જોકર - હાસ્ય પાછળ ની વ્યથા. rushiraj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોકર - હાસ્ય પાછળ ની વ્યથા.

ધી જોકર....
2 ઓક્ટોબર ના દિવસે વિશ્વવ્યાવી પ્રસારિત થયેલું આ ચલચિત્ર ખરેખર જોવાજેવું છે. એટલા માટે નહીં કે મને વસ્તુવિષય થી અધિક પ્રેમ છે. કે પછી હું એવા ચાહકવર્ગ માંથી પણ નથી આવતો જે ખરેખર બાબત ની ગંભીરતા નથી સમજતા કે પછી એમની ક્ષમતા ની બહાર નઅને એનો પ્રચાર કર્યા કરે છે. પણ હું ત્યારેજ લોકો ને કોઈ ચલચિત્ર જોવા માટે ઉકસાવું છું જ્યારે ખરેખર મને એ ચલચિત્ર સારું લાગ્યું હોય.
મારી હાલ ની ક્ષણ નું વર્ણન કરવા જાઉં તો કહી શકાય કે આ મારુ બહુજ વિચિત્ર વર્તન છે, પણ તેઓ કહે છેને કે આજ જીવન છે, આનેજ જીવન કહેવાય. એક પણ તમેં દર દર ની ઠોકર ખાઓ અને જ્યારે તમારા સિતારા ચમકે તમે સાતમા અસમાન પર ઉડવા લાગી જાઓ.
જોકર ચલચિત્ર પાછળ પણ નિર્દેશક અને પાત્ર નિભાવનાર પીઢ અભિનેતા એ ખુબજ મહેનત કરી છે. તમે લોકો ની અપેક્ષા પર ખરા ઉતરવા કરતા, તમારા ચાલી રહેલા સમય ની અપેક્ષા પર ખરા ઉતરો, તોજ આવનારો સમય તમને યાદ રાખશે, અહીં સમય ને ભૌતિક પરિમાણ માં જોવા ને બદલે તર્ક અને સમાજ ના સૈદ્ધાંતિક મૂલ્યો ના અઢાર પર ચકાસો, તમને અંદાજો આવી જશે કે વાત વાત માં આપણે કહી દઈએ છીએ કે એ તો એનો ડિસ્કો હતો, પણ ડિસ્કો સમયજ છેને, વાસ્તવ માં જોવા જઈએ તો 'જોકર'પાત્ર દ્વારા સમાજ ની ઘણી બધી કુટેવો અને અવ્યવહરિક વર્તન ની ઝાંખી આપણી સામે રજુ કરે છે. ચલચિત્ર માં પસાર થતી દરેક ક્ષણ માં પ્રસ્તુત કરવા માં આવતા એક એક દ્રષ્યો અને એ દ્રષ્ય ને જીવંત બનાવતી દિલધડક અદાકારી બતાવનાર અભિનેતા અભિનેત્રી જાણે પોતાનું સર્વસ્વ પોતાના પાત્ર ને સમર્પિત કરી દીધું હોય એમ આ નાટ્યકલા ના બેજોડ નમૂના રૂપે જોકર ને સંપૂર્ણ સમ્માન આપેલું છે. એક કલાકાર માટે એની કલાજ એનો પરિચય હોય છે, એવી રીતે એક દિવસ બેસી ને કે રાતોરાત ચા સમોસા ખાઈ ને જોકર જેવા કાલ્પનિક પણ મહાન, ક્રૂર છતાં સત્ય, અને ચારિત્રરહિત તેમ છતાં પણ પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા થી બજાવનાર વ્યક્તિત્વ ને દર્શકો ના મન માં ધીમેધીમે સાંદ્રીત કરવું કે પછી ઘડવું એ સિંહ ના દાંત ગણવા જેવી વાત છે.
દુરપ્રસરણ ના માધ્યમો દ્વારા પૃથ્વીના વાતાવરણ માં વહેતા મુકવામાં આવતા ચલચિત્રો ના વિદ્યુતચુંબકીય તરંગો નું કામ માત્ર મનોરંજન પૂરું પડવાનું જ નથી હોતું. લોકસમાજ નું મનોરંજન કરવું એ તો ક્યારેય આ મહાન ક્ષેત્ર નો ઉદેશ્ય હતો જ નહીં. માહિતી ના સંચારણ દ્વારા દ્રશ્ય-શ્રવણ સંવાદો ને મુખના હાવભાવ માં પરિવર્તન લાવી ને દર્શક ના મન મંદિર માં રહેલી ઇષ્ટ સમાજ ની મૂર્તિ પર ચડેલી માટી ને સાફ કરવાનો છે જેથી કરી ને સામાન્ય માનવી એ મૂર્તિ માં પોતાનું પ્રતિબિંબ જોઈને અંતરના ઈશ્વર ની નિંદા ના કરી બેસે. અને આ સમાજ કો એક નિંદા ને નીતિ નું નામ આપી ને બીજા ને ઉલ્ટા રસ્તે લઈ જશે તો એ સમય દૂર નથી જ્યારે લોકો બીજા ને એની લાયકાત કરતા પોતાના વ્યક્તિગત અભિગમ થી એની પ્રતિભા નો ક્યાસ કાઢશે.
જોકર ચલચિત્ર માંથી મારા વ્યક્તિગત અભિગમ મુજબ દરેક મનુષ્ય માં એક જોકર છૂપાયેલો છે. અને એ જોકર બહાર આવવા માટે ભિન્ન ભિન્ન માર્ગ અપનાવે છે. કોઈ બોલી માં કોઈ લેખન માં કોઈ ચિત્રો કંડારવામાં કોઈ આગેવાની લેવામાં કોઈ નિયમો ના ચુસ્ત પાલન માં જોકર ની કળા નો ઉપયોગ કરે છે.
જો મનુષ્ય એટલાજ સારા હોત તો કોર્ટ અને બંધારણ ની શું જરૂર હતી. વિચારવા જેવું છે.
અસ્તુ.
પ્રભુનો સાથ અહીં સુધી.
કલમ ના ખૂણે થઈ શાહી ની સોડમ.
-ઋષિરાજ.