Dadani cycle books and stories free download online pdf in Gujarati

દાદાની સાયકલ

ઘણીવાર એવું બને છે કે પુસ્તક નું શીર્ષક જ જાણે કહી દે વાર્તા સેના પર આધારિત છે. પરંતુ અંતે એ જાણવા પણ આતુર હોઈએ છીએ કે એ શીર્ષક આધારિત લખાણ શું જણાવા માંગે છે.
આ કોઈ કાલ્પનિક વાર્તા જેવુ નથી પરંતુ એક એવી લાગણીઓ છે જે આ સમયગાળા દરમિયાન યાદ આવી ગઈ છે.
દાદા સહુને વ્હાલા જ હોય છે. બચપનમા જે વાર્તાઓ દાદા સાથે સાંભળતા આજે નવાઈ લાગે કે આવું તો હોતું હશે. મારી આ લાગણીઓ અને શબ્દો પણ તમને કદાચ આવા જ લાગી શકે.
,એમ તો બાળપણ જતા સમય નથી લાગ્યો એવું લાગે છે પરંતુ બાળપણ ની યાદો હજુય મન મા ખ્યાલ લાવી ને હસાવી તો ક્યારેક રડાવી જાય છે.
મારો જન્મ થયાં ની ખુશી બધાને થઇ હશે પરંતુ જો વિચારું તો દાદા કદાચ સૌથી વધુ ખુશ હતા અને નારાજ પણ કારણ કે, પપ્પા ને મીલમાં નોકરી મળી ગઈ હતી અને એજ નોકરીના લીધે એમને હવે દાદા થી અલગ ઘર લેવાનું હતું.
‎ ઘર તો જાણે રસ્તા માં મળી ગયું હતું એ સમય માં પપ્પા ના ગુરુ એવા મુળજીભાઇ ૪૦, ૦૦૦ માં ઘર ની સગવડ કરી આપેલી જે હાલમાં પણ એજ છે.
‎ઘર મળી ગયા બાદ પપ્પા ને દાદા અલગ તો થઇ ગયા પણ મારાં જન્મ ના લીધે દાદા રોજ મને રમાડવા આવતા
‎દિવસો જતા જતા હું સમજવા લાગ્યો બધું. જાણે મને યાદ રહી હતું હતું એ સમય આવી ગયો હતો.
‎દાદા બાળપણ થી જ મને ખુબ જ વહાલ કરતા હતા બધા ભાઇ બહેન એમ જ કહે છે. મારાં ચહેરાની મુસ્કાન જાણે એમને સુરજ દાદા ની હાજરી જેવી લગતી હતી. જ્યાં સુધી મારી મુસ્કાન ના જોવે લાગે એમનો દિવસ જ નથી શરૂ થયો.
‎બાળપણમાં જયારે મસ્તી મસ્તી માં કોઈ મને બોલી પણ જાય તો સમજોને એની હાલત બગડી જાય પછી એ પપ્પા પણ કેમ ના હોય. મારાં ફોઈના છોકરા છોકરીઓ ગરમીની રજાઓ માં આવેં તોય પણ એમને મારાંથી વિશેષ પ્રેમ ના મળે. જાણે સમજોને ને મારાં માટે કોઈ ઈશ્વર જ આવેલા.
‎સમય એ પણ થોડું સામાન્ય જીવન વાળો હતો પરંતુ દાદા ક્યારેય કોઈ વસ્તુ લઈ આપવામાં પગ પાછા નહોતા કરતા, આઠ આનાના જમાના માં મેં પાંચ રૂપિયા ના સીંગ ને સાકાર ખાધેલા છે એટલું હજુ યાદ છે. મારાં વીના દાદા સૂકા વિરાન પડેલા ખેતર જેવા થઇ જતા લાગે એમના ચહેરાનો હર્ષોઉલ્લાસ જ ગાયબ થઇ ગયો હોય. પણ જો હું એમને મળવા જાઉં તો સમજોને વિરાન ખેતર માં ધોધમાર વરસાદ એટલો હરખ થઇ જતો..
‎સમય જતા ક્યાં સમય લાગે છે. દિવસો જતા જતા હું શાળા એ જતો થઇ ગયો હતો, શાળામાં દાદા છેલ્લે મૂકી જતા હતા અને સૌથી પહેલા લેવા આવી જતા હતા આ બાબત વિશે મને શાળાના કર્મચારી એ જણાવેલું કે દાદા બઉ જ તડકાં માં પણ પહેલા લેવા આવી જાય છે અને કલાક માં જાણે એમ આંખો ચીંધી બેસતા જાણે વર્ષો પછી મુલાકાત થવાની છે, શાળા માં હું દાદા ની દોસ્તી ને બઉ વધારે જ પડતું યાદ કરી રડી લેતો. પણ જયારે એ મને શાળા થી લઈ ને નીકળે તો મારાં સીંગ ને સાકર તો પાક્કા લઈ જ લીધેલા હોય અને એ સીંગ સાકર ઘર સુધી ચાલી જાય વાતો વાતો માં. એકવાર તો દાદા મને શાળા એ લેવા આવેલા અને ક્યાંક ભુલથી દસ રૂપિયા પડી ગયા હતા.. દાદા ખુબ નારાજ અને હતાશ થઇ ગયા હતા મને એમને કહ્યું કે આજ તો રસ્તા માં ક્યાંક ભુલ થી દસ રૂપિયા પડી ગયા છે હું નાનો અને ના સમજ જીદ્દ કરી બેઠો દાદા ખુબ નારાજ હશે મારાથી પણ પ્રેમતો હતો જ એમને સીંગ સાકર વાળા ભાઇ ને વાત કરી અને એ ભાઇ એ દાદા ને સીંગ સાકર આપેલા મને એ હાલ પણ યાદ છે. એ ખાતા ખાતા ઘરે તો આવી ગયો પણ દાદી ને પાંચ રૂપિયા પાછા ના આપી શક્યા દાદા તો દાદી બઉ જ બોલ્યા હતા ઝગડો પણ થયેલો એ દિવસ દાદા નારાજ પણ બઉ થઇ ગયેલા. એ સમય હાલ પણ મારી આંખો ભીની કરી દે એવો હતો મારાં માટે. વિચારું છું હાલ પણ કે દાદા આટલા બધા પ્રેમાળ હોય છે, જેમને ના તડકો, ના થાક, ના આરામ કઈ લાગતું જ ન હતું.
‎દિવસો જતા ગયા ને સમજણ પણ વધતી ગઈ જાણે દાદા મારો કોઈ પરમ મિત્ર ન ફરું ન જમું બસ દાદા વગર તો ઊંઘ પણ ન આવેં એવી હાલત થઇ ગઈ હતી.
‎જોત જોતા માં વરસાદની મોસમ આવી ગયેલી, નાના જીવજંતુ પણ વિકાસ પામી રહ્યા હતા એમાં તો દાદા નું ઘર જાણે કીડી મંકોડાઓ નો અડ્ડો લાગે મેળો થયો હોય એવું રહેતું હું રોજ દાદાની પાસે જ સૂતો અને વાર્તા સાંભળતો મારે શું હતું વરસાદ એની મેળે વરસે મારે તો બસ ઘરે રેવાનું બહાનું અને રાત્રે દાદા જોડે આરામ કરવાનું બેજ કામ.
‎પરંતુ એક દિવસ વરસાદ ખુબ વરસ્યો ખુબ પાણી ભરાયા રાત્રે તો જાણે ચાલીઓ માં પૂર આવ્યું હોય એવી સ્થિતિ લાગતી મને અને એજ દિવસ દાદા મને લેવા ઘરે આવ્યા નઈ મેં ખુબ જિદ્દ કરી રડ્યો પણ પપ્પા તો બસ આકાશમાં વરસાદ સાથે પડી રહેલી વીજળી જોતા રહ્યા અને કહેતા રહ્યા કે બસ એક દિવસ આપણા ઘરે સુઈ જા. હું તો જાણે પાણી ભરેલા પાત્રમાં કીડી પડી ગઈ હોય એમ તરફડાટ મારતો લાગુ પણ કઈ જ ના થયુ,
‎છેલ્લે મારે ઘરે જ સુવાનું નક્કી થઇ ગયું હતું વરસાદના એ મંદ અવાજ જાણે મને બેકાબુ બનાવતો, ઊંઘ તો મને આવી નઈ અને જોત જોતામાં સવાર થઇ કહી શકાય કે એ સમયે મને ખ્યાલ આવ્યો કે દિવસ જતા વાર નથી લાગતી મોંગી તો આ ભયાનક રાતડી હોય છે જે સપના અને વિચારો થી ભરેલી અને કોઈ ને સમજાય નહિ એવી પણ હોય છે.
એ રાત હજુય યાદ છે અને એ ઝરમર વરસાદ જે ચાલુ જ હતો વરસાદનો એ સમય અમદાવાદમાં સૌથી વધુ વરસાદ વરસેલો. ફરી થી બીજો દિવસ પસાર કરવાનો અને દાદા ને મળવાની આશ ! જાણે થતું કે આ આભ ને ધક્કો મારી આગળ મોકલો ને હું દાદા ને મળી લઉં. પણ એ શક્ય તો નહોતું બસ` આતુરતા હતી કે વરસાદ થોડીવાર હાશકારો લે.
‎જોત જોતા માં સાંજ પડી ગઈ અને જાણે સમજોને વરસાદની રિરેષ. મનમાં હાસ્ય હતું અને આંખો માં દાદા ને મળવાની રાહ જોવાતી વેદના જમવાનો સમય પણ થઇ ગયો ને મેં એ સાંજે તો ખુબ હોંશેહોંશે જમી લીધું રાત પડી ગઈ સમય કોનો? એ તો ચાલવા મંડ્યો ને હું રાહ જોતો રહ્યો દાદા દાદા બસ બોલતો જાઉં. અને પછી જે બન્યું જાણે મારી રાહ જોઈ રહેલી આંખોમાં ઝરમરિયા વરસાદ નું આગમન. મન તો છિન્નભિન્ન,વ્યાકુળ થઇ ગયું એ થંભી ગયેલો વરસાદ ફરી થી ચાલુ થઇ ગયો
‎મારાં ચહેરા પર જાણે કોઈએ કાળું કપડું નાખી દિધુ હોય એવું કઈ જ ના દેખી શકુ એવી હાલત મોં તો ઉતરી ગ્યું અને દાદા ના સાથે સુવાનું સપનું પણ ઉતરી ગ્યું. મન માં રાત વાળા વિચારો શરૂ થઇ ગયા હતા અને હતાશા પણ હતી.
પણ મન તો જાણે દાદાના ઘર માં જ હોય એવું લાગતું હતું.
રાતના ૯ વાગ્યાં નો સમય અને અચાનક ઘર ની જાડી ખખડી પપ્પા ગયા દરવાજા એ અને હું ઘર માં ઉદાસ બેઠોલો અને ધીમે થી એક અવાજ સંભળાયો "દીપા " એ અવાજ આ અવાજ હાલ પણ બંધ આંખોએ સંભળાય. એ અવાજ દાદા નો હતો એ મને લાડ થી દીપા બોલાવતા હતા. પછી શું અવાજ સાંભળીને જાણે હું કોઈ સર્કસ નો વાંદરો કૂદી ને બાર ગયો જાડી પાસે જોયુ તો દાદા આંખોમાં ખુશખુશાલ ચહેરો દેખાયો દાદા નો.
‎અને દાદા એ કહ્યું ચાલ દીપા ઘરે જઈએ લેવા આવ્યો છું
‎પછી બસ બે ઘડી વારમાં ચપ્પલ પેરીને બેસી ગયો સાઇકલ પર.અને દાદા બસ વાતો કરતા હતા કેમનું ગમ્યું દાદા વગર શું કર્યું? કેવા રહ્યા દિવસરાત અને હું જવાબો આપતો હતો. ધીરે ધીરે પાણીમાં સાયકલ ચાલતી જાય અને વાત પણ ચાલતી જાય.પપ્પાના ઘર થી દાદાના ઘર વચ્ચે એક મેદાન જ હતું અને ચાર કે પાંચ ઘરો. મેદાનમાં પાણી એટલી હદે ભરાયેલું કે પેન્ડલ મારી સાયકલ ચાલે એ શક્ય નહોતું.સમજોને ને ૩vફુટ પાણી હશે, દાદા એક હાથે સ્ટેરીંગ અને એક હાથે સાયકલનું કેરિયલ પકડી ચાલતા.એ પરિસ્થિતિ સમજાવી શકાય એવી તો નથી પણ હતી ખુબ જ પડકાર જેવુ. ઝરમર વરસાદ, કપડાં ભીંજાયેલા, હાથમાં સ્ટેરીંગ, અને ૪૦૦ મીટર જેટલું અંતર પસાર કરવાનું હતું. જોતજોતામાં અડધું અંતર તો કપાઈ ગ્યું હતું પણ અડધું બાકી હતું અને એ જે સમય હતો એ સમય જ યાદગાર બની ગયો છે. ધ્રુજાયેલા હાથ અને એમની આંખ બંને ને હું સમજી શકતો હતો. વાત કરતા કરતા એમના ચહેરા પર હાસ્ય હતું અને સાથે સાથે આંખો માં અશ્રુ બંને જાણે મારાં થી છુપાવી શકાય એમ ન હતા.. દાદા ને જેટલો આનંદ મને ઘરે લઈ જવામાં હતો એનાથી કંઈક વધુ દર્દ હતું પરંતુ એમને મારી બચપન એ લાગણીઓ કંઈક વધુ જ ભાર આપી રહી હતી. મારી જીભમાં શબ્દો હતા પણ કઈ ના શક્યો બસ એ ગડી દાદાને જોઈને મારી લાગણીઓ સ્તબ્ધ થઇ ગઈ હતી. હાલ પણ યાદ કરું છું તો દાદાની યાદોમાં આંખોં ભીંજાય જાય છે. અને એ પ્રસંગ જાણે આંખોં સામે આવી જાય છે. દાદા તો 2003 માં સ્વર્ગમાં પહોંચી ગયા પરંતુ આ ના ભૂલી શકાય એવી કંઈક યાદો આપી ગયા છે. એ મને હાલ પણ એજ વ્હાલ થી જોતા હશે... હસતા હશે.. દાદા તમે હંમેશ મારાં હૃદયમાં એક આગવું સ્થાન લઈ બેઠા છો. LOVE YOU દાદા જી...

બીજા રસપ્રદ વિકલ્પો