એક સુંદર સ્ત્રી - 2 kakdiya vaishu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક સુંદર સ્ત્રી - 2

મનીષા ખૂબ સમજદાર છોકરી છે. પણ તેને કોઇ સાચું ખોટુ બતાવનાર નહોતું. તેને સમજનાર કે સમજાવનાર કોઈ નહોતું. તેની આગળ પાછળ કોઇ હતું નહીં અટલે મનીષા ને તે વખતે જે ઠીક લાગ્યું તે કર્યું. તેને પણ ગમતું નથી. પણ તેણે તેનું નસીબ સ્વીકારી લીધી હોય તેવું લાગ્યું.

ધીરે ધીરે દિવસો વીતતા જાય છે. અને એક મહિના સુધી તો આવી રીતે જ ચાલ્યા કર્યું. દરરોજ તે વ્યક્તિ રાતે આવી પોતાના દિલ ને ઠંડક આપવા માટે મનીષા નો ઉપયોગ કરતો હતો. એક દિવસ મનીષા ને વિચાર આવે કે હવે આ આવી રીતે કેટલાં દિવસો સુધી ચાલશે, બધાં મને ખરાબ ખરાબ મેણા ટોણા મારે છે. બધાં મારી સામે ખરાબ નજરે જોય છે. આજે મહેશ આવે અટલે હું હિંમત કરી ને તેને પૂછી જ લઈશ. પછી જે થવું હોય તે થાય આમ પણ મારા જીવન માં હવે કાંઇ રહ્યું નથી અને મને હવે જીવન જીવવા ની ઇચ્છા પણ નથી થતી.😊😊😊

મંગળવાર ની રાતે તે મહેશ ની વાટ જોતી હોય. કે કયારે મહેશ આવે ને હું તેની સાથે વાત કરુ તેની આંખ રસ્તા પર જ હોય છે. બીજો કોઈ વિચાર નથી આવતો તેને બસ ખાલી મહેશ આવે ને વાત કરુ. જોત જોતાં માં વરસાદ ચાલુ થઈ જાય છે. તો પણ તે રોડ પર બેઠી બેઠી મહેશ ની વાટ જોય છે. ઠંડી ની કાપતી ધ્રૂજતી ત્યાં જ બેઠી રહે છે. નવ વાગ્યા ની વાટ જોતાં જોતાં રાત નાં બે વાગી જાય છે. પણ મનીષા ને ખબર હતી કે મહેશ આવશે.

અને રાત નાં બે ને દસ મિનિટ ને મહેશ આવે છે. અને જોય છે તો મનીષા ત્યાં બેભાન હાલત પડી હતી. મહેશ ત્યાંથી લઈ ને તેનાં ઘરે લઈ જાય. આં પહેલી વાર આવુ બન્યું હતું કે મહેશ તેનાં ઘરે લઈ ને આવ્યો હોય છે.દરરોજ તો તેને એક હોટેલ માં લઈ જતો હતો. અને ત્યાં જ તે શારીરિક સુખ માણી લેતો હતો.અને જતી વખતે પણ પાછું વળીને તે એક વાર પણ મનીષા સામે જોતો નહીં. અને તેના બદલે આજે તે મનીષા ને પોતાના ઘરે જ લઈ ને આવ્યો.

મનીષા તબિયત બગડતી જાય છે. અને તે ડૉક્ટર ને બોલાવે છે. ડૉક્ટર આવી દવા આપી કહે છે. કાંઈ વાંધો નહીં આવે બસ દવા સમયે આપી દે જો અટલે ઠીક થઈ જશે. પુરી રાત આવી જ રીતે વીતી જાય છે. અને વરસાદ પણ વરસતો બંધ થઇ જાય છે. સવાર ની સંધ્યા ખીલી ઊઠે છે. ઠંડી ઠંડી હવા ની સાથે લીલા પાન ઉપર ઝરતૂ પાણી જેને જોઈ મન મહેકી ઉઠે. આ નવી નવા દિવસ ની નવી શરૂઆત મનીષા માટે તો કાંઈક અલગ જ હતી.

સવાર થતાં મનીષા આંખ ખોલે છે ને પોતાને એક રૂમ માં જોવે છે. તેને યાદ કરે કે હું અહિયાં કેવી રીતે આવી ત્યાં બાજુ નાં ટેબલ પર એક ચિઠ્ઠી જોવે છેઃ અને વાચે છે.

મહેશ > મનીષા તુ બેભાન પડી હતી હુ તને અહિયાં લઈ ને આવ્યો હતો. આં ઘર મે તારા નામ પર કરી દીધું છે. તને અહિયાં કોઈ કાઈ કહેશે નહીં કોઈ તકલીફ નહીં થાય. મારી પાસે પૈસા ઘણાં બધાં છે, પણ હું તને સ્વીકારી નો શક્યો. એ મારી ભુલ છે હું માનું છું કે મે તારો ગેરઉપયોગ કર્યો છે. પણ તને જે જોઈયે તે આમાં નંબર લખ્યો છે તેમાં ફોન કરજે અટલે તને જે જોઈયે તે મળી જાશે પણ હવે મારી વાટ નો જોતી.હુ માફી માંગવા લાયક તો નથી તો પણ મને બને તો માફ કરી દે જે અને દવા સમયે લઇ લે જે ને તારું ધ્યાન રાખજે.
મનીષા હાથ માં કાગળ લઈ ને રડવા લાગે છે. તેને સમજાતુ નથી કે હવે શું કરવું જોઇએ. તે વિચારે છે કે હું શું કરીશ આ દોલત ને જે હવે મારા કાંઈ કામ ની નથી. અને તે ત્યાં થી નીકળી ચાલતી થઈ જાય છે.એક બાજુ તબિયત સારી નહોતી ઉપર થી મહેશ નો પત્ર તે વિચાર કરતાં કરતાં ઘર બહાર નીકળી ગઈ.તે તેનાં ધ્યાન માં જતી હોય અને સામે થી ગાડી આવે અને તેમાં તેનું અકસ્માત થાય છે.


ક્રમશ........