dhyey di jan - 1 books and stories free download online pdf in Gujarati

ધ્યેય દિ જાન - 1

સાંજ પડે છે, એટલે દિવસનો અંત આવતો જાય, સુર્યનારાયણ આભ માંથી વિદાય લેતા હોય છે , જીવન રૂપી આભમાં અંધકાર થવા લાગે છે , પણ કુદરતે ધાર્યું તે થવામાં સોમ ના શીતળ અંજવાળામાં નવો મેળાપ બંધાઈ પણ જાય છે ,કુદરત ક્યારે ,કોને ,કેમ મળાવે એ કુદરત જ જાણે છે ,પણ આપણે એ સંગાથ ને કેટલો અને ક્યાં સુધી નિભાવવો એ આપણા પર નિર્ભર હોય છે ,

આવોજ એક અણધાર્યો અજાણી વ્યક્તિ સાથે મારો સબંધ બંધાયો એ વ્યક્તિ કોણ છે , ક્યાંની છે , શું કરે છે એ જાણ્યા વગર જ સંબંધની શરૂઆત હતી ભગવાનને ભેટો કરાવવો હશે એમ સમજીને સંબંધ ને આગળ ચલાવીયો

મારી જીંદગી માં શુકામે આવી અને શું કર્યું એ નહિ પણ એની જીંદગી એ કેમ જીવી છે , ને કેવા સબંધો હતા એ લખવાનો છુ


"પ્રેમ એવો કરવો કે પ્રેમી માર્યા પછી પણ એને મળવા આવે તો મળદા માં પણ પાછી જાન આવી જાય."


"જાન" એક એવી છોકરી છે , જેને મે માત્ર વાતોમાં અને ચિત્રોમાં જ જોઈ છે , અમે એક બીજાને વાતોથીજ સમજ્યા છીએ , અજાણતા જાનના ચિત્રો જોઈને એને મે મેસેજ કર્યો ખબર નોતી સામે જવાબ મળશે કે નહિ , પણ એનો જવાબ આવ્યો ચિત્રો દોરવા એનો પણ શોખ હતો અને મારો પણ , એજ કલા એ અમારો મેળાપ કરાવ્યો , અને એનાથીજ જીંદગીમાં નવા રંગો પૂરવાની શરૂઆત કરી ,


જાન દેખાવે ખુબજ સુંદર અને ગુસ્સાવાળી લાગે , પણ અંદરથી એટલીજ નરમ અને હેતાળ છે ,


" નથી જાણતો હું એ બોલતી એના બ્રમ્હ ને , મારી અંદરની વાણીને અવકાશમાં વેગ આપ્યો એટલુંજ જાણું છું."


એના ચિત્ર ને લગતા સવાલો પરથીજ વાતનો વેગ શરૂ કર્યો અને એની નીજી જિંદગી વિશે જાણવાનો પ્રયાસ કર્યો શાંતિપૂર્વક અને લાગણીથીજ એના જવાબો આવતા અને એ પણ મારી સાથે એટલે વાતો કરતી કે એના વખાણ કે એની સાથે કોઈ સંબંધ બાંધવાની ઈચ્છા દર્શાવતો નઈ અજાણતાંજ વાતો કરતો એટલે મારી સાથે વાતો કરતી

એક દિવસ એનાજ bio માં લખેલ I HATE LOVE વિશે પૂછી લીધું , પહેલાતો સામાન્ય જ જવાબ આપ્યો કે કોઈને love કરવા માંગતીજ નથી love કરીને પછતાવું એના કરતા ના કરવો વધારે સારું આ જવાબ સાંભળીને એને એનાજ જબાબમાં ગુચવાળી છેવટે એના અંદરની વેદના બહાર કાઢી,


જાન એક ધ્યેય નામના છોકરાને પ્રેમ કરતી અને એનો એ પ્રેમ મળવાનો કિસ્સો પણ રસપ્રદ હતો,

બને ભણતા ત્યારે દયેય ને તેના પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો રોજ ટ્યૂશન માં સાથે વર્ગ માં બેસવાનું થતું એમાં ધ્યેય નું ધ્યાન બોર્ડ કરતા જાન સામેજ વધારે રેતુ અને જાન ઘરે જાતી ત્યાં સુધી એની પાછળ પાછળ ઘર સુધી મુકવા જતો ધ્યેય ને એમકે જાન ને ખબર નથી પણ જાનને એ એની હરકત ની ખબર હતી, ધ્યેય મનમાની કરવામાં અને કોઈનાથી ના ડરતો, એક દિવસ ધ્યેય એની લાગણી જાનને કઈ દીધી અને જાને જ એને ધમકાવ્યો એની પાછળ પાછળ ના જવા માટે કે એની નજર થી દૂર રહેવા અને એના ભાઈ ને કઈદેવાની ધમકી આપી ધ્યેય જાન ના ભાઈ થી ડરતો કેમકે એના ભાઈ નું ગામમાં નામ મોટું હતું છતાં પણ પ્રેમ ના ખાતર બધું સાંભળીને મગજમાં ના લીધું રોજબરોજ જેમ રેતો જાન માટે એમજ રેવાનું ચાલુ રાખ્યું છેવટે જાન ને એ મનમાં બેસવા લાગ્યો અને તેના પ્રત્યે લાગણી આવવા લાગી એક દિવસ ફરીથી ધ્યેય એની સાથે વાતો કરવાનું ચાલુ કર્યું અને વાતો વાતો માંજ બંનેના નજીક આવવા લાગ્યા ને ધ્યેય એના ધર્યા પ્રમાણે પ્રેમ નો એકરાર કરી દીધો અને જાને સ્વીકારી લીધો બંનેએ આવત એકબીજા માટે સીમિત રાખી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED