મુલાકાત મન ની મન થી rushiraj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુલાકાત મન ની મન થી

દિવસભર ના કામ થી થાકેલી નાયિકા લિફ્ટ માં નીચે ઉતરી રહી છે, અચાનક એનો મોબાઈલ રણકે છે. મેસેજ આવ્યો છે, ' તમે મિટિંગ માં ગયા ના હોય તો કોલ કરું'.નાયિકા પોતાનો ફોન એના જિન્સ પોકેટ માંથી કાઢે છે. લોક ખોલે છે અને મેસેજ વાચી રહી છે ત્યાં જ લિફ્ટ નો દરવાજો ખૂલે છે. સામે જુવે છે તો એની જિંદગી ના વીતી ગયેલા અમુક સુંદર દિવસો માં જેને એની સાથે સુખ-દુઃખ ની વાતો કરેલી એ ભૂતકાળ આજે એક સુંદર રળિયામણી રાત નો વર્તમાન બની ને ઉભો છે, અને એના ફોન માં આવેલા મેસેજ ની પેલે પાર પણ એક નવીજ જીવન રેખા નાયિકા ની જીવન રેખા સાથે સમાંતર થવા માટે અંકાઈ રહી છે...
સમય ની શતરંજ ના ફલક પર પ્યાદા રૂપી ઉભેલો માણસ પોતાના વર્તમાન માં પોતાના ભવિષ્ય ને સુખી રીતે જીવી શકે એ માટે નિરંતર પ્રયત્ન કર્યા કરે છે, એ ક્યારેય થાકતો નથી, વિસામો નથી લેતો, રાત ને દિવસ કામ કર્યા કરે છે જેથી એની આવનારી પળો એની માટે આરામદાયક નીવડી શકે. પરંતુ આવનારી મુસીબતો અને કનિષ્ટ સમય ને એ નિવારી નથી શકતો, એને તો બસ દેખાય છે કે સામે છેડે પહોંચવા થી આપણને વજીર નું રૂપ અને સત્તા મળશે. પણ અસલ જિંદગી માં એવું થતું નથી. સમય અનંત છે અને મનુષ્ય જીવન માં કરવા માટે માં કાર્યો પણ અનંત છે. તમે વિચારતા હશો કે આપણે રોજ ઉથી ને કામ જ તો કરીએ છીએ તો પછી એવું કેમ?, ફરક છે.. આપણે જે કરીએ છીએ એ દૈનિક ક્રિયા છે, આપની ફરજો છે, આપના નિત્ય ક્રમો છે. કાર્યો કદાપિ નહિ. કાર્ય તો સમાજ ને ઉપયોગી બને, દુર્જનો નો નાશ થાય, સજ્જનો નો ઉદ્ધાર થાય, દુરબળો નો ઉત્કર્ષ થાય, અને બીજા ને મદદ રૂપ નીવડી શકીએ એને કાર્યો કર્યા કહેવાય. દાક્તરી પેશો જ આવા કાર્યો કરવા માટે છે, દાક્તર એક વ્યક્તિ ને નથી બચાવતો એ આખા કુટુંબ ને સમાજ ને બચાવે છે, પુરાણા હિબ્રુ સમાજ ની પવિત્ર ધર્મ પુસ્તિકા માં ઉલ્લેખ છે કે જે કોઈ જીવ બીજા જીવ ને બચાવે છે એ સમગ્ર સૃષ્ટિ ને બચાવે છે. આવાજ ઉપાસના ને યોગ્ય કાર્યો કરી ને આવેલી નાયિકા એની જીવન નi એક શામ આજે એના ભૂતકાળ સાથે વીતવાની હતી. નાયિકા ના મન માં રોષ છે, એક અજીબ કિસમ નો તિરસ્કાર છે, પ્રશ્નો તો છે ઘણા બધા એના મન માં પણ જવાબ સાંભળવા માટે એનું હૃદય તૈયાર નથી.
આશરે ૩-૪ મહિના પહેલા નાયિકા ની મુલાકાત નવયુવાન સાથે થઈ હતી. નાયિકાના સંકુલ માં થવા માં આવેલા એક વિશાળ સમારોહ ભાગ લેવા માટે મોકલવા માં આવેલા નિમંત્રણ માંથી એક એને હતું. જરૂરી સૂચનાઓ અને વ્યક્તિ વિશેષ જિજ્ઞાસા થી નવયુવાન એ નાયિકા નો સંપર્ક મોબાઈલ પર કર્યો હતો, એના પછી ધીમે ધીમે એમની વચ્ચે વાર્તાલાપ નો દૌર શરૂ થયો. પસંદ ના પસંદ ની તુતું મેમે થી ક્યારે એ લોકો લાગણી ઓ ના સૂર માં સુર પુરાવી ને આલાપ કરવા લાગ્યા એમનેજ ના ખબર પડી.
જોતજોતામાં વાત લગ્ન જેવી ગંભીર બની ગઈ.
નવયુવાન નાયકા માટે ઉત્તમ પસંદ હતી એવું નાયિકા નું માનવું હતું. નવયુવાન નાઈકાનાજ વ્યવસાયિક ક્ષેત્ર થી આવ્યો હતો એટલે ભવિષ્ય માટે નાહક નું ચિંતન કરવું નાયિકા એ ટાળ્યું હતું.આ બધા વચ્ચે પ્રસંગોપાત નાયિકા અને નવયુવાન નું મળવાનું થતું રહ્યું.. નવયુવાન ને સવારે વહેલા ઊઠી ને વ્યાયામ કરવા જવાનું ટેવ હતી. જેનો નાયિકા ને અણગમો હતો. વારતહેવારે નાયિકા નવયુવાન ની આ ટેવ ની ઠેકડી ઉડવત્તી, અને નવયુવાન નાયિકા સામે નિર્જીવ આંખે અને નીરસ સ્મિતે જોયા કરતો...
અચાનક એક દિવસ નાયિકા આવી જ ઠેકડી થી વિવશ થઈ ને નવયુવાન એ પોતાને થયેલા એક નિયંત્રણ માં પણ ગંભીર રોગ વિશે નાયિકા ને માહિતીગાર કરી. નાયકા ના પગ તળે થી જમીન સરકી ગઈ, થોડા સમય માટે એ મોન થઈ ગઈ, પોતાની કરેલી રમૂજો ના શબ્દો એને પથ્થર બની એના અંતઃકરણ ને વાગવા લાગ્યા, અંદર ને અંદર કચવતી નાયિકા પોતાની લાગણીઓ ની આગળ સમર્પણ કરી દે છે. નવયુવાન સાથે કરેલા અજાણતા દુર્વ્યવહાર નો પશ્ચ્યતાપ કરવા માટે નાયિકા ભી વહેલા ઉઠી નવયુવાન ની સાથે વ્યાયામ માં સાથ પૂરવાનું વચન આપે છે..
પરંતુ આ વાત એને એના પરિવાર થી છૂપાવી રાખી હતી,
અને નાયિકા અને નવયુવાન ના પરિવારજનો નો મળવાનો સમય થઈ ગયો. પરિવારજનો માં અગત્યના મુદ્દાઓ પર વાત વિનિમય થયો અને બધા છૂટા પડ્યા પણ ખબર નહિ કેમ નાયિકા ના સિધ્ધાંતો અને આદર્શો એ એને ટપારી, અને એજ દિવસે એને ખુલ્લા મન થી એના પરિવાર ની સમક્ષ સઘળી વાત રજૂ કરી દીધી, નાયિકા ના પરિવાર માં ગમગીની નું વાતાવરણ છવાઇ ગયું. ધીરે ધીરે બધા સ્વસ્થ થયા અને નાયિકા ના પરિવાર જનો એ સૌસમ્મતી થી નવયુવાન માટે અસ્વિકૃતી ઠરાવ પસાર કર્યો, તેમ છતાં નાયિકા ને મન દુઃખ ના થાય એટલે સંપૂર્ણ નિર્ણય પરિવારજનો એ નાયિકા ના કાબિલ હાથો માં સોંપી દીધો.
આ તરફ નહિવત પણ કહેવાય તો ખરું એવા સ્વાર્થ ભાવે નાયિકા એ આ ખુશખબર નવયુવાન ને ફોન કરી ને સંભળાવા નો પ્રયત્ન કરે છે... એક વાર.. બે વાર..વારંવાર..
પરંતુ નવયુવાન તરફ થી 3 દિવસ સુધી કોઈજ સંપર્ક ના થઈ શક્યો.. એકવીસમી સદી ના આ બુલેટ ટ્રેન ની જેમ વિકાસ પામતા માનવમહેરામણ માં ક્યારે એક બીજા વચ્ચે જોજનો અંતર જેટલી દુરી થઈ જાય કહી નથી શકાતું.. સંપર્ક ના અગણ્યા સાધનો હોવા છતાં પણ માણસ પોતાના હૃદય ની ઉર્મિઓ ને એની મનગમતા પાત્ર ના હ્રદય સુધી પહોંચાડી શકતો નથી.
3 દિવસ પછી એક સાંજે નાયિકા નો ફોન રણકે છે, સંપર્ક થતાંજ નાયિકા નવયુવાન નો મૃદુ અવાજ ઓળખી જાય છે, વાત લાંબી ટકાવી રાખવાનો અનહદ પ્રયત્ન નાયિકા કરે છે પરંતુ નવયુવાન ના હ્રદય માં રહેલો નિસાસો એના કંઠ માંથી નીકળતા અવાજ ના તરંગો ને ધીમા પડી રહ્યો હતો..
નાયિકા અવાજ માંથી લિપ્ત થતી ઉર્મીઓની ઉષ્મા ને સંવેદી ગઈ અને એણે મક્કમ હ્રદયે પૂછી લીધો એ સવાલ જેનો જવાબ દેવા નું ટાળવા માટે જ તો નવયુવાન સંપર્ક નતો કરી શકતો. પણ હિંમત જૂટવી ને એને નાયિકા ને કોલ કર્યો, કોલ કર્યો એ કહેવા કે પરિવારજનો ના મિલાપ સમયે થયેલી જન્મકુંડળી ની આપલે માં સંતુસ્તિકરક પરિણામ મળ્યા નથી આથી આપણે આ સબંધ ને અહીંજ સ્થગિત કરવો પડશે...
નાયિકા ને એક ક્ષણ માટે ચક્કર આવી ગયા.. અચાનક આંખ ના પલકારા માંજ હજારો વિચારો અને પ્રશ્નો નો ચક્રવાત એના માનસપટલ ની ધરા પર થી પસાર થઈ ગયો અને ચૂરચૂર કરી ગયો એના સપના ના એ મહેલ ને જે નાયિકા એ લગ્ન પછી નવયુવાન સાથે જીવન પસાર કરવા માટે કલ્પ્યો હતો.હતપ્રત થયેલી નાયિકા રોષ અને હ્રદય ભગ્ન સ્થિતિ માં કોલ પર પોતાની લાગણીઓ ને વાચા આપવા ના બદલે મૌન સેવી રહે છે અને સામે છેડે થી સંપર્ક વિક્ષેપ થયા ની આશંકા સાથે નવયુવાન કોલ સમાપ્ત કરી દે છે...
તાત્પર્ય એટલો જ છે કે
શું બાળપણ નો ઉછેર, તાલીમ, વારસામાં મળેલા સંસ્કારો, દિવસરાત જોયા વગર કરેલી મહેનત પછી મળેલી દાક્તરી અનુસ્નાતક ની પદવી, શલ્ય અને શાલ્ય કલા માં મેળવેલી નાયિકા ની મહારત,મિલનસાર સ્વભાવ, લોકો ને હમેશાં મદદ કરતા રહેવાની એની અતિ દુર્લભ ટેવ, વિરાંગણ ને છાજે એવું ભવ્ય અને પ્રખર નીતિજ્ઞ એનું વ્યક્તિત્વ અને એટલું કોમળ એનો સ્પર્શ આ બધા નો કોઈ મોલ નથી. કોઈ મહત્વ નથી? જન્માક્ષર ના અમુક આંકડાઓ અને તિથિઓ તથા વિરાટ આસમાન માં નિર્જીવ ભેકાર ભટકતા રહેતા પેલા ગ્રહો ની કુંડળી માં દશા આજે નાયિકા અને નવયુવાન ના નાજુક પ્રેમ કરતા ચડિયાતી નીકળી.... કે પછી આ પામર સમાજ ની એક કટું વ્યૂહરચના કે જેમાં સ્નેહ પ્રેમ અને લાગણી ઓ ની જગ્યા એ ગુણ ગોત્ર અને ગ્રહો જોઈને પરસ્પર ના ભવિષ્ય નો ફેસલો થાય છે...
ખરેખર કહેવાય છે કે જ્ઞાન થી વિવેક આવે છે. પણ જ્યારે જ્ઞાન માં અંધશ્રદ્ધા ને સ્વાર્થ ભળે ત્યારે એજ જ્ઞાન સમાજ ના એક ચોક્કસ વર્ગ ની સરમુખત્યાર શાહી ને પોસવા સિવાય બીજે કશે જ કામ નથી આવતો.
એ પછી જયોતિષ શાસ્ત્ર હોય કે નીતિ શાસ્ત્ર..
લોકો એ ભૌતિક સુખ ને મુક્તમન ની પરિભાષા બનાવી દીધી છે...
પરંતુ આજે પણ સમાજ નો બહુ મોટો અને સમૃદ્ધ વર્ગ કુંડળી ની અંધશ્રદ્ધા ના આડંબર માં પોતાના સ્વાર્થ ના અંકુર ને પાણી આપ્યા કરે છે
અસ્તુ...