sister is serching you my brother (part 1) books and stories free download online pdf in Gujarati

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 1)

બહેન તને શોધે છે ભાઈ

પાત્રો - અવની , અમર (ભાઈ - બહેન) , પ્રથમ -અવની નો પ્રેમ

એક નાનકડું ગામ , " અદિલપુર " એનું નામ . એમાં અવની અમર નામે સગા ભાઈ બહેન રહેતા હતા.

અવની 12 માં ધોરણ પૂરું કરીને કોલેજમાં એડમિશન લે છે કોલેજ ગામથી દૂર શહેરમાં હોય છે. અવની આર્ટસ માં ગુજરાતી વિષય માં એડમિશન લે છે..બસ ના પાસ માટે નું ફોર્મ પણ ભરે છે જેથી એજ દિવસે બધું કામ પતી જાય અને બીજો ધક્કો ના થાય...

કોલેજ અઠવાડિયા પછી ચાલું થવાની હતી.. અવની નો ભાઈ અમર પણ સાથે હતો બન્ને કોલેજથી ગામની બસમાં પાછા ફરે છે ..ત્યારે એમના જ ગામનો જ પ્રથમ મળે છે અમર સાથે વાતો થાય છે..

વાતવાતમાં ખબર પડે છે કે એણે પણ અવનીની જ કોલેજમાં એડમિશન લીધું હતું. અમર ખુશ થાય છે કે હાશ.. હવે અવની ને અભ્યાસ અને અપડાઉનમાં મદદ મળશે. એમ સમજીને અવનીની ઓળખાણ કરાવે છે..

અવની અને અમર ઘેર પહોંચે છે અને પ્રથમ નો મોબાઈલ નમ્બર પણ અમર સેવ કરે છે. પછી પોતપોતાને કામે લાગે છે.

એક અઠવાડિયા પછી કોલેજ જવાનું હોયછે એટલે અવની અને અમર બધી તૈયારીઓ કરે છે.. ગામમાં નાના બજારમાંથી બુક્સ ને જરૂરી સ્ટેશનરી લઈને આવે છે..

આજ કોલેજનો પહેલો દિવસ હતો એટલે અમર એને બસસ્ટેશન સુધી મુકવા જાય છે..ક્યારેય અવની એકલી ગામ બહાર નહોતી ગયી હમેશા ભાઈ બહેન સાથે જ જતા હોય છે. બસની રાહ બન્ને જોતા હોયછે, ત્યાં જ પ્રથમ મળે છે એટલે એને ભળાવી ને અવની ને સંભાળીને લઇ જવા કહેછે .

પ્રથમ : અમરભાઈ તમે ચિંતા ન કરો અવનીને હું સાચવીને લઇ જઈશ.

અવની સામે જુએ છે અને માથું ધુણાવે છે જવાબ માં અવની સ્માઈલ કરે છે.

અમર વિદાય લે છે અને અવની અને પ્રથમ બન્ને જોડે સીટ પર બેસે છે.. કોલેજ જાય છે.. કોલેજ માં બધા ફ્રેન્ડ્સ જોડે ફ્રેન્ડની બેન તરીકે ઓળખાણ કરાવે છે .બધા એનું વેલકમ કરેછે.

થોડા દિવસો માં બધા નું સારું એવું ગ્રૂપ બની જાય છે.અને અવની અને પ્રથમ પણ સારા મિત્રો બને છે.. રોજ સાથે બસમાં આવજા કરવી પ્રથમ અવની ની સીટ રિઝર્વ રાખતો..હમેશા કલાસ માં પણ સાથે બેસતા પ્રથમ હોશિયાર પણ હતો એટલે અવનીને અભ્યાસ ની ચિંતા નહોતી ..

સમય ધીમે ધીમે આગળ વધે છે. હવે કોલેજ માં પણ બન્ને ની મિત્રતા નો પ્રચાર થયી ગયો હતો. બન્ને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે કોલેજ ગાર્ડન, લાયબ્રેરીમાં , બસમાં પણ સાથે અજાણ્યા લોકો તો એમને કપલ્સ સમજતા.

એકવાર બસમાં એક માજી ને ઉભા રહેલા જોઈને પ્રથમ એમને પોતાની સીટ આપી દે છે અને માજી બેસીને આશીર્વાદ આપે છે. કે ' ..."ભગવાન તમારી બન્નેની જોડી અમર રાખે.."

પ્રથમ અવની સામું જુએ છે અને બન્ને હસી પડે છે. બીજા દિવસે કોલેજ માં આ વાત દોસ્તો ને કરે છે અને એમના દોસ્તો મજાક માં કહે છે કે હા તમારી જોડી છે તો મસ્ત છે..😊

અને પ્રથમ ને પણ ગમે છે..આમતો પ્રથમને અવની પહેલી નજરમાં જ ગમી ગયી હતી પણ અમર સાથેની દોસ્તી ને લીધે સંકોચ થતો કહેતા પણ આજે જ્યારે દોસ્તો એ પણ કીધું એટલે એને પણ ગમ્યું અને અવની નું મૌન પણ જાણે મુક સંમતી આપતું હતું.
એણે અવની સામે જોયુ અને અવની પણ એનીજ સામું જોઈ રહી હતી.. બન્ને વચ્ચે મૌન પણ એમની લાગણીઓની ચાડી ખાતું હતું.

આજ અવની થોડી શરમાઈ રહી હતી ..એની આખોમાં ચમક અને ચહેરા પર લાલીમાં છવાય જાય છે. પ્રથમ પણ એ જોઈ ખુશ થયી જાય છે જાણે એને ગ્રીન સિગ્નલ મળી ગયું હોય એમ હર્ષ એના ચહેરા પર દેખાઈ આવે છે.

ટૂંક સમયમાં બન્ને ની exam આવે છે બન્ને દિવસ આખો રીડિંગ કરે છે અને સાથે પ્રથમ અવનીને કોઈ પ્રશ્ન સમજમાં ના આવેતો હેલ્પ પણ કરેછે. પછી એમની exan નો દિવસ આવે છે.

આજે રોજની જેમ અવની બસ સ્ટેશને ઉભી હતી ને પ્રથમ બાઇક પર આવ્યો

અવની : ઓહો આજે કેમ બાઇક.?

પ્રથમ : અરે exam માટે લેટ પડવા નય માંગતો કોઈ રિસ્ક નય લેવું એટલે.. ચાલ બેસી જા..

અવની : અરે .. પણ.. કોઈ જોઈ જશે તો..?

પ્રથમ : અરે ..કોણ જોવે ગામના લોકો..? એતો રોજ અપડે બસમાં જઈએ તો જોવે જ છેને. આજ બાઇક માં ચાલ...

થોડું વિચારીને અવની પ્રથમ ની પાછળ બાઇક માં બેસી જાયછે અને પ્રથમ સ્પીડ કરે છે ..

અવની :ઓયે ધૂમ ના રિતિક જરા આહિસ્તા..! નયતો exam માં નય હોસ્પિટલ માં મળશું..😀

પ્રથમ : અરે તને બીક લાગતી હોયતો મને પકડી લેને..?

અવની : એમ તને પકડું તો ના લાગે બીક?

પ્રથમ : હા મેડમ

અવની : એવું તને ક્યાં મૂર્ખા એ કહ્યું..

પ્રથમ : અરે એમાં શુ..? કોણ કહેવાનું મારા મિત્રો એમની ફ્રેન્ડ્સ ને પકડીને બેસેછે કે અને એ સ્પીડમાં ચલાવે એટલે બીક નય લાગતી છોકરીઓ ને .

હું કઈ એ બધી છોકરીઓ જેવી ગાંડી થોડી કે બોયફ્રેન્ડ ના ગાંડાવેડા ચલાવી લઉ તારે સ્લો જ ચલાવું પડશે..

ઓકે મેડમ કહી ને સ્પીડ ઘટાડવા બ્રેક મારવા જાય ને અવની પ્રથમને અથડાય છે. બન્ને યુવાન હૈયા ને આ પેહલો સ્પર્શ...☺️ રોમાંચિત કરી મૂકે છે. અવની શરમાય જાય છે અને નીચું જોઈ લે છે, બાઈકના કાચમાંથી પ્રથમ એ જોઈ જાય છે..

એના ગુલાબી ફુલથીય કોમળ હોઠ પર આછેરું સ્મિત.. કોમળ કળીઓ જેવા દાંત, અને એના ચહેરા પરની લાલિમા એના સૌંદર્ય ને ઔર નિખારે છે..

કોઈપણ છોકરો આ પરી જેવી છોકરીને જોઈ દિલ ખોઈ બેસે! આ પ્રથમ હતો એનું પણ દિલ ધકધક કરવા લાગ્યું ને પછી આખા રસ્તે એણે ધીમે ધીમે પણ વચ્ચે વચ્ચે બ્રેક મારીને ચલાવ્યું. એ વખતે અવની નો સ્પર્શ માણી રહ્યો હતો.. બન્ને ખૂબ શાંત હતા પણ મન ની ઊર્મિઓનો આવેગ છલકતો હતો.. અવનીએ પણ કાંઈપણ કહયું નહિ એને પણ ગમ્યું હતું .. એટલે પ્રથમ વધુ ખુશ થયો હતો..

એને તો થયું કે બાઇક ઉભી રાખીને અવનીને જોરથી હગ કરીલે અને એક તસ્તસ્તુ ચુંબન કરી દે અને આજેજ એને પ્રપોઝ કરી દે એનાથી હવે રાહ નહોતી જોવાતી..અવનીની પણ કંઈક એવીજ મનોદશા હતી .એના મન ને મહાપરાણે કાબુ માં કર્યું.. અને જોતજોતામાં કોલેજ આવી ગયી

બન્ને પોતપોતાના બ્લોક માં પેપર આપ્યું કુલ 4 પેપર હતા એટલે આજે છેલ્લું પેપર હતું ને પ્રથમ નું મન આજ પેપર માં લાગતું નહોતું એને એમ થયું કે ક્યારે પેપર પતે ને દોડીને અવની ને વ્હાલથી વળગી પડે. અને લગ્ન માટે પ્રપોઝ કરી દે. સામે અવની પણ આ બુદ્ધુ ની પ્રપોઝ કરવાની રાહ જોઈ રહી હતી એને પણ આજ પેપર માં રસ નહોતો.

આખરે પેપર પતે છે અને પ્રથમ દોડીને અવનીને ચોંટી પડે છે એને કંઈજ ભાન નય રહેતું આસપાસ કોણ છે.. ટોળું આ દ્રશ્ય જોઈ એક મિનિટ માટે સ્તબ્ધ થયી જોઈ રહે છે.

પ્રથમ : અવની આઈ લવ યુ..,😍 આઈ કાન્ટ વિધઆઉટ યુ..!😘 ♥️

અવની પણ જાણે રાહ જોઈ રહી હોય એમ તરત જ ' હા' પાડી દે છે

આસપાસ નું ટોળું તાળીઓથી વધાવી લેછે. પ્રોફેસર પણ આ જોડી થઈ ખુશ હતા. બન્ને કોલેજ ના ટોપર હતા એટલે એમને પણ વાંધો નહોતો બન્ને જોડે રહે એનો.

દોસ્તો આવીને કૉંગ્રટ્સ કહે છે અને પાર્ટી માંગે છે..

પ્રથમ : આપીસ..હવે ચાંપલાઓ હાલ અમને એકલા મુકો અમે એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માંગીએ છીએ..

ઓહોહો..હો..ઓ. ઓ...

" દોસ્ત દોસ્ત ના રહા... "

" દુશમન ન કરે દોસ્ત ને વૉ કામ કિયા હે.."

વગેરે જેવા ગીતો ગાતા ને મજાક કરતા નીકળી જાય છે..

"પાગલો.. છે.. દોસ્ત ની ખુશી માં ગીતો ગણગણે છે "પ્રથમ હસીને અવનીને કહેછે

હા તો એનેજ દોસ્ત કહેવાય ને... આપડા દુખે દુઃખી અને આપડા સુખે સુખી..

****

અવની અને પ્રથમ ને આ રીતે મળતા ગામનો એક યુવાન સાંખી નથી શકતો એને પણ અવની ગમતી હતી.. એને અમર ને કોલ કરી દીધો અને પ્રથમ વિરુદ્ધ કાન માં ઝેર ભરાવ્યું.

બીજા દિવસે સવારે અમર અને અવની ને મામા ને ત્યાં જવાનું હતું .પ્રથમ મુકવા આવે છે અમર એ જુએછે અને કઈ બોલતો નથી પણ અવની ને ઘેર પોતાની વૉચ ભૂલી ગયો છે એમ કહીને મોકલે છે ..

અવની જલ્દી જઈને પાછી આવે છે પણ ત્યાં ના તો પ્રથમ હોય છે કે ના એનો વ્હાલસોયો ભાઈ અમર..

એને પ્રયત્ન કરયો બન્ને ને શોધવાનો..મિત્રો ,સગાંવહાલાં, બધેજ ફોન છેવટે બન્ને ની ગુમશૂદા રિપોર્ટ પણ નોંધાવી .

આજ અવનીને ખૂબ દુઃખ થયું જે એની લાઈફ માટે સૌથી ઈમ્પોર્ટન્ટ હતા એ બન્ને. એને આમ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા બન્ને નો ફોન પણ 'આઉટઓફ રિચ ' બતાવતો હતો. એ એકલી હતી ને આખી રાત બન્ને વિશે વિચારતી સુઈ જાય છે.. સવાર પડતા જ ઇન્સ્પેકટર નો ફોન આવે છે અને સામે છેડે અવાજ આવે છે.
હેલો મિસ અવની. ?
હેલો હા હું જ અવની..
તમે પ્લીઝ અત્યારે પોલીસ સ્ટેશન આવશો તમારા ભાઈ અને ફ્રેન્ડ નું પગેરું મળ્યું છે.

ઓહ. એમ હું હમણાંજ આવું અને અવની દોડતી જાય છે
.
***

(પોલીસ સ્ટેશન માં.)

સર હું અવની
ઓહ મિસ અવની આવો હું તમારીજ રાહ જોતો હતો ચાલો મારી સાથે..
અને અવનીને સ્ટોર રૂમમાં લઇ જાય છે ત્યાં અસ્તવ્યસ્ત સમાન અને એક ટેબલ હતું જ્યા એક સફેદ ચાદર ઓઢેલું
કોઈ સૂતું હતું.

અવની ને ગભરાહટ થાય છે અને આગળ વધવાની હિંમત નય થતી.

તમે મને શું બતાવવા માંગો છો..? સાફ સાફ કહો..! અવની ધ્રુજતા સ્વરે બોલે છે એને કંઈક ખોટું થયી ગયા નો અણસાર થાય છે.

નર્સ આગળ વધે છે અને એ ચાદર હટાવે છે..

પ્રથમ.... અવનીના મોમાંથી ચીસ...નિકળી જાય છે

દડ-દડ આંસુડાં પડે છે એ જમીન પર ફસડાઈ પડે છે .. અને બેહોશ થયી જાય છે.

જ્યારે ભાન માં આવે ત્યારે હોસ્પિટલ માં હોયછે..
અને આસપાસ ડોકટરો અને નર્સ હોય છે એમને જાગેલી જોઈ પોલીસ નિવેદન લે છે..અને અવની એના ભાઈ વિશે પૂછે છે..
પણ પોલીસ એમ કહે છે સોરી અમે તમારા ભાઈ વિશે કોઈ ખાસ માહિતી નથી પણ જ્યાંથી પ્રથમ ની લાશ મળી ત્યાંથી તમારા ભાઈ મી આ રાખડી મળી છે.. જે તમે ફરિયાદ માં ઓળખાણની નિશાની રૂપે લખાવી હતી.. અવનીને શોક લાગે છે. પ્રથમ ને ભાઈ એ..??
એના શબ્દો બોલતા અટકી પડે છે..

મિસ હોઈ શકે શુ તમારા ભાઈ ને પ્રથમ ને કોઈ વાતે ઝગડો થયો હતો?

નો સર. એ બન્ને તો સારા મિત્રો હતા.. આવની એટલુંજ બોલે છે એને ખબર પડે છે કે ભાઈએ જ પ્રથમ ને..

" કોઈ વાંધો નય અમે આગળ તપાસ કરીશું " પોલીસ બોલે છે

અવની નીકળી જાય છે અને વિચારે છે
કેમ ભાઈ કેમ...પણ ભાઈએ એકવાર મારી સાથે ડિસ્કસ કરવું જોઈતું હતું. એમની પ્રતિષ્ઠl ને ઠેસ પહોંચે એમ હું કંઈજ ના કરત. એમને સમજાવતા અમે બન્ને મળીને..

પણ ભાઇ એ આવું કેમ કર્યુ..? એમનો જીવ કેમનો ચાલ્યો..? પ્રથમ એમનું કેટલુ માન જાળવતો..! મને સાચવતો..!
કેમ ભાઈ ? કેમ..?

અને અવની ના મનોમંથન માં ક્યાંક ખૂણે આ સવાલો ધરબી દે છે અને મન માં એક ગાંઠ વાળે છે ભાઈ ની રાહ જોવી જ રહી એમને ઘણાં સવાલો પૂછવાના છે.

ક્યારે આવશે મારો ભઈલો..? 😢

સમાપ્ત...🙏♥️
મિત્રો આમતો સ્ટોરી નો પૂર્ણવિરામ મુકાય ગયો છે .સ્ટોરી ગમેતો લાઈક કરજો અને પાર્ટ 2 જોઈએ તો કમેન્ટ કરજો..
.જય હિન્દ...

સ્ટે એટ હોમ અને મારી સ્ટોરીઓ વાંચતા રહો.કોરોના ને ભૂલી જશો.. ડર ને કા નહીં..ઘરપે રહેકે લડને કા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED