એક વળાંક જિંદગીનો - ૧ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક વળાંક જિંદગીનો - ૧

મારા વ્હાલા વાચકો ,
આજે હુ આપની સમક્ષ એક નવી રહસ્યમય અને રોમાંચક વાર્તા લઈને આવી છું...મને વિશ્વાસ છે તમને ચોક્કસ આ નવી સ્ટોરી પસંદ આવશે...

આ કહાની છે એક પુજા નામની એક બાવીસ વર્ષની યુવતીની છે...તમને એવું લાગતુ હશે ને કે બાવીસ વર્ષની તો એક યુવાન છોકરી જ હોય ને ?? તો એ યુવતીની કેમ હુ વાત કરી રહી છું...બસ આ બધા જ તેના જિંદગી ના વળાક તેને શુ કરવા માટે દોરી જાય છે....બસ એ જ કહાની વાચો....માણો...અને એ અલગ દુનિયામાં ખોવાઈ જાઓ....

*. *. *. *. *.

સાજનો સમય છે... લગભગ સાતેક વાગ્યા છે....એક નદી પાસે બાધેલો પુલ.... કદાચ થોડો અંતરિયાળ ભાગ હોવાથી ખાસ કોઈની અવરજવર નથી. પાણી ઝરણાંની માફક ખળખળ વહી રહ્યું છે.‌‌...ઠંડો પવન લહેરાય રહ્યો છે ...

બસ આવા આહ્લાદક વાતાવરણમાં પણ કોઈનુ મન વ્યગ્ર છે, મનમાં ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે....દિલ અને દિમાગ વચ્ચે એક મોટી લડાઈ થઈ રહી છે‌.‌‌...અને કદાચ આજે તો તેનો એક આખરી નિર્ણય કરીને જ આવી છે....કે આજે તો કંઈ પણ થાય પણ.......

બસ એ બીજુ કોઈ નહી પણ પુજા છે....આટલી નાની ઉંમરમાં આજે તેણે પોતાની પોતાની જિંદગી નો અંત કરવાનો નિર્ણય કરી દીધો છે....કેમ...કેમ..‌આખરે કેમ ??

તે એકદમ દેખાવડી, સુંદર, નમણું નાક, સુદર બદામી કલરની આખો, ગુલાબી હોઠ....શરીરનો બાધો તો એક નાનકડી સોળ વરસની કુંવારી કન્યા જેવો છે....પિન્ક કલરની એક કુર્તી લેગિસ, ગળામાં એક નાનકડુ મંગળસૂત્ર, હાથમાં બે બે સોનાની બંગડીઓ, હાથમાં ચાર સોનાની વીંટીઓ.‌.કાનમા બુટી... નાકમાં રિઅલ ડાયમંડની એક ચુક....તેને જોઈને જ લાગી રહ્યું છે કે કોઈ અમીર પરિવારમાંથી આવે છે. તેને શું એવુ દુઃખ પડ્યુ...

તે બસ પુલની પાસે આવીને ઉભી છે...અને બસ ત્યાંથી ઝંપલાવવા માટે જ રસ્તો શોધી રહી છે.... ત્યાં જ તેની સામે એક માસુમ ચહેરો તરવરી ઉઠે છે....તે કહી રહ્યો છે..‌.મમ્મી...મમ્મી.‌....!!


*. *. *. *. *.

પુજા એક સામાન્ય કુટુંબની દીકરી છે. તેના ઘરની સ્થિતિ એકદમ સામાન્ય...બે બહેનો જ છે...પણ ઘરની સ્થિતિ એટલે એક સાધીએ ને તેર તુટે...તેના માતાપિતા આખો દિવસ મજુરી કરે ત્યારે માડ ખાવા ભેગા થાય...દીકરાની આશામાં કેટલીય માનતાઓ અને કંઈ દેવ પુજી ચુક્યા હતા...‌‌પણ આખરે હારી ગયા...તેમની મમ્મી ને પછી દિવસો રહ્યા જ નહી...બસ હવે બે દીકરીઓને આશરે પાછલી જિંદગી વીતાવવાની હતી‌...

બંને દીકરીઓ મોટી થવા લાગી... જ્યાં ખાવાના ને ઘર ચલાવવા ના ફાફા હોય ત્યાં દીકરી મોટી થતાં કેટલી ચિંતા હોય !!

એમાં પણ પુજા બહુ રૂપાળી હતી... જ્યારે એની નાની બહેન નિધિ થોડી શ્યામ અને મિડિયમ હતી....પણ એ લોકોમાં દીકરીને આપવા મુકવાનુ બહુ વધારે રિવાજ.‌‌...એટલે ઘણા લોકો પુજાને જોઈને તે માત્ર સોળ વર્ષની હતી ત્યારથી પુછતા પણ લેવડદેવડ ની વાત પર આવીને વાત અટકી જાય....

એક દિવસ કોઈને કોઈના દ્વારા ખબર પડતાં શહેરમાંથી કોઈ છોકરાનુ એના માટે માગુ આવ્યું... છોકરો બહુ દેખાવડો નહોતો પણ અમીર પરિવાર હતો..‌.પુજા ફક્ત દસ ધોરણ સુધી ભણી હતી જ્યારે એ છોકરા મંથને કોલેજ કરેલી હતી... આટલું બધુ સારું હતુ....

અને વચેટિયા માણસે પણ તેની બહુ સારી માહિતી આપી હતી એ છોકરા અને તેના પરિવાર વિશે....અને વળી તેમને કોઈ દહેજ નહોતુ જોઈતું.... એટલે પુજાના ઘરેથી આ માટે મંજુરી ની મહોર લાગતાં આ લગ્ન માટે હા પાડી દીધી....અને બહુ સાદાઈથી બહુ ઓછા લોકોની હાજરીમાં લગ્ન કરીને પુજા એક નવા શહેરમાં મંથનની પત્ની બનીને આવી ગઈ...

એક નવુ શહેર, નવો પરિવાર.... વળી એક સાવ સામાન્ય પરિવારમાંથી એક અમીર કુટુંબની વહુ...બનવુ પુજા માટે કોઈ સામાન્ય વસ્તુ નહોતી....અને તેની ઉમર પણ માત્ર અઢાર વર્ષની હતી....

બસ શરુઆત તો ખુબ સારી થઈ લગ્ન જીવનની...મંથન તેને બહુ રાખતો‌...તેના રૂપ નો દિવાનો હતો....તેને બધી જ જગ્યાએ સાથે લઈ જતો..‌.પુજા પણ આવો પતિ અને પરિવાર મેળવીને પોતાની જાતને બહુ નસીબદાર માનવા લાગી હતી...

એક દિવસ તે મંથનને કોઈની સાથે વાત કરતાં સાભળી ગઈ..."કે યાર બીજુ...તો જવા દે...યાર પુજા કેટલી સેક્સી છે....એની ફીગર તો જો....આપણે તો બીજુ શું જોઈએ....બાકી તો ક્યાં કંઈ કમી હતી...એમ તો હજુ સુધી ઘણીય છોકરીઓ ફેરવી દીધી...પણ પુજા જેવી ક્યાંય મજા નથી આવતી....અને એમાં પણ આપણી ઈચ્છા મુજબ કોણ આપણી ઈચ્છા પુરી કરવા તૈયાર થાય... ફક્ત એક પત્ની નામનુ..એક મુર્ખ પ્રાણી.....તેને તો હુ ક્યારેય નહી છોડુ... જીવનભર.....

આ બધુ જ બોલીને એક અટહાસ્ય કરતા તે મંથનને સાભળતા જ તેનુ શરીર ધ્રુજવા લાગે છે...અને તે ચક્કર ખાઈને ત્યાં જ ફસડાઈ પડે છે !!

શું થશે આગળ પુજાની જિંદગીમાં ?? પુજા મંથન ને આવા સ્વરૂપને જોઈને છોડી દેશે ?? શું પુજા તેની જિંદગી ટુકાવી જ દેશે આમ કે તેની જિંદગીમાં આવશે કોઈ વળાંક ??

જાણવા માટે વાચો, એક વળાંક જિદગીનો -૨

આગળનો ભાગ બહુ જલ્દી પ્રકાશિત થશે.‌........