એક સુંદર સ્ત્રી - 3 kakdiya vaishu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક સુંદર સ્ત્રી - 3
મનીષા નું અકસ્માત થાય છે. અને તેં ત્યાં જ પડી જાય છે. માથા પર વાગે છે. કરણ ગાડીની બહાર આવી જોય છે તો તેની ગાડી પાસે મનીષા ગંભીર હાલતમાં પડી હોય છે. અને તેને જોય કરણ પણ ગંભીર થઈ જાય છે કે હવે હું શુ કરુ મારા થી આ શુ થઈ ગયું. બધાં ત્યાં ભેગા થઈ જાય છે. બધાં કરણ ને દોષ આપતાં હોય છે તમારુ ધ્યાન ક્યાં હતું ?? સામે થી આવતું વ્યક્તિ તમને દેખાતું નહતું. આજ કાલ માણસો નું ધ્યાન જ ક્યાં હોય છે એ જ ખબર નથી પડતી.

કરણ આ બધું ચૂપચાપ સાંભળતો રહે છે કેમ તેને કાંઇ સૂઝતું નહતું. છેવટે મનીષા ને લઈ કરણ હોસ્પિટલ જાય છે. કરણ દેખાવે શ્યામ હતો પણ દિલ નો ખૂબ સારો માણસ હતો દયાળુ ખૂબ હતો. પૈસાદાર વ્યક્તિ હતો પણ પૈસા નું ન તૌ ઘમંડ હતો નાં અભિમાન જે કમાણી હતી તેં મેહનત થી ભેગી કરેલી હતી.હાલ માં તે તેનાં બાળક સાથે એકલો જ રેહતો હતો.

ડૉક્ટર ને મળે ને મનીષા નાં વિશે પૂછે છે ડૉક્ટર સાહેબ મનીષા ને સારુ તો થઈ જાશે ને કોઈ મોટી સમસ્યા તો નથી ને???? કરણ તમે પેલાં શાંત થઈ જાવ તમે ચિંતા ના કરો મનીષા ને માથા પર વાગ્યું છે તે હોશ માં આવતાં પાંચ કલાક જેટલો સમય લાગશે. બાકી બીજી કોઈ તકલીફ નથી. ડોકટર મનીષા હોશ માં આવે તો હું તેને ઘરે લઈ જઈ જાવ??

હાં કોઈ પ્રોબ્લેમ નથી પણ તેનુ ધ્યાન રાખવું જરૂરી છે આવી હાલતમાં તેને માનસિક તણાવ ખૂબ જ હોય એવું લાગી રહ્યું છે. ઠીક છે, ડૉક્ટર આભાર તમારો ખૂબ ખૂબ આભાર. આભાર મારો નહીં ભગવાન નો માનો મે તો ખાલી કોશિશ કરી છે.બાકી મારા હાથ માં કહી જ નહોતું.

કરણ મનીષા પાસે જાય છે ત્યાં તેનાં ફોન ની રિંગ વાગે છે ફોન હાથ માં લઈ ને જોવે છે તો ઘરે થી ફોન હોય છે. તે વિચાર માં પડી જાય છે કે હું નીતુ ને શું કહું??

નીતુ તેની છ વર્ષ ની છોકરી છે. કરણ નીતુ ને ફોન કરી કહે તુ જમી લે જે બેટા મારે થોડુ ઓફીસ નાં કામ થી મોડું થાશે અટલે,નાં પપ્પા તમે રોજ આવુ જ કહો છો મને આજે તો તમે આવો પછી હું જમવાની તમારી સાથે જ બોલો ક્યારે આવો છો તમે???? બેટા તુ જમી લે મારે બોવ મોડું થાશે, નાં પપ્પા તમે આવો આવો આવો.ઠીક છે તુ મગન કાકા ને ફોન આપ , આપુ છું પપ્પા, હા બોલો શેઠ તમે નીતુ ને સમજાવી દેજો હુ અત્યારે દવાખાને છું તો. સારુ પણ તેમે વહેલા આવી જજો ઘરે શેઠજી.

મનીષા ને આવી હાલત માં જોય તેને પોતાના પર ક્રોધ આવે છે. મે જે ભુલ કરી તેને હું પ્રાયશ્ચિત કરીશ. મનીષા ભાન માં આવે તો તેની નજર સામે કરણ બેઠો હોય છે. તમે ઉભા થવાની કોશિશ નો કરો તમારી તબિયત સારી નથી. તમારી સાથે જે થયુ તેનાં માટે હુ જ કારણ છું.
મને માફ કરી દે જો.હુ ડોકટર ને બોલાવી ને આવુ છું તમે ઉભા નો થતાં હુ આવુ હમણાં. ડોકટર ચાલો ને જલદી મનીષા ભાન માં આવી ગઈ છે. હા આવુ છું ચાલો તમે.

મનીષા હવે એકદમ ઠીક છે બીક જેવું કાઈ છે નહીં તમે લઇ જઇ શકો છો ઘરે મનીષા ને ઓક ડોકટર સાહેબ આભાર હુ બિલ દઇ ને આવુ છું આરામ કરો.
તમે કોણ છો??મારા માટે તમે કેમ બિલ આપ્યું? તમે આં બધું નો વિચારો તમે ખાલી આરામ કરો.
ચાલો હવે આપણે અહિયાં થી મે હોસ્પિટલ નું જે કાઈ બિલ દેવાનું હતું તે આપી દીધું છે. અરે મે તો તમારુ નામ જ નો પુછ્યું, શું નામ છે તમારુ??? મનીષા ઓહ ઓક અને મારુ નામ કરણ છે અને હવે થી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.પણ કેમ કોઈ કારણ????? જો તમે મને બિચારી સમજી ને આવુ કરતાં હોય તો મહેરબાની કરીને નાં કરતાં તમે મને અહિયાં સુધી લાવ્યા એનાં માટે તમારો ખૂબ ખૂબ આભાર પણ હવે હું જાવ છું. નાં આવુ કાઈ જ નથી હું તમને બિચારી સમજી આવુ નથી કરતો આ તમને વહેમ છે તો હવે આ વહેમ ને દુર કરી ચાલો મારી સાથે મારા ઘરે મન માં થી બધાં વિચારો કાઢી નાંખો,અને ચાલો હવે મારી સામે નો જોવો ઘરે મારી છોકરી મારી વાટ જોય ને બેઠી છે.

થોડા દિવસ માં તો મનીષા ને કરણ નાં ઘરે ફાવી ગ્યું હતુ અજાણ્યા જેવું કાઈ લાગતું નહતું.નીતુ ને પણ મનીષા સાથે મજા આવતી હતી. તેની સિવાય હવે તેને ગમતું નહતું આખો દિવસ મનીષા આન્ટી મનીષા આન્ટી કહેતી ફર્યા કરતી .પણ કેટલાં દિવસ મારે હવે અહિયાં રેહવું એવું વિચારી મનીષા ઘર છોડવાનો નિર્ણય લીધો. કરણ ને કીધા વીના તેં ઘર છોડી જતી હોય ત્યાં વિચાર આવે કે આટલાં દિવસ હું અહીંયા રહી તો કીધાં વીના જાવ એની કરતાં એક પત્ર લખીને જાવ. તે કરણ નાં રૂમ જાય રૂમ માં જઈ ને જોવે તો ત્યાં કરણ અને મહેશ નો ફોટો જોય છે. આ શુ હું આટલાં દિવસો થી અહિયાં છુ તો પણ મને ખબર નથી!!!! કરણ ને મહેશ વચ્ચે શુ સંબધ હશે?????
સાત વાગે કરણ ઘરે આવે ને મનીષા ફોટો લઈ જાય છે.કરણ આ તમારી સાથે ફોટો માં કોણ છે તમે અમને ઓળખો છો???? કેમ અચાનક આવો સવાલ કરે છે મનીષા કાઈ પ્રોબ્લેમ છે ??? તમે મને હુ પુછુ તેનો જવાબ આપો બસ બીજુ બધું પછી કહીશ. ઓકે ઓકે કાઈ વાંધો નહીં તુ પેલાં શાંત થા અહિયાં બેઠ હું કહું છું તને બધુ ઠીક છે.

તેં મહેશ છે મારો દોસ્ત પણ હાલ માં તેં સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. કેમ તેમને શું થયુ છે. ??? કરણ ને કેન્સર છે તે બસ થોડાક દિવસ જ નો મહેમાન છે. હુ રોજ તેને મળવા રાતે જાવ છું. મને પણ તેની પાસે લઈ જશો કરણ??? હાં લઈ જાય તું ઓળખે છે મહેશ ને? હાં હુ ઓળખું છું....😢😢😢😢

મનીષાને કરણ મહેશ પાસે લઈ જાય છે. ત્યાં મહેશ મનીષા ને જોઇ સપનું જોતો હોય તેવું લાગ્યું. પણ ત્યાં તો સાચે જ મનીષા હોય આ કોઈ સપનું નહતું. ત્રણેય જણાં જ઼ે કાઈ દિવસો વિચારી લે કે જે દિવસો બાકી રહ્યા છે તે હવે સાથે રહીને વિતાવીશુ......😞😞😞