Prerna ni Prerna books and stories free download online pdf in Gujarati

પ્રેરણા ની પ્રેરણા

પ્રેરણા એ ગાડી કમ્પાઉન્ડ માં પાર્ક કરી , ઘરે આવી સીધી બાથરૂમ માં ઘુસી ગઈ . shower માં થી આવતી પાણીની છાલક જેમ જેમ એના શરીર પર પડતી ગઈ તેમ તેમ એની મગજ ની ગરમી થોડી ઓછી થવા લાગી , બહાર આવી જોયું તો , પ્રણય કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો . એનો હસમુખો ચેહેરો અને પ્રેમાળ સ્મિત જોઈ પ્રેરણા નો રહ્યો સહ્યો ગુસ્સો પણ ઓગળી ગયો .

પ્રણય સાથે એના લગ્ન ને ૧૦ વર્ષ થયા , એ CA હતો અને પોતે ડોક્ટર . Arrange Marriage હોવા છતાં ફેમિલી માં બધા તેમને Love Birds જ કહેતા . મેડિકલ પ્રોફેશન હોવાને લીધે પ્રેરણા નો ફોન કોઈ પણ ટાઈમ પર વાગે અને પ્રેરણા ને તાત્કાલિક જવું પણ પડે , પ્રણય ની જગ્યા પર બીજો કોઈ CA હોત તો એણે પ્રેરણાથી છૂટાછેડા જ લઇ લીધા હોત એ વિચારી જ પ્રેરણા હસી પડી .

જ્યારથી કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારથી તો એનું કામ બમણું થઇ ગયું છે પેહલા તો ફક્ત દર્દીઓને મેડિકલ advise આપવી પડતી પણ હવે તો એમને common Civic Sense પણ સમજાવવી પડે છે , તો પણ કેટલાક નમૂનાઓ સમજવા જ તૈયાર નથી હોતા .

આજે પણ એક ભાઈ એની ક્લિનિક માં આવ્યા , સાધારણ શરદી માટે , સાથે પત્ની અને નાના છોકરા ને પણ લેતા આવ્યા હતા જેમને કાંઈજ નહોતું થયું . જયારે એમના બૈરી છોકરા ને બહાર ઉભા રહેવા કહ્યું તો ભાઈસાબ નારાજ થઇ ગયા અને બડબડ કરીને ચાલ્યા ગયા , બીજા એક બહેન ને ઘૂંટણની અને કમરના દુખાવાની તકલીફ છે એમને કેટલીય વાર કીધું છે કે તમારા રોજ ના આહાર માં થી ખટાશ નું પ્રમાણ ઓછું કરો તો કે ' નહિ , છાસ તો મને બંને વખત જોઈએ નહિ તો જમ્યા જેવું લાગે જ નહિ અને લીંબુ તો હું નાનપણથી ખાઉં છું ' લો બોલો , લોકોને એમ લાગે છે કે ડોક્ટરો પાસે જાદુની છડી હોય છે એ ફેરવે એટલે બધું બરોબર થઇ જાય , પોતાને કોઈ પણ પરેજી પાળવી ના હોય .

પ્રણય નું ધ્યાન હતું કે હું આવી છું ત્યારથી કઈ બોલી નથી એને ખબર પડી કે હું અપસેટ છું , એણે પૂછ્યું

'શું થયું ?'

' હવે જ્યાં સુધી લોકડાઉન નહિ પતે ત્યાં સુધી હું ક્લિનિક બંદ જ રાખવાની છું '

અને પછી એને આજના અનુભવો કહ્યા .

પ્રણયે મને પોતાની બાજુમાં બેસાડી અને સમજાવવા લાગ્યો , " જો, ડૉક્ટર તરીકે તારી જવાબદારી છે ; આવા વખતમાં લોકો ની સારવાર કરવાની. હું સમજુ છું કે કેટલાક લોકો બેજવાબદાર હોય છે પણ એમને લીધે સમજદાર લોકો અને જેમને તારી ખરેખર જરૂર છે, એ લોકોને પણ તકલીફ પડશે. તેમ છતાં તું વિચારી જો, હું તારા પર કોઈ દબાણ નથી કરતો. જેમ તને ઠીક લાગે એમ કરજે."

મધરાતે પ્રેરણાની આંખ ખુલી ગઈ. પ્રણય છાતી પર હાથ દબાવી ને બેઠો હતો. એને છાતી માં દુખાવો થઇ રહ્યો હતો. મેં એને ગોળી આપી. અડધા કલાક પછી પણ એનો દુખાવો ઘટવાને બદલે વધવા જ લાગ્યો. મને પણ ટTension થવા લાગ્યું. ડૉક્ટર ભલે કેટલો પણ નિષ્ણાત હોય , પણ જયારે પોતાના માણસ પર surgery કરવાની આવે ત્યારે તેના હાથ કાંપતા જ હોય છે.

મેં મારા એક ડૉક્ટર મિત્ર ને ફોન લગાડ્યો પણ એનો ફોન બંધ આવતો હતો. બીજાને લગાડ્યો તો એમનો પણ બંધ . હવે ખરેખર મને ચિંતા થવા લાગી. મેં પ્રણય ને કહ્યું કે આપણે સિવિલ હોસ્પિટલ માં જઇયે છીએ . એની આનાકાની છતાં હું એને ત્યાં લઇ ગઈ. કોરોના ને લીધે બધા ડોક્ટર્સ સ્પેશ્યલ isolation વોર્ડ માં જ હતા. ત્યારે જ એક જુવાન દેખાતો છોકરો અમારી પાસે આવ્યો. મેં એને પ્રણય ની તકલીફ કહી અને જે ગોળી મેં એને આપેલી એના વિષે પણ જણાવ્યું.

જુવાને પ્રણયને તપાસ્યો અને મને ગોળીઓ લખી આપી. મેં જયારે જોયું કે આ ગોળીઓ તો ગેસની તકલીફ માટેની છે,

" આ શું મજાક છે? આ તો ગેસ માટેની ગોળીઓ છે. ' એણે મને શાંતિ થી કહ્યું, " હા બેન, તમારા પતિને ગેસ trouble જ છે. એમને આ ગોળીઓ લેવાનું કહો અને જોઈએ તો કલાક વાર અહીંયા જ આરામ કરો. ફરક ન પડે તો મને કહેજો, હું અહીં બાજુના વોર્ડમાં જ છું. "

મેં હોસ્પિટલ ની મેડિકલમાંથી ગોળીઓ લઇ પ્રણય ને આપી અને એને કાર માં જ આરામ કરવા કહ્યું. કારમાં બેઠા બેઠા મારી પણ આંખ લાગી ગઈ. દોઢેક કલાક પછી મારી આંખ ખુલી ત્યારે પ્રણય ને પણ ઊંઘ આવી ગયી હતી. મેં એને ઉઠાડીને પૂછ્યું "કેમ છે હવે તને ?"તો એણે કહ્યું કે “હવે મને દુખાવો નથી”. હું પેલા જુવાન ને મળવા ગઈ.

" હા બેન, કેમ છે હવે તમારા husband ને? "

“He is well.”

“Ohh, Good.”

“Thank you Doctor.”

" બેન, હું ડૉક્ટર નહિ પણ ફાઇનલ year મેડિકલ સ્ટુડન્ટ છું. "

" અરે વાહ, પણ તમને કેવી રીતે ખબર પડી કે એમને ગેસ trouble જ છે તે ? એમને તો છાતી માં દુખાવો..."

" એમને દુખાવો જમણી બાજુ થતો હતો અને હૃદયની તકલીફ વખતે ડાબી બાજુ દુખાવો થતો હોય છે."

" Ohh , હા, I am really sorry. મેં તમારા પર ગુસ્સો કર્યો.”

“ Its ok, Its part of my Profession. તમારી મનઃસ્થિતિ હું ધારી શકું છું. તમારી જગ્યા પર હું હોત તો કદાચ મેં પણ આજ રીતે react કર્યું હોત."

ઘરે જતી વખતે મેં પ્રણયને બધી વાત કહી.

" તે એને કહ્યું કે નહિ તું પણ એક ડૉક્ટર છે તે?"

" ના પ્રણય , મારે મારી જાત ને વધુ શરમ માં નહોતી નાખવી . એણે મને બે વાતો શીખવી , કોઈ પણ પરિસ્થિતિ માં મગજ ને શાંત રાખવું અને પોતાની જવાબદારીઓથી ક્યારે પણ ભાગવું નહિ "

બીજા દિવસે સવાર સવારમાં પ્રેરણા ને તૈયાર થતી જોતા પ્રણય એ એને પૂછ્યું

" અરે , આટલી વહેલી ક્યાં જઈ રહી છે ? "

" ક્લિનિક પર , મારા patients ને મારી અત્યારે સહુથી વધારે જરૂર છે , એટલે આજથી હું થોડો સમય વધારે બેસીશ ક્લિનિક માં "

પ્રણય ગર્વથી ડોક્ટર પ્રેરણા ને જતી જોઈ રહ્યો

બીજા રસપ્રદ વિકલ્પો