Ek Vadaank Jindagino - 3 books and stories free download online pdf in Gujarati

એક વળાંક જિંદગીનો - ૩

પુજા પોતાની જિંદગીથી અત્યારે સંપુર્ણ રીતે ત્રસ્ત થઈ ગઈ છે.... નહેર થોડી ઉંચી હતી સામાન્ય રીતે આપણે જોતાં હોય એનાં કરતાં કે તે એમ જ તેના પર ચઢીને છલાગ લગાવી શકે તેમ નહોતી...એટલે એ એક સાઈડમાં જાય છે... ત્યાં થોડા આડાઅવડા પથ્થર જેવુ દેખાતું હતું જ્યાંથી તેને લાગ્યું કે ઉપર ચડી શકાશે..‌.

ત્યાં જ તેને પરમ નો મમ્મી.. મમ્મી... કહેતો માસુમ ચહેરો દેખાયો....તેની આંખોમાં આંસું આવી ગયાં....પણ તે શું કરે પાછી પણ કેમ જાય ?? તે બહુ ભણી પણ નહોતી કે પરમ ને લઈને બહાર જતી રહે.‌‌...અને એ લોકો એમ એમનાં દીકરા ને થોડો એને સોંપવાના પણ હતાં??....આખરે અમીરીનુ જોર પણ હતુ.‌.‌‌...તેને છેલ્લીવાર પરમ સાથે વાત કરવાની ઈચ્છા થઈ પણ તેને યાદ આવ્યું કે તેનો મોબાઈલ ત્યાં જ પડી ગયો હતો ઘરમાં....હવે કોઈ વિકલ્પ નહોતો..તે ફરી ઘરે જવા નહોતી ઈચ્છતી.‌..‌.

બસ ભગવાનનુ નામ લઈને તે ત્યાં ચડવા લાગે છે...અને ત્યાં ઉપર ચડતાં જ એકાએક તેના હાથમાં કંઈક આવે છે....તે ત્યાંથી તેનો હાથ સરકવા લાગતા તેને તે હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે... ત્યાં જ તેના હાથમાં એક પુસ્તક આવે છે....

પુસ્તક કદાચ બસો પાનાં જેટલુ લાગતુ હતું....તેને ખબર નહી પણ તે પુસ્તકનાં કવર પેજ એટલુ આકર્ષણ ઉપજાવે એવુ મનમોહક છે કે તે તેને હાથમાં લઈને જોતાં પોતાની જાતને રોકી ના શકી....તેને એમ થાય છે કે આવું પુસ્તક કોઈએ અહીંયા શું કામ મુક્યુ હશે ??

તે ધીમેથી ત્યાંથી નીચે ઉતરે છે અને પુસ્તક પર લખેલું નામ વાંચે છે, " જે આંખો વાંચે તે થાય..."

પુજાને નવાઈ લાગે છે કે આવુ પુસ્તક....?? પાછું કોઈ લેખકનું નામ નથી......તેને એ જોવાની ઈચ્છા થઈ......

થોડી જ ક્ષણો માટે તો એવું લાગી રહ્યું છે કે જાણે પુજાને કંઈ થયું જ નથી અને ફક્ત તે એ નોર્મલ રીતે એક પુસ્તક વાંચી રહી છે‌....

થોડી બુક જાડી લાગતાં એણે શરુઆતથી વાંચવાને બદલે એમ જ રેન્ડમલી એક પેજ ખોલ્યું અને વાંચવાની શરૂઆત કરી.....

"રાજકુમારી મયણાસુદરી સુંદર કપડાં પહેરીને એક ભારેખમ ચણિયાચોળી, તેના પર સુદર હીરા માણેક જડેલા ઘરેણાં પહેરીને બેઠી છે....સાથે જ માથે મુગટ તેના ચહેરાં ને એક અલગ રોનક આપી રહયો છે‌...આ જોઈને રાજકુમારી મંદ મંદ હસી રહી છે....."

આટલું જ વાંચીને તે એમ જ સહજતાથી થોભી જાય છે ‌..‌..તે જુવે છે તો તે પોતે જ એક મયણ સુંદરી રાજકુમારી તરીકે લખાણ મુજબ હસી રહી છે....અને મંદ મંદ હસી રહી છે...‌‌તેના આખા શરીરમાં લખાણ મુજબ જ શણગાર સજેલો છે...

તે પોતે એક ક્ષણ માટે તપાસે છે કે તે કોઈ સ્વપ્ન દુનિયામાં નથી ને ?? પણ તે ખરેખર હકીકત હોય છે‌‌.‌‌...તેને બહુ નવાઈ લાગે છે....પણ ફક્ત લખાણ જેટલુ જ તેનામાં બદલાવ થાય છે મતલબ આજુબાજુ નુ વાતાવરણ એમ જ રહે છે‌.....

સાજનો સમય પુરો થઈને અંધારી રાત થવા આવી છે....બસ આવી જ રીતે તે ચાલતી ચાલતી ક્યાંક જાય છે....એને પણ કંઈ જ ખબર નથી....રાત લગભગ થઈ ગઈ છે....તે ચાલતા ચાલતા ક્યાંક કોઈક જગ્યા મળતા જ એ ઉભી રહી જાય છે..‌સમય કે સ્થળની કોઈ પણ જાતની પરવા કર્યા વિના.....તે ત્યાં જ કોઈ જગ્યાએ એક પથ્થર જેવુ હોય છે ત્યાં સુઈ જાય છે......

*. *. *. *. *.

આ બાજુ મંથન કહેતા તો કહી દે છે પુજાને રજત ની ઈચ્છા પુરી કરવા માટે પણ પછી તેનામાં રહેલો પતિ જાગી ઉઠે છે....આજ સુધી તેને પુજા માટે જે લાગણી છે એ બહુ અંશે બદલાઈ ગઈ....

તેને પુજાની એ આજીજી યાદ આવી કે , મંથન પ્લીઝ મને બચાવી લો.... બચાવી લો......

એકાએક તેને કંઈ થવા લાગ્યુ....બસ પુજા પુજા દેખાઈ રહી છે....

તેના મનમાં વિચારો આવવા લાગ્યા....કે હુ ખરેખર આટલો સ્વાર્થી બની ગયો....મે પુજા માટે કંઈ જ ન વિચાર્યું...હુ બસ તેના શરીર અને મારી વાસનાઓ સંતોષવા ખાતર એની સાથે મારી મનમાની કરતો રહ્યો છતા તેને મને ક્યારેય ના નથી કહી....એ મારી નાનામાં નાની વસ્તુનુ ધ્યાન રાખે છે છતાં મે ક્યારેય તેની કદર ન કરી.....એક ગરીબ પરિવારમાં ઉછરેલી હોવા છતાં બહુ ઓછા સમયમાં મારા પરિવારમાં દુધમાં સાકર ભળે તેમ ભળી ગઈ....

થોડી જ ક્ષણોમાં તો આખુ વિચારોનુ વાવાઝોડું ફરી વળે છે....તે ઓફિસમાં થી કામ અડધુ છોડીને ગાડી લઈને ઘરે જવા નીકળે છે.....ગાડી અત્યારે તે કઈ સ્પીડથી ચલાવી રહ્યો છે તેને પણ ખબર નથી...

ગાડી ચલાવવાની સાથે જ તે પુજાના ફોન પર કરે છે...પણ ફક્ત તેમાં રીંગ વાગી રહી છે... કારણકે પુજા ફોન તો ત્યાં નીચે પડી જતા ત્યાં જ મુકીને જતી રહી હતી....પછી તે રજતના નંબર પર ફોન લગાવે છે...પણ બહુ રિંગ વાગવા છતાં તે પણ ઉપાડતો નથી...

મંથન એટલે બહુ ચિંતિત થઈ જાય છે....તેના મગજમાં એક ચિતા થઈ રહી છે કે રજતે ખબર નહી પુજા સાથે કોણ જાણે શું કરી દીધું હશે..!!

તે જલ્દીથી ઘરે પહોંચી ને જુએ છે તો બંગલાનો મેઈન ગેટ એમ જ ખાલી બંધ કરેલો છે...પણ ખોલીને તે અંદર જાય છે અને જુએ છે તો ઘર ખુલ્લુ જ છે....તે જુએ છે હોલમાં તો કોઈ હોતું નથી...અને એકદમ જલ્દીથી જતો હોય છે ત્યાં જ તેના પગમાં પુજાનો મોબાઇલ આવે છે...તે હાથમાં લઈને પુજા..પુજા...બુમો પાડે છે...કોઈ સામે જવાબ ન આપતા તે ઉપર નીચે આખા બંગલામાં સ્ટોર રૂમ સુધી બધુ જ ફરી વળે છે...પણ પુજા ક્યાંય દેખાતી નથી....

તેને અત્યારે રજત પર ગુસ્સો આવે છે એના કરતાં પણ પોતાની જાત પર વધારે ધિક્કાર થઈ રહ્યો છે.‌.કે તે કેવો પતિ છે... પોતાની પત્ની ની ઈજ્જત પર હાથ લગાડવા માટે તેણે બેશરમ થઈને હા પાડી.....તેને મને કેટલા વિશ્વાસ સાથે ફોન કર્યો હશે ?? અને હુ ??

તે બહાર જાય છે... અત્યારે આજુબાજુ કોઈને પુછવુ પણ યોગ્ય નથી લાગતું...અને તેને એ તો ખબર જ હતી કે કોઈ પણ સંજોગોમાં તે ક્યારેય તેના મમ્મી-પપ્પા ના ઘરે આવી સ્થિતિમાં તો ન જ જાય....એ આજુબાજુ બધે તપાસ શરૂ કરી દે છે.......પાછો રાતનો સમય એટલે એને બહુ ચિંતા થાય છે પુજાની કે એ ક્યાં હશે ?? કઈ સ્થિતિમાં હશે ??

શું થશે પુજા સાથે આગળ ?? મંથન ને પુજા મળશે ખરી ??
એ પુસ્તક મા એવુ શું રહસ્ય હશે ?? એ ખરેખર એમ જ હશે કે કોઈ રહસ્ય સાથે સંકળાયેલુ હશે ??

અવનવા રહસ્યો જાણવા માટે વાચો.‌.એક નવીન સ્ટોરી....એક વળાંક જિંદગીનો -૪

બહુ જલ્દીથી...........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED