વાંચકમિત્રો આપણે દસમાં ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર સૂર્યાને એક પેન ડ્રાઇવ મળી અને તેમાં સૂરજ દેસાઈ નેહાને ધમકાવતા હોય છે તેવો વિડિઓ હોય છે અને વરુણ પેલા દસ વર્ષ પહેલામાં મર્ડરના બે કલાક પહેલા ફૂટેજમાં દેખાય છે અને આ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા સૂરજ દેસાઈ અને વરુણ ને લોક અપમાં બંધ કરે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!
ગુમરાહ - અંતિમ ભાગ શરૂ
આ વિડિઓ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા પાછો સૂરજ દેસાઈ ને એરેસ્ટ કરે છે અને અહીંયા સમજવાની એ વાત હતી કે ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈને માત્ર સાત દિવસમાં છોડી દીધો હતો અને હવે તે વરુણને પણ લોકઅપમાં બંધ કરે છે.
"અરે સર તમે મને શું કામ લોકઅપમાં બંધ કર્યો?" વરુણ ગભરાતા બોલ્યો.
"બેટા દસ વર્ષ પહેલા જ્યારે આ નિકિતા અને માનસીનું મર્ડર થયું ત્યારે તું ત્યાં સિંગાપોરમાં એ હોટેલમાં જ હતો અને હવે મને ચૂપચાપ શું થયું હતું એ કહી દે બાકી આ બંદૂકમાં રહેલી બધી ગોળીઓ તારા ભેજામાં ઉતારી દઈશ" ઇન્સ્પેકટર સૂર્યા બોલ્યા.
"હા સર હું બધી વાત તમને જણાવું છું સર મને યાદ છે એ દિવસ કે જ્યારે દસ વર્ષ પહેલાં એ રાત્રે હું એ હોટેલમાં માનસીનું મર્ડર કરવા આવેલો હતો?"
"પણ તારે માનસીને શું કામ મારવી હતી?" ઇન્સ્પેકટર સૂર્યાએ અચંબો પામીને પૂછ્યું.
"અરે મારે માનસીને નહોતી મારવી પણ નિકિતાના પતિએ જ માનસીને મારવી હતી કારણ કે માનસી નિકિતાની બહેન હતી અને નિકિતાના પતિના શારીરિક સંબંધો માનસી સાથે હતા પણ માનસીનું ઇન્સ્પેકટર જયદેવ સાથે પણ અફેર હતું આ જાણીને નિકિતાના પતિ માનસીને મારવા માંગતા હતા અને માનસીને મારવા તેમણે મને કુલ દસ લાખ રૂપિયા આપ્યા હતા"
"મતલબ તે માત્ર દસ લાખ રૂપિયા માટે નિર્દોષ જીવની હત્યા કરી નાખી તને શરમ આવવી જોઈએ નરાધમ અને ચાલ આ વાત તો હું માની લવ પણ હવે નેહાનું મર્ડર કોણે કર્યું છે એ કહી દે " ઇન્સ્પેકટર સૂર્યા ગુસ્સે થઈને બોલ્યા.
"ના સર એ મને નથી ખબર મને ખબર હતી એ બધું મેં તમને જણાવી દીધું" વરુણ બોલ્યો.
આ સાંભળતા જ ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને ઉપરાઉપરી ચાર લાફા માર્યા.અને આગળ સત્ય જણાવવા કહ્યું.
"જો વરુણ મેં એક વાત નોટિસ કરી છે કદાચ કોઈ બીજાએ ના કરી હોય તો મને ખબર નથી કે પેલો બ્લેક કોટ વાળો જે વ્યક્તિ હતો તેની એક આંગળીમાં એક રેડ કલરનું ડ્રેગન નું ટેટુ હતું અને તારી આંગળીમાં પણ એજ ટેટુ છે અને આ આ ઉપરથી હું સો ટકા કહી શકું કે તે બ્લેક કોટ વાળો વ્યક્તિ બીજું કોઈ નહિ પણ તુજ હતો" ઇન્સ્પેકટર સૂર્યાએ વરૂણને કહ્યું.
"સર હવે તમારાથી શું છુપાવવું હા સર તમારી વાત સાચી જ છે એ હું જ હતો" વરુણ ગભરાઈને બોલ્યો.
"હમ્મ... બસ જો મેં આ સીસીટીવી ફૂટેજ જોઈ ત્યારનો મને તારી ઉપર વહેમ હતો કારણ કે એ લેટરમાં નેહાને બે દિવસમાં નહિ મળે તો મારી નાખવાની ધમકી આપી હતી.બીજું એ કે દસ વર્ષ પહેલાના આ માનસી અને નિકિતાના કેસમાં સામેલ ક્રિમિનલનું નામ જ તે લેટરમાં લખ્યું હતું ત્યારનું મને લાગતું જ હતું કે આ બન્ને કેસમાં કંઈક તો કનેક્શન છે જ!ચાલ એ પણ કાઈ નહિ પણ તે એ લેટરમાં ભાવેશ ટંડેલનું નામ શું કામ લખ્યું અને તારો ચાહક એનો મતલબ શું સમજવો મારે?" ઇન્સ્પેકટર સૂર્યા બોલ્યા.
"અરે સર આ લખવા પાછળ મારા બે કારણો હતા પહેલું કારણ એ હતું કે ઇન્સ્પેકટર જયદેવ છેલ્લા 29 વર્ષથી અમારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકટર હતા અને તેઓ મને સહેજ પણ ઈજ્જત નહોતા આપતા અને ઘણીવાર તો મારી હસી ઉડાવતા અને હકીકતમાં તો ઇન્સ્પેકટર જયદેવ લોકો સામે પ્રામાણિક હતા પણ તે અંદરથી તો એક કપટી અને લુચ્ચા વ્યક્તિ હતા અને હું એક સીધો સાદો કોન્સ્ટેબલ એટલે જો હું ઇન્સ્પેકટર જયદેવને મરાવી નાખું તો ત્યારબાદ હું એ પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેકટર બનું તેના નેવું ટકા ચાન્સ હતા" વરુણે કહ્યું.
"હા ચાલ એ વાત સમજ્યા જે તારે ઇન્સ્પેકટર જયદેવને મારવા હતા તો તે ભાવેશ ટંડેલ નું નામ શું કામ લેટરમાં લખ્યું?" ઇન્સ્પેકટર સૂર્યાએ પૂછ્યું.
"સર મેં એટલા માટે તેમાં ભાવેશનું નામ લખ્યું કારણ કે જો હું ભાવેશ ટંડેલનું નામ લખીશ તો પછી મારુ નામ આ બાબતમાં કસેય નહિ આવે અને બીજું એ કે આ કેસમાં જયદેવ સર ગુમરાહ થશે જેથી હું આ કેસનો ગુનેગાર હોવા છતાં નહિ આવું ત્રીજી વાત એ કે ભાવેશ ટંડેલ તો એકદમ નિર્દોષ હતો અને જયદેવે તે ભાવેશ ટંડેલને દોષી બનાવીને ફાંસી અપાવી હતી જેથી તેના બદલાની આગમાં ભાવેશ ટંડેલ નો ભાઈ પ્રવીણ ટંડેલ સળગી રહ્યો હતો અને મને આ વાતની ખબર હતી તેથી જ્યારે જયદેવે પ્રવીણને મળવાનું કહ્યું ત્યારે પ્રવીણ ઇન્સ્પેકટર જયદેવને મારી નાંખશે અને હું પ્રવીણ ને એક ગોળી પગમાં મારીશ આવી અમારી વરચે ડીલ થઈ હતી" વરુણ બોલ્યો.
"તો પછી તે પ્રવીણ ટંડેલને છાતી ઉપર આટલી બધી ગોળીઓ કેમ મારી?"
"સર એ મેં એટલા માટે મારી કારણ કે મને ડર એ વાતનો હતો કે કદાચ આ પ્રવીણ મારો ભાંડો ફોડી નાખશે અને આ હેતુથી જયદેવ ના મોત બાદ મેં પ્રવીણ ને પણ માસરી નાખ્યો અને ઢોંગના રૂપે હું જયદેવને હોસ્પિટલમાં પણ લઈ ગયો પણ કમનસીબે તે બચી ગયા અને આ વાતની મને જાણ થતા મેં એક વ્યક્તિને બોલાવ્યો અને જયદેવનું ગળું દબાવડાવ્યું અને બહાર ઉભા રહીને મેં જ બધાંમે બૂમો પાડીને ભેગા કર્યા કે અહીંયા જયદેવનું કોઈ ગળું દબાવે છે જેથી કોઈ મારા ઉપર શક ના કરે"
"ઓકે હવે ચાલ પાછા નેહાની વાતમાં આવીએ આ નેહાને તે લેટરમાં બે દિવસમાં મળવાનું શું કામ કહ્યું હતું?"
"હા સર હવે આ લેટર લખવાનું બીજું કારણ એ હતું કે નેહા સૂરજ દેસાઈના ઘરે બે દિવસથી નહોતી જતી અને જેનાથી સૂરજ દેસાઈ એકદમ પરેશાન હતા"
"શું કહ્યું સૂરજ દેસાઈના ઘરે નહોતી જતી મતલબ?"
"મતલબ એ કે સૂરજ દેસાઈ પાસે નેહાનો એક વિડિઓ હતો જેમાં નેહા પોતાના કપડાં ઉતરતી હોય છે અને આ વિડિઓથી દેખાડીને સૂરજ દેસાઈ નેહાને બ્લેકમિલ કરીને તેની સાથે દરરોજ રાત્રે જબરજદસ્તી કરતા હોય છે"
"ઓકે વરુણ આ વાત તો સમજાય છે પણ હજુ દસ વર્ષ પહેલાના કેસ સાથેનું કનેક્શન શું હતું?"
"હા સર કહું છું એમાં હતું એવું કે સૂરજ દેસાઈને આ વિડિઓ મેં બનાવીને આપેલો હતો કારણ કે દસ વર્ષ પહેલાં જ્યારે હું માનસીને ગળું દબાવીને મારતો હતો ત્યારે નેહા મને જોઈ ગઈ હતી અને ત્યારે તે માત્ર 14 વર્ષની હતી."
"હમ્મ... ચાલ એ વાત તો સમજ્યા કે નેહા તને જોઈ ગઈ હતી પણ દસ વર્ષ પછી નેહાને શું કામ મારી તેણે થોડી તમારી પોલ ખોલી હતી?"
"હા સર વાત તમારી સાચી છે પણ હકીકત તો એ છે કે નેહાએ આ દ્રશ્ય જોયું ત્યારબાદ આ બધી વાત તેણે પોતાના મોટા ભાઈને કહી દીધી અને તેના મોટાભાઈએ પોલીસ ને ફોન કર્યો.પણ ત્યારે અમારા ઇન્સ્પેકટર જયદેવ ને આ વાતની ખબર પડી એટલે તેમણે એ ઇન્સ્પેકટર સાથે વાત કરીને મામલો પતાવી દીધો." વરુણે ઇન્સ્પેકટર સૂર્યાને કહ્યું.
"તો પછી દસ વર્ષ પછી નેહાને મારવાની શું જરૂર પડી તમને?"
"સર એ એટલા માટે કે ત્યારે તો અમે મામળો રફાદફા કરી નાખ્યો પણ એ નેહા આ બધું જોઈ ગઈ હતી અને ગમે ત્યારે અમારી પોલ ખોલી શકે તેમ હતી અને ત્યારે એ નેહાએ મારો વિડિઓ પણ ઉતારી લીધો હતો મોબાઈલથી અને જો એ વિડિઓ કોઈની પાસે જાય તો પછી હું પકડાઈ જાવ.એટલે એ બીકથી મેં નેહા ઉપર નજર રાખવાની શરૂ કરી અને સતત પાંચ વર્ષ સુધી તેની ઉપર નજર રાખી અને છેવટે તે નેહા અહીંયા એમ.કે.આર્ટસ કોલેજના આવી."
"ત્યારબાદ શું થયું?"
"હા સર એમાં થયું એવુ કે નેહા પત્રકારીત્વનો અભ્યાસ કરતી હતી અને મને હજુ ડર હતો કે પેલો મારો વિડિઓ આ નેહાએ કોઈને બતાવી ના દીધો હોય અને એ ડરથી હું કોલેજના પ્રિન્સિપાલ સૂરજ દેસાઈને મળ્યો અને અમે બન્નેએ ભેગા થઈને પ્લાન બનાવ્યો કે આપણે નેહાને માનસિક રીતે જ નબળી પાડીશું અને મેં નેહા ન્હાવા ગઈ ત્યારનો એક વિડિઓ ઉતાર્યો અને સૂરજ દેસાઈને આપ્યો અને ત્યારબાદ સૂરજ દેસાઇ નેહાને બ્લેકમિલ કરવા લાગ્યો અને સાથે સાથે મેં પણ નેહાના મોબાઈલમાંથી એ વિડિઓ ડીલીટ કરાવ્યો"
"તો પછી નેહાને મારવાનીજરૂર શું પડી?"
"પણ નેહાએ અમને કહ્યું કે આ વિડિઓ તો મેં મારા ગૂગલ ડ્રાઇવમાં સેવ કરેલો છે અને તમેં લોકો તો બચશો જ નહીં હું તમને લોકોને સજા અપાવીને જ રહીશ અને આ સાંભળીને મને અને સૂરજ દેસાઈને ઘણો ડર લાગ્યો અને અમે નેહાને ત્યાં કોલેજના કોર્નરના કલાસરૂમ ને તાળું મારીને તેમાં નેહાને મોઢામાં ડૂચો નાખી અને દોરડા વડે બાંધી દીધી અને ત્યાંથી તરત નીકળી ગયા અને પછી મેં અને સૂરજ દેસાઈએ આયોજન કર્યું કે એક દિવસ પછી જ્યારે કોલેજનું એનયુઅલ ફંકશન આવે ત્યારે આપણે નેહાને મારી નાખીશું અને છેવટે એ દિવસ આવી ગયો જ્યારે નેહાને અમે મારવાના હતા.અને ત્યારે જ ફંકશન ની વરચે જોરદાર ડીજે ચાલતું હતું ત્યારે સૂરજ દેસાઈએ તેના માથામાં અને મોઢામાં એસિડ નાખી દીધું અને આ એસિડ નાખ્યા બાદ તુરંત જ તેઓ પાછા ફંકશનમાં સામેલ થઈ ગયા અને થોડીકવારમાં જ નેહાની દર્દભરી ચીસ સંભળાઈ અને સૂરજ દેસાઈ ત્યારે ફંકશનમાં જ હતા અને આમ કરીને અમે નેહાનુ મર્ડર કર્યું અને જે ડોકટર હતા તે ડોક્ટરે પણ અમારો સાથ આપ્યો અને અમને રિપોર્ટ બદલાવવામાં મદદ કરી" વરુણ બોલ્યો.
"મતલબ સાલા તમે લોકોએ કેટલા બધા લોકોની હત્યા કરી નાખી માત્ર એક ભૂલને છુપાવવા માટે શરમ અવવી જોઈએ તમને લોકોને પણ ચિંતા ના કરો હવે તમને બધાને આ મુંબઇ પોલીસ નહિ મૂકે અને તમારી જેવા ગુનેગારોને કડકમાં કડક સજા અપાવશે"આટલું કહીને ઇન્સ્પેકટર સૂર્યા ત્યાંથી નીકળી ગયા અને ભાવેશ ટંડેલ ને નિર્દોષ સાબિત કર્યો અને નેહાના જટિલ મર્ડર કેસને પણ ઉકેલી નાખ્યો અને ભૂલ,ડર અને ઇર્ષ્યાથી ભરેલા માસ્ટર માઈન્ડ ગુનેગાર કોન્સ્ટેબલ વરૂણને ઇન્સ્પેકટર સૂર્યાએ પકડી પાડ્યો.
"ગુમરાહ" નવલકથા પૂર્ણ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
જય શ્રી કૃષ્ણ વાંચકમિત્રો આશા કરું છું આપ સૌને મારી આ નવલકથા "ગુમરાહ" પસંદ આવી હશે અને મિત્રો જો તમને મારી આ નવલકથા ગુમરાહ પસંદ આવી હોય તો તમારા કિંમતી અભિપ્રાયો પણ આપી શકશો.છેલ્લે એટલું કહીશ કે એક સાવ અલગ અને નવી નવલકથાસ્ટોરી જલ્દી જ લાવી રહ્યો છું એટલે જોડાયેલા રહેજો.
આ સિવાય તમે માતૃભારતી ઉપર મારી અન્ય નવલકથાઓ પણ વાંચી શકશો.
બદલો
કોલેજગર્લ
અર્ધજીવિત
બાય મિસ્ટેક લવ