લોંગ ડ્રાઈવ Afsana Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

લોંગ ડ્રાઈવ

લોંગ ડ્રાઈવ

સવારનાં 7 વાગે મોબાઈલ માં એલાર્મ વાગતા જ મુસ્કાન ફટાફટ પોતાની પથારી માં થી બેઠી થઇ જાય છે ઓહ નો આજે ફરી વાર લેટ થઈ ગયું એમ બબડતા બબડતા બાથરૂમ માં ફ્રેશ થવા જતી રહે છે. મુસ્કાન નાહીને બહાર નીકળે છે તો લાગે છે કોઈ આસમાન માથી પરી જમીન ઉપર આવી ગઈ હોય . ભૂરી આંખો, ગોરો ચેહરો , 5 ફૂટ ની હાઈટ ગાલ તો લાલ ટામેટા જેવા અને હોઠ તો માનો ગુલાબ ની પાંખડી . બસ , મુસ્કાન ને જોતા કોઈ પણ કહી દે કે ખૂદા એ નવરાશ મા મુસ્કાન ને બનાવી હસે.
જેવું તેનું નામ તેવી જ રીતે 24 કલાક તેના ચેહરા પર મુસ્કાન રેહતી . ઘરમાં પણ તેના ભાઈ કરતા નાની અને સૌથી લાડલી.
મુસ્કાન ફટાફટ નાહિને તૈયાર થઈ જાય છે. બ્લુ જીન્સ અને બ્લેક શર્ટ મા આજે એ ખૂબસૂરત લાગતી હતી. મુસ્કાન તેની સ્કૂટી ની ચાવી આમ તેમ ગોતે છે ત્યાં જ તેના મમી સાદ કરે છે , મુસ્કાન બેટા જલ્દી કર કૉલેજ જવામાં મોડું થઇ જશે.આવું છું મમી 2 મિનિટ મુસ્કાન જવાબ આપે છે ત્યાં જ તેની નજર બેડ નીચે પડેલી ચાવી પર જાય છે , અને ફટાફટ નીચે ઉતરી ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેસી જાય છે. જલ્દી જલ્દી નાસ્તો કરી મુસ્કાન કોલેજ જવા નીકળી પડે છે .
મુસ્કાન સ્કૂટી પાર્ક કરી ને ક્લાસ માં જ જતી હોય છે ત્યાંજ તેની બાજુ મા અચાનક બાઈક આવી જતા ચોંકી જાય છે . 6 ફૂટ ની હાઇટ ગોરો ચેહરો સિલ્કી વાળ જે ચેહરા પર આવી ગયા છે તેને ફૂક મારતા મારતા સિદ્ધાર્થ હેલ્મેટ ઉતારે છે . અને બોલે છે hi મુસ્કાન . તું કોલેજ કેમ આવી મે તને આજે ના ન્હોતી પાડી કોલેજ આવાની ખબર છે ને આજે આપને બહાર મૂવી જોવા અને ફરવા જવાનું હતું. સિદ્ધાર્થ એક જ શ્વાસે બધું બોલી જાય છે . આ સિદ્ધાર્થ બીજું કોઈ નહીં મુસ્કાન નો બોયફ્રન્ડ હતો. મુસ્કાન ની જાન એના દિલ ની ધડકન સિદ્ધાર્થ. અરે યાર સિદ્ધાર્થ તું કેમ સમજતો નથી બસ હવે આ મારે કોલેજ નું લાસ્ટ યર છે અને એક જ મહિનો બાકી છે પછી આપણા મેરેજ થઈ જશે પછી આપણે સાથે જ રેહવાનું છે. મુસ્કાન સમજાવે છે એટલે સિધાર્થ માની જાય છે .
થોડાક દિવસો માં જ મુસ્કાન નું લાસ્ટ યર પૂરું થઈ જાય છે અને મુસ્કાન અને સિદ્ધાર્થ ના લવ મેરેજ થઇ જાય છે . બંનેના ઘરના પણ આ સબંધ થી ખુશ હોય છે.
મુંબઈ શહેરમાં મુસ્કાન સિદ્ધાર્થ જોડે પોતાની નવી લાઇફ શરૂ કરી દે છે. મુસ્કાન સિધાર્થ જોડે ખુબજ ખુશ છે અને કેમ ન હોય સિધાર્થ તેને પ્યાર જ એટલો કરે છે . તેના બધા સપના પુરા કરે છે . પણ મુસ્કાન નું એક સપનું હજી અધૂરું હોય છે લોંગ ડ્રાઈવ નું પણ સિધાર્થ ને ઓફિસ નું કામ ખુબજ હોવાથી તેની આ ઈચ્છા પૂરી નથી કરી શકતો . મુસ્કાન હંમેશા થી ઇચ્છતી હતી કે તે તેના પતિ સાથે જ્યારે પણ સમય મળે ત્યારે લોંગ ડ્રાઈવ પર જ જાય . તેને આવો સફર બોવજ ગમતો.
એક દિવસ સિધાર્થ ઓફિસ થી ઘરે આવે છે તો મુસ્કાન રિસાય ને બેઠી હોય છે આજે તેને જીદ પકડી છે લોંગ ડ્રાઈવ પર જવાની . અને આજે સિધાર્થ ને પણ તેની જીદ પૂરી કરવી પડી . ચાલ ફટાફટ તૈયાર થઈ જા આપને જઈએ છીએ આજે લોંગ ડ્રાઈવ પર . આટલું સાંભળતાં જ મુસ્કાન ના ચેહરા પર મોટી મુસ્કાન આવી જાય છે. અને તે ફટાફટ બ્લુ કલરની સાડી પહેરી ને તૈયાર થઈ જાય છે. અને બસ થોડીક જ વારમાં બને પોતાની ખૂબસૂરત વ્હાઈટ કલર ની ફોરવિલ લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી પડે છે.
રાતના 9 : 30 વાગે મુસ્કાન અને સિદ્ધાર્થ ની ગાડી મુંબઈ શહેર નો હાઇવે પાર કરી જંગલ વિસ્તાર માં શાંતિ વાળા રસ્તા પર નીકળી પડે છે. મુસ્કાન આજે ખુબજ ખુશ હોય છે. મુસ્કાન ગાડી માં 90 ના સોંગ ચાલુ કરી દે છે. લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો સાયદ ઇસ જનમ મે મુલાકાત હો ના હો . બને આ સોંગ સાંભળતા જ રોમેન્ટિક થઈ જાય છે . બને ની વાતો ખૂટતી જ નથી અને બને જંગલ વિસ્તાર માં ખુબ જ દૂર નીકળી જાય છે . બને ને ખબર પણ નથી રેહતી કે રાતના 1 વાગી ગયો છે. મુસ્કાન તો થોડી ડરી પણ ગઈ છે પણ સિદ્ધાર્થ જોડે હોવાથી બેફિકર છે . અચાનક જ મુસ્કાન કહે છે સિધાર્થ જો પેલી જગ્યાએ એ એક નાની હોટેલ છે આપને ત્યાં જઈને કોઈકને આગળના સહેરનો રસ્તો પૂછીએ. બને ત્યાં જઈને જોવે છે તો એક સામાન્ય ઢાબા જેવું છે જમનાવાનું પણ કંઈ બચ્યું લાગતું નથી . મુસ્કાન ને ભૂખ લાગી હતી પણ શું કરે! સિદ્ધાર્થ ત્યાં જઈને એક વ્યક્તિ ને પૂછે છે કે અહીંયાથી હાઇવે કેટલો દૂર છે. પેલા એ કીધું કે બસ 10 કિલોમીટર હસે. આટલું પૂછી બને પાછા ગાડી માં બેસી આગળ નીકળી પડે છે . બસ 2 કિલોમીટર ગાડી ચાલી હસે ત્યાં જ ગાડી નું પંચર પડી જાય છે. જંગલ વિસ્તાર છે . ચારેબાજુ ખૂબજ ડરાવનું અંધારું છે . જંગલી જાનવરોની ચીસો પણ સભળાય છે . હવે તો બને ડરવા લાગે છે . અચાનક મુસ્કાન પાછળ ફરીને જોવે છે તો દૂર ક્યાંક રોશની દેખાય છે. મુસ્કાન સિધાર્થ ને કહે છે sid લાગે છે ત્યાં કોઈ ઘર છે ચલને આપણે ત્યાં જઈએ કોઈ રસ્તો મળી જાય.
બને ત્યાં પેલા ઘર પાસે જાય છે . નજીક જઈને જોવે છે તો કોઈ ઘર નહિ પણ કોઈ રાજાનો મહેલ હોય એવું લાગે છે . ચારેબાજુ આંખ આંજે એવી રોશની છે . સિદ્ધાર્થ દરવાજા આગળ જઈને દરવાજો ખખડાવે છે . થોડીવાર એક 25 વર્ષનો કોઈ યુવાન આવી ને દરવાજો ખોલે છે . દેખાવમાં કોઈ રાજકુમાર જેવો લાગે છે. યુવાન એ પૂછ્યું બોલો તમે કોણ કઈ કામ છે. સિદ્ધાર્થ કીધું હું ને મારી પત્ની અહીંયા લોંગ ડ્રાઈવ પર આવ્યા છીએ . પણ અમારી ગાડી નું પંચર થઇ ગયું છે શું આજ રાત માટે અમને અહીંયા રેહવા મળશે. યુવાન એ કીધું હા કેમ નહિ અમે અહીંયા તમારી જેવા રસ્તો ભટકેલા ની મદદ કરવા માટે તો છીએ. સિદ્ધાર્થ કહ્યું મતલબ ! અરે મતલબ કઈ નહિ અને હા મારું નામ સોમ્ય છે . તમે અંદર આવો બેસો અને આરામ કરો . મુસ્કાન અને સિધાર્થ બને અંદર જાય છે . અંદર મોટો હોલ છે ઉપર એક મોટું મોતીનું જુમર લટકેલું છે . સામે બંને બાજુ સુંદર સીડી છે ઉપર ના માળે જવા માટે. મુસ્કાન ને બને તો મહેલ જોવા માં જ મગ્ન છે ત્યાંજ સોમ્ય એ કહ્યું બેસો હું તમારી કંઇક જમવાની વ્યવસ્થા કરું છું . સોમ્યા ઓ સોમ્યા સાદ કરીને સોમ્ય પોતાની પત્ની ને બોલાવે છે. સોમ્ય નો અવાજ સાંભળતા જ સોમ્યા નીચે આવે છે . લાલ કલરની સાડી હીરાના આભૂષણો પહેરીને સોમ્યા કોઈ રાણી જેવી લાગી રહી છે . મુસ્કાન અને સિધાર્થ બને સોમ્યા ને જોતા જ રહી જાય છે . સોમ્યા આવીને મુસ્કાન અને સિધાર્થ ને નમસ્તે કરે છે અને કહે બેસો હું તમારા માટે જમાવનું બનાવી નાખું . 10 જ મિનિટ માં સોમ્યા જમાવનું બનાવી નાખે છે . મુસ્કાન ને નવાઇ લાગે છે કે આટલી જલ્દી કેમ તૈયાર થઈ ગયું પણ અજાણી જગ્યાએ મુસ્કાન ને સવાલ કરવા ઠીક ના લાગ્યા. બને એ જમી લીધું . પછી એક રૂમ સોમ્યા એ બતાવ્યો અને મુસ્કાન ને બને આરામ કરવા જતા રહ્યા.રૂમ તો જાણે કોઈ રાજકુમારી નો હોય એટલો સુંદર હતો . મુસ્કાન ને બને થાકી ગયા હતા એટલે ફટાફટ તેમને ઊંઘ આવી ગઈ.
સવારના પાંચ વાગ્યે સિધાર્થ ના ફોન મા તેના દોસ્ત નો કૉલ આવે છે અને તેની નીંદર ખુલી જાય છે. આંખ ખુલતા જ જોવે છે તો પોતે પોતાની ગાડી માં સૂતો છે અને મુસ્કાન તેની બાજુમાં . અને ગાડી હાઇવે પર સાઈડ મા ઉભી છે . સિદ્ધાર્થ ફટાફટ મુસ્કાન ને જગાડે છે . મુસ્કાન ને પણ આ જાણી ને નવાઇ લાગે છે . સિદ્ધાર્થ ગાડી માં થી બહાર નીકળી ત્યાં એક દુકાન વાળા ને જઈને પૂછે છે આ રસ્તા વિશે તો તે કહે છે કે આ રસ્તા ઉપર વર્ષો પેલા એક ખુબસુરત જોડી લોંગ ડ્રાઈવ પર નીકળી હતી . તે લોકો ને લોંગ ડ્રાઈવ નો ખુબજ શોખ હતો એક દિવસ રાત્રે તેમની ગાડી નું પંચર પડી ગયું હતું તો જંગલ ના કોઈક લૂંટારા એ તેમને લૂંટી ને હત્યા કરી નાખી હતી. બસ ત્યારથી જ આ બંને ની આત્મા ત્યાં ભટકે છે. અને હા કેહવાય છે કે આ બંને આત્મા સારા લોકો ની મદદ કરે છે. અને હા કોઈ પ્રેમી યુગલ ની મદદ માટે તો હંમેશા તૈયાર હોય છે. અને કોઈક દ્વારા સાંભળવા મળ્યું છે કે આ આત્મા રાત્રે એક મહેલ બનાવી નાખે છે. પણ તેનું અસ્તિત્વ માત્ર રાત સુધી જ સીમિત છે એટલે તે મહેલ જોવો હોય તો રાત્રે જ મળે . પણ આવા રસ્તે લોકો ઓછા જાય છે. આ બધી કહાની સાંભળી મુસ્કાન અને સિધાર્થ ના હોશ ઊડી જાય છે. બને વિચારવા લાગે છે કે પોતે આખી રાત આત્માઓ જોડે પસાર કરીને આવ્યા છે. અને તેઓ ના હાથે જમ્યા પણ છે . પણ એક વાત થી બને ખુશ છે કે આ આત્મા એ તેમને કોઈ નુકસાન નથી કર્યું . મુસ્કાન સિધાર્થ ને કહે છે કે આજે ખબર પડી કે આત્મા ઓ ખરાબ જ નથી હોતી . એ પણ સારા લોકોની હંમેશા મદદ કરે છે. પછી બંને પાછા સવારમાં એ જ રસ્તે થી ઘરે જાય છે . એમને એ પણ હવે તો ખબર પડી ગઈ કે તેમને હાઇવે પર એ પવિત્ર આત્મા એ જ પહોંચાડયા હતા. અને બને એ રસ્તા પર પાછાં નીકળે છે ત્યારે જોવે છે તો ત્યાં કોઈ મહલ હોતો નથી. મુસ્કાન એ કહ્યું જો સિધાર્થ અહીંયા તો કોઈ મહેલ નથી પેલા uncle ની વાત સાચી છે. સિદ્ધાર્થ એ કહ્યું હા . અને પછી બંને પોતાના ઘરે પહોંચે છે . મુસ્કાન સિધાર્થ ને કહે છે કે sid આ નાઈટ અને આ લોંગ ડ્રાઈવ માં પવિત્ર આત્મા જોડે નો સફર જિંદગીભર યાદ રહેશે .