એક વળાંક જિંદગીનો - ૪ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક વળાંક જિંદગીનો - ૪

સવાર પડવાં આવી છે...તેની પાસે ઘડિયાળ કે બીજું કંઈ તો હતુ નહીં પણ અજવાળું જોઈને સવાર પડવાની તૈયારી છે એમ લાગી રહ્યું છે.

તેનાં કપડાં અને બધુ એમ જ છે.....પણ છે તો એક સાધારણ પત્ની અને એક અસાધારણ મા...

તેને પરમની યાદ આવે છે આજ સુધી તે એક રાત પણ પુજા વિના રહ્યો નથી....એની સાથે જ સુવે.... તે શું કરતો હશે...પણ મંથન તરફની તેની નફરત તેને ઘરે જતાં રોકી રહી છે.....કદાચ મંથનને પણ તેને એટલો દિલથી ચાહ્યો છે કે તે એને નફરત પણ કરી શકતી નથી..

તેને બપોરે જમ્યાં પછી હજુ સુધી કંઈ ખાધું કે પાણી સુદ્ધાં પીધુ નહોતું...તેને હવે જોરદાર તરસ લાગી છે..તે ચાલતી ચાલતી આગળ જાય છે.... ત્યાં જ તેને એક તળાવ ના કિનારા જેવુ દેખાય છે... ત્યાં તે સાઈડમાં જઈને ઉભી રહે છે...તે આજે કંઈ જ ન મળતાં ખોબે ખોબે પાણી પીવે છે અને એક ઝાડ દેખાય છે તેની નીચે જઈને બેસી જાય છે...પછી ફરી તે પેલુ તેની સાથે રાખેલુ પુસ્તક ખોલે છે...અને ફરી એક પેજ એમ જ રેન્ડમલી ખોલે છે.....

" મન અને દિલ એકબીજાની વિરુદ્ધ મોટે ભાગે કામ કરતાં હોય છે....દિલને કોઈ લડાઈ ઝઘડા, વિરહ વેદના પસંદ નથી જ્યારે મન જે તે સમયની પરિસ્થિતિ ને સંજોગોને અનુરૂપ તેનુ કામ શરૂ કરી દે છે....."

પુજા આ વાત વિચારે છે કે મને પણ આત્મહત્યા માટે મારુ મન જ કહી રહ્યુ છે...મારૂ દિલ તો મારા પરમ પાસે રહેવાનુ અને ભગવાને આપેલી આટલી મુલ્યવાન જિંદગીને જીવવા માણવા માટે જ પ્રેરી રહ્યું છે.....પણ મંથન.....!!

આ નામ આવતાં જ તેના મોં પર ઉદાસી છવાઈ ગઈ....પણ આ સાથે જ તેને આ પુસ્તક શરૂઆતથી વાંચવાની ઈચ્છા થઈ.....અને તે વાંચવાની શરૂઆત કરે છે.

*. *. *. *. *.

મંથન તો પુજાની શોધમાં બહાર નીકળી ગયો છે‌....ઘરે બધા તેના પરિવાર વાળા આવતા મંથન ને ફોન કરે છે કે પુજા તો ઘરે નથી....પરમ હવે મમ્મી મમ્મી કરી રહ્યો છે...જમતો પણ નથી.

મંથન કહે છે મારે થોડુ કામ છે એટલે અમે બંને બહાર આવ્યા છીએ...કદાચ મોડુ થશે તો સવારે ઘરે આવશે ...એમ કહીને પરમ સાથે સરસ વાત કરીને તેને સમજાવી દે છે...મંથને પુજા તેની સાથે છે એવું કહેતા તેના પરિવાર મા પણ બધા નિશ્ચિત બની જાય છે કે કામ પતશે એટલે આવશે.‌...

આ બાજુ મંથન બેબાકળો થઈ ગયો છે...કેટલી જગ્યાએ તેને પુજાને શોધી‌...આખી રાત આમતેમ ફરતો રહ્યો સવાર પડતા જ તેને કંઈ વિચાર આવ્યો અને તે જલ્દીથી ગાડી લઈને રજતના ઘરે પહોચે છે...અને ગુસ્સામા કહે છે રજત ક્યા છે ?? બહાર આવ....

તેના મમ્મી બહાર આવીને કહે છે, શુ થયુ મંથન કેમ આટલો ગુસ્સામા છે ??

તેમને આમ મંથનને રજત સાથે આવી રીતે વાત કરતો જોઈને તેમને પણ નવાઈ લાગે છે..કારણ કે એ બંને બાળપણના દોસ્ત છે...તેમની વચ્ચે બહુ બનતુ હતુ....તેમને એકબીજાની બધી જ ખબર હોય.

રજતને તો એમ કે મંથન તો તેની ફેવરમા હશે...કારણ કે તેને મંથન અને તેના સ્વભાવ અને પુજા સાથેનો તેનો સંબંધ કેવો છે એ બધી જ ખબર છે...

રજત એટલે જ હસતો હસતો ઘરમાથી બહાર આવીને કહે છે, યાર...તારો માલ તો તને બહુ વફાદાર લાગે છે...મે તો તેને ફક્ત પકડવાનો પ્રયત્ન કર્યો એતો મા કાળકા બની ગઈ....મને એમ કે એ તને તો ક્યારેય ના નથી પાડતી તો મને એકાદ દિવસ તો ખુશ કરે કે નહી??

હજુ સુધી ફક્ત ચુપ રહેલો મંથન તેને ગાલ પર બે લાફા મારી દે છે...અને કહે છે....બેશરમ...નાલાયક....મને તારો બકવાસ સાભળવામા કોઈ રસ નથી....મારી પુજા ક્યા છે ??

રજત‌‌ : ઓહો...તારી પુજા?? આજ સુધી તો ફક્ત તેનો ઉપયોગ કરતો હતો અને હવે અચાનક મારી પુજા ??
અને મને શુ ખબર તારી પુજા ક્યા છે ??

મંથન : એ મારી પત્ની છે...અને હુ જે પણ કરતો હતો એ મારી પત્ની સાથે કરતો હતો...પણ હવે એક વાર મને પુજા મળવા દે હુ એની માફી માગી લઈશ...

પણ અત્યારે પુજા તારી પાસે છે કે નહી એ સાચુ કહે....

રજત : તને એટલી તો ખબર હશે ને કે તે પરપુરૂષ હાથ પણ લગાડવા દે એવી નથી...એના કરતા તો એ મરવાનુ વધારે પસંદ કરે એવી છે....

મંથન આ છેલ્લા શબ્દો સાભળીને એકદમ ચિતામા મુકાઈ જાય છે..‌‌...કાલ સાજથી પુજા નથી અને હવે સવાર પડી ગઈ છે પણ પુજા ઘરે નથી આવી કદાચ તે સાચે જ...........સુસાઈડ.....આત્મહત્યા.....તે એકદમ ગભરાઈને શુ કરવુ.... શુ ના કરવુ....તે એકદમ ફસડાઈ પડે છે અને તેની કારનો ટેકો લઈને ઉભો રહી જાય છે......

હવે મંથન શુ કરશે ?? તેના ઘરે શુ જવાબ આપશે ?? પુજાને એ પુસ્તકમાથી શુ મળશે ?? પણ કોઈએ એ પુસ્તક ત્યા જ શુ કામ રાખ્યુ હશે ??

જાણવા માટે વાચો,....એક વળાક જિદગીનો..-૫

બહુ જલ્દી......‌.......