દુનિયાનો સૌથી અમીર આદમી - 4 Raj King Bhalala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

દુનિયાનો સૌથી અમીર આદમી - 4

હું હતાશ થઈ ને મારા ઘરે ગયો. હવે મારા માં પેલા જેવો પુસ્તક વાંચવા નો કીડો રહીયો નોતો. હું હોસ્ટેલ માં હતો ત્યારે હંમેશા મિત્રો ની સાથે સમય પસાર કરતો, પરંતુ હવે હું પહેલા કરતા એકલો રહેવા લાગ્યો.

કોઈ પણ વસ્તુ માં મારુ મન લાગતું ન હતું. સ્કૂલ ખુલવાના થોડા સમય પહેલા એક સારી ખાનગી શાળા મને એડમિશન આપવા તૈયાર થઇ જાય છે. હું ઝડપથી પેલી શાળા માંથી મારું એડમિશન પાછું લઈને સારી શાળા માં ભરતી થઈ ગયો. હવે હું ખૂબ ખુશ હતો. હું તે સ્કૂલ માં બપોર ના સમયે રેગ્યુલર જવા લાગ્યો.હું તે સ્કૂલ માં ગયા પછી મારું જીવન એક સામાન્ય માણસ જેવું થઈ ગયું મારા જીવન માં બોવ મોટી ઉલપાથલ પણ થતી બંધ થઈ ગઈ.એક વર્ષ વીતી ગયું. શાળા માં એક થી ૮ ધોરણ જ હતા તેથી હું બીજી શાળા માં જતો રહીયો. તે શાળા માં જતાં જ હું પેલા જેવો તોફાની થઈ ગયો. કારણ કે તે શાળા માં મારી પાસે કરવા જેવી ઘણી સારી પ્રવૃત્તિ હતી.


હું તે શાળા માં ગયા પછી વર્ગ માં જો કોઈ કારણસર કોઈ ની ભૂલ થાય ને તે ન સ્વીકારે તો લડત ચલાવી લેવી. હું શાળા માં કોઈ પણ ટીચર ની વાત સાંભળતો ન હતો હું હંમેશા પોતાની ધૂન માં જ રહેતો હતો. જો કોઈ કારણસર ટીચર ની ભૂલ હોય અને મને ટીચર પેનિસમેન્ટ કરવા આવતા તો હું તરત જ એ ની શામુ બોલીને તેની ભૂલ દેખાડી દેતો જેથી મને શાળા માં વોન્ટેડ નો ટેગ લાગી ગયો. આ સ્કૂલ માં લાઇબ્રેરી હતી તેની ખબર મને પડતા જ હું તરત ત્યાં જઈને મેમ્બરશિપ
લઈ આવ્યો.



મે પેલા ની જેમ ફરી વાચવા નું ચાલુ કરી દીધું. હું મારા અભ્યાસક્રમ નું વાચવા નું છોડી દીધું અને આખો દિવસ લાઇબ્રેરી ની બુક વાંચિયા કરતો. મે તેમાં જુલે વર્ન, આઈન્સ્ટાઈન, સ્ટીફન હોકીન, કલામ, રોબર્ટ ટી કિયોસાકી, નેપોલિયન હિલ, બીલ ગેટ્સ, વોરેન બફેટ, ધીરુભાઈ અંબાણી, ટાટા, બિરલા ગ્રુપ, સાયકોલોજી, બીઝનેસ, ઇકોનોમિ જેવું ઘણું વાચિયું. નાની ઉંમર માં ન કરવા ના કામ હોય કે મારા તોફાન પણ બુક નું વાંચન મારા માં ખુબ વધી ગયું હતું. મારા જીવન માં એક સમય એવો આવ્યો કે પરીક્ષાના થોડા દિવસોની વાર હતી છતાં હું વાંચતો હતો અને અભ્યાસક્રમની બુક ને સાઈડ પર મૂકીને આખો દિવસ ગાર્ડનમાં માત્ર લાઇબ્રેરી બૂક વાંચ્યા કરતો હતો.મારી રુચી ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ અને finance તથા ઇકોનોમી જેવા વિષય પર ધીમે ધીમે વધવા લાગી.


મેં જેમ તેમ કરીને ધોરણ 12 ની એક્ઝામ આપી દીધી.પછીના ત્રણ મહિના વેકેશનના હું માત્ર લાઈબ્રેરીમાં જઈને બૂક વાંચ્યા કરતો.આ સમયગાળા દરમિયાન વોરન બફેટને લગતી તથા ચાર્લી મંગર ,peter lynch અને બેન્જામિન ગ્રેહામ ને લગતી ઘણી ઇન્વેસ્ટમેન્ટની બુક મે વાંચી. સમય ધીમે ધીમે પસાર થતો જાય છે અને મારો કોલેજનો સમય સ્ટાર્ટ થઈ જાય છે. હું દરરોજ કોલેજ જવાનું શરુ કરું છું પરંતુ મારું મન જરીક પણ કોલેજની બુકમાં લાગતું નથી.હું આખો દિવસ આ સમયગાળા દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ અને power of compounding વિષે વિચાર્યા કરતો હતો. હું વિચાર્યા કરતો હતો કે અમુક particular કંપની આખી દુનિયા પર કઈ રીતે રાજ કરતી હશે.હું એ પણ વિચારતો હતો કે આખી દુનિયામાં હજારો કંપનીઓ હોવા છતાં માત્ર પાંચ કંપનીઓ આખી દુનિયા પર રાજ કરી રહી છે. મને એવો પણ વિચાર આવતો કે દુનિયામાં અમુક કંપની એટલી વિશાળ બની ગઈ છે કે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાને ડોમિનેટ કરી રહી છે.

હું કોલેજ બંક મારીને મુવી જોવા જવા લાગ્યો. બાકી નો આખો સમય માત્ર વાંચનમાં વિતાવતો હતો. હું રોકાણ તરફ ધીમે ધીમે આકર્ષિત થવા લાગ્યો.

જો દર્શક મિત્રો તમે આ પુસ્તકનો આગળના ભાગના વાંચ્યા હોય તો મારી ખાસ વિનંતી છે કે તમને આગળના ભાગ વાંચી લ્યો જેથી તમને આ ભાગમાં ખબર પડે. આગળનો ભાગ જલ્દી મારી પ્રોફાઇલ પર મૂકાઈ જશે. આગળના ભાગમાં તમને જાણવા મળશે કે મે કઈ રીતે મોટા મોટા નુકસાન કર્યા. કઈ રીતે મારી જિંદગીમાં મોટો downfall ની શરૂઆત થઈ ?. કઈ રીતે હું મારા પોતાના સપનાને સાકાર કરવા તેની પાછળ ભાગ્યો અને નુકસાન ભોગવ્યું? કઈ રીતે એક દિવસ મારે રોડ પર સુવાનો વારો આવ્યો ? આ બધું તમને આગળ ના પાઠમાં વાંચવા મળશે ?, જેથી પ્લીઝ મને ફોલો કરો,જેથી તમે આગળ નો ભાગ તમે વાંચી શકો.


દુનિયાનો સૌથી અમીર આદમી ચેપ્ટર ફાઈવ comming soon.....