નાળીયેરનું (શ્રીફળ) અમૃત સમાન દૂધ Natu Baldaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાળીયેરનું (શ્રીફળ) અમૃત સમાન દૂધ


ભારતીય પુરાણો અનુસાર નાળીયેર અથવા શ્રીફળ એ વિશ્વામિત્ર ઋષિની સૃષ્ટી નું ફળ છે. હિંદુ ધર્મ માં શુભ માંગલિક પ્રસંગોએ તેમજ દેવપુંજન, ભૂમિપુંજન, ગૃહ-વાસ્તુ, લગ્ન, સગાઇ, ધંધાનું ઉદઘાટન તથા મરણ પ્રસંગે શ્રીફળ નો ઉપયોગ થાય છે.

નાળીયેરનો પ્રત્યેક ભાગ લાભપ્રદ છે. તેથી તેનું નામ ' કલ્પતરૂ ' સાર્થક બંને છે. શ્રીફળ- નાળીયેર ના વૃક્ષના પણ ગરીબોની ઝૂંપડીના છાપરા તરીકે ઉપયોગ થાય છે. કાચું શ્રીફળ અર્થાત ત્રોફાનું પાણી તમામ દર્દીઓ અને પાણીના શોખીન માટે ઉત્તમ છે. શ્રીફળની ઉપરના છોડમાંથી કાથીના દોરડા, પગ લુંછણીયા, સાદડી જેવી વિવિધ ચીજો બનાવી શકાય છે.

દરિયાકાંઠાના પ્રદેશોમાં નાળીયેર ખાસ વધુ થાય છે. ખારી જમીનોમાં આવેલી નાળીયેર ૮-૯ વર્ષે ફળે છે અને તેનું ઉત્પાદન ૮૦ વર્ષ સુધી થાય છે. એક નાળીયેર ના વૃક્ષ પર વર્ષમાં ૧૫૦ થી ૨૦૦ નાળીયેર આવે છે. તેની મુખ્ય બે જાતો છે. મોહની તથા સાદી તેમાં મોહની જાતનું કોપરું જાડુ તથા સાકર જેવું મીઠું છે. સાદા નાળીયેરના કોપરા બહુ મીઠાશ નથી હોતી. નાળિયેરને સંસ્કૃતિ માં નારીકેલ, શ્રીફળ, નાલિકેર, હિન્દી માં નારિયલ, ખોપર, મરાઠીમાં મહાદ, માડ અને બંગાળીમાં નારીકેલ, કોલ કહે છે.

લીલા નારિયેરને ત્રોફા કહે છે. તેની અંદરનું પાણી ખુબ જ મધુર અને સ્વાદીષ્ટ લાગે છે. આરોગ્ય અને પોષ્ટિકતા ની દ્રષ્ટીએ તે ઉત્તમ છે. શહેરોમાં હરવા- ફરવા તેમજ પાણીના સ્થળે તે ખાસ વેચાય છે. સામાન્ય રીતે પરિપક્વ સફેદ, લીલું કોપરું ધરાવનાર પાણીવાળા નાળીયેર જરા ભારે, સ્વાદમાં મધુર, શીતવીર્ય, વાયુ તથા પિત્તદોષશામક વાયુદોષ અને મળો ને માર્ગે લઇ જનાર, સંકોચક, હૃદય માટે હિતકારી, પેયુ (બસ્તિ) સ્વચ્છ કરનાર, મૂત્ર સાફ લાવનાર, બળ આપનાર, પૌષ્ટિક, કફવર્ધક, શૂળ મટાડનાર તથા શોષ, તૃષા, દાહ, રક્તદોષ, ક્ષય્, તાવ અને ઉર:ક્ષત્ જેવા રોગો મટાડનાર છે. ઝાડાને કંઈક અંશે તે રોકે છે. ટાઈફોઈડ, કોલાઈટીસ, શીતળા, મરડો, ઝાડા, ડિપ્થેરિયા, કોલેરામાં નાળીયેરનું પાણી ખુબજ લાભપ્રદ બંને છે. સગર્ભા સ્ત્રી જો રોજ નાળીયેરનું પાણી પીએ અને તાજું લીલું કોપરું ખાય તો બાળક રૂપાળું અને તંદુરસ્ત જન્મે છે. જે બાળકને દૂધ ન પચતું હોય તેને નાળીયેરનું પાણી આપવાથી તે દૂધ પચી જાય છે તેમજ નાના બાળકોને ઝાડા-ઉલટી થાય ત્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થતા ' ડી-હાઈડ્રેશન ' થાય છે, ત્યારે તેને નાળીયેર ના પાણીમાં લીંબુનો રસ મિશ્ર કરી આપવાથી લાભ થાય છે.

શ્રીફળનું પાણી ગુણ માં ઠંડું પચવામાં હલકું, સ્વાદે મધુર, રુચિકર જઠરાગ્નિ વધારનાર, હૃદય માટે હિતકર, મૂત્ર સાફ લાવનાર, દાહશામક, શરીરનો રંગ સુધારનાર ઝાડો સાફ લાવનાર, રક્ત શુધ્ધ કરનાર તેમજ હેડકી, અતિ તરસ, ગરમી-પિત્તના વિકારો, પેશાબની અટકાયતના દર્દો, પેશાબના રંગ ની વિકૃતિ, ઉલ્ટી, મૂર્છા, પિતનો ઊનો હૃદયરોગ, લીવરના દર્દ, દવાની ઝેરી અસર, બાળકોનું અજીર્ણ, પથરી, તાવ, મલેરિયા, રક્તપિત્ત, અમ્લપિત્ત, રક્તસ્ત્રાવ, લોહીના ઝાડા વગેરે મટાડે છે. શ્રીફળનું પાણી ઉત્તમ જંતુરહિત-પૌષ્ટિક જળ છે.

શ્રીફળનું દૂધ બનાવવાની રીત:

સૌ પ્રથમ લીલું કોપરું લેવું



નાણા ટુકડા કરવા



શ્રીફળનું કે નાળીયેરનું પાણી રેડવું



મિક્ષ્ચર માં ક્રશ કરવું



મલ- મલના કપડા વડે ગાળી લેવું



પાણી જેવા ભાગને દૂધ કહે છે.


અર્ધપક્વ નાળીયેરનું દૂધ અને કુણું કોપરું સ્નિગ્ધ, બળ આપનાર, પચ્ચેથી મદુર, જરાક ગરમ તથા દૂધ તથા તેનું કોપરું સવારે ખાલી પેટે ખાવાથી પેટનાં અંકુશમુખ (હુક વર્મ) કૃમી બહાર નીકળે છે.આ દૂધ મોટી માત્રામાં મૃદુ જુલાબકર્તા છે. ઓપરેશન કર્તા પેહલા જો દર્દીને નાળીયેરનું દૂધ પીવડાવાય તો તેને રક્તસ્ત્રાવ ઓછો થાય છે. ગોનોરીયા (પ્રમેહ) માં તથા કોલેરામાં કુમળા નાળીયેરનું પાણી લાભકારી છે.


આમ, નાળિયેરના લાખો ગુણ છે.