દુનિયા નો સૌથી અમીર આદમી - 2 Raj King Bhalala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુનિયા નો સૌથી અમીર આદમી - 2

વાચક મિત્ર ને વિનંતી છે કે જો તેઓ એ chapter -1 ન વાંચીયુ હોય તો તે પહેલા chapter - 1 વાંચી લેઈ જેથી  આગળ ની કથા વાંચવા માં સરળતા રહે.

છોકરો પોતાના માસી ને ત્યાં અહમદાવાદ ભણવા માટે જાય છે. છોકરો ત્યાં ના શહેરી વાતાવરણ માં ભળવા ની કોશિશ કરે છે. છોકરો ભણવા માં સામાન્ય રહે છે. પરંતુ તે તેના માસી ના છોકરા કરતા થોડા વધારે ગુણ મેળવે છે. તેથી બધા ખુશ છે. પણ છોકરો પોતાનું મગજ કઈ અલગ જ દિશા માં પોરવી રહીયો હોય તેવું લાગતું.

છોકરો અહમદાવાદ છ મહિના અભ્યાસ કરી ફરી પાછો ગામડે જતો રહે છે. આ તેનું ગામડે છેલ્લું વેકેશન હતું કારણ કે તેના પિતાજી સુરત એમ્રોડરી ના ધંધા સાથે સંકળાયેલ હોવાથી સુરત માં રહેવા માટે જવાનું થાય છે.છોકરો પોતાના મિત્રો સાથે ખુબ મજા કરે છે. ઉનાળા માં મિત્રો સાથે રાવણા પાડવા જવાની મજા જ કઇ અલગ હોય છે. બપોર ના સમયે ગુલ્ફી અને પેપ્સી  ખાવા નો આહલાદ્ક અનુભવ માણે છે. રાત્રે ફળિયામાં ખાટલા ઉપર સૂતાં સૂતાં તારા ની ગણતરી અને આખા દિવસ દરમિયાન કરેલી ગમ્મત ને યાદ કરી ને જિંદગી ની સાચી મજા માણે છે. છોકરો જાણતો હતો કે આ બધી મજા તે શહેર માં ક્યારેય માણી શકવા નો નથી.આ દિવસો ક્યારેય પાછા આવવા ના નથી. તેથી છોકરો પોતાના મિત્રો સાથે વિતાવેલી આ પળો ને હંમેશા યાદ રાખવા માંગે છે. છોકરો જ્યારે સુરત જવા માટે પોતાનું વતન છોડે છે ત્યારે  તેની આંખ માંથી આંસુ ની ધાર થાય છે.

સુરત માં છોકરો નું એડમિશન તેના ઘર ની નજીક ની શાળા માં કરવા માં આવે છે. ત્યાં છોકરો માંડ એક વર્ષ અભ્યાસ કરે છે. ધીમે ધીમે છોકરા ના તોફાનો વધવા માંડે છે. તેથી તેને ફરી થી હોસ્ટેલ ભેગો કરવા માં આવે છે. આ વખતે તેનું એડમિશન અમરેલી ની હોસ્ટેલ માં કરવા માં આવે છે.પેલા કરતા આ હોસ્ટેલ નું વાતાવરણ સારુ હતું. તે અહીં ના વાતાવરણ માં તેને ભળતા થોડો સમય લાગે છે.

છોકરો અહીં બપોર ના સમયે શાળા એ જતો અને સાંજે સાત વાગ્યે ટ્યુશન માં પણ જતો. હોસ્ટેલ માં સવારે વહેલા પાંચ વાગ્યે તમામ છોકરાઓ ને ઉઠી ને મેદાન માં કસરત કરવા માટે લઇ જવામાં આવતા પણ જયારે શિયાળો શરુ થતો ત્યારે છોકરાઓ ઉઠવા આળસ કરતા ત્યારે સવારે ઘણી વખત માર પણ મળતો.થોડો સમય થતાં તેને ત્યાં અનુકૂળતા આવી જાય છે.

આ હોસ્ટેલ ની અંદર એક આખું શહેર વસેલું હોય તેવું લાગતું અહીં મોટી વિશાળ ભોજનાલય, નાસ્તા નું કેન્ટીન, 3 મોટી હોસ્ટેલ ના બિલ્ડીંગ, 2 વિશાળ શાળા ના બિલ્ડીંગ, રમત-ગમત ના વિશાળ ગ્રાઉન્ડ, એક ઓપન મૂવી થિયેટર, બાસ્કેટ બોલ નું ગ્રાઉન્ડ, હોલી બોલ નું ગ્રાઉન્ડ વળી લોન વાળા ગ્રાઉન્ડ તો અહીં ચારેક હતા.છોકરા ને ક્યાંક થી જાણ થાય છે કે હોસ્ટેલ ની શાળા માં એક લાયબ્રેરી પણ છે. છોકરા એ લાયબ્રેરી નું નામ પહેલી વખત સાંભળીયુ હતું. છોકરા ને ખબર પડે છે કે લાયબ્રેરી ના સભ્ય બની ને પુસ્તકો વાંચવા હોસ્ટેલ લઈ જવાય છે એટલે તે તરત ફીસ ભરી ને લાયબ્રેરી માં સભ્ય બની જાય છે.

છોકરો લાયબ્રેરી માં સભ્ય બન્યો ત્યારે તે છઠ્ઠા ધોરણ માં ભણતો હતો.છોકરો લાયબ્રેરી માંથી પુસ્તક લાવી ને હોસ્ટેલ માં વાંચતો,  થોડો સમય થતાં છોકરા ને વાંચવા માં રસ પડવા
લાગ્યો ધીમે ધીમે કરતા છોકરો આખો દિવસ માત્ર પુસ્તકો વાંચવા માં જ પોતાનો સમય ફળાવતો. છોકરા ને ઇકોનોમિક્સ ના પુસ્તકો વાંચવા માં ખુબ જ રસ પડતો, થોડા જ સમય માં છોકરો લાયબ્રેરી ના ઇકોનોમિક્સ વિષયક તમામ પુસ્તકો વાંચી નાખે છે. લાયબ્રેરી માં  ઇકોનોમિક્સ વિષયક તમામ પુસ્તકો તેણે વાંચી નાખ્યા હોવાથી તે હવે ઓટો-બાયોગ્રાફીય એટલે કે મહાન લોકો ની  જીવનકથા વાંચવાનું શરૂ કરે છે. તે એક થી દોઢ વર્ષ માં લાયબ્રેરી ના લગભગ તમામ પુસ્તકો વાંચી મારે છે. પણ તે છોકરા ના તોફાન દિવસે ને દિવસે હોસ્ટેલ માં વધવા લાગે છે એક સમય એવો આવે છે કે તેનું નામ આખી હોસ્ટેલ માં મોસ્ટ વોન્ટેડ માં નંબર વન ઉપર લેવા માં આવે છે તેની સાથે તેને હોસ્ટેલ નો સૌથી જિનિયસ વિદ્યાર્થી પણ ગણવા માં આવતો, તેની પર્સનાલિટી ની વાત કરવામાં આવે તો મોટે ભાગ્યે જિનિયસ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે શિક્ષકો ને પસંદ હોય છે પરંતુ આ છોકરા ને કોઈ શિક્ષક પસંદ નોતું કરતુ.

આવું કેમ કે આટલો જિનિયસ છોકરા હોવા છતાં તેને તમામ  શિક્ષકો નાપસંદ કરતા એટલું જ નહી તે છોકરા એ ચેલેન્જ ઠોકેલી કે તેને ભણાવતા તમામ શિક્ષકો કરતા તે વધારે નોલેજ ધરાવે છે.. પરંતુ તેને હોસ્ટેલ ના તમામ વિદ્યાર્થીઓ ખુબ જ પસંદ કરતા,  આવો વિરોધાભાસ કેમ?

દુનીયાનો સૌથી અમીર આદમી ચેપ્ટર ત્રણ કમિંગ સુન...

ચેપ્ટર ત્રણ વાંચવા માટે અમને ફોલો કરો ટૂંક સમય માં જ ચેપ્ટર ત્રણ મારી પ્રોફાઈલ પર મુકાય જશે...