My Best Friend books and stories free download online pdf in Gujarati

મારી ખાસ મિત્ર

Dear Shubhi,

યાર , તારી યાદો માં હું એટલો ખોવાય ગયેલો છું કે તારા વિશે લખવામાં મને હું મારી જાત ને નાનપ સમજુ છું. શુભી જ્યારે તું મને પેહલી વાર મળી ત્યારથીજ હું તારી સાથે બધીજ જગ્યાએ , બધાજ સ્થળે તથા બધીજ વાતો માં સાથે રહેવા માંગતો હતો. પણ એ મારી આ અભિલાષા આજે મને પુરી થઇ હોય એવું લાગી રહ્યું છે. શુભી મારા આ લખાણ વિશે બીજું ખરાબ નો વિચારતી કે હું તને વાતો કરીને ફોસલાવી રહ્યો છું પણ આ લખાણ મેં તને મારી best friend સમજી ને લખવાનું વિચાર્યું છે. હું તને life time મારા best fiends ની સાંકળ માં કળી સ્વરૂપ જોવા માંગુ છું. આ મારી મિત્રો રૂપી સાંકળ ની કળીઓ માં તું હળી-મળી ને રહેજે જેથી મારા દિલ ની સાથે બાંધેલી આ સાંકળ ટૂટી ના જાય.


શુભી આપણે college માં 2nd year માં ભેગા થયા ત્યારે પેહલી વખત માં તો હું તારી સાથે એટલો બધો વાતો નહોતો કરી શકતો. પણ તારી આ ભાવભીની લાગણીયે મને તારીકોર એટલો ખેંચી લીધો કે આજે હું તને ભૂલવાનો પ્રયાસ કરું તો પણ તને ભૂલી નથી શકતો. તારી સાથે મારી વાતો ની શરૂઆત kuldip માટે છોકરી શોધવા માંથીજ થઇ. ઇ પેહલા આપણે એટલું બધું બોલતા નહીં કારણ કે મારી પાસે તારી સાથે બોલવા માટે એટલા શબ્દો ના હતા. અને આજે બોલવાનું ખૂટતું પણ નથી. જેના માટે જવાબદાર તારો આ સાકળ જેવો ગળ્યો અને મીઠો સ્વભાવ છે. જેમ સાંકળ દૂધ માં ભળી જાય અને દૂધ મીઠું થઈ જાય તેમ તું પણ બધા ભેગી મળીને બધા ને મીઠા બનાવી દેશ. તું બધા સાથે હળીમળી ને રહી શકશ એજ તારો મોટો સદગુણ છે. આ તારો મીઠો સ્વભાવ જ મને ગમી ગયો અને હું પણ તારા આજ ગુણ થી ચાલવા માંગુ છું પણ લગભગ ઇ તો મારા ખ્યાલ મુજબ નહીં બને. પણ ઈ તો મારા નસીબ કે મારામાં એ આવે કે ના આવે. પરંતુ તારા મા તો આ પહેલેથી જ છે જેને તું ટકાવી રાખજે અને બધા સાથે હળી-મળી ને રહેજે.

શુભી તું તો ભવિષ્ય માં ઘણા બધા ઊંચા શિખર પાર કરી ને ટોચ પર બેઠી હઇશ. અને હજી પણ તારી એ શિખર સર કરવાની યાત્રા ચાલુજ હશે. પણ આ તારી ઊંચા પહાડો ને પાર કરવાની પગદંડી માં હું કન્યાક તારો ટેકો બનીને ઉભો રહીશ. મારુ તો કંઈ નક્કી નહીં હોય કે હું ક્યાં હઇશ પણ જ્યાં હઈશ ત્યાંથી તને જ્યારે જરૂર પડશે ત્યારે હું તારી પડખે ઉભો રહીશ એવું તારા આ PI નામના friend નું વચન છે.

સાચવીને રાખજે મારો નંબર એ દોસ્ત ,
કોકદિ યાદ કરવા કામ આવશે.
નહીં ભૂલી શકુ તારી ભીની લાગણી ને,
મૃત્યુ ટાણે પણ એ યાદ આવશે.

શુભી હું આ તારી કોઈ પ્રસંશા કે તારી મોટી- મોટી કરીને તને ખુશ કરવા કે તને લોભવવા નથી માંગતો. પરંતુ હું તો બધા માટે જે મેં મારી નરી આંખે જોયું છે તેજ લખું છું અને બધાને કહું પણ છું. મને કોઈ દિવસ કોઈ ની મોટી મોટી કરવી ગમતી જ નથી પણ મને તો કોક ની નીચી કરવાની જ ગમે છે.


તારામા મને એક વાત પણ મને ખુબજ ગમી કે કોઈ ચલચિત્ર કે કોઈ એનિમેશન કે જે યુવાનો ને ભોરવી રહ્યા છે અને બધા તેના જેવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે તારા મા એ જેવું કંઈ નથી. અને હું આના વિશે વધારે ઊંડાણ માં જતો નથી કારણ કે તને બધું સમજાય ગયું હશે કે હું શેનું કહું છું. અને હા એ પણ કહી દવ કે આમાં હું ખોટો પણ પળી શકુ કારણકે તારી અંદર શું ચાલી રહ્યું છે એ મને તો નોજ ખબર હોય. તને બધા કરે છે એવું કરવાનું પણ મન થતું હોય અને મને નો પણ ખબર પડવા દીધી હોય.

છેલ્લે હવે એટલું જ કેહવું છે કે તંયે મને ઘણી બધી મદદ કરી છે અને મને જરૂર પડે ત્યારે ફરી મારી મદદ કરજે. અને હવે મારાથી વધારે લખાતું નથી કારણકે હવે લખવા માટે શબ્દો નથી મળતા . મારે તો ઘણું બધું કેહવું છે પણ મારા આ શબ્દો ની માયાજાળ માં હું ફસાય ગયો છું અને હવે એમાંથી બહાર નીકળવા નો મને કોઈ મારગ નથી મળતો. જેથી વધારે લખાય શકતું નથી. અને હા મને બધાની જેમ આપણે કયાં ગયા હતા, કોને મળ્યા હતા, શું કર્યું એ બધું લખવું મને ગમતું નથી કારણકે એ તો તને અને મને બંનેને ખબર જ છે કે આપણે શુ શું કર્યું અને શું નો કર્યું. એટલે મને લાગ્યું કે આ કેવાની કે લખવાની જરૂર નથી. એટલે મેં નો લખ્યું મને એના બદલ માફ કરજે. હવે આપણે મનોમન મળતા રહીશું પણ રૂબરૂ તો કદાચ નો પણ મળી શકીયે એના માટે હું ઘણો દિલગીર છું. અને હા જો મારાથી તને કંઈ ખોટું કેવાય ગયું હોય કે ખોટું વર્તન થયું હોય તો મને તારા શરીર નો કોઈ વ્હાલો ભાગ ગણી ને માફ કરી દેજે. હવે હું તારી આ નોટ માંથી વિદાય લઈ રહ્યો છું .

નથી જરૂર મને કોઈ એવા પ્રેમ ની ,
જેમાં જીવ પણ આપવો પડે.
મારે તો જીવવુ છે એવા દોસ્તો ની સાથે,
કે જેમાં સાત જન્મોનું એકી સાથે જીવાય જાય.


Thank you so much my lovely friend for being their with me all the time...
Bye bye...

✍️ તારો વ્હાલો મિત્ર

Hardik Kothiya(H.K.)

બીજા રસપ્રદ વિકલ્પો