 1)
***પ્રસ્તાવના***


"" સ્ત્રી ને સાક્ષાત માં જગદંબા નું સ્વરૂપ ગણવામાં આવે છે.છતાં પણ આ દેશ માં ઘણી સ્ત્રી ને ક્યારેક ખૂણામાં તો ક્યારેક ખુલ્લા માં, ક્યારેક બંધ ઓરડામાં તો ક્યારેક અપહરણ કરીને અનેક રીતે પોતાની હવસ નો શિકાર કા તો ઘણા ક્રૂર અત્યાચારો ગુજારવામાં આવે છે. અને આજ કાલ તો ન્યૂઝ ચેનલો જોતા અને સમાચાર પત્રો હાથ માં લેતાજ ચાર-પાંચ ખબર તો એમજ વાંચવા મળી જાય છે અને તરત જ ન્યુઝ પેપર ને સાઈડ માં રાખવાનું મન થઇ જાય છે.""

આ દેશ માં એક બાજુ "નારી બચાવો અભિયાન" અને નારી ના માન સન્માન ની વાતો અને બીજી બાજુ, આ દેશ ની વસુંધરા પર દર 1 દિવસે 100 પર થી પણ વધારે બળાત્કારો ની ઘટના ઘટતી હોય છે

અરે "હું તો આવા માણસો થી નફરત કરું છું"અને સાથો સાથ જે વકીલો, ગુનેગાર નું ફેમિલી અને આવા હવસ ના નરાધમો નો સાથ આપનારા ને પણ.
હા હજી તો જે જન્મી ને આ દુનિયા માં આવીને પૂરી સમજ પણ નથી પડી એવી બાળકીનો શું ગુનો? એને પણ નરાધમો નથી મૂકતા.
એક છોકરી આજ જોવો તો રાત ના સમય માં બહાર નીકળતા બિવે છે કેમ?કારણ? બસ માત્ર "ડર" જ ને યે પણ આ સમાજ નો કે જેમની વચે જન્મ લીધો. પણ કેહવનો મતલબ યે કે આ સમાજ માત્ર કે જે રાત્રે એકલી નીકળતી સ્ત્રી કે કોઈની બેન દીકરી એના ઘરે પોહચે યે જવાબદારી ગણવાને બદલે એવા તક નો લાભ ઉઠાવે છે.

ધિક્કાર છે મને, યે કાયદા પર કે જે ગુનેગાર સામે હોવા છતાં ઘણી ફાઈલો એમજ પોલીસ સ્ટેશનો માં ધૂળ ખાય છે આનું કારણ ,માત્ર એટલું કા તો રાજકારણી નો હાથ અને રિશ્વત કા મોટું માથું અને અમુક કેસ માં તો વગર કારણ ના નિર્દોષ ને સજા થાય છે. કારણ માત્ર એટલુજ ને કે કા તો અધિકારી નો દીકરો કોઈ નેતા નો દીકરો.
આવું નહિ જ ચાલે આપને જાગવું પડશે નહિ તો એમજ કૈંક નિર્દોષ બાળકીઓ અને સ્ત્રી ઓ રોજ પિંખાતી રેશે અને કઈ નિર્દોષોને નહિ કરેલ ગુનાના ભોગ બનશે અને કઈ માતા પિતા તેમની લાડકી ગુમાવશે ભાઈ પોતાની બહેન ગુમાવશે. ""

******


આજ પોતાની જાત ને ઘણા પ્રશ્ન પૂછી રહી હતી. કારણ માત્ર એટલુજ હતું કે આજ એમના સપનાનો માત્ર સપના જ રહી ગયા. આજ એ એવું સમજી રહી હતી કે સ્ત્રી હોવું એક દુનિયા નો મોટો ગુનો છે શું? અને હે ભગવાન , આવતા જન્મ માં મને સ્ત્રી નો અવતાર ના આપતો આવું મનો મન આજ તૂટેલા હૃદયે પોતાની જાત સાથે જ વાત કરતી હતી.



જેમ આકાશ માં મેઘધનુષ ના સપ્ત રંગો હોય તેમ દરેક ના જીવન માં પણ સ્વપ્નાઓ રૂપી રંગો હોય છે અને આજ યે રંગ નો એક પણ રંગ હવે જીવન માં રહ્યો એનું કારણ, માત્ર એટલું કે આજ યે હવસ ખોરો ની વચ્ચે હતી જેમ કોઈ પશુ ને કસાઈ કાપી રહ્યો હોય ત્યારે જીવવા માટે જાણી દયા ની ભીખ માંગી રહ્યું હોય યે રીતે હું આજ યે હવસ ખોરો ની સામે ભીખ માગી રહી હતી અને યે લોકો મારી પર વારા ફરતી હવસ સંતોષી રહ્યા હતા હું હવે ધીરે ધીરે હોશ ખોઈ બેસતી હતી અને એમાંથી એક હવસ ખોરે તો એક તીવ્ર ધાર દાર હથિયાર કસાઈ ની માફક મારા નાભિ માં ઝિક્યું અને ધીરે ધીરે મારી આંખ વિચાઈ.....

હા વાત છે પ્રિયા માત્ર 17 વર્ષ ની જેને હજી ઝીંદગી ના સપનાઓ પુરા કરવા હતા કૈંક દુનિયા જોવી હતી.

૧)કોણ છે આ પ્રિયા?
૨)કોણ હતા યે હવસખોરો?
3) શું વીતી હસે યે પ્રિયા પર અને એના ફેમિલી પર ?
૩)શું આ પ્રિયાને અને એના પરિવાર ન્યાય મળશે?

તો વાંચતા રહો મારી આ નવલકથા
"ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી"