Independant Girl Milan Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Independant Girl

Independent girl


એક છોકરી, નામ નવ્યા. 25 -26 વર્ષ ની ઉમર. ખૂબ જ
સુંદર. જોતાં જ ગમી જાય તેવુ તેનું સૌંદર્ય. મુંબઈ માં જ ઉછરેલી અને મોટી થયેલી નવ્યા.

પિતા નાની જ ઉંમર માં તેને અને તેના મમ્મી ને મૂકી ને છોડી ને જતા રહેલા. બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધેલા. તેના મમ્મી એ ઉછેરી અને મોટી કરી. માતા અને પિતા બન્ને નો પ્રેમ આપ્યો.

નવ્યા પણ નાનપણથી જ ખૂબ હોશિયાર અને મહેનતુ હતી. આથી સ્કોલરશિપ અને મમ્મી ના પૈસા થી ભણી અને સારી એવી મલ્ટીનેશનલ કંપની માં સારા જગ્યા એ જોબ કરે છે.

નાનપણથી જ પિતા ની છોડી જવાની વાત એના હૃદયમાં ખૂબ જ ગહેરી અસર કરી ગયેલી હોવાથી કંપની માં પણ તેના બહુ જ ઓછા પુરૂષ મિત્રો હતા. છતાં પણ બધા ની સાથે ખૂબ જ સારો વ્યવહાર રાખતી.

એક દિવસ એની જ ટીમ માં એક છોકરો આવ્યો. તેના થી જુનિયર. કોલેજ માંથી પાસ આઉટ થયેલો ફૂટડો યુવાન. જીવનમાં કઈ ક કરી જવાની ભાવના સાથે જીવતો આ છોકરો. નામ હતું તેનુ ભવ્ય.

એક જ ટિમ માં હોવાથી અને એક જ પ્રોજેકટ માં સાથે હોવાથી એક બીજાની નજીક આવવા લાગ્યા. ખૂબ જ ઓછો બોલતી અને કોઈ પણ પુરુસ પર બહુ જલ્દી થી ભરોસો ના કરનારી નવ્યા, ભવ્ય સાથે ખુબજ સારી રીતે હળી મળી ગઈ હતી. નવ્યા આજ કાલ ખૂબ જ ખુશ હતી. નવ્યા ને હવે ભવ્ય ખુબજ ભવ્ય લાગવા મંડ્યો હતો.

દિવસો વીતતા ગયા. ટીમ મેટ માંથી ક્યારે મિત્રો અને મિત્રો માંથી સારા મિત્રો અને સારાં મિત્રો માંથી એક બીજાં ની સાંભળ રાખનાર એક પોતાના વ્યક્તિ થઈ ગયા હતા. બને ને એવું લાગતું હતું કે હવે તેઓ માત્ર સારા મિત્રો ના હતા.

અને આખરે એ દિવસ આવ્યો. ભવ્ય એ નવ્યા ને કૉફી પીવા માટે બહાર જવા કહ્યું. આજે ખૂબ ઓછું કામ હોવાથી બન્ને લંચ લઈ ને જતા રહ્યા. ચોમાસા ની ૠતુ હતી અને ધીમો ધીમો વરસાદ આવતો હતો. ભવ્ય આજે નક્કી કરી ને જ આવ્યો હતો કે કહી દવ કે નવ્યા હવે નહિ રહી શકીશ તારાં વિના. અને ભવ્ય એ કહી દીધુ.

નવ્યા ની હાલત કફોડી હતી. થોડા સમય પછી સ્વસ્થ થઈ અને વિચાર વા માંટે થોડો સમય માંગ્યો. કોફી પીને બન્ને ઘરે ગયા. નવ્યા આજે ઘણી ખુશ હતી. તેણે તેની ખાંસ મીત્ર એવી તેની માતા ને બધું કહ્યું. એની માં પણ ઘણી જ ખુશ હતી. નવ્યા પેહલી વખત તેની મા સામે આજે શરમાઈ હતી. ખૂબ જ ખુશ હોવા છતાં એના હ્રદય ના એક ખૂણામાં એના પિતા એ ભરેલું પગલું હજુ યાદ જ હતું.

ભવ્ય પણ ખુબ જ ખુશ હતો. અને આવનારા ખૂબ સારાં દિવસો ના વિચાર માં ક્યારે સુઈ ગયો એની તેને ખબર જ ન રહી.

બીજા દિવસે સવારે એ ખૂબ જ સરસ તૈયાર થઈ ને ઑફિસ પર આવ્યો હતો. એની અખો બસ એક જ વ્યક્તિ ને શોધતી હતી. નવ્યા. ક્યાં હશે નવ્યા. કેમ હજુ ના આવી. રસ્તા માં હશે. ઓટો ના મડી હશે. એક જ વખત માં આવા ઘણા વીચાર આવવા મંડ્યા.

નવ્યા ને ફૉન કર્યો. ફોન પણ નોટ રીચેબલ હતો.
થોડી વારે શાંત થઈ અને તેના ડેસ્ક પર બેઠો અને કામ શરૂ કરવાની તૈયારી કરવા મંડયો. રોજ ના નિયમ મુજબ આજે પણ મેઈલ ખોલી અને કલ્યાયંટ્સ ને મેઈલ ના રિપ્લાય કરવા માંડયો. પણ આજે મેઈલ બોક્સ માં સવાર ના કોઈ બીજા નો મેઈલ હતો. ફ્રોમ માં નવ્યા નું નામ હતું. એ મેલ ફોરવર્ડ કોપી હતી નવ્યા ના રેજીજ્ઞેશન મેઈલ ની. નવ્યા તો ના આવી , ના ફોન પણ ઉપડ્યા, આવ્યો તો બસ તેનો મેઈલ.

નવ્યા આજે આઝાદ હતી..