nijanandni chavi books and stories free download online pdf in Gujarati

નિજાનંદની ચાવી


નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

– હિતેન આનંદપરા

એકલતા ખરેખર એકલતા છે ? કે મન અને મગજ જ અનુભવે છે આ એકલતા ?...
એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે તો પછી દુ:ખ શેનું ? માનીએ તો જગત આખું આપણું.
સત્ય હમેંશા કડવુ હોય છે,જેટલું જલ્દી સ્વીકારી લઈએ એટલું સારુ. ... ના ગમતી વાત પણ સાચી હોય અને તે પચાવતા શીખી જઈએ તો જીંદગી તરી જવાય છે. દરેક સમયે હું , મારું, મને આ છોડી દઈ બધાની દ્રષ્ટિથી જોતાં શીખવું જરુરી છે . બધું હોવા છતાં માણસ એકલતા અનુભવે છે એનું કારણ એની આશા ને અપેક્ષાની પૂર્ણતા ને અપૂર્ણતા પર એ પોતે કાયમ નિર્ભર છે એવું જ માનતો આવ્યો છે એટલે. જો એ શક્ય હો તો વધારે પડતી અપેક્ષા કોઈ પાસે રાખે જ નહી તો આનંદથી જીવી શકશે, કારણ એક વ્યકિત એની સાથે સંકળાયેલી દરેક વ્યકિતને ખુશ નથી રાખી શકતી કે કયારેય તમને ચોવીસ કલાક એમનો સમય ફાળવી નથી શકતી, એ પછી પતિ હોય કે બાળક હોય કે ઘરની કોઈપણ નજીકની વ્યકિત ...એના હાથ પણ ક્યારેક બંધાયેલા હોય છે. એને એના ખુદના માટે પણ સમય ફાળવી શકે એટલી મોકળાશ આપવી જરુરી છે. અતિશય અપેક્ષા સામેવાળી વ્યકિત પાસે રાખવાથી એ કાયમ ગૂંગળામણ અનુભવે છે ને એ અપેક્ષાઓ જ વણજોઈતી સમસ્યાઓને નોતરે છે .. મનદુ:ખ , અભાવ etc .. અપેક્ષા રાખો પણ માપની રાખો. ઘણી વ્યકિતને બધું જ સુખ હોય ..તન મન, ધન દોલત , બાળકો થકી કે પતિ થકી છંતા એ વ્યકિતનું મન કાયમ વિચલિત રહેતું હોય છે એનું કારણ પતિ કે બાળકો પૂરતો સમય એ વ્યકિતને આપવા કે એકબીજાને પણ આપવા અસમર્થ હોય છે , શું આ કારણ ખરેખર કારણ છે ? જાતને જ આ પ્રશ્ન દરેક વ્યકિતએ ખુદને કરવો જ જોઈએ. ભાગદોડના જમાનામાં આવા નાના મોટા કારણનું સરળ સોલ્યુશન જો શોધવામાં આવે તો એ છે જ કે સમય નિશ્ચિત કરી પરિવારનાં દરેક સભ્ય કે અમુક ચોક્કસ નિર્ધારીત સમયે અરધો કલાક સાથે બેસી દિવસ કેવી રીતે ગાળ્યો કે પછી કોઈ સમસ્યા હો તો એના પર ચર્ચા કરે ત્યારે સમસ્યા પણ નથી રહેતી અને એકબીજાને મળી શકાય છે, કિમતી સમયમાંથી થોડો સમય ચોરી એકબીજાને ફાળવ્યાનો સંતોષ અનુભવી શકાય છે. જેતે વ્યકિતને આવી સમજ હોવા છંતા એ એનો ઉકેલ ના લાવતા નબળા વિચારો કરતાં રહે છે ને એકની એક ફરીયાદ કે વિચારો મનમાંથી કાઢી નથી શકતા ત્યારે એમની એ નબળાઈને કારણે પોતે આનંદમાં નથી રહેતા ને ઘરનાં બીજા સભ્યોને પણ આનંદમાં નથી રહેવા દેતા ને પરિવારના બધા સભ્યોનાં મન પણ ડહોળી નાંખે છે. આવી વ્યકિતનું મન વિચલિત રહેતા વગર ફોકટની ચિંતા તરફ એને દોરી જાય છે, કે એને કોઈ શારીરિક રોગ તરફ ધકેલી દે છે.
જ્યારે કોઈ તમારી આગળ એમની ખુદની એકલતાની કે ઘરમાં બધા સભ્યો હોવા છતાં એકલતા અનુભવવાની એવી કોઈ તકલીફ રજૂ કરે તો એ વ્યકિત તમને એમનું નજીકનું વ્યકિત સમજી એના દિલની વાત કહેવા પ્રેરાતી હોય છે એમ સમજી ને એ વ્યકિતને સાંભળતા શીખવું જરુરી છે ને સાચી યોગ્ય દિશા ચીંધવી પણ જરુરી છે નહી કે તમારી ખુદની જ સમસ્યાઓનો એની સમક્ષ ઢગલો કરી દઈ એને વધારે વિચલિત કરવી એવું કરવામાં તો એ વ્યકિતનુ મન વધું એકલતા અનુભવી ખોટા વિચારો તરફ વળતું જોવા મળે છે . ઊલટું એને ખુશ રહી શકે એવી મન ગમતી પ્રવૃતિ કરવા પ્રેરવા જોઈએ. જ્યારે મળે ત્યારે જેમ બને એમ એને ખુશ રાખવા પ્રયત્ન કરવો જોઈએ ક્યારેક ઘરમાં સાવ એકલી રહેતી વ્યકિતને ત્યાં મહેમાન બનીને જઈએછીએ ત્યારે અહેસાસ થાય છે કે એકાદ બે વીક કે વધારેમાં વધારે મહિનો એ તમારી સાથે સારી રીતે રહી શકશે કે તમારી હાજરી એમને ગમશે બાકી એમને એમની એકલતા એટલી બધી ગોઠી ગઈ હોય છે કે વસ્તી ગૂંગળાવી મૂકે છે. એમની ચાર દિવાલો ને રોજીંદી જીદંગી એમને અતિશય ગમતી હોય છે. બહારનું કે નજીકનું વ્યકિત આવે એ ગમે પણ કાયમ માટે નહી આ વાસ્તવિક્તા હોય છે પણ એ એનાથી અજાણ હોય છે ને જો જણાવીએ તો સહજ સ્વીકારતા પણ નથી .. “જેટલો માણસ એકલો એટલો મોકળો” ‘ના કોઈ બંધન ને વિહરવાને મુક્ત ગગન’

એક સત્ય ઘટના દાખલારુપે .....એક દંપતીને એક દીકરો ને એક દીકરી બંને પરદેશમાં લગ્ન બાદ સેટલ થયેલા .. દીકરાનાં લગ્ન પછી છૂટાછેડા થયા હતા ને દીકરો ને દીકરી બંને પરદેશમાં એક જ સીટીમાં સેટલ હોવા છંતા ત્યાંની લાઈફ સ્ટાઈલમાં માંદગી કે કોઈ સમસ્યા દરમ્યાન જ બેન ભાઈને ખાવાનું પહોચાડતી કે કોઈવાર મળતી બાકી એની બે દીકરીને પતિને સાચવવામાં ને એની ખુદની જોબમાં બીઝી રહેતી પણ ના ભાઈને કોઈ અપેક્ષા કે ના માતા પિતાનો ફોર્સ કે તું ભાઈ માટે પણ એટલું જ કર કે જે તું તારી દીકરીઓ ને પતિ માટે કરે છે .. આ અપેક્ષા વગરની મ્યુચ્યુઅલ સમજણને લીધે એ પરિવારનાં બધાને જ્યારે મળીએ ત્યારે હસતો રમતો જ પરિવાર લાગે .. આ દરમ્યાન એક બીજી સમસ્યા પણ આવી માતા પિતા એંસીની ઉંમર વટાવી ગયા તે દરમ્યાન માતાનું અકસ્માતે નિધન થયું ને પિતા એકલા પડ્યા તો પણ એમની દીકરી કે દીકરા પાસેથી કોઈ અપેક્ષા નહી એકલા જ રહે ...એ પણ દેશમાં ....મન હોય ત્યારે દીકરી ને દીકરા પાસે મહિનો કે બે મહિના આવીને મળી જવાનું ને એ દરમ્યાન પણ દીકરી જ બાપને સાચવે એવો કોઈ જ આગ્રહ નહી દીકરા પાસે જ રહેવાનું ને દીકરો જે રસોઈ કરે તેમાં પણ મદદ કરવાની ...બે ભેગા મળી ખુશીથી જમે ને દીકરો જોબ જાય ત્યારે ટીવી છાપુ કે વાર્તાની ચોપડી વાંચી સમય પસાર કરે. આનંદ ને ઉલ્લાસને બરકરાર રાખવા જે છે એ સ્વીકારી ને ચાલતા આવા પરિવાર હમેંશા ખુશ જોવા મળે છે. આવા પરિવાર કાયમ ખુશ રહે તેવી પ્રભુને પ્રાર્થના ..
પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાવ સ્વીકારીને જીંદગીમાં આવતી સમસ્યાને તમે કેવી રીતે ઉકેલો છો ? કેવી રીતે પચાવી જાણો છો ? એ અગત્યનું છે . એનાં સોલ્યુશનને લાવવા કેવા પ્રયત્ન કરો છો ? ને તે મહત્વનું છે.. જીવનમાં પોઝીટીવીટી બહુ જ જરુરી છે તો કોઈપણ સમસ્યા ટૂંક સમયની જ હોય છે ને ટૂંક સમયમાં દૂર પણ થતી હોય છે. આવેલી સમસ્યાને સ્વીકારીને એનું હાઉ ઊભુ ના કરતા એને ઉકેલવાના માર્ગ તરફ જવું એ પોઝીટીવીટી ...

ઓલ્વેઝ થીંક પોઝીટીવ ...
લાઈફ ઈઝ અ ચેલેન્જ , યુ નો ધેટ એન્ડ નાઉ યુ હેવ ટુ લર્ન હાઉ ટુ બેલેન્સ ઈટ ...

નિશીતા પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો