પ્રેમપૂર્ણ રચનાઓ Dilwali Kudi ની કલમે.... Aziz દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેમપૂર્ણ રચનાઓ Dilwali Kudi ની કલમે....

*રાહ જોવાઈ રહી છે.....*

આંખો થી આંખો મળવાની
ને લાગણીઓ ની કૂંપણ ફૂટવાની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

શ્વાસની ગતિ વધવાની
ને પ્રેમનુ અમૃત છલકવાની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

આંગળીઓ ની ઉલજવાની
ને કેશુઓ થી રમત રમવાની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

ઇશારાઓ માં કહેવાની
ને કહ્યા વગર સમજવાની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

મીઠાં બોલ સાંભળવાની
ને જીવનમાં કલરવ થવાની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

મન ની કળીઓ ખીલવાની
ને પ્રેમ રૂપી વસંતના આગમનની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

પ્રેમ નો રંગ ચઢવાની
ને હૃદય ના તાર છેડાવાની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

આત્મા થી એક થવાની
ને અનંત ના પ્રેમી બનવાની રાહ જોવાઈ રહી છે,
સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....

- Dilwali Kudi

*આંખો પ્રેમ ને આપતી પાંખો.....*

પ્રથમ મિલન કરાવતી આંખો,
પ્રેમ પગથિયાં ચઢાવતી આંખો,
સુરત પ્રેમની બનાવતી આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....

પ્રેમ નો ઊંડો સાગર આંખો,
પ્રેમ ભરેલી ગાગર આંખો,
પ્રેમ નજર નો શૃંગાર આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....

પ્રેમ સુધા વરસાવતી આંખો,
પ્રેમથી ભીંજાવતી આંખો,
પ્રેમ રંગ ચઢાવતી આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....

પ્રેમ હરખ નો અંબાર આંખો,
પ્રેમ ઢંગ ની બહાર આંખો,
પ્રેમ રોગ નો જ્વાર આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....

પ્રેમ નગર નો દ્વાર આંખો,
પ્રેમ કરાવે પાર આંખો,
પ્રેમી નો સંસાર આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....

- Dilwali Kudi

*પ્રેમ નો જ ચહેરો જોયો છે.....*

અંધેરા માં ઉજાસ જોયો છે,
દૂર હોવા છત્તા પાસ જોયો છે,
ભર બપોરે કોહરો જોયો છે,
પ્રેમ નો જ ચહેરો જોયો છે.....

વસંત માં પણ પાનખર જોયો છે,
ને પાનખરમાં પણ વસંત જોયો છે,
સમુદ્ર ને પણ કોરો જોયો છે,
પ્રેમ નો જ ચહેરો જોયો છે.....

અવિશ્વાસ માં વિશ્વાસ જોયો છે,
મૃત દેહ માં પણ શ્વાસ જોયો છે,
પરણિત ને કુંવારો જોયો છે,
પ્રેમ નો જ ચહેરો જોયો છે.....

પર્વત ને ડગતા જોયો છે,
રોતા ને હસતા જોયો છે,
તારા નો પણ ફુવારો જોયો છે,
પ્રેમ નો જ ચહેરો જોયો છે.....

નિષ્પ્રાણ માં પણ પ્રાણ જોયો છે,
પ્રાણી ને પણ નિષ્પ્રાણ જોયો છે,
ઈશ્વર ને સહિયારો જોયો છે,
પ્રેમ નો જ ચહેરો જોયો છે.....

- Dilwali Kudi

*જીવન ની કિંમત.....*

જીવનની કિંમત ને જાણી તો લો,
એકવાર મળે છે માણી તો લો.....

જીવનની સુંદરતા ને સુજાણી તો લો,
દુનિયાની રીત ને પિછાણી તો લો,
બધી વિપત્તિ નો હલ જાણી જ લો,
જો જીવન ને એકવાર માણી જ લો,
જીવનની કિંમત ને જાણી તો લો,
એકવાર મળે છે માણી તો લો.....

કુદરત ના સૌંદર્યને તાણી તો દો,
સતરંગી આ દુનિયાને વાણી તો દો,
જીવન માં જો રંગોળી પાડી જ લો,
તો જીવન ની સુવાસ ને માણી જ લો,
જીવન ની કિંમત ને જાણી તો લો,
એકવાર મળે છે માણી તો લો.....

પોતાના માર્ગ ને કંડારી તો લો,
જીવનમાં સાહસ ને સમાવી તો લો,
જીવન માં લક્ષ્ય ને પામી જો લો,
તો ખુશીયોની હાથ માં ચાવી જ લો,
જીવન ની કિંમત ને જાણી તો લો,
એકવાર મળે છે માણી તો લો.....

જીવન ની કિંમત ને જાણી તો લો,
એકવાર મળે છે માણી તો લો.....

- Dilwali Kudi

*આત્મા માં પ્રેમ ઉદયનો જયકાર થયો છે.....*

આંખો થી આંખો નો શણગાર થયો છે,
માત્ર એક નજર નો ટકરાવ થયો છે,
હૃદયમાં જાણે કોઈ ધબકાર થયો છે,
આત્મા માં પ્રેમ ઉદયનો જયકાર થયો છે.....

વણબોલે વાતો નો રણકાર થયો છે,
શ્વાસ ઉછવાસ માં સમકાર થયો છે,
સામેથી પણ જાણે સહકાર થયો છે,
આત્મા માં પ્રેમ ઉદયનો જયકાર થયો છે.....

પ્રેમ ના નગર માં ઝણકાર થયો છે,
પ્રેમ ભાવનાઓ નો ચિત્રકાર થયો છે,
ને મન માં પ્રેમ નો ચિતકાર થયો છે,
આત્મા માં પ્રેમ ઉદયનો જયકાર થયો છે.....

પ્રેમ જ તો હવે કલમકાર થયો છે,
પ્રેમ લાગણીઓ નો પેશકાર થયો છે,
પરિશુધ્ધ પ્રેમ અણધાર થયો છે,
આત્મા માં પ્રેમ ઉદયનો જયકાર થયો છે.....

- Dilwali Kudi