વહેલી સવારનો સમય અને દરિયા પરથી શીતળ પવન, સૂર્યોદય તો થઈ ગયો છે પરંતુ આકાશમાં છવાયેલા કાળા વાદળ સૂર્યના તેજસ્વી કિરણોને જમીન પર નથી પહોંચવા દેતા. જેવી રીતે વાદળ એ સૂર્યપ્રકાશ લખેલો છે મહેશ પણ દરિયા કિનારે બેસીને તે જ વિચારે છે, કે દુઃખના આ વાદળો મારી જિંદગીમાં સુખના સૂર્યનો અનુભવ કરવા જ નથી દીધો. મહેશની નજર સામેથી જિંદગીના ૭૦ વર્ષ એક ચિત્રપટની જેમ પસાર થઈ જાય છે.
તે ફક્ત 15 વર્ષનો હતો જ્યારે તેના માતા પિતા તેના નાજુક અને કુમળા ખભા પર 10 વર્ષના એક નાના ભાઈની જવાબદારી છોડીને જતા રહ્યા હતા. હવે આ દુનિયામાં મહેશ માટે જો કોઈ પોતાનો કહી શકાય, જેની સાથે રક્તનો સંબંધ હતો તે હતો ફક્ત તેનો નાનો ભાઈ અજય. મહેશ માટે જીવનનો હવે ફક્ત એક જ લક્ષ્ય હતું નાનાભાઈ અજય ના જીવનમાં ની કમી મહેસૂસ ના થવા દેવી એક સફળ વ્યક્તિ બનાવવી.
આ વિચાર સાથે જ્યારે અજય પહેલી વખત સુરત શહેરમાં પગ મૂક્યો ત્યારે બસ ફક્ત બે જોડી કપડાં, એક નાનો ભાઈ, અને આડોશી-પાડોશી એ આપેલા થોડા પૈસા, શું કરવું આ વિશે સંપૂર્ણ અજાણ એક પંદર વર્ષનું બાળક. ઘણા દિવસો ના રઝળપાટ ના અંતે જ્યારે મહેશ ને એક દુકાનમાં સાફ સફાઈ માટે ની નોકરી મળે છે, એવું લાગે છે કે હવે કદાચ દુઃખના દિવસો પૂરા થશે.
અજયને શહેરની એક સરકારી શાળામાં દાખલ કરે છે, શહેરની ગંદી ચાલમાં રૂમ પણ મળી રહે છે. હવે આજ મહેશ ની દુનિયા છે. પોતે ભૂખ્યા રહીને પણ અજય ને જમાડે છે, તેની પોતાની પાસે પહેરવાના સારા કપડા તો નથી પરંતુ અજય અને કોઈ વાતની કમી પણ નથી આવવા દેતો.
ખૂબ જ સંઘર્ષના 15 વર્ષ બાદ, અજય ની સખત મહેનત બાદ, ની નામાંકિત મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે, ચાલી આવતી જિંદગીમાં હવે ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આજ સુધી તો શહેરની સરકારી શાળામાં ભણેલા અજય જ્યારે કોલેજના રંગ જોવે છે, તેની સાથે ભણતા બીજા માલેતુજારોના છોકરાઓને જુએ છે, ત્યારે એવી જિંદગી જીવવા માંગે છે.
ખુબ મહેનત કરીને એમબીબીએસની ડિગ્રી મેળવે છે. શહેરની નામાંકિત હોસ્પિટલમાં તબીબની સેવાઓ આપે છે, હવે તેના જીવનમાં પરિવર્તન શરૂ થઈ ગયો છે, આજે બધું જ છે છે તેની પાસે નહોતું. એક સુંદર પત્ની, બંગલો, ગાડી પણ આમાં મહેશ માટે કોઈ જગ્યા નહોતી, મહેશ તો આજે પણ તે જ ગંદી ચાલીની એક ખોલીમાં રહે રહેતો હતો, જ્યાં તેને પોતાના નાના ભાઈની જિંદગી બનાવવા માટે ખૂબ સંઘર્ષ કરેલો હતો પરંતુ તે ભાઇના જીવનમાં હવે ભાઈનું કોઈ સ્થાન નથી રહ્યું.
પરંતુ મહેશ ને એ વાતનો કોઈ અફસોસ જ નથી, ગરીબીના કારણે લગ્ન પણ નથી કર્યા, બસ તે પોતાની જિંદગી એટલે જ જીવવા માંગે છે, સમય સંજોગ અને ગરીબી સાથે લડતા લડતા જીવનની ઘણી લાંબી સફર પૂરી થઈ ગઈ.
હવે તો અજય પણ દુનિયામાં ખૂબ જ સુખેથી જીવે છે, પરંતુ તે ક્યારેય પણ મહેશ ની ખબર લેવા નથી આવતો, તે કેવી રીતે જીવે છે તે પણ જોવા નથી આવતો.
મહેશ આજે પણ વિચારે છે, ક્યાં ગયો મારો રક્ત સંબંધ?, કેમ આજે બંને ભાઈઓ એકબીજાથી આટલા દૂર છે?
આ વિચારતા વિચારતા ત્યારે સાંજ પડી ગઈ તેનું પણ ભાન નથી, મહેશ ધીમી ચાલે પોતાને એ જ ગંદી ખોલીમાં જવા નીકળે છે અને તેની પાછળ રહી જાય છે દરિયાની ભીની રેતીમાં પડેલા તેના પગલાંના નિશાન.