ધ્યેય દિ જાન - 4 Saurabh Sangani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ્યેય દિ જાન - 4

જાન ની જિંદગી માં ત્રણ વ્યક્તિ નું મહત્વ વધારે હતું

એક પ્રેમ કરતી એ જેને પામી ના શકી ને જુદા થવાની હિમ્મત ના કરી શકી,(ધ્યેય)

બીજું એનો થનારો જીવન સાથી જેને કાઈ કઈ ના શકતી ,(ઋષિ)

ત્રીજો મિત્ર જેને બને ની વાતો કે વેદના કઈ સકતી ,(સૌરભ)


એને મારી પ્રત્યે મિત્રતા માં વિશ્વાસ વધારે હોવાથી મને દિલ ની વાતો કરવામાં સંકોચ ના આવતો ઋષિ ઓછી વાતો કરતો જાન સાથે એટલે વધારે સમય વાતો મારી સાથે કરતી, એને એવી પ્રકારની સુજ બુજ આપતો કે થોડીક વાર વાતમાંજ ઋષિ ને એના તરફ લાગણી માં કેમ બાંધવો કેમકે જીવનસાથી સાથે મનમેળ ના આવે તો જિંદગી સાથે જીવવામાં બાધા વધારે ઉત્પન્ન થાય અને મિત્ર તરીકેની ફરજ પણ એજ કેવાય કે મિત્ર એની જિંદગી માં કોઈ સંકટ માં ના આવે એની તૈયારી કે રસ્તા બનાવતા શીખવાડે,


એક મિત્ર હમેશા કૃષ્ણ ભગવાન જેવો જિંદગી માં રાખવોજ જોઈએ જે આપડા માટે કોઈ સામે ના થાય પણ આપણે વિચારો આપીને આપનો સાથ આપીને આપણી કેળવણી કરે,

જાન નું લગ્નગ્રંથી થી જોડાવાનો સમય નજીક અવતઓતો પણ એને એ પ્રત્યેનો હર્ષ ઉલ્લાસ દેખાંતોજ નહિ એને એ સમય જીવતા શીખવાડતો સમય એકજવાર આપનો બધા સાંસારિક સુખ ભોગવવા આવતો હોય તો એનું સમય સાથે ભોગવી લેવું જ સારું રે સમય વીત્યા પછી એ સુખ અપને માંડતુજ નથી, એ સુખ ભોગવવા એના મનમાં પ્રેમ ની પરી ભાષા એના જીવનસાથી સાથે કંડારતા સીખવવામાંજ વધારે વિતાવતા,


જાન ખુશ ત્યારેજ લાગતી જયારે ધ્યેય સાથે વાત થઇ હોય અને એની ખુશી નું કારણ પૂછતો ત્યારે એનુજ નામ આવતું અને આ ખુશી મારે ઋષિ ના પ્રત્યે કરાવવાની હતી,

પ્રેમ થવામાં એકજ બાધા નડતી ઋષિ ઓછી વાત કરતો અને એનું બોલવાનું ઓછું એવી તેની આદત હતી એટલે જાન ને એવું શીખવતો કે ઋષિ એની સાથે વધારે વાતો કરે અને એના પ્રત્યે વિચારવાનું વધારે રાખે, જાન ને એના પર લખેલી કાવ્ય વધારે ગમ્યું એટલે એ મને એના વિચારો કઈને મને એના પર લખવાનું કેતીજ ભલે કાવ્ય ના લખું પણ થોડા શબ્દો લખવાનું કેતીજ પણ એના મનના હાવભાવ અને એની સમસ્યા જોઈનેજ એના માટે ક્યારેક જ લખતો, દિવસ માં એક વાર તો મને પ્રશ્ન પુછેજ મારા માટે શું લખ્યું ના લખ્યું હોયતો ક્યારે લખશો ,મારી જિંદગી માં ક્યારેય કોઈ માટે નોતું લખ્યું પણ જેના માટે પેલી વાર લખ્યું એનેજ મને લખતા સીખવાળ્યું એનીજ એવી જિંદગી હતી કે એમાંથીજ મને શબ્દો મળી જાતા અને એ શબ્દો સોધવામાંજ એમની મદદ રહેતી,

લખાય તો એના માટે હોય જે આપડી સાથે રહેતા હોય જોતા હોય પણ અમે ક્યારેય મળ્યા નોતા કે એકબીજાને જોયા પણ નોતા મારા માટે પણ એ એક બ્રમ્હ ની જેમજ જિંદગીમાં આવીતી જે મને મારા અંદર ની આવડત ને બહાર કાઢતા શીખવી,

એકદિવસ એના માટે ફરી કાવ્ય લખ્યું જેમાંથી એને જિંદગી કેમ જીવવી ખુલીને એ સમજાવવા "વિહરવા દે" ના નામ પર,


વિચારોથી જિંદગીને બંધન શામાટે બનાવસ

એક ભમરાની જેમ વિહરવા દે,


શુકામે જિંદગીમાં ભૂલ સમજે છે

એક સોગાથ સમજીને મજા લેવા દે,


નથી મળ્યો ચાહત નો સહારો

ચાહત ને તારો સહારો લેવા દે,


ક્યાં સુધી તારી જાતને સમજાવતી રહીશ

તને સમજવા બીજાને લાભ લેવા દે,


ક્યાં સુધી કાળજામાં ઘા મારતી રઈશ

ક્યારેક તો કાળજાને કોઈ માટે મજા લેવા દે,


માગ્યું એ મળ્યું નથી તો શું થયું

બીજીવાર કાળજાને માંગીને જોઈ લેવા દે,


નથી મળ્યો પ્રેમ તારી જિંદગી માં

પણ ક્યારેક તો જિંદગીને પૂછી લેવા દે,


કોણ કહે છે, જિંદગી સાથ નિભાવવાને સાચો પ્રેમ કહેવાય

ક્યારેક તો જિંદગી ને સાચો પ્રેમ ગોતી લેવા દે,


તારા રંગોની પીંછીને કેમ મૂકી દે છો

એને પણ રંગો પૂરવાનો મોકો લેવા દે,


ચિત્ર ના રંગો તો બોવ પૂર્યા

જિંદગીને પીંછી રૂપી પ્રેમ ગોતી લેવા દે,


નથી ચાહતું તને કોઈ એ ભૂલ થી તું

ચાહતને તારી જિંદગી માં ભાગ લેવા દે,


કેમ વિચારે છે, આટલુ બધું તું

ક્યારેક તો વિચારોને ઠારક લેવા દે,


નથી મળતી તારા જેવી પાછી દુનિયાને

આત્મીયતાને પાછી જાગી લેવા દે,


કોને કીધું નથી કાળજું સાવજ નું હવે

ક્યારેક તો કાળજાને ધબકી લેવા દે,


ભલે ના હોય તારા પ્રેમની આશા કોઈને

ક્યારેક તો બીજાના પ્રેમની કદર જિંદગી ને કરી લેવા દે,


નથી ખબર તને તું જીવછો આ દુનિયા માં

દુનિયા ને તું અહીં છો એ જાણી લેવા દે,


નાદાન છો તું તારી જિંદગી સમજવામાં

એક વાર જિંદગીને સમજી લેવા દે,


સાચું કહેવાથી ખરાબ કોણ થઇ જાય છે

સચ્ચાઈ ક્યારેક બીજાને સમજી લેવા દે,


કોણ આવ્યું ને કોણ રહી ગયું અહીં

જિંદગીમાં આવનારને તો સ્વાકારી લેવા દે,


નારાજ ના થા દુનિયાના મોહ માં તું

જિંદગી ને ગગન માં વિહરવા દે,


કાવ્ય વાંચ્યા પછી એને સાચેજ એવો વિશ્વાસ આવી ગયો કે એને હું સારી રીતે સમજી શકુછું જે એના મનમાં હતું એ મને કીધા વગર પણ એને સમજાવી દીધું એટલે એને વધારે ભરોસો બેસી ગયો, જાન ની જિંદગી માં મને એવું સન્માન આપ્યુંતું તેને કે એ ગમેતેવી વાત કે કામ એનાથી થયું હોય એ સંકોચ વગર મને કઈ શકતી, અને એજ ભરોષો કે વિશ્વાસ મારી સાથે બની રહે એવુજ ભગવાન પાસે આશા રાખીતી કે મારા થી એવી ભૂલ ના થઇ જાય કે મારા પર બાંધેલો વિશ્વાસ તૂટી જાય અને બીજા પર વિશ્વાસ ના મૂકી શકે એવો સમય એની જિંદગી માં ના આવે,


હરેક દિવસ જાનનો એના નવા સબંધો ના મેળાપ નજીક લાવતો પરંતુ જાન ને એવાતની ખુશી નોતી પણ ધ્યેય સાથેના મેળાપ દૂરથવાનો સમય કેટલો વધ્યો એ વિચારીને એનો સમય ખરાબ કરતી ,જે દિવસ એની જિંદગીમાં નવો વણાંક લાવવાનો છે એની ખુશી ના બદલે જે દિલ માં દર્દ છે એ કેટલું વધવાનું એનું ધ્યાન ધરીને બેસતી ના કે એનું સમાધાન ગોતવાની આશા રાખીતી કે નવા સંબંધ ને કેમ સારો બનાવવો એની આશા પણ નોતી કરતી એક જીવતા સમાધિ જેવી જિંદગી બનાવી દીધી હતી જેમ વીતતી એમ વિતાવવા ખાતર વિતાવવાનો જ નિર્યણ કરી લીધોતો એના સપના જોવાનું કે સાકાર કરવાનુંતો મનમાં પણ વિચાર ના આવવા દેતી


જાનને એના બનનારા નવા સંબંધ માં કેમ ધ્યાન દેવું કે એના માટે ખુશી કેમ મનમાં રાખવી એના પ્રત્યે ધ્યાન વધારે દોરાવતો એટલે એ મહેસુસ કરી શકે સમય સાથે પછી એ સમય પાછો આવવાનો મોકો મળતોજ ના હોય, સમય પહેલાનું સુખ સારું નાજ હોય પરંતુ જાન સમય સાથેનું સુખ પણ ભોગવવા ઇચ્છતી નોતી એટલે મેં એકજ આશા રાખીતી એ એના સમય સાથેનું સુખ ભોગવે એવી થઇ જાય એટલે એને સમય નું ભાન આવી જાય, અને ભગવાન હમેશા સચ્ચાઈને સાથ આપવા એવો માહોલ એમની સાથે બનાવીજ દે, જાનને એની લગ્નગ્રંથી માટેના કામ કાજ કે ખરીદી માં એને વ્યસ્ત રાખીને એના પ્રત્યેનો હકારાત્મક શક્તિ વધારી દીધી એટલે જાન એ માહોલને સમજી શકે ને માણી શકે, ધ્યેય પ્રત્યેનું ધ્યાન એનામાંથી ઓછું થતું જાય...