PADYAMALA-PART -1 books and stories free download online pdf in Gujarati

પદ્યમાલા-ભાગ-1

સૌગાદ ( 1 )

જીવનની ગઝલ ગાવી હોયતો,

જીવનમાં સુર,તાલ અને લય જોઈએ.

જમાનામાં દર્દીલું ગીત ગાવા,

જીવનમાં ઝંઝાવાત જોઈએ.

ન મળે કયાંય કિતાબોમાં -ગીતા-

એવા ખયાલાત જોઈએ.

અજવાળું આપવા અન્યને,

દીપકે જાત જલાવવી પડે છે,

સુવાસ પાથરવા જિંદગીની ,

ફૂલોને પણ મસળાવું પડે છે.

ઈશ્વર નથી ક્યાંય મંદિર કે મસ્જિદમાં ,

એને ખોળવા ખોળિયું ખેલદિલ જોઈએ.

ચૂમે છે કદમો એના જ સફળતા,

જે જિંદગી ને નાખે છે પરિશ્રમનાં પૂરમાં,

જિંદગીને ટોચ પર નિહાળવા,

આગવી દ્રષ્ટિ જોઈએ.

નીલકંઠ બની પૂજાવા માટે ,

આકંઠ વિષપાન કરવું પડે છે.

સાચી વાત જમાનાને કહી શકે,

તેવી કલમમાં તાકાત જોઈએ.

ધ્રુવતારક બની ચમકી શકે આ જગમાં,

ગીતાને એવાં જ્ઞાનની સૌગાદ જોઈએ.

માણસ--( 2 )

ગીતા- પથ્થરને દેવ ગણી પૂજતો માણસ,

માણસને ન કદી ગણતો માણસ,

પથ્થર દિલ થઈ બેઠો માણસ,

જુએ બધું ટગર ટગર,

એક રુંવાડું ન ફરકે મગર,

આંખની સામે થાય અકસ્માત,

પથ્થર દિલ થઈ બેઠો માણસ,

સ્વાર્થમાં અંધ બની ફરતો માણસ,

સ્વાર્થ માટે જ કંઈક કરતો માણસ,

આકાંક્ષાઓની માયામાં રાચતો માણસ,

પૈસાની પાછળ પાગલ માણસ,

પથ્થર દિલ થઈ બેઠો માણસ,

જીવન આયખું વિતાવતો માણસ,

જીવનનો મર્મ ન જાણતો માણસ,

મૃગજળ પાછળ દોડતો માણસ,

ખાલી હાથ પાછો ફરતો માણસ,

પથ્થર દિલ થઈ બેઠો માણસ...

મારી ગુજરાત ગરવી ગરવી રે.....( 3 )

દુનિયામાં પ્રથમ પંકતિમાં પંડિત છે ગુજરાત,

ગીતાની કવિતામાં અંકિત છે ગુજરાત,

મારી ગુજરાત ગરવી ગરવી રે....

રંગીલા,મોજીલાં,મનચલાં મોરલાની,

મહેકતી,ટહેકતી,કૂદતી,ખેલતી,

ખમીરવંતી છે ગુજરાત.....મારી ગુજરાત ગરવી ગરવી રે....

મસ્તીભર ઝૂમતાં, આનંદે ઘૂમતાં,

મેળાઓની મજા મનભરી માંણતાં,

રંગોના ફૂવારે હોળી ખેલતાં,

પતંગોની મોજ આકાશે લૂંટતાં,

ખેલદિલ લોકોની છે ગુજરાત....મારી ગુજરાત ગરવી ગરવી રે.....

પ્રકાશપર્વની આવે જો દિવાળી,

ગુજરાતી પ્રજા બને દિવાની દિવાની,

નવરાત્રી ખેલે સંગ દાંડિયા ભવાની,

ધૂમ મચે રાસ-ગરબા જૂના-નવાની,

ઉત્સવ પ્રિય અને અનોખી છે ગુજરાત....મારી ગુજરાત ગરવી ગરવી રે.....

ખાણીપીણીમાં ખૂબ પાન-સોપારીને,

મોજ-શોખમાં ન્યારી,ન્યારી રે,

શાદી-બ્યાહમાં મનભરી મહાલેને,

ધર્મના નામે મૂકે ખુલ્લી તિજોરી ગુજરાત....મારી ગુજરાત ગરવી ગરવી રે.....

વેપાર,વાણીજ્યમાં કુબેર છે,

મધુર વાણી અને પ્રેમાળ છે,

શાંતિપ્રિય અને શાણી છે,

દુનિયામાં સઘળી ફેલાણી છે ગુજરાત....મારી ગુજરાત ગરવી ગરવી રે.....

ગાંધી અને નરસિંહની,

નર્મદ અને સિધ્ધરાજ જયસિંહની,

વીર-બહાદૂર સપૂતોની,

અતિથિને દેવ ગણી પૂજે છે ગુજરાત....મારી ગુજરાત ગરવી ગરવી રે.....

દ્નારકા,સોમનાથ અને સુદામાપુરી છે,

હીરે જડેલી ને સોને મઢેલી છે,

સ્વર્ગથી મહામૂલી છે-ગીતા-ની ગુજરાત.....મારી ગુજરાત ગરવી ગરવી રે.....

--ગુલાબી શીતળતા---( 4 )

પૂર્વમાં લાલી છવાઈ,

મૃદુ રવિની સવારી દર્શાઈ,

ઉષાની ચુનર લહેરાઈ,

સારી વનરાઈ મલકાઈ,

ધરતી અંબર સુંદર સુંદર,

પશુ-પક્ષીઓ ચહક-ચહક,

પુષ્પ કલીઓ મહક-મહક,

પવનની મસ્તી સનસન-સનસન,

પ્રાણી સૃષ્ટિ થરથર-થરથર,

મોર પપીહર થનક-થનક,

નદી-ઝરણાં ઝલક-ઝલક,

માનવીનાં મન છલક-છલક,

સવારની મહેફિલ મલક-મલક,

સરોવરમાં માછલીઓ સરક-સરક

દરિયામાં લહેરો લરક-લરક,

ગીતાનું સૃજન સરસ-સરસ,

ગીતાનું ગૂંજનગમક-ગમક......

વસંતનાં વધામણાં---( 5 )

ઊગી સોનલવરણી સવાર, વસંતનાં વધામણાં રે....

ઉડ્યાં અબીલ-ગલાલ ગગન, વસંતનાં વધામણાં રે....

ઊભા ગલગોટાં કરે સત્કાર, વસંતનાં વધામણાં રે....

હસે ગુલાબ, મોગરાને સંગ, વસંતનાં વધામણાં રે....

ડોલે ડોલર ને મહેકે ચંપો, વસંતનાં વધામણાં રે....

ખીલ્યા વન અને ઉપવન, વસંતનાં વધામણાં રે....

કેસૂડે પહેર્યા પીતાંબર, વસંતનાં વધામણાં રે....

છાયો પૂર બહાર વસંત, વસંતનાં વધામણાં રે....

કર્યા પંખીઓએ કલશોર, વસંતનાં વધામણાં રે....

ઉછળ્યાં નદી-ઝરણાં સંગીત, વસંતનાં વધામણાં રે....

છેડી પવને સુરીલી સરગમ,વસંતનાં વધામણાં રે....

મહોર્યા માનવીનાં મન, વસંતનાં વધામણાં રે....

ધર્યા ધરતી એ નવલખ રૂપ, વસંતનાં વધામણાં રે....

પ્રકૃતિએ સજ્યાં સોળે શણગાર,વસંતનાં વધામણાં રે....

ગીતામાં- કૃષ્ણનો સંદેશ, વસંતનાં વધામણાં રે....

હું છું ઋતુરાજ વસંત, વસંતનાં વધામણાં રે....

( આ મારી મૌલિક રચનાઓ છે...........ગીતા....... ડો. દમયંતી ભટ્ટ )

બીજા રસપ્રદ વિકલ્પો