એકાંત Rajput Prakashsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એકાંત

"હેલ્લો મીસ્ટર સેલ્સમેન "
પલ્લવી ,હાથ મા ચા નો કપ લઈ ને બેડરૂમ માં પ્રવેશી
"હવે જાગો પતીદેવ કહીને બારી પરનો પડદો દુર કરયો
ઊગતા સુરજના આછા કીરણો રુમમાં પ્રસરાયા અને હળવા પવન સાથે મીઠા અવાજ ના ટહુકે અવિનાશ આંખ ને મશળતો પંલગ પર પડખું ફેરવી ગયો

પલ્લવી એ ધીમે ધીમે અવિનાશ ના વાળમાં હાથ ફેરવતી વ્હાલથી ફરીથી બોલી
"પોણા આઠ થઇ ગયા છે તમારે ઓફિસ જવામા લેટ થશે"
અવિનાશે પલ્લવિનો હાથ પકડી બાહુપાશમાં ખેચી લીધી
આજે તો મુળજ નથી થતુ જવાનુ પણ.....
પણ ને બણ ,આમ કહીને તમે કાયમ બહાના કાઢો છો
છેલ્લે રજા કયારે લીધેલી એ પણ યાદ છે .મીઠો ઠપકો આપતા પલ્લવિ વચ્ચેજ બોલી,

પલ્લવિ ને અવિનાશ કોલેજમાં સાથે ભણતા હતા
પલ્લવિ ને અવિનાશ પહેલી નજરમાં પંસદ આવી ગયેલો
બન્ને ની જ્ઞાતિ અલગ હોવાથી ભાગી ને કોર્ટમેરેજ કરેલા
બન્ને નુ દામ્પત્ય જીવન ખૂબ સરશ ચાલતુ હતુ.પણ અવિનાસ એક કોર્પોરેટ કંપનીમા કામ કરતો હોવાથી તેને અવાર નવાર બહાર જવાનુ થતુ હતુ.અવિનાશ બહાર જાય એટલે પલ્લવિ એકલી પડી જતી.ધરે હોય ત્યારે પણ કામ ના બોઝમા પલ્લવિ ને સમય આપી શકતો નહોતો. પલ્લવિ ને આ વાત બીલકુલ ગમતી નહી. ધીમે ધીમે પલ્લવિ પોતાની અંદર ધુટન મેહસુસ કરવા લાગી.આ બાબત નૈ લઈ ને ધણીવાર બન્ને વચ્ચે ઝગડાઓ પણ અનેક વખત થતા .પણ અવિનાશ તેને મન ઊપર લેતો નહી

અવિનાશ ને ફરીથી 10દિવસ માટે ગોવા મીટીંગ મા ભાગલેવા માટે જવાનુ થયુ
પાછો એકાંત પલ્લવિ ને કોરી ખાતો હતો
પલ્લવિ એકલા બોર થતી હતી તો એને બહાર ફરવા જવાનું વિચાર્યુ
ઓટો ઓટો.., "લો ગાર્ડન જવુ છે "
"મેડમ 100રૂપીયા થશે
અંદર થી રીક્ષા ચાલક નો પહાળી પણ મીઠો અવાજ આવ્યો ,
જુઓ મેડમ,સવાર ની બોણી છે
પલ્લવિ એ રિક્ષામાં નજર કરી ખબર નહી પણ
એ અજાણ્યા રીક્ષા ચાલક ને જોઈ તે અંજાઈ ગઈ,
"મંજુર હોય તો બેસી જાવ "પેલો પાછો બોલ્યો
અને પલ્લવિ બેસી ગઈ પલ્લવિ રસ્તામાં રિક્ષા ચાલક નુ નીરીક્ષણ કરવા લાગી મોટી આંખો , ચપટુ નાક , વ્યવસ્થિત ઓળેલા વાળ , કપાળ પર કરેલો તીલક એની શોભામા અભીવૃદ્ધી કરતા હતા
ખબર નહી પણ પલ્લવિ ને આ યુવાન પહેલી નજર મા જ આકર્ષિત કરવા લાગ્યો પલ્લવિ ને વાત કરવા ની ઈચ્છા થઇ
"તમે રોજ સવારે અહીયા આવો છો મેડમ" ત્યા પેલાએ સવાલ કર્યો
"જી , કયારેક" પલ્લવિ એ હળવે થી જવાબ આપ્યો
મારુ નામ પ્રણય છે હુ અહી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરુ છુ. ધર ની પરીસ્થીતી ખરાબ છે એટલે આ રીક્ષા ચલાવુ છુ

પ્રણય પણ પલ્લવિ ને વચ્ચેના અરીસામાંથી ત્રાસી નજરે જોતો
પલ્લવિ જોઈ રહી હતી પણ એને પણ એ ગમ્યુ

ત્યા લો ગાર્ડન આવિ ગયુ ઊતરતી વખતે પ્રણવે કહયુ
"મેડમ
મારો નંબર લઈ લો આપને જરુર પડે તો આ બંદા ને યાદ જરુર કરજો"

"લો ગાર્ડન ના બાકડા પર બેઠેલી પલ્લવિ ની સામે પેલા રિક્ષા વાળાનો ચેહરો ખસતોજ ન હતો
એની બોલવાની છટા,એનો ડ્રેસ સેન્સ,લાગતુ નહોતુ કે રીક્ષા વાળો હોય
એનુ દિલ કહેતુ કે જલ્દીથી એની સાથે વાત કર વિચાર મા ને વિચાર મા બે કલાક કયાં નીકળી કાઈ ખબર ના પડી પલ્લવિ ધરે જવા નીકળી પ્રણવે આપેલા નંબર પર ફોન લગાવ્યો
"હેલ્લો, પ્રણવ બોલુ છુ તમે કોણ"
"હુ પલ્લવિ ,સવારે લો ગાર્ડન નંબર આપ્યો હતો તે"
"જી ,મેડમ બોલો "
"મારે ધેર જવુ છે આપ જલ્દી આ વો "
અરે મેડમ 2મીનીટ મા બંદો હાજર
લો ગાર્ડન થી રિક્ષા સિદ્ધ બે ત્રણ સીગનલ પાર કરીસેટેલાઇટ મા પોતાના ફ્લેટ પાસે આવિ ઊભી રે છે
લો મેડમ આ આવિ ગયુ તમારુ ધર
લો ગાર્ડન થી આવતી વખતે પલ્લવિ થોડા ફુલ છોડ ના કુંડા લાવેલી
આ જોઈ પ્રણવે સામેથી જ કહ્યુ
"મેડમ આપ કહો તો હુ આપના ધર સુધી આ કુંડા મુકી જવ

પલ્લવિ પણ એને જવા દે વા નહોતી માગતી એને હા પાડી દીધી
૩માળે આવેલ ફલેટ મા બન્ને લીપ દ્વારા પહોચ્યા
પલ્લવિ એ દરવાજો ખોલ્યો
પ્રણવ ને બન્ને સાથે કુંડા ઊચકી મુકવા જતા ત્યારે પલ્લવિ ની આગળીઓ પ્રણવની આગળીઓ ને ટચ થતી
બન્ને એક બીજા નો ઈશારો જાણે સમજી ગયા
બન્ને યુવાન હતા ,શરીર નુ આકર્ષણ અને કહેવાય છે કે પરાઈ સ્રી અને પરાયો પુરુષ જો થોડો સમય સાથે ગાળે તો ...
અને પલ્લવિ ને પ્રણય એક બીજા મા સમાઈ ગયા
પછી તો આ રોજનો ધટના ક્રમ બની ગયો
પલ્લવિ હવે ખૂશ રહેતી હતી એ જાણે અવિનાશ ને ભુલી જ ગઈ હોય

ડીંગ..ડોંગ ડીંગ...ડોંગ
ડોરબેલ રણ્કયો ,પલ્લવી એ દરવાજો ખોલ્યો
અવિનાશે પલ્લવિ ને બથ ભરી લીધી
"આઈ એમ સોરી "માય ડીયર ડાર્લિંગ "મને ખબર છે તને ધણી તકલીફો પડી છે
પણ હવે મને બોસે કહ્યું છે કે તમને હવે ક્યારેય પણ બહાર મોકલવામાં નહી આવે કારણ કે મારુ હવે પ્રમોશન થઇ ગયું છે"

પલ્લવિ ડધાઈ ગઈ,કારણ કે હવે એને એનો પતી બહાર રહે તેમજ તે ઈચ્છતી હતી
પણ તેને નાટક કરયુ અને એ પણ અવિનાશ ને ભેટી પડી

બીજા દિવસે પ્રણવ અને પલ્લવિ લો ગાર્ડન મા મળયા હવે એ એક બીજા વગર રહી શકે તેમ નહોતા
પલ્લવિ અને પ્રણવે પ્લાન બનાવ્યો યોજના નો સાજ થી જ અમલ થવાનો ચાલુ કરવાનુ નકકી થયુ

સાજે જમતી વખતે અવિનાશ ના ભોજનમા બે ભાન થવાની ગોળી ઓગાળી ને નાખી દીધી
અવિનાશ બેભાન થઇ ગયો પછી પ્રણવ ધરમા આવે અને અવિનાશ ની હાજરીમાં જ શરીર સુખ માણે

આ.પછી રુટીન થઇ ગયુ

દરરોજ ડ્રગ્સ શરીરમાં જવાથી અવિનાશ ને સવારે અસહ્લ માથુ દુઃખ તુ પણ તે પલ્લવિ ને કહ્યા વિના પોતાના એક ડોકટર મીત્રપાસે ગયો ડોકટર હરેશ સાહ અવિનાશ ના જુના મીત્ર હતા તેમને લોહીનો રીપોર્ટ કર્યો તો ખબર પડી કે તમને રોજ ઊંઘ ની દવાઓ વધારે માત્રા મા આપવા મા આવે છે

હવે અવિનાશ ને શક પડયો પલ્લવિ મારી સાથે આવુ કેમ કરી શકે
એક ક્ષણ તો વિચાર્યુ કે સિદ્ધુ જ ઈને પલ્લવી ને જેલને હવાલે કરી દવ પણ પછી વિચાર આવ્યો સા માટે કર્યું એતો જોઈ લ ઊ

પલ્લવિ ધેર નહોતી ત્યારે અવિનાશે તેના રુમમાં તપાસ કરી તો ઊંઘ ની દવાઓ મળી આવિ અવિનાશે આ દવાઓ બદલી બીજી દવાઓમુકી દીધી

નીત્ય ક્રમ મુજબ જમવા નુ તૈયાર કરી પલ્લવિએ ડાઈનિંગ ટેબલ સજાવ્યુ રોજની જેમ જમી અવિનાશે ઊંઘી જવાનુ નાટક કરયુ
પ્રણવ નુ આગમન પલ્લવિ ભેટી પડી ત્યા પાછળ થી અવિનાશે ત્રણ તાલી પાડી વાહ..વાહ...
અવિનાશ પલ્લવિ ને મારવા દોડ્યો ત્યાં પ્રણયે બાજુ મા પડેલી પાઈપ અવિનાશ ના માથા મા મારી અવિનાશ નુ ઢીમ ત્યા ઢળી ગયુ
પ્રણય ત્યાથી ભાગી ગયો પલ્લવિ એ પોક મુકી રડવા લાગી
આજુબાજુ સોસાયટી ના લોકો ભેગા થઈ ગયા અવિનાશ ની લાસ જોઈ પુછતા પલ્લવિ કહયુ પગ લપસી જતા પલગ સાથે અથડાઈ મૃત્યુ થયુ છે.અવિનાશ ના પરીવાર જનો ને બોલાવ્યા
એમને વાત ગળે ન ઊતરતા પોલીસ કેસ કર્યો પોલીસ ની કડક તપાસ માં પલ્લવિ તુટી પડી અને સત્ય જણાવિ દિધુ .

આજે પલ્લવિ અને પ્રણવ જેલમાં જીદંગી વિતાવિ રહ્યા છે