Dharmadharan - 4 books and stories free download online pdf in Gujarati

ધર્માધરન - 4

કોઈ વ્યક્તિ તેનું પૂરું બળ લગાવી દોડી રહ્યો હતો. તે હાંફળો ફાંફળો થઈ રહ્યો હતો. તે પરસેવે નીતરી રહ્યો હતો. તેના શરીરે તેના પગનો સાથ આપવાનું છોડી દીધું હતું. તે બુરી રીતે ઘાયલ થયો હતો. તે ડરી ગયો. તે "માયાવત"ની માયામયી ભૂલભુલામણીમાં દોડતી વખતે ગભરાઈ રહ્યો હતો.

"તે ક્યા છે?" તેણે ખાલી કક્ષમાં બૂમ પાડી. ત્યાં કોઈ નહોતું જે તેને સાંભળી શકે. તેણે બીજી ગલી ફેરવી. તે સુંદર જગ્યા હતી. જ્યાં સર્વત્ર જાદુ જોવા મળે છે. ત્યાં કેટલા ઓરડાઓ છે તેની કોઈએ ગણતરી કરી નથી. મને લાગે છે કે માયાવતની જાદૂઈ જગ્યા કેટલી મોટી છે તેની કોઈ ગણતરી કરી શકશે પણ નહીં. અફવા છે કે આશરે 500 જાદુગરો, 200 મહિલાઓ અને બાળકો, 50 વાહકો તે જાદુઈ સ્થળે રહેતા હતા.

"માયપતિ ..." તેણે લાચાર અવાજે કહ્યું. તે માયાપતિને શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે તેને શોધી શક્યો નહીં. જ્યારે તેણે બૂમ પાડી, તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. તે એ જ સમયે નીચે પડી ગયો. આ જાદુઈ સ્થાનની સર્વોચ્ચ શક્તિને વશમાં રાખનાર શ્રેષ્ઠ જાદુગરને માયપતિ કહેવાય છે. માયપતિ તે ધરાના સૌથી શક્તિશાળી માણસ હતા. તેમને મહાગુરુ તરીકે ઓળખાય છે. પેલા માણસની મદદની પોકાર મહાગુરુએ સાંભળી લીધી.

લોહી લુહાણ માણસના ચહેરા પર પ્રકાશનો શેરડો પડ્યો. તે આ અદમ્ય જ્યોતીને કારણે ભાગ્યે જ કંઈ જોઈ શક્યો. તેણે તેના ચહેરાને તેના હાથથી ઢાંકી દીધો. તેની ઇચ્છા તો હતી કે તે કંઈક તો જોઈ શકે પરંતુ તે અસમર્થ હતો.

" હે ગરીબડા, તારી હાલત તો જો." તે પ્રકાશમાંથી એક ભારે અવાજ આવ્યો.

તેણે તેની હથેળીથી માથું ઢાંક્યું અને જોવાની કોશિશ કરી. તે આ અદ્રશ્ય અવાજ સાંભળીને મૂંઝવણ અનુભવી રહ્યો હતો.

"શું વાત છે?" તેજસ્વી પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો. એક ખૂબ જ વૃદ્ધ વ્યક્તિ આશ્ચર્યજનક રીતે દેખાયો અને તે તેની સામે ઉભો હતો. તેના ગાઢ લચકદાર દાઢી અને સફેદ લાંબા વાળ હતાં. તેના કપાળ પર ચંદનના લેપથી બનેલા ત્રણ નાના ઉભા બિંદુઓ હતા. તેણે સફેદ કમખો પહેર્યો હતો. તેનો પહેરવેશ સામાન્ય કરતા ખૂબ ઢીલો હતો. ઘાયલ યુવકે ઉભા થવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ફરીથી નીચે પડી ગયો. તેણે વારંવાર પ્રયત્ન કર્યો છતાં પરિણામ એ જ હતું.

"મને તારી મદદ કરવા દે." વૃદ્ધ માણસે તેનો હાથ પકડ્યો. તેણે તેને ઉંચક્યો. તેણે ખાલી દીવાનખંડમાં જોયું. તેણે માત્ર આંગળી લહેરાવી અને દિવાલનો થોડો ભાગ બાંકડામાં રૂપાંતરિત થઈ ગયો. ત્યાં તેણે પેલા માણસને બેસાડ્યો.

ઘાયલ વ્યક્તિએ "માયાપતિ"ના ધન્યવાદ કર્યા.

"તારું નામ શું છે? તું મને શા માટે શોધી રહ્યો છો?"

"મારું નામ તનુ છે"

"તારી સાથે આવુ વર્તન કોણે કર્યું?"

"જ્યારે હું દીવાનખંડમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં કંઈક એવું સાંભળ્યું જે સૌથી છાનું રાખવાનું હતું. એટલા માટે કેટલાક લોકોએ મને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. એ બધાને લાગ્યું કે હું મરી ગયો. પણ હું જીવતો હતો. જ્યારે તેઓ ચાલ્યા ગયા, ત્યારે હું તમને શોધવા લાગ્યો."

"તનુ, શું વાત છે? વિસ્તારથી કહે."

"તેઓને પેલો મળી ગયો છે. તેઓ ગામ તરફ જઇ રહ્યા છે." આટલું બોલતા તનુ બેહોશ થઈ ગયો.

"કયું ગામ?" માયપતિએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો. સખત પ્રયાસો બાદ તે જાગ્યો.

"ક્રુજાલને આકાશમાં જ્યોત મળી છે." તે માંડ માંડ બોલી શક્યો. માયાપતિ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

"તે વિચારે છે કે તે પેલો હતો. વાહક." તેણે ધીરેથી કહ્યું.

"તેઓ ક્યાં ગયા છે?"

"ઉલ્લાસા નગરમ્"

માયાપતિ હચમચી ગયા. તે જાણતો હતાં કે ક્રુજાલ શું કરી શકે.

"ખેચારી ..." માયાપતિએ બૂમ પાડી. એક શ્વેત મહિલા તે જ ક્ષણમાં પ્રકટ થઈ. તેણી માયાપતિની સામે આદરવશ નમી. તે ખૂબસૂરત દેખાઈ રહી હતી, તેની ત્વચા માનવીથી ઘણી જુદી હતી. તેની ત્વચાનો સફેદ રંગ ચુના જેવો સફેદ હતો. તેણીનું શરીર કઠિલું હતું. તેણીની જુલ્ફની અદા અનન્ય હતી. તેના વાળ રેશમ જેવા મુલાયમ હતા. તેણીએ તેના અડધા વાળ બાંધ્યા હતા અને બાકીના અડધા વાળ ખુલા રાખ્યા હતા. તેના વાળ લયમાં લહેરાતા હતા. તેના દેહ પર કોઈ નિશાન જેવા ઘણા પ્રકારના છૂંદણા હતા.

"આદેશ સ્વામી. હું તમારી સેવામાં હાજર છું" તેણીએ કહ્યું.

"ઉલ્લાસા નગરમાં જાઓ અને બચાવી શકો તેટલા લોકોને બચાવો" માયાપતિએ આદેશ આપ્યો.

તે ક્ષણ ભર ઝુકી અને ગાયબ થઈ ગઈ.

માયપતિ ચાલવા લાગ્યા ત્યારે તનુએ વિનંતી કરી

"મહેરબાની કરીને મને પણ બચાવો."

માયપતિ તેને સલામત સ્થાને લઈ ગયા. તે તનુને ત્યાં રાખી બહાર નીકળી ગયા. તેમણે તે ગુપ્ત સ્થળનો દરવાજો મંત્ર વડે બંધ કરી દીધો. તે સ્થાને તનુ સંપૂર્ણ સલામત હતો. તેમણે મંત્રો રટયા અને આખું સ્થળ ગાયબ થઈ ગયું , જાણે તે સ્થળ પહેલાં ત્યાં ક્યારેય ન હતું.
***
તેણે માથા પર મોટો મુગટ પહેર્યો હતો. જો કોઈ સામાન્ય માણસના મસ્તક પર આ મુગટ હોય, તો તે માણસ તેના વજનથી જમીન પર પડી જાય. તેનો ઉજ્જવળ રંગ, સ્નાયુબદ્ધ શરીર, વિશાળ ઉંચાઇ, દુષ્ટ સ્મિત, લાંબા વાળ, ઘટ્ટ મૂછો, લાલ આંખો અને ક્રૂર હેતુ હતો.

"સ્વામી આપણે નજીક છીએ. તમારો શું હુકમ છે?" એક નોકરે આગળ આવીને પૂછ્યું. તે પૂછતાં સમયે જરાક નમ્યો. તે ધ્રૂજતો હતો.

"આ લલ્લુઓ માટે એકલો તું જ કાફી છો." તે દુષ્ટતાથી હસ્યો.

નોકર ઉભો થયો અને પાછળ ગયો.

રાત સાવ અંધારી હતી. ચંદ્રની ગેરહાજરીમાં તારાઓ વધુ તેજસ્વી અને સુંદર લાગતા હતાં. જ્યારે આખી દુનિયા મીઠા સ્વપ્ન જોઇ રહી હતી ત્યારે ક્રુજાલ તેમના જીવનમાં કડવાશ રેડવા જઇ રહ્યો હતો. તે બસ પહોંચવા આવ્યો હતો. જ્યારે તે ઉલ્લાસા પહોંચ્યો ત્યારે તેણે આંખો ઝપકાવી. અચાનક જ ત્યાં ફટાકડાઓ ફૂટવાનો અવાજ આવ્યો. ક્રુજાલની ટોળકી ખુશ થઈ ગઈ. તેઓ આકાશમાં હજારો ફટાકડા ફૂટતાં જોઇ રહ્યા હતા.

"આને કહેવાય સ્વાગત!" ક્રુજાલ આત્મશ્લાઘા વશ બોલ્યો.

ગરીબ ગ્રામજનો જાગૃત થઈ ગયા હતા. તેમની નીંદરમાં શું વિક્ષેપ પાડી રહ્યું છે તે તેઓ સમજી ન શક્યા. તેઓ શું થઈ રહ્યું છે તે જોવા માટે બહાર આવ્યા. તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમના ઘર આંગણે એક નાનું પણ મજબૂત લશ્કર નાકાબંધી કરી રહ્યું હતું. તેઓને આ વણ બોલાવ્યા મહેમાન ગમ્યા નહીં. તેઓ એક પણ શબ્દ કહી શક્યા નહીં.

ક્રુજાલે લોકોને ડરાવવાનું શરૂ કર્યું.

"માફ કરજો મિત્રો, તમને ખલેલ પહોંચાડવા બદલ માફ કરશો." તે આગળ આવ્યો.


"હું અહીં મારી ખોજ માટે છું. મને એક એવો માણસની તલાશ છે જેણે મારી અને મારા સમુદાય સાથે દગો કર્યો." તે થોડી વાર માટે થોભ્યો.

લોકો એક બીજાના ચહેરા જોઈ રહ્યા હતા. તે શેના વિષે વાત કરી રહ્યો છે તેની લોકોને ખરેખર જાણ નહોતી.

"આશા છે કે જો હું તે દેશદ્રોહીને મારી સાથે લઈ જાઉં તો તમને કોઈ વાંધો નહીં આવે." ક્રુજાલે ફરી વિરામ લીધો.

લોકો મૂંઝવણમાં હતા. તેઓ ખરેખર તે માણસને નહોતા જાણતા. આ ગામમાં નવું આવનાર કોઈ નથી. તેઓ ઘણી પેઢીઓથી એકબીજાને ઓળખે છે.

"હું જાણું છું કે તે ચમત્કારિક આકાશ અને ઝગમગાટ ભર્યા વરસાદ પછી તમારામાંથી ઘણા લોકો તેને ખૂબ સારી રીતે ઓળખતા થઈ ગયા હશો."

ખેડુતોએ ગપસપ શરૂ કરી. તેઓ હવે ચિંતિત થવા લાગ્યાં.

"જુઓ, તમે તેને જાણો છો, નહીં. તમારે તેની ચિંતા કરવાની કંઈ જરૂર નથી. બસ તેને અમને સોંપી દો અને પછી અમે ક્યારેય પાછા નહીં આવીએ." ક્રુજાલે હળવેથી કહ્યું.

"તે માણસ નથી ...." કોઈ કહેવા માંગતું હતું કે તે પુરુષ નહીં બલ્કે એક છોકરી છે. પરંતુ અન્ય ગામના લોકોએ તેને અટકાવ્યો અને મોટેથી કહ્યું

"તે માણસ અહીં નથી." તેઓએ સર્વાનુમતે કહ્યું.

"ચાલો તો જોઈએ." ક્રુજાલે કહ્યું.
***
"તે શું કર્યું? શ્રીનિવાસે દરવાજો વાસતી વખતે ગુસ્સામાં પૂછ્યું. તેઓ ઘરેથી નીકળી ગયા.

"મેં કશું કર્યું નથી, અક્કા." ધર્માાએ કહ્યું.

"તેઓ શેની વાત કરી રહ્યા છે? રહસ્યમય આકાશ... ઝગમગાટ વરસાદ..." શ્રી મૂંઝાયો

"તે મારા મિત્રોએ કર્યું હશે." ધર્મા આંખો બંધ કરીને બોલ્યો. તે જાણતો હતો કે તેના પિતા ગુસ્સે થશે.

"તે તેને શા માટે શીખવ્યું?"

"તેને નહીં , તેણીને. તેણીનું નામ ઉર્વિકા છે." ધર્માાએ તેને સુધાર્યા.

"તું મૂર્ખ છો? તમે આ કલા કેટલા જાણો છો?"

"ઉર્વિકા, હરી અને હું." ધર્માએ જવાબ આપ્યો તેમ છતાં તેની આંખો બંધ હતી.

"અરે ભગવાન! તેઓ અત્યારે ક્યાં હશે?" તેણે ગુસ્સાથી પૂછ્યું.

"તેઓ નજીકમાં જ રહે છે."

"ચાલો તેને શોધીએ. તેમના જીવ જોખમમાં છે." શ્રી દોડ્યો. તે ઇચ્છતો હતો કે તે માયા-રક્ષક પહેલાં તે બાળકોને શોધી લે.

"અક્કા, તમે મારાથી નારાજ નથી?" ધર્માએ ચિંતાથી પૂછ્યું.

"તે માટે આ યોગ્ય સમય નથી. જો, ગમે તેવી પરિસ્થિતિ આવે તું કઈં જ નહીં કર."

"પણ ..."

"મને વચન આપ ધર્મા. તું ફક્ત ભીડનો ભાગ જ બની રહીશ."

ધર્મા કંઈ બોલી શક્યો નહીં

"અરે સાંભળ. મને તારી ફિકર છે."

"હું વચન આપું છું, અક્કા." ધર્માએ પિતાના હાથ પર હાથ મૂક્યો. તેનો ચહેરો નિસ્તેજ હતો.

"હવે સ્મિત કર."

ધર્મા હસ્યો.

તેઓ શક્ય તેટલું ઝડપથી ચાલતા હતા. "ધર્માએ તેમને નિર્દેશન કર્યું અને શ્રી આગળ આગળ જતાં રહ્યો.
***

"મને આશા છે કે જો મારા માણસો તમારા ઘરમાં શોધખોળ કરે તો તમને વાંધો નહીં હોય." ક્રુજાલે કહ્યું.

લોકો લાચાર હતા. તેઓ વિરોધ કરવા માંગતા હતા, પરંતુ તેઓ કરી શક્યા નહીં. તેઓ યોધ્ધા ન હતા. તેઓ ફક્ત સામાન્ય માણસો હોવાથી બધું સહન કરી રહ્યા હતા. ખરેખર દરેક નબળા લોકોને મૌન રહેવાનો અધિકાર હોય છે.

ગુંડાની પહેલી હરોળમાં કેટલાક સામાન્ય લોકો હતા. તેઓએ આગળ આવવાનું શરૂ કર્યું હતું. સૈન્યની પહેલી હરોળની પાછળ એક વિશાળ અને વિકરાળ માણસોની હરોળ હતી. તેઓ એક પછી એક કૂચ કરી રહ્યા હતા. તેઓ જમીનનો ખૂણે ખૂણો તપાસી રહ્યા હતાં.

"અહીંથી ચાલતા બનો!" એક યુવક આગળ આવ્યો.

"અરે વાહ આપણા વચ્ચે એક શૂરવીર પણ છે. ' ક્રુજાલને વિસ્મય થયો.

"તમે શું શોધી રહ્યા છો?" તેણે વાંસનો ડંડો ઉપાડ્યો.

"આવી કોઈ જરૂર નથી, છોકરા. અમે ફક્ત એક જ માણસની શોધમાં છીએ." ક્રુજાલે તેને વાંસ નીચે મૂકવાનું કહ્યું.

"તે કેવો દેખાય છે?" તેણે વિચાર્યું કે તેનો વાંસ કામ કરી રહ્યો છે. તેને લાગ્યું કે જો તે બધા સાથે મળીને લડશે, તો ક્રુજાલ ભાગવા સિવાય કંઇ કરી શકશે નહીં. તેથી તેણે વાંસ નીચે મૂક્યો નહીં.

"શાબાશ દીકરા, મને તો બધા ગ્રામજનો એક સરખા લાગે છે! હાસ્યાસ્પદ અને ગંદા. હું એક એવી વ્યક્તિની શોધ કરી રહ્યો છું જે અમારી કિંમતી ચીજવસ્તુ લઇને ભાગ્યો હતો. હું તેને અહીં લેવા આવ્યો છું. મારે અહીં કોઈ ખૂન-ખરાબો નથી જોઈતો." ક્રુજાલે નરમાશથી કહ્યું.

"અમે ડરતા નથી. અમારી સંખ્યા વધારે છે. અમે તમને કઈંક એવું ચખાડશું જેની તમને ખૂબ જરૂરિયાત છે. હારના કડવા સ્વાદની." તેણે ફરી વાંસનો ઉઠાવ્યો. બીજા કેટલાક ગ્રામજનોએ જે કંઇપણ મળ્યું તે ઉપાડી લીધું.

"મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ કમનસીબે તારા મિત્રને એવું નથી લાગતું કે આ સારો વિચાર છે." ક્રુજાલે તેની તરફ એક આંગળી ચીંધી. તે આંગળી ઉપર કરી રહ્યો હતો અને તે માણસ હવામાં ઉપર જઇ રહ્યો હતો.

તે માણસ જકડાઈ ગયો. તેણે બચવા માટે અનેક પ્રયાસ કર્યા. પણ તે નીચે ઉતરી શક્યો નહીં. તે દર્દમાં કણસી રહ્યો હતો. તે હાથ પગ મારતો હતો પરંતુ તેનો દરેક પ્રયાસ વ્યર્થ હતો. જ્યારે તેણે પોતાની મર્યાદા સ્વીકારી ત્યારે તેણે તેના પ્રયત્નો બંધ કર્યા.

ઘડીકમાં અવાજની શ્રેણી સર્જાઈ. ધાતુ, ઇંટો અને લાકડાના ટુકડા ધરતી પર નીચે પડી રહ્યા હતા, તેણે તીવ્ર અવાજ પેદા કર્યો હતો. બાકીના તમામ ગ્રામજનોએ એક જ દૃષ્ટાંતથી પાઠ શીખી લીધો હતો. તેઓએ તેમના કહેવાતા શસ્ત્ર છોડી દીધા.

"તમારી ભૂમિ માટે લડશો નહીં, તમારા ગર્વ માટે લડશો નહીં. હું તમને તમારી તાકાત અથવા નબળાઇ માટે લડવા નથી કહેતો. તમારી આંખો બંધ કરો અને તમારા પુત્ર અને પુત્રીની કલ્પના કરો. તમારા પૌત્રોને યાદ કરો અને પોતાની જાતને પૂછો કે જો આપણે આજે નહીં લડીએ તો તેમનું ભવિષ્ય કેવું હશે? " તે યુવકે જોર જોરથી કહેવા લાગ્યો.

"ખૂબ સારુ." ક્રુજાલ હસ્યો.

"કોઈ પોતાનું સ્થાન છોડશો નહીં." તે માણસે એવું કહેતાં વાંસ ફેંકી દીધો. વાંસ બરાબર ક્રુજાલની આંખ અને નાક વચ્ચે વાગ્યો." ક્રુજાલે પીડાથી ચીસ પાડી. તેણે તેનો ચહેરો ઢાંકી દીધો. તેથી જાદુની અસર ખતમ થઈ ગઈ. તે ખુશ થઈ ગયો. તેણે હિંમત ભેગી કરી. તે ક્રુજાલ પર કુદી પડ્યો. તે તેને જોરથી મારી રહ્યો હતો. તે કરી શકે તેટલી ઝડપથી પ્રહાર કરી રહ્યો હતો. જેથી કૃજાલને ઉભો થવાની કોઈ તક ન મળે
****

જો, ગમે તેવી પરિસ્થિતિ આવે તું કઈં જ નહીં કર."

"પણ ..."

"મને વચન આપ ઉર્વીકા . તું ફક્ત ભીડનો ભાગ જ બની રહીશ."

ઉર્વીકા કંઈ જ બોલી શકી નહીં

"અરે સાંભળ. મને તારી ફિકર છે."

"હું વચન આપું છું, ધર્મા" ઉર્વીકાએ ધર્માના હાથ પર હાથ મૂક્યો. તેનો ચહેરો નિસ્તેજ હતો.

"હવે સ્મિત કર."

ઉર્વિકા હસી પડી.

શ્રી ધર્માને જોઈને હસી પડ્યો.

"ત્રીજો ક્યાં છે?" શ્રીએ પૂછ્યું.

ધર્માએ ઉર્વિકા તરફ જોયું. તેણીએ માથું ધુણાવ્યું. તે ત્રણેય એક બીજા સામે જોઈ અને એક સાથે બોલ્યાં

"અરે નહિ."
***
"તમે કેવી રીતે વિચારી શકો કે આ ભૂમિ પર તમે એક માત્ર જ જાદૂગર છો?" એક નાનકડો વ્યક્તિ ભીડની સામે ઉભો હતો.

"પાછા જાઓ કાકા! હું આ બધી ખજૂરને જોઈ લઈશ!" તેણે આત્મશ્લાધા વશ કહ્યું. ગભરાયેલા ગામના લોકોએ તેની તરફ જોયું.

"આ મૂર્ખ કોણ છે?" ક્રુજાલે ક્રોધમાં કહ્યું.

"હું ઉલ્લાસાનો સૌથી નાનો જાદૂગર છું!" હરિયાએ જવાબ આપ્યો.

"અરે ! યાર. આ તો તે છે." ધર્મા ચિંતાવશ બોલ્યો.

કયારેક તો ડર જ હિંમતનો એક માત્ર સ્રોત હોય છે. તમામ ગ્રામજનોએ તેમના નાના શસ્ત્રો ઉઠાવ્યા હતા. ક્રુજાલની ટોળકી આગળ આવી રહી હતી. તેઓ વિકરાળ હતા. ગામના લોકોને એક યુવાન દ્વારા પ્રેરણા મળી હતી. હવે તેઓ બેકાબૂ હતા. હવે શું થશે તે માત્ર સમય જ કહી શકશે!
***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED