gumraah - 7 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 7

વાંચકમિત્રો આપણે છઠા ભાગમાં જોયું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ નેહાને મયુર દ્વારા અપાવેલ લેટર ગોતવા ઇન્સ્પેકટર જયદેવ અને ટિમ એમ.કે આર્ટસ કોલેજ પાછી આવે છે અને ત્યાં કાગળ ગોતવાની શરૂઆત કરે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!

ગુમરાહ - ભાગ 7 શરૂ

"અરે વરુણ એ મને પણ ખબર છે પણ આ નેહાના કેસને રિલેટેડ છે એટલે આપણે કરવું પડશે અને તને ના ગમે તો તું જઇ શકે છે" જયદેવ ગુસ્સેથી બોલ્યા.

"અરે સર મારો કહેવાનો એ મતલબ નહોતો પણ આ કચરાપેટીમાં તો હજારો કાગળો હશે તો કેવી રીતે એ કાગળ ગોતીશું હું એમ કહું છું"

"અરે હા મયુર એ કાગળ કેવા કલર નું હતું તને ખબર છે?" જયદેવે મયુર ને પૂછ્યું.

"હા સર એ કાગળ ગુલાબી રંગ જી હતું અને એકદમ લિસુ કાગળ હતું" મ્યુરે જવાબ આપ્યો.

"ઓકે તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે આપણે કયું કાગળ ગોતવાનું છે તો ચાલો શરૂ કરી લો હવે કાગળ ગોતવાનું" જયદેવે બધા લોકોને કહ્યું.થોડીકવાર માં જ બધી કચરાપેટીઓમાંથી એક ગુલાબી કલર ના કાગળના ઘણાબધા ટુકડાઓ મળ્યા.આ ટુકડાઓને જયદેવે પ્લાસ્ટિક ની બેગ માં નાખ્યા અને પાછા નીકળી ગયા પોલીસ સ્ટેશન.

"હવે આ ટુકડાઓને ભેગા કરીને જોઈએ કે શું મેસેજ હતો" જયદેવ મનમાં બોલ્યો.

આને આમ પણ હવે જોતા એમ લાગતું હતું કે આ મયુર નો આ કેસ સાથે કોઈ સંબંધ નહોતો અને હજુ સુધી પોસ્ટમાર્ટમ રિપોર્ટ પણ નહોતો આવ્યો અને તેથી જયદેવ લોકો પણ ખૂબ જ ગુમરાહ થઈ રહ્યા હતા.હજુ પેલા કાગળના ટુકડાઓને ચોંટાડતા હોય છે ત્યાં તો કોન્સ્ટેબલ વરુણ આવી ગયો.

"સર મને એક વાત સમાજમાં નથી આવતી." વરુણે જયદેવ ને કહ્યું.

"કઈ વાત.?"

"સર આજે મારી નેહા નું પોસ્ટમાર્ટમ કરનારા ડોકટર સાથે વાત થઈ અને તેમણે મને કહ્યું કે નિહાઈ સુસાઇડ કરેલું છે પણ હજુ રિપોર્ટ બનવવામાં વાર લાગશે"

"મતલબ વરુણ નેહાએ સુસાઇડ કરેલું છે એ ફાઇનલ છે એમ.?" જયદેવે પૂછ્યું.

"હા સર એ ફાઇનલ છે."

"તો પછી એક વાત વિચારવા જેવી છે કારણ કે ત્યાં ઉપસ્થિત તમામ લોકોનું એવું કહેવું હતું કે અમે એક ભયંકર ચીસ સાંભળી હતી તો પછી સુસાઇડ કરતી વખતે તો ચીસ મા પાડી હોય ને નેહાએ એટલે મને લાગે છે તેનું મર્ડર થયેલું છે." જયદેવ બોલ્યા.

"પણ સર નેહાએ સુસાઇડ કર્યું છે એ ડોક્ટરે રિપોર્ટ કરીને સાબિત કર્યું છે અને તમે જે મર્ડર થયું એમ કહો છો તેનો કોઈ આધારભૂત પુરાવો નથી એટલે આપણે ચોક્કસપણે ના કહી શકીએ બાકી મારું માનો તો નેહાએ સુસાઇડ કરેલું છે કારણ કે ડોકટર થોડું કોઈ દિવસ ખોટું બોલે અને રિપોર્ટ પણ ખોટું ના બોલે કોઈ દિવસ" વરુણે જયદેવ ને કહ્યું.

"તારી વાત સાચી છે વરુણ પણ તું મને એક વાતનો જવાબ આપ જ્યારે એક ગુનેગારને ફાંસી પર ચડાવવામા આવે છે ત્યારે તેને ફાંસી લાગે તો જોરજોરથી ચીસો પાડે છે.?" જયદેવે પૂછ્યું.

"અરે કેવી વાત કરો સર ફાંસી માં થોડો ગુનેગાર ચીસ પાડે"

"એક્ઝેટલી હું તને એજ કહેવા માગું છું કે જો સુસાઇડ હોય તો ચીસ ના પાડી શકે પછી ભલે ને તેને સુસાઈડ માટે ગમે તે રસ્તો અપનાવ્યો હોય" જયદેવ બોલ્યો.

"હા સર આ વાત તમારી બિલકુલ સાચી છે તો પછી હવે શું કરવું આ કેસ તો આપણને ગુમરાહ કરી રહ્યો છે" વરુણ બોલ્યો.

"કાંઈ નહિ વરુણ હું છું ને કેસ તો સોલ્વ કરીને રહીશ પણ તેની પહેલા ચાલ હવે મને આ કાગળીયાઓ જોડી લેવા દે."આટલું કહીને જયદેવે તે ફાટેલા કગળીયાઓને જોડી દીધા અને તેમાં લખેલો મેસેજ જોઈને તે લોકો એકદમ શોક થઈ જાય છે.મેસેજ ની અંદર લખ્યું હોય છે કે નેહા જો તું મને હજુ પણ મળવા ના આવી તો હું તને બે દિવસની અંદર મારી નાખીશ અને નીચે લખ્યું હતું તારો ચાહક ભાવેશ ટંડેલ.આ નામ આવતા જ ઇન્સ્પેકટર જયદેવના મગજ માં એક વિચાર આવ્યો.

"વરુણ જલ્દીથી દસ વર્ષ પહેલાની ક્રિમીનલ રેકોર્ડની ફાઇલ કાઢ"

"આ લો સર ફાઇલ"

"અરે વાહ મારો વહેમ એકદમ સાચો હતો." ઇન્સ્પેકટર જયદેવ ખુશ થઈને બોલ્યા.

"કેમ સર શું થયું કોઈ સબૂત મળી ગયું કે?" વરુણ બોલ્યો.

"તને ખબર છે વરુણ આ ભાવેશ ટંડેલ કોણ હતો આ ભાવેશ ટંડેલ દસ વર્ષ પહેલા માનસી અને નિકિતા કેસમાં અંદર ગયો હતો.અને તેને ફાંસીની સજા થઈ હતી."

"તો સર મને તો હવે ડર લાગે છે આ એ ખૂંખાર ભાવેશ ટંડેલનું ભૂત તો નહીં હોયને!" વરુણ ડરતાં ડરતાં બોલ્યો.

"વોટ નોન સેન્સ યાર!પોલીસ થઈને આવી વાતો કરે છે એવું કાંઈ નથી આ માત્ર ને માત્ર આપણને ગુમરાહ કરવાની એક સાજીશ છે બીજું કાંઈ નથી અને હા આપણે જે કાગળ જોડયું તે કાગળમાં કોન્ટેકટ નંબર પણ છે તો આપણે તેમાં કોલ કરીશું જેથી આ બધું શું છે તેની આપણને ખબર પડે" જયદેવે વરુણને કહ્યું.

"હેલ્લો ભાવિન ટંડેલ સાથે વાત કરી શકું.?" વરુણ ફોન કરીને બોલ્યો.

"અરે ભાઈ ભાવિન ટંડેલને તો દસ વર્ષ પહેલાં જ કોઈ પણ ગુના વગર ફાંસી થઈ ગઈ.હું તો તેનો ભાઈ પ્રવીણ બોલું છું તમે કોણ?"

"હું કોન્સ્ટેબલ વરુણ હું અમારા ઇન્સ્પેકટરને ફોન આપું છું તમે વાત કરો" વરુણે કહ્યું.

"હા ઇન્સ્પેકટર બોલો" પ્રવીણ બોલ્યો.

"હા હું ઇન્સ્પેકટર જયદેવ વાત કરી રહ્યો છું અને મારે તમને રૂબરૂ મળવું છે"

"ઓકે સર હું હાલમાં તો ઘરે નથી પણ તમે રોયલ ચોકની પાછળ આવેલા જંગલ વિસ્તાર પાસે આવી જાવ ને હું ત્યાં જ કામ કરું છું."

"ઓકે." આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ અને વરુણ ગાડી લઈને રોયલ ચોક જાય છે.પણ ત્યાં પ્રવીણ હાજર નહોતો.


ગુમરાહ - ભાગ 7 પૂર્ણ

શું આ પ્રવીણ ઇન્સ્પેકટર જયદેવ ની મદદ કરી શકશે?શું આ દસ વર્ષ પહેલાના કેસનું કોઈ કનેક્શન આ નેહાના કેસ સાથે હશે?શું આ પ્રવીણ પોલીસ સાથે કોઈ માઈન્ડ ગેમ રમશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!

તમને જો આ નવલકથાનો સાતમો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED