Girlfriend books and stories free download online pdf in Gujarati

ગર્લફ્રેન્ડ

ગર્લ ફ્રેન્ડ.

આખી દુનિયા મારી વ્યવસ્થિત હતી. બધુંય સરખું ઠીક ઠાક જઈ રહ્યું હતું. મને વિશ્વાસ નહતો થઈ રહ્યો કે હું મારું જ નસીબ જીવી રહ્યો છું કે ઊંઘમાં ચાલતો ચાલતો બીજા કોઈનું નસીબ લઈને આવતો રહ્યો છું.
મારી બાલ્કનીમાં બે છોડ વાવેલા ગલગોટાનાં. ઉપર કળીઓ પણ આવી જ ગયેલી સમજો અને ઘરની ડોર બેલ વાગી. 'ટીંગ ડોંગ '
હજુ મારો ઉઠવાનો સમય નહતો થયો, એટલે હું પથારીમાં જ પડ્યો હતો. બેચલર લાઈફમાં બીજું શું હોય. રાત્રે ટીવી હોય બાર વાગ્યા સુધી અને સવારે મોડું ઉઠવાનું હોય. હું મારી બેચલર લાઈફ ફુલ કૂલ થઈને એન્જોય કરી રહ્યો હતો.
'ટીંગ ડોંગ....ટીંગ ડોંગ.....ટીંગ ડોંગ.....'
" અરે કોણ છે સવાર સવારમાં ?" મેં ગુસ્સામાં બૂમ પાડી. એલાર્મ જોયું તો દશ વાગેલા.
"બાપ રે....." મનમાં તો જાણે વીજળી પડી ગઈ. પણ આ વીજળી તો રોજ પડતી રહેતી હતી. આજે રોજની જેમ ફરી લેટ થઈ ગયું. નવ વાગ્યે જવાનું હતું આજે પણ અને દશ વાગ્યે તો ઉઠી રહ્યો હતો.
"ટીંગ ડોંગ.....ટીંગ ડોંગ...."
હું બેડ પરથી ઉઠીને તરત બાથરૂમ તરફ દોડ્યો.
ટીંગ ડોંગ બંધ થયું. થયું કે, ચાલો જે હશે એ પછી આવશે.
ફેસ વોશ કર્યું અને સીધા નવા કપડાં કાઢ્યા રૂમમાં અને હજુ હું શર્ટ પહેરું એ પહેલાં અવાજ આવ્યો.
"એક્સ....કયું.....જ...મી......."
બેચલર ઘરમાં કોઈ લેડીઝનો અવાજ ? હું ઘભરાયો. દોડીને ફટાફટ રૂમનો દરવાજો બંધ કર્યો.
"હા...બે જ મિનિટ, શુ થયું માસી ?" મેં અંદાજે કીધું.
"તમે શર્ટ પહેરી લો. પછી આપડે વાત કરીએ....." અને થોડો હસવાનો અવાજ આવ્યો.
આભ તૂટી પડ્યું જાણે આ સાંભળીને. નાં તો મારી કોઈ નાની બહેન છે જે અત્યારે સરપ્રાઈઝ આપવા આવી હોય કે નાં તો કોઈ બહેનપણી છે ભૂત ભવિષ્યમાં જે આમ અચાનક આવી ચડે. અને 'તમે ' ? તમે કહેનાર કોઈ આંટી તો હોઈ નાં શકે. અને જે છે એને મને આમ જોઈ લીધો, નહિતર એને કેમની ખબર કે મેં શર્ટ નથી પહેર્યો.
ઘભરાતો ઘભરાતો હું શર્ટ પેન્ટ પહેરીને બહાર આવ્યો.
દરવાજો ખોલ્યો. ચારેય બાજુ જોયું. કોઈ હતું નહીં. મેં મેઈન દરવાજે જોયું. દરવાજો બંધ હતો. હવામાંથી કોઈ ગર્લ્સ પરફ્યુમની સુવાસ તો આવી રહી હતી, પણ કોઈ દેખાઈ રહ્યું નહતું.
મેં બુમ મારી. " કોઈ છે ?"
એટલામાં નજર સોફા પર પડી તો ત્યાં એક કી ચેઇન પડ્યું હતું. હાર્ટ શેપનું લવ લોક કી ચેઇન જેનું બાકીનું અડધું મારા ગળામાં લટકી રહ્યું હતું. મારી જોડે જે કિચેઇન હતું એમાં લેટર હતો 'આર' અને સોફા વાળા કિચેઇનમાં હતો, 'એમ.'. કિચેઇનની બાજુમાં એક કાર્ડ પડ્યું હતું જેમાં લખેલું હતું.
'લવ યુ મોહિત.'
ખબર નહિ કઈ નવરી નોટ આવી હશે આ મોહિતને શોધતી શોધતી. અને આવી તો ઠીક પણ એને ફ્લેટનો ફ્લોર ખાઈ ગયો કે આ સિલિંગમાં ભૂત થઈ ગઈ એ હું સમજી નાં શક્યો ?"
મેં એને આમ તેમ શોધી જોઈ, બહાર જઈને આજુ બાજુ જોઈ જોયું. પરંતુ ક્યાંય એ દેખાઈ નહિ. કદાચ એ આવી હશે ખાલી મને જોવા માત્ર. ખાલી મને એના હોવાનો આભાસ દેખાડવા. ખાલી મને એહસાસ કરાવવા માંગતી હશે કે દુનિયામાં છે કોઈ જે મારી રાહ જોઈ રહ્યું છે અથવા રાહ જોઈ રહ્યું હતું. કદાચ એ આભાસ કરવાવવા માંગતી હશે કે બધી રાહ માત્ર એ શું કરવા જ જુએ. હું શું કામ અજાણ બની રહું, થોડી રાહ અને થોડી અસ્ત વ્યસ્ત થઈ રહેતી ઇન્તેજારીની પળો આ બેચલર ને પણ નસીબ થાય. હી વિચારતો રહી ગયો એ ક્ષણ થી કે કોણ હતી એ જે આમ ફૂલ બનીને આવીને સુવાસ બનીને જીવનમાં ઊંડી ઉતરીને ચાલી ગઈ.ખબર નહિ ક્યારે મળશે પાછી હવે એ. ખબર નહિ મળશે પણ ખરી કે હવે એ ?

બીજા રસપ્રદ વિકલ્પો