ગુમરાહ - ભાગ 10 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 10

વાંચકમિત્રો આપણે નવમાં ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર જયદેવે દસ વર્ષ પહેલાના કેસને ઓપન કર્યો છે.અને આ દસ વર્ષ પહેલાના કેસમાં જોડાયેલા તમામ લોકોને પૂછતાછ પણ કરે છે પણ શું આ દસ વર્ષ પહેલાના કેસને ઓપન કરીને પણ નેહાનો કેસ સોલ્વ કરી શકાશે? હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!

ગુમરાહ - ભાગ 10 શરૂ

ત્યાં જઈને વરુણ નિકિતાના પતિને વાતોમાં રાખે છે અને ઇન્સ્પેકટર સૂર્યા નિકિતાના પતિની પરમિશન લઈને ઘર જોવાના બહાને તે ઘરની તલાશી લેવા લાગે છે.તેઓ ઘરમાં ઉપરના માળ પર ગયા અને ત્યાં બેડરૂમમાં ગયા ત્યાં એક ડ્રોવરને ખોલ્યું અને તેમાં ઘણી બધી ફાઈલો હતી હવે તેમણે બધી ફાઈલો ઉપરથી જોઈ અને તેમાંથી એક ફાઇલ પર તેમની નજર અટકી ગઈ કારણ કે આ ફાઇલ હતી માનસીના ગર્ભપાત કરવાની.આ ફાઇલ મળતાંજ ઇન્સ્પેકટર સૂર્યાએ આ પૂરી ફાઇલના ફોટો પાડ્યા અને મોબાઈલ માં સેવ કરી નાખ્યા.ત્યાં નીચે એક જૂની નાનકડી ડાયરી પડેલી હોય છે અને આ ડાયરી તેઓ પોતાના ખિસ્સામાં મૂકીને સીધા નીચે ગયા નિકિતાના પતિ પાસે.

"તમારું ઘર ખૂબ જ સુંદર છે હો" ઇન્સ્પેકટર સૂર્યા બોલ્યા.

"હા એ તો હોય જ ને" નિકિતાનો પતિ બોલ્યો.

હવે સૂર્યા બધા વ્યક્તિઓ સાથે પાછો પોલીસ સ્ટેશન પહોંચ્યો.અને પ્રિયાની ગર્ભપાતવાળી ફાઇલ જોઈને તેમને થયું કે કદાચ નિકિતાના પતિના સંબંધ માનસી સાથે હશે પણ તેઓ તે ગર્ભપાત ની ફાઇલ ને જોતા એકદમથી ચોંકી જાય છે.

"અહીંયા આવ તો વરુણ તું જો આ ફાઇલમાં ગર્ભપાત કરવાની સહમતીમાં કોનું નામ છે?" ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને કહ્યું.

"અરે આતો ઇન્સ્પેકટર જયદેવ ત્રિપાઠી નું નામ છે" વરુણ ચોંકીને બોલ્યો.

"પણ સર આ ફાઇલ તમને કેવી રીતે મળી ગઈ?"વરુણે પૂછ્યું.

"અરે એ તો હું જ્યારે ઉપર ગયો નિકિતાના પતિના ઘરમાં ત્યારે મને આ ફાઇલ અને એક ડાયરી મળી."

"પણ સર જવા દોને હવે આ જૂના કેસને એમપણ આ કેસ સોલ્વ કરીને આપણને ક્યાં કાઈ મળવાનું છે સર હું તો સાચું કહું છું તેની કરતા આ નેહા વાળો કેસ સોલ્વ કરો તો કાંઈ પ્રમોશન મળશે બાકી આ જુના કેસમાં કાંઈ ના મળે અને એમ પણ આ ગર્ભપાત ની ફાઇલ માં મારા ભગવાન સમાન ઇન્સ્પેકટર જયદેવ ત્રિપાઠી ની ઈજ્જત કાઢવામાં આવી છે" વરુણ બોલ્યો.

"અરે વરુણ ઈજ્જત કાઢવામાં નથી આવી તમારા જયદેવભાઈએ ખુદ આવો કાંડ કર્યો છે" આટલું કહીને તે ગર્ભપાત ની ફાઇલ માં જે હોસ્પિટલ નો નંબર આપવામાં આવ્યો હોય છે અને જે સરનામું અપાયું હોય છે તે સરનામાં ઉપર ઇન્સ્પેકટર સૂર્યા ગયો.

"હાઈ મારે ડોકટરને મળવું છે" ઇન્સ્પેકટર સૂર્યા બોલ્યા.

"તમે આગળ જાવ ત્યાં જ ડોકટર સાહેબ પોતાની ઓફિસમાં બેઠા હશે" રિસેપ્સનિસ્ટે કહ્યું.

ઇન્સ્પેકટર સૂર્યા ફાઇલનો ફોટો લઈને ડોકટર પાસે જાય છે.અને પૂછતાછ કરે છે.

"જ્યારે માનસી અહીંયા જયદેવ ત્રિપાઠી સાથે આવી હતી ત્યારે માનસીનું વર્તન કેવું હતું?" ઇન્સ્પેકટર સૂર્યાએ ડોક્ટરને પૂછ્યું.

"હજુ પણ મને એ દિવસ યાદ છે જ્યારે માનસી ખૂબ જ રડતી હતી અને જયદેવ તેને શાંત કરી રહ્યા હતા"

"હમ્મ... ચાલો ડોકટર તમારો ખૂબ ખૂબ આભાર"

"વરુણ આપણે 60% કેસ તો સોલ્વ કરી નાખ્યો છે" ઇન્સ્પેકટર સૂર્યા ખુશ થઈને બોલ્યા.

ડોકટર સાથે વાત કરીને ઇન્સ્પેકટર સૂર્યાને એ ખબર પડે છે કે ઇન્સ્પેકટર જયદેવ ત્રિપાઠીના માનસી સાથે શારીરિક સંબંધો હતા અને પોતાની હવસની ભૂખ સંતોષવા તે માનસીનો ઉપયોગ કરતા હતા હવે ઇન્સ્પેકટર સૂર્યા સિંગાપોર ની જે હોટેલ માં માનસી અને નિકિતા રોકાયા હતા તે હોટેલની તપાસ શરૂ કરે છે અને સિંગાપૂરના એ હોટેલમાં મર્ડરના બે કલાક પહેલાની સીસીટીવી ફૂટેજને મગાવે છે.આ સીસીટીવી ફૂટેજમાં તેઓએ કોન્સ્ટેબલ વરુણને પણ જોયો અને તેઓ એકદમ ચોંકી ગયા.કારણ કે મર્ડરના બે કલાક પહેલાં કોન્સ્ટેબલ વરુણ ત્યાં હતો અને આ દ્રશ્ય આ કેસને એક નવી દિશા જ આપી રહ્યું હતું.બીજા દિવસે સવારે ઇન્સ્પેકટર સૂર્યા પોલીસ સ્ટેશન પર આવ્યા અને ત્યાં ટેબલ ઉપર નેહાનો રિપોર્ટ આવી ચુક્યો હતો અને રિપોર્ટમાં લખેલું હતું કે ઊંઘની વધારે ગોળીઓ ખાવાથી નેહાનુ મૃત્યુ થયું પણ હકીકતતો કંઈક ઓર જ હતી તેઓ આ દસ વર્ષ પહેલાના કેસનું ઇન્વેસ્ટિગેશન શું કામ કરતા હશે એ તો માત્ર તેમને જ ખબર હતી અને નેહાના રિપોર્ટમાં ઊંઘની વધારે ગોળીઓ ખાવાથી તેનું મૃત્યુ થયું એ કેસ પર વિશ્વાસ ન કરતા તેઓ નેહા ના મોત ને હત્યા જ માની રહ્યા હતા એ પણ વિચારવા જેવું હતું.

"મતલબ એક વાત તો ચોખ્ખી છે કે નેહાએ સુસાઇડ તો નથી જ કર્યું પણ આ તેના મર્ડરની સાજીશ જ છે" ઇન્સ્પેકટર સૂર્યા મનોમન બોલ્યા.

ઇન્સ્પેકટર સૂર્યા વધારે સબૂત ગોતવા માટે નેહાની ફેસબૂક પ્રોફાઈલ ચેક કરે છે.જેમાં નેહાના ક્વોલિફિકેશનમાં લખેલું હતું કે નેહાએ એક જર્નાલીસમ નું ભણી છે.અને તેનો એક જ મતલબ થતો હતો કે નેહા જર્નાલિસ્ટ હતી અને સાથે સાથે તે UPSC ની એક્ઝામ ની તૈયારી પણ કરતી હતી એટલે કે આ જર્નાલિસ્ટ લોકો તો જિંદગીના જોખમ પર પણ ન્યૂઝ લાવતા હોય છે.આ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા તરત જ નેહાના ઘરે જવાનું વિચારે છે.આ બન્ને કેસ વરચે કંઈક કનેક્શન તો હોય છે પણ આ કનેક્શન હજુ કોઈને સમજાયું હોતું નથી.ઇન્સ્પેકટર સૂર્યા નેહાના ઘરે જાય છે.ત્યાં બધી વસ્તુઓની તપાસ કરે છે એટલામાં તેમની નજર ઘરના એક ખૂણામાં પડે છે જ્યાં ઘરમાં તેના બેડ રૂમમાં એક સ્માર્ટ ટીવી હતું અને તેની ઉપર એક પેનડ્રાઈવ પડી હતી.

"અરે આ પેનડ્રાઇવમાં શું હશે?હમણાં જ જોઈ લવ" આટલું કહીને ઇન્સ્પેકટર સૂર્યા ઓટીજીના માધ્યમથી એ પેનડ્રાઈવને પોતાના મોબાઈલ સાથે જોડે છે.તે પેનડ્રાઈવમાં એક વિડિઓ હતો અને આ વિડિઓમાં કોલેજના પ્રિન્સિપાલ સૂરજ દેસાઈ નેહાને મોબાઈલમાં જ્યારે નેહા કપડા બદલતી હોય છે ત્યારનો એક વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપતા નજરે ચડે છે.હવે ઇન્સ્પેકટર સૂર્યાને બધી વાત સમજમાં આવી ચૂકી હતી.પણ હજુ સવાલ એક જ હોય છે કે આ નેહાના કેસનો પેલા દસ વર્ષ પહેલાના કેસ સાથે શું સંબંધ હોય છે?આ વિડિઓ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા પાછો સૂરજ દેસાઈ ને રેસ્ટ કરે છે અને હજય સમજવાની એ વાત હતી કે ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈને માત્ર સત દિવસમાં છોડી દીધો હતો પણ ઇન્સ્પેકટર સૂર્યા પાછો સૂરજ દેસાઈને પકડી લે છે.

ગુમરાહ - ભાગ 10 પૂર્ણ

શું નેહાનુ ખૂન સૂરજ દેસાઈ કર્યું હશે?શું વરુણ દસ વર્ષ પહેલાના કેસમાં ગુનેગાર હશે?ઇન્સ્પેકટર જયદેવે શું કામ સૂરજ દેસાઈને પાછો છોડી દીધો હશે?હવે શું વરુણને ગિરફ્તાર કરીને કોઈ રહસ્ય જાણી શકાશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!

તમને જો આ નવલકથાનો દસમો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.