Return of shaitaan - 23 Jenice Turner દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

Return of shaitaan - 23

લોરા એ તરત જ ખીસામાં થી ગન કાઢી અને હાથ માં લઇ લીધી. તેને એકદમ રેડી થઇ ને આંગળીઓ ટ્રીગર પર મૂકી દીધી અને દરવાજા તરફ જવા લાગી.

"વેઇટ લોરા હું પહેલા અંદર જઈશ." રાજે ફૂસ્ફૂસતા અવાજ માં કહ્યું.

"ના મારા હાથ માં ગન છે મને જવા દો અંદર પહેલા." અને તે સીધો દરવાજો ખોલી ને સીધી અંદર જતી રહી. રાજ પણ તેની પાછળ ચાલ્યો. જેવા તેઓ અંદર ગયા તેવો જ એક ઉંદર ત્યાંથી સરસરાત નીકળી ગયો.

"સન ઓફ એ .........." લોરા ના મોઢા માં થી ગાળ નીકળી ગઈ.

"રિલેક્સ લોરા."

લોરા એ ગન નીચે કરી ને હાથ થી માથા પર નો પસીનો લૂછ્યો.

"લોરા અગર હત્યારો હજુ પણ અહીંયા હશે તો એને પણ આ અવાજ સાંભળ્યો જ હશે શું તમારે હજુ પણ અંદર જવું છે? મારુ માનો તો આપણે અહીંયા જ કમાન્ડર ઓલિવેટ ની રાહ જોઈએ."રાજે કહ્યું.

લોરા કઈ પણ ના બોલી અને અંદર ની તરફ ચાલવા લાગી.રાજ પણ તેની પાછળ ચાલવા લાગ્યો.તેનું મન ના હતું કે લોરા ને એકલી અંદર જવા દે.થોડી વાર આગળ ચાલ્યા પછી લોરા બોલી,"મને કાર્ડિનલ કેમ નથી દેખાતા કે પછી હત્યારો ? શું આપણે ફરીથી કોઈ ખોટી જગ્યાએ આવી ગયા કે શું?"

"ના લોરા આપણે સાચી જ જગ્યાએ જ છે." આટલું બોલતો હતો ત્યાં તેની નજર સામે રહેલા પિરામિડ જેવા આકાર ઉપર ગઈ.તે વિચારવા લાગ્યો કે ચર્ચ ની અંદર આ પિરામિડ શું કરે છે . લોરા આગળ ની તરફ ચાલતી જતી હતી. રાજ ને સમજ માં ના આવ્યું કે તે શું કરે અહીંયા રહી ને જુએ કે પિરામિડ પર શું લખેલું છે કે લોરા ની પાછળ જાય.હજુ તે કઈ આગળ વિચારી શકે તે પહેલા તેને એક અજીબ પ્રકાર ની સ્મેલ આવી. રાજ ને લાગ્યું કે જાણે કોઈ ધુમાડો નીકળી રહ્યો હોય કોઈ જગયા એ થી. ત્યાં એટલું અંધારું હતું કે કઈ સમજ માં ના આવી રહ્યું હતું કે આ સ્મેલ ક્યાંથી આવે છે. આ સ્મેલ થી તેનું માથું દુખવા લાગ્યું. તેને જરા અંધારા માં જોર લગાવી ને જોયું ઉંટો લોરા નીચે બેઠેલી દેખાઈ.

"લોરા લોરા તમે ઠીક તો છો ને?" રાજે એકદમ ધીરા અવાજે કહ્યું.

"હા રાજ આ સ્મેલ થી મારુ માથું દુઃખી રહ્યું છે અને વોમિટ જેવું થાય છે."લોરા એ પણ ધીરા અવાજ માં જવાબ આપ્યો.

"ઓકે તમે અહીંયા બેસો હું એકલો અંદર જાવ છુ અને જોવ છુ તમારી તબિયત ઠીક નથી તો તમે અહીંયા આરામ કરો આમ પણ તમે સવાર થી બહાર જ છો તમારા પિતા ના મૃત્યુ નું દુઃખ , એન્ટી મેટર શોધવાનું ટેન્શન,ઉપરથી તમારા પિતાજી ની રૂહ જે શેતાન પાસે કેદ છે આ બધા ટેન્શન માં તમને જરા પણ આરામ નથી મળ્યો. મને તમારી બહુ જ ચિંતા થાય છે લોરા પ્લીસ તમે થોડી વાર આરામ કરી લો. " રાજ બહુ જ ગંભીર અવાજ માં બોલયો.

"ના રાજ મારા આરામ કરતા જરૂરી છે હત્યારા ને પકડવાનું અને એન્ટિ મેટર ને શોધવાનું. ચાલો રાજ આપણી પાસે સમય ખુબ જ ઓછો છે." લોરા ઉભા થતા થતા બોલી.

તેઓ જેમ જેમ અંદર જતા જાય છે તેમ તેમ કેમિકલ ની સ્મેલ વધવા લાગી હતી. તેમને આગળ જઈ ને જોયું તો એક મોટું હોલ બનેલું હતું ત્યાં થી ધુમાડો નીલદી રહ્યો હતો તેમને સમજ માં ના આવ્યું કે આ જગ્યા એ થી ધુમાડો કેમ નીકળે છે.

તેઓ ત્યાંથી આગળ વધ્યા ત્યાં એક દરવાજા ઉપર લખેલું હતું.

" capella chigi "

તેઓ તે દરવાજો ખોલ્યો અને ચિગી ચેપલ ની અંદર ગયા ત્યાં તેમને લાગ્યું નહિ કે કોઈ અંદર હોય.

"ખાલી છે લાગે છે કે આપણે મોડા પડ્યા" લોરા ધીરે થી બોલી.

રાજે કઈ ના સાંભળ્યું તે હજુ પણ સ્તબ્ધ હતો તે માની જ નહતો શકતો કે તે ચિગી ચેપલ માં છે.તેની આંખો ચારે તરફ નું નિરીક્ષણ કરી રહી હતી ત્યાં થોડું થોડું અજવાળું હતું. earthly chapel તેને એવું લાગ્યું કે ગેલેલિઓ અને બીજા બધા ઈલ્લ્યુમિનાટી ત્યાં હાજર હોય.તે એકદમ ધ્યાન થી નિરીક્ષણ કરી રહ્યો હતો. છતની ઉપર ની તરફ ઈલ્લ્યુમિનેટેડ સ્ટાર્સ અને સોલાર સિસ્ટમ નું એક મોડલ દેખાઈ રહ્યું હતું.તેની નીચે રાશિ ના ૧૨ સિમ્બોલ છે તે લટકી રહ્યા હતા. આગળ નજર નાખતા તેને જોયું કે આ રાશિ ની સંજ્ઞાઓ જે બીજા મોડેલ સાથે સંકળાયેલી હતી તે હતા અર્થ, એર ,વોટર,ફાયર . બીજી તરફ ની દીવાલ પર ચાર ઋતુઓના ચિત્રો દોરેલા હતા. રાજ ને એવું લાગતું હતું કે જાણે તે સાચે જ ૪૦૦ વર્ષ પાછળ જતો રહ્યો.

"રાજ......????......." લોરા એ રાજ ને ફરીથી બોલાવ્યો.

રાજ જાણે ભૂતકાળ માં થી વર્તમાન માં આવી ગયો હોય તેમ તે એકદમ ગભરાઈ ને બોલ્યો,"હા લોરા હા હા હા...."

"રાજ અહીંયા આવો અને જુઓ ."

"હા એક મિનિટ આવ્યો."

રાજ ધીરે રહી ને લોરા ની પાસે આવ્યો.લોરા એ રાજ ને હાથ ના ઈશારા થી રાજ ને કંઈક બતાવ્યું. રાજે જોયું કે માર્બલ ના ફ્લોર પર એક આંખ જેવું દોરેલું હતું જે એકદમ પારદર્શક હતી અને ત્યાં નીચે જાણે કોઈ નીચે હોય તેવું લાગ્યું.

"ઓહ માય ગોડ ત્યાં નીચે કોઈ છે."

"હા મને પણ લાગે છે કે કોઈ છે."

"કઈ બરાબર દેખાતું નથી મોબાઇલ ની ફ્લેશ લઈટ ઓન કરું?"

"ના હત્યારો હજુ પણ હશે ત્યાં તો તેને અંદાજ આવી જશે."

"હવે શું કરીએ?"

"જોઈએ છે કે કંઈક ને કંઈક રસ્તો તો હશે જ ને."

તેઓ બંને ફ્લોર પર બેસીને ચારો તરફ જોવા લાગ્યા કોઈક તો રસ્તો હશે જ જ્યાંથી નીચે જવાતું હશે. રાજ આમ થી તેમ જોતો હતો ત્યાં તેની નજર એક હોલ જેવી રચના પર ગઈ.તેની ઉપર એક ઢાંકણ જેવું હતું. રાજ તેને હટાવી ને જુએ છે તો ત્યાં દાદર જેવી રચના બનેલી હતી.

"લોરા તમે અહીંયા જ રહો હું નીચે જાવ છુ."

"ના રાજ આપણે બંને જઈએ મારી પાસે ગન છે હું તમને કવર કરું છુ."

રાજે હા માં માથું હલાવ્યું અને ધીરે રહી ને તે દાદર થી નીચે ઉત્તરવા લાગ્યો. લોરા પણ તેની પાછળ પાછળ જવા લાગી.તે એક અંધારિયો રૂમ હતો. તેમના નીચે ઉતરવા થી જે થોડી ઘણી સળવળ થઇ હતી તે એકદમ શાંત થઇ ગઈ . વાતાવરણ માં પછી એકદમ શાંતિ થઇ ગઈ હતી. તેની પાછળ પાછળ લોરા પણ લોડેડ ગન સાથે આગળ વધવા લાગી. રાજ ને લાગે છે જાણે તેના પગ નીચે જાણે પથ્થર અડતા હોય. એક અજીબ ગંધ ફેલાયેલી હતી રૂમ માં. રાજ જ્યાં ચાલી રહ્યો હતો ત્યાં તે સાઈડ ની દીવાલ માં હાથ લગાવે છે તો તેને લાગે છે કે જાણે તે માનવ કંકાલ ના હાડકા ઓ ને હાથ લગાવી રહ્યો હોય. તે લોરા ને ધીરે થી કહે છે, "લોરા હવે આગળ કઈ દેખાતું નથી લાઈટ ઓન કરવી પડશે."

"હા" આટલું કહી ને લોરા ગન નીચે કરે છે અને બીજો હાથ પોકેટ માં નાખી ને મોબાઇલ કાઢી ને રાજ ને આપે છે રાજ મોબાઇલ ની ફ્લેશ લાઈટ ઓન કરે છે તેવો જ તે ડરી ને પાછળ ખસી જાય છે.લોરા પણ ખસી જાય છે પાછળ જેવું તે જુએ છે કે તે લોકો ક્યાં છે. તેઓ જુએ છે કે રસ્તો આખો કંકાલ થી બનેલો છે દીવાલ પર પણ માનવ કંકાલ હતા. તેઓ જેની ઉપર ચાલતા હતા તે રસ્તો પણ માનવ ખોપરી ઓ થી બનેલો હતો.

"રાજ આપણે ક્યાં છે મને ડર લાગી રહ્યો છે."

"રિલેક્સ લોરા આ કંકાલ અને ખોપડી આપણને શું કરી લેવાના છે? આપણે હત્યારા ને શોધવા નો છે ચાલો મારી સાથે આગળ જરા પણ ડરશો નહિ."

લોરા અને રાજ આગળ ચાલવા લાગ્યા.તેઓ હજુ બે પાંચ મિનિટ જ આગળ ચાલ્યા હશે ત્યાં તેમને એવું લાગ્યું કે જાણે કે દૂર એક માણસ બેઠેલો હોય. લોરા એ એ જોયું અને તેને હાથ માં પકડેલી ગન પર પકડ મજબૂત કરી દીધી.

"હેલો કોણ છે ત્યાં?"રાજે જોર થી બૂમ પડી ને પૂછ્યું.

"..................." કોઈ જ રિપ્લાય ના આવ્યો.

"હેલો કોણ છે ત્યાં?" આ વખતે લોરા એ પૂછ્યું.

કોઈ જ જવાબ ના મળતા તેઓ ધીરે ધીરે એ તરફ આગળ વધઈ રહ્યા હતા.ત્યાં એક મશાલ સળગી રહી હતી માટે હવે તેમને ફ્લેશ લઈટ ની જરૂર ના હતી. રાજે મોબાઈલ ની ફ્લેશ લઈટ બંધ કરી અને એ તરફ આગળ વધ્યો.તેને જોયું કે જે કોઈ માણસ ત્યાં છે તેની પીઠ તેમની તરફ છે અને તેના હાથ બંધાયેલા લગતા હતા. અને આ શું........

લોરા ને તે જોઈ ને વોમિટ જ થઇ જાય છે.તે ત્યાંથી દૂર જઈ ને વોમિટ કરી દે છે. તે માણસ નું શરીર જમીન માં કમર સુધી દટાયેલું છે અને કમર થી ઉપર ની ભાગ બહાર છે . તેના હાથ લાલ કલર ની દોરી થી બંધાયેલા હતા. હવે રાજ ધીરે રહી ને એ માણસ નું મોં જે તરફ હતું એ તરફ આવે છે તે જુએ છે એ માણસ નું મોં ખુલ્લું છે અને તેની અંદર માટી ભરેલી હતી એ માટી ની અનાદર ઉંદર ને ખાવાની વસ્તુઓ નાખેલી હતી માટે તે ખુલ્લા મોઢા ની આસ પાસ બધા ઉંદર ફરી રહ્યા હતા. રાજ ની નજર તેની છાતી ની તરફ જાય છે ત્યાં એક સળગતી વસ્તુ થી છાપો મારવામાં આવ્યો હતો જે એક એમ્બીગ્રામ માં લખેલું હતું EARTH તેને આગળ થી વાંચો કે પાછળ થી બંને જગ્યા એ થી સરખું જ વંચાતું હતું. તે માણસ ની આંખો ખુલ્લી હતી અને ઉપર ની તરફ હતી જાણે કે મદદ માટે ઈશ્વર ને યાદ કરી રહી હોય.અને તેમનું માથું પાછળ ની તરફ ઢળેલું હતું. રાજ ને પણ આવું દ્રષ્ય જોઈ ને કંઈક અજીબ પ્રકારની ફીલિંગ આવી રહી હતી.

"શું હજુ આ માણસ જીવે છે? લોરા એ નજીક આવી ને પૂછ્યું.

"ના લાગતું તો નથી."રાજે જવાબ આપ્યો.

"ઓકે મને જોવા દો તો " લોરા આગળની તરફ આવી ને એ માણસ નો ચેહરો જુએ છે.

"ઓહ્હ્હ નો ...... આ તો આ તો...."લોરા ના મોઢા માં થી અવાજ જ નથી નીકળી શકતો.

"કોણ છે લોરા આ?"

"આ તો કાર્ડિનલ બેગીઆ છે . લોરા તેમના ગળા ની નસ પર હાથ મૂકીને ચેક કરે છે કે હજુ જીવે છે છે કે નહિ પણ કોઈ જ મુવમેન્ટ નથી ફરીથી તે નાક ની આગળ બે આંગળી લાવી ને જુએ છે પણ શ્વાસ બંધ હતા.

"રાજ કાર્ડિનલ મૃત્યુ પામ્યા છે." લોરા એકદમ રડમસ અવાજે બોલે છે.

જે રીતે હત્યારા એ પ્રોમિસ કર્યું હતું તે રીતે એક્ઝેટ ૮ વાગે પહેલા કાર્ડિનલ નું ખૂન કર્યું હતું.

"રાજ ??"

"હા લોરા કાર્ડિનલ બેગીઆ તો મૃત્યુ પામ્યા છે પણ હજુ ૩ કાર્ડિનલ છે જેમને આપણે બચાવી શકીએ છે. પરંતુ હત્યારો તો ક્યાંય દેખાતો નથી આપણે એન્ટી મેટર ક્યાં શોધીશું લોરા?

"હા હું પણ એ જ વિચારું છુ પરંતુ મને પહેલા કમાન્ડર ઓલિવેટ ને કોલ કરવા દો."

થોડી મિનિટો બાદ કમાન્ડર ઓલિવેટ અને તેમના માણસો કાર્ડિનલ ની બોડી ની પાસે હતા.

ક્રમશ:

થેન્ક યુ દોસ્તો આશા રાખું છુ કે મારી સ્ટોરી તંને પસંદ આવી રહી હશે પ્લીસ રેટિંગ આપવાનું ના ભૂલતા. પ્લીસ સહુ ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો.

stay home stay safe બહુ જલ્દી મળીશું નવા એપિસોડ સાથે ત્યાં સુધી વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન.

.