Dhyey di jan - 3 books and stories free download online pdf in Gujarati

ધ્યેય દિ જાન - 3


જાન મને બધું એટલે કેતી હું એને સમજતો અને સારાત્મક વિચારો આપતો નોતો મારામાં સ્વાર્થ કે એનામાં સ્વાર્થ એનેજ મિત્રતા કેવાય એવીજ મિત્રતા અમારે હતી,


ના છૂટકે ઋષિ સાથે સગાઇ કરવી પડી એવું લાગતું મન એનું ધ્યેય માંજ હતું, ધ્યેય નો પરિવાર પણ જૂની રૂઢિ ધરાવતો આવનારી છોકરીને બાર જવાની છૂટ નોતી ઘરમાંજ બંધાઈને રેવાનું ઘરકામ સિવાય દખલ નહિ કરવાની અને લવ મેરેજ ના વિરોધી હતા ધ્યેય એટલે ઘરે પણ કઈ શકેએમ નોતો,


મનમેળ થાય તોજ પ્રેમ થાય પણ પરિવાર નો મેળ થાય તોજ લગ્ન થાય એવું શક્ય નોતું, કાઠિયાવાડ માં લગ્ન માટે છોકરાની ઘરથી માંગુ જાય બંનેના સગા વાત ચલાવે એમજ લગ્ન ની પરંપરા ચાલતી છોકરો કે છોકરી સામેથી ઘરે કઈ શકે એવું ક્યારેક્જ બને જેના ઘરે એવું શક્ય હોય,


એ બાબતે બને ભેગા ના થઇ શક્યા એટલે એની જિંદગીમાં દુઃખ ના ડુંગરો આવીગયા એવું લાગવા માંડ્યું એ વાતથી દૂર રાખીને એને ખુશ કરવા મેં મારામાં ધ્યાન દેવાની કોસીસ કરાવી,


જાન મને કેતીજ હવે કોઈ મને ઇમ્પ્રેશ ના કરી શકે એવું પથ્થર દિલ થઇ ગયું છે, એટલે મેં કીધું ખોટું ના લાગેતો હું કોસીસ કરું તું કેતો એને હા પાડી મેં એને ૨૪ કલાક નો સમય આપ્યો કે તને લખીને મોકલીશ ઇમ્પ્રેશ થા તો કેજે એટલે એનું ધ્યાન ફરીગ્યું અને મારુ વિચારતી થઇ કે શું કરશે મને ઇમ્પ્રેશ કરવા,

મેં એના માટે કાવ્ય જેવું પેલીજવાર મારી જાતે લખ્યું,ક્યારેય કઈ લખ્યું નોતું ને હિમ્મત રાખીને લખ્યું

"કેવી મળી છે."

આ જિંદગી કેવી મળી છે,

ક્યારેક ઉગતા સૂર્ય જેવાને મળાવે છે

ક્યારેક રાત્રીના અંધકાર જેવાને મળાવે છે

જિંદગી તું કેવી મળી છે,

નથી જાણતો તું એવાને મળાવે છે

કોઈ આત્મીય સહારો લાગે એવાંનેતું મળાવે છે

જિંદગી તું કેવી મળી છે,

નોતું ધાર્યું એવીનેતે મળાવી છે

એક તેજ રૂપી કિરણ ને મળવી છે

ચાંદની રાતના શીતળ જળ જેવી કોમળ ને તે મળાવી છે

દેખાવે અમાશના ઘુઘરાતાં વાદળની જેમ એવી તે મળાવી છે

જિંદગી તું કેવી મળી છે,


ભટકી રહે એના સપનાની દુનિયામાં એવી ને તે મળાવી છે

સંસાર ને સુખી રાખવા દુઃખ ના ઘૂંટડા પીને જીવનારીને તે મળાવી છે

સાચો સાથ છોડીને આવનારા સાથ સાથે જીવનારીને તે મળાવી છે

જિંદગી તું કેવી મળી છે,

કાળજાને વીંખીને મુખ પર સ્મિત રાખનારીને મળાવી છે

પોતીકા ના ઘા સહન કરીને જીવનારી ને તે મળાવી છે

સચ્ચાઈને મારીને ખરાબી નો દેખાવ કરનારીને તે મળાવી છે

જિંદગી તું કેવી મળી છે,


નથી જાણતો જિંદગી, તે મને કેમ મળાવી છે,

વિશદ નિકુંજ માં રહેનારી ને તે મળાવી છે

મન મૂકીને જીવનારી ને તે મળાવી છે

જિંદગી નો એક અંશ નિભાવવા મળાવી છે

જિંદગી તું કેવી મળી છે,

જિંદગી રૂપી પુસ્તકની ખુશ્બુ મહેકાવવા તે મળાવી છે

વર્ષો જુના મિત્રની જેમ મળાવી છે

નારિત્વનાં ભાવ નું ભાન કરાવવા તે મળાવી છે

સમય ને પણ સમય આપનારી ને તે મળાવી છે

જિંદગી તું કેવી મળી છે,


એની જિંદગીનો રસ્તો બતાવવા તે મળાવી છે

સચ્ચાઈથી વંચિત થઇ રહેલ ખરાબી નો અંત કરાવવા તે મળાવી છે

દુનિયાદારી થી ભાગતીને ભાન કરાવવા તે મળાવી છે

જિંદગી તું કેવી મળી છે,

નથી ખબર શું? છે એના મનમાં મારાવિશે એવી તે મળાવી છે

મને તો મારા મનની સમાજનારી ને તે મળાવી છે


કેમ કહેવું જિંદગી, તે મને ગમતીને મળાવી છે.


આ એના માટે અને મારા માટે પેલી વાર લખ્યું તું કુદરત ને કરામત કરવી હશે એટલે પ્રકૃત્તિ એ મને એના શબ્દો મારા મનમાં મોકલ્યા,

જાન રાહ જોતીતી હું શું કરીશ એને ઈમ્પ્રેસ કરવા અને સમય પૂરો થવામાં વાર હતી ને મને કીધું શું કરવાના તમે એટલે મેં ઉપર નું કાવ્ય એને મોકલ્યું અને એને વાંચ્યું એટલે વિચારતી થઈગઈ પહેલાતો એને બોવજ સારું લાગ્યું અને ઈમ્પ્રેસ થઇ ગય એને નોતી ખબર કે એના વિશે લાખીનેજ મોકલીશ અને એની પાસે એની લાગણીના શબ્દો નોતા મને કહેવા માટે પણ એની લાગણીને સમજી એની સરત ને મેં જીતી લીધી





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED