Sister is serching you my brother (part 2) books and stories free download online pdf in Gujarati

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 2)

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 2)
આખરે કાતિલ કોણ?

મિત્રો આગળના એપિસોડમાં તમે જોયુ કે..

અવની અને અમર ભાઈ બહેન કોલેજ માં અવની નું એડમિશન કરવા જાય છે..અને ત્યાં પ્રથમ મળેછે .
એની ઓળખાણ થાય છે અને અવની અને પ્રથમ ફ્રેન્ડ બને છે સાથે કોલેજ જય અને ભણે છે.

એમના વચ્ચે ધીરે ધીરે પ્રેમ પાંગરે છે..અને છેવટે.. પ્રથમ કોલેજ વચ્ચેજ અવનીને પ્રપોઝ કરેછે અને અવની હા પાડે છે બધુજ મસ્ત ચાલતું હોય છે ત્યાં જ બીજા દિવસે અચાનક પ્રથમ નું ડેડબોડી મળે છે અને અમર ગાયબ હોય છે એની બોડી પાસેથી અમરની રાખડી પણ મળેછે..

વાતને સમજી જતા વાર નથી લાગતી અને અવની ભાઈને પ્રથમને મારવાનું કારણ પૂછવા માટે એના આવવાની રાહ જોવે છે..

હવે જોવો આગળ શું થાય છે..

તો અમર ગાયબ હોયછે અને અવની ના મનમાં અનેક સવાલો હોયછે .એના ભાઈ માટે ફરિયાદ પણ હોયછે.. કેમ ભાઈ..કેમ એનાથી થોડું મોટેથી બોલાય ગયું અને આસપાસ ઉભેલા જોવા લાગ્યા એ સ્વસ્થ થતા ત્યાંથી નીકળી ગયી.

અવનીને ઘર પણ જાણે ખાવા દોડે છે. આમતો બન્ને ભાઈ બહેન ઘરમાં ધમાલ મચાવતા હોય.. આખો દીવસ ધીંગા મસ્તી કરતા ને લડાયી પણ કરતા કોઈવાર તો રિસાય જાયને પછી 2-3 દિવસે માને એવો અમરનો ગુસ્સો..

ગુસ્સા પરથી અવનીને લાઈટ થયી ક્યાંક મારા અને પ્રથમ વિશે કોઈએ અમરને કઇ દીધું હોય અને અમરને ગુસ્સો આવ્યો હોય અને અમરે આવેશમાં આવીને ક્યાંક પ્રથમને...?

ના ના મારો ભાઈલો એવું ના કરે એકવાર તો મને પૂછીને ખરાઈ કરે..

પણ કદાચ પ્રથમ એ કોલેજ વચ્ચે અસમ પ્રપોઝ કરીને કર્યું તો હોઇ શકે કે.. કોઈ ગામના વ્યક્તિ એ એ વાત ને ઉલટી રીતે અમર સામે ચીતરી હોય અને અમરને ગુસ્સો આવ્યો હોય...! પણ તોય ભાઈ તારે મનેતો એકવાર પૂછવું તું આમ પ્રથમનો જીવ લેવાનો તારો કોઈ ઈરાદો ન હોય પણ ઉશ્કેરાટ માં આવીને કદાચ.. પણ ખૂન તો તે કર્યું જ કહેવાય..

તને ખબર છે તે કેટલી મોટી ભૂલ કરીછે..?
પોલીસ ને ખબર પડશેતો..? તને પાતાળમાંથી પણ શોધીને જેલમાં પુરશે તું આટલું મોટું ગાંડપણ કયી રીતે કરી શકે.. એ પણ પ્રથમ જેવા ડિસેન્ટ છોકરાને એક સાવ નકામા ગુંડા જેવા ગામના છોકરાના કહેવાથી.. આટલું મોટું પગલું ભર્યું તે?

સાવ પાગલ.. તને પ્રથમ ને મારા પ્રેમ પર ભરોસો નહોતો..?
😢
સુ અમને એટલી નફરત કરે છે તું ભાઈ..? તું ક્યાં છે ?
સુ કરે છે.? કેમ મને મૂકીને ભાગી ગયો..પ્રથમ જોડે મને પણ મારી નાખી હોત તો.. આ રોજ રોજ મનોમંથન માં જ્વાળાઓ નો અગનગોળો મને એકલીને આખેઆખી બાળી તો ના કાડતને..?
આ બોજ જીરવાતો નથી..મને મેલીને ક્યાં વયો ગયો ભાઈ..તું અવિજને એકવાર હું તને પોલીસ થી બચાવીશ મારે તું સલામત જોઈએ છે ભાઈ ઝટ અવિજા બસ.. અને અવની વિચારતા વિચારતા સુઈ જાય છે.


***

સવાર પડતા જ અવનીનો મોબાઈલ રણકે છે.. ટ્રીન..ટ્રીન..ટ્રીન...ટ્રીન..

" હેલો "
" કોણ ? "


મિસ અવની હું ઇન્સ્પેકટર ગોવિંદ બોલું છું..
હા બોલો સર

ઍક્ચ્યુલી તમારે અત્યારે જ પોલીસ સ્ટેશન આવવું પડશે તમારા ભાઈ નું ફોન લોકેશન મળ્યું છે આપડે ત્યાં જવું પડશે..
ઓકે સર. જઈએ..હું રેડી થયીને આવું.

અવની રેડી થાય છે .રસ્તામાં એના મનમાં ઘણા સવાલો થાય છે શું થયું હશે.? પોલિસને સચ્ચાઈ ખબર પડી ગયી હશે..? ભાઈ ને પકડી લેશે..😢

ના. ના..હું પણ શું નેગેટિવ વિચારું છું..ભાઈની ઉંમર લાંબી થાય ..મારો ભાઈલો આવું ન કરે મને અંદરથી વિશ્વાસ છે. અને ત્યાં સુધીમાં પોલુસ સ્ટેશન આવી જાય છે..

અવની ને જોતાં પોલીસ એને લઈને ગાડી સ્ટાર્ટ કરીને નીકળી પડેછે gps સિસ્ટમ દ્વારા લોકેશનનો તાગ મેળવીને પાછળ પાછળ જાય છે.. પણ અચાનક ગાડી ઉભી રહે છે.

શુ થયું ઇન્સ્પેકટર સાહેબ..?

લોકેશન આટલે સ્ટોપ થાય છે..આટલે જ તમારો ભાઈ હોવો જોઈએ અને બધા નીચે ઉતરી આસપાસ અને ઝાડીઓમાં જોવા લાગે છે..

અચાનક ..એક કોન્સ્ટેબલ બુમ પાડે છે..સર..અહીં આવો..

શુ થયું કોન્સ્ટેબલ ? સર અને અવની દોડીને ત્યાં જય છે
જોવે છે કે એક કૂતરું એક લાશ ફેંદી રહ્યું હતું..અને ખુબજ દુર્ગંધ મારી રહી હતી ત્યાં..બાજુમાં જ અર્ધ બળેલી હાલતમાં મોબાઈલ મળ્યો .
જે જોતા જ અવની ચીસ પડે છે..અમર....રરરરર..
એક નિસાસો નાખી દે છે મારા ભાઈલા.. તે ..તે..એને તમમર આવી જાય છે આંખ આગળ અંધારા આવી જાય છે એ પડવા જ જતી હતું પણ એજ મહિલા કોન્સ્ટેબલે એને ઝીલી લીધી..એ ગુમસુમ થયી જાય છે...એ રડતી જ રહે છે..એના ભાઈને યાદ કરીને..

પોલીસ લાશ ને પોસ્ટમોર્ટમ માટે લઈ જાય છે

વાંચો આગળના ભાગ મા કાતિલ કોણ..?

તમને મજા પડી ..? તો પછી રાહ જોયા વગર કમેન્ટ અને શેર જરૂર રજો..
ત્યાં સુધી આવજો


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED