A Grand Mother Story books and stories free download online pdf in Gujarati

એક ડોસી માની આત્મકથા

હેલ્લો દોસ્તો ,
• હું છું આપ નો મિત્ર અક્ષય ચૌહાણ આજે આપ ની માટે એક વાત જે સત્ય છે. આ વાત એક નાનકડા એવા ગામ માં રેહતા દોશી મની છે અને હા દોસ્તો તમને ખાસ જાણવા નું કે આ વાત સાથે મારી પણ એક મોટી જીવન ની ખાસ વાત પણ જોડાયેલી છે. જે આજે પણ હું બહુ યાદ (મિસ) કરી રહ્યો છું. તો દોસ્તો ચાલો તમને નવી વાત તરફ લય જાવ...

• કેમ છો મારા વહલા મિત્રો , હું ખુબજ મજામાં છું તમે પણ મજા માં હશો એમ મારો અંદર નો આત્મા ( મારું મન) કે છે. તમને ઘણા બધી વાતો નું વાંચન કર્યું હસે કે પછી વાત સાંભળી હસે પણ આ વાત બધા કરતા ખુબજ અલગ છે. તો વાચવા નું ભૂલતા નહિ ચાલો શરૂઆત કરીએ આ વાત ની...

• દોસ્તો , તમને આ વાત જે એક ડોશી માની કરી રહ્યો છું એ દોશી માં ખુબજ સજા નરવા ( જેને લઇ પણ બીમારી નો હોય અને શાંતિ થી ભગવાને જીવન આપ્યું હોય તે જીવન ગુજરી રહ્યા હોય એ...) હતા. અને આ દોશી માં નું નામ તો આખું કોઈ ને આવડ તું નોતું પણ આ દોશી મા નું નામ હલું માં હતું. અને તેને આખું અમારું ગામ ( હલુભાભુ / હલું માં ) તારીખે ઓળખતું અને હા આ હલું ભાભુ અડધી રાત નો હોંકારો હતા આ દોશી માં .

• આ દોશી માં હલુંભાભુ કોઈ દેવતા તરી ખે જનમ લીધો હોય એવું લાગતું આખા ગામ ને આ હલું ભાભુ નો જન્મ મને યાદ છે ત્યાં સુધી ઈસ. 1915 ની આસ પાસ ની સાલ માં થયો હતો. અને તેનો જન્મ મુસ્લિમ કુટુંબ માં થયો હતો જે ખરે ખર આમ કહીએ તો ગરીબ ઘર કુટુંબ માં થયો હતો. પણ આ દોશી માં ને વાદ નહતો.

• આ હલુભાભુ બાળપણ થીજ ખુજ શાંત અને સરળ સ્વભાવ ના હતા એમ મારા ઘરના જે મારાથી મોટા અને મારા ગામ ના વૃદ્ધ (દાદા - બા જેની ઉંમર લગભગ 60 વર્ષ થી વધારે હોય તે ) લોકો મને કહેતા હતા.

• આ મા જ્યારે સમાજના થાય ત્યાર બાદ થી જ અલ્લાહ( હિન્દુ માં ભગવાન અને મુસ્લિમ માં અલ્લાહ - ટૂંકમાં બધાજ ધર્મ એક છે - સનાતન ધર્મ ની જય ) એ આ હલું ભાભુ ની મુરાદ ( મન ની વાત - ઈચ્છા ) પૂર્ણ કરી હતી. અને રાજી ખુશી થી તેમ ની પાસે થી એક તાવીજ ( મુસલમાન માં તાવીજ , હિન્દુ માં કે અન્ય જાત માં ટૂંકમાં કહું તો રકશા કવચ ) અમૂલ્ય ભેટ મળી હતી અને કહું તો સાક્ષાત્ અલ્લાહ (ઉપર કીધું તે મુજબ ભગવાન) તેનું સાથે હોય તેવું લાગતું આખા અખંડ જગત ને.

• આ દોશી મને મળેલી અલ્લાહ તરફ થી ભેટ થી આ હલું ભાભુ કોઈ પણ તમને કહું તો જે ગર્ભ વતી મહિલા હોય અને તેના જન્મ વખતે આ દોશી માને આમારા ગામ માં તથા આજુ બાજુ ના ગામના લોકો આ દોશી મને બોલાવતા અને આ દોશી માં અલ્લાહ તરફ થી મળેલ ભેટ ( તાવીજ, કવચ) લય ને જાતાં અને કોઈ પણ મહિલા જે ગર્ભ વતી હોય તેને મુક્ત (એટલે કે બાળક નો જન્મ ) કરાવતા . આ દોશી માં લગભગ મને જે પ્રમાણે ખબર છે તે પ્રમાણે ઈસ 1935 થી લય ને બાળકો ના જન્મ કરાવતા હતા અને આ દોશી માં એ અત્યાર સુધી માં અઢળક બાળકો ના જન્મ કરાવિય હસે. અને આ દોશી માં ને જ્યારે બોલાવો ત્યારે આવતા અને એમ કહેવાય છે કે અડધી રાત નો હોંકારો ( જ્યારે બોલાવે ત્યારે આવે તેવી વ્યક્તિ કે માણસ ) હતા.અને દોસ્તો આખા ગામ માં આ દોશી માં જ્યાં પણ જતા ત્યાં તેં આર્થિક રીતે પછાત કે ગરીબ ઘરના (કુટુંબ) ના હોવા છતાં કોઈ તેનું અપમાન કે ખરાબ બોલતા કે કહેતા પણ નહિ...

• આ દોશી માં જ્યારે પણ જતા કોઈ બોલેવે એટલે પ્રસૂતિ કરવા અને પ્રસુતિ થાય જાય ત્યારે તે ઘર ના વ્યક્તિ તે હલું ભાભુ ને રાજી (ખુશ - જે માંગે તે આપે )કરી દેતા હતા. અમે દોસ્તો હવે તમને હું એક વાત તરફ ઉપર તમને જણાવેલું તે મુજબ...

• તમને ઉપર મૈં શરૂ આત માં કીધું હતું કે આ ડોસી માની વાત સાથે મારી પણ એક નાનકડી વાત જોડાયેલી છે તો તેની વાત કહું છું તમને...

• આ દોશી માએ અમારા કુટુંબ માં પણ ઘણા જન્મ કરાવિયા છે અને મારા માતા - પિતા કહે છે કે અમારા કુટુંબ માં મારા પિતા ના પિતા (એટલે કે મારા દાદાજી) નો જન્મ એને સોપ્રથમ વાર કરવિયો હતો અને તે ઈસ 1935 ની સાલ માં અને ત્યાર પછી અમારા ઘર માંજ (કુટુંબ માં) લગભગ 30 થી વધારે બાળકો નો જન્મ કરવિયો અને ઈસ 1998 ની સાલ માં આખા ગામ માંથી છેલ્લો જન્મ મારો કરવિયો હતો ત્યારે તેમની ઉંમર લગભગ 83 થી 84 વર્ષ આજુ બાજુ હતી અને ત્યાર પછી ના આગમી વર્ષો માં ઉમર અનુસાર આ ડોસી માનું અવસાન થયું અને તે સવર્ગ વાસ પામ્યા. અને તે દોશી માના વારસદારો આજે પણ તેની રીત મુજબ અનેક લોકો ના જન્મ કરાવે છે ( ગર્ભવતી મહિલા ને ગર્ભ માંથી મુક્ત કરાવે છે ) અને આ દોશી માં ની વાત છે મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી ની...

મિત્રો , આવા કિસ્સા કોઈ ના જીવન ગાળા માં થાય હોય કે તમને યાદ હોય કે પછી આજુ બાજુ માં હોય તો તેનું માન પાન થી આદર આપજો....

અને આવા કિસ્સા કોઈ પાસે હોય તો તમે મને મોકલી શકો છો મારા ઈમેલ એડ્રેસ ઉપર...
મારું ઈમેલ એડ્રેસ


mail.akshaybooks@yahoo.com

...જય હિન્દ જય ભારત...
...જય જય ગરવી ગુજરાત...

બીજા રસપ્રદ વિકલ્પો