CHAKRDHAR books and stories free download online pdf in Gujarati

ચક્રધર

નોંધ : આ પ્રસંગ મહાભારતનાં યુદ્ધનો છે. આ પ્રસંગને દર્શાવવામાં આવેલા દરેક અંશ અક્ષરસ: સત્ય હોવાનો દાવો કરવામાં આવતો નથી. આ પ્રસંગ આપ વાચક સમક્ષ મુકવાનો ઉદેશ્ય મહાભારત નાં આ પ્રસંગ થી વાકેફ કરવા માત્ર નો છે.

આમ તો હું શિવ ભક્ત છું પણ ભગવાન શ્રી કૃષ્ણ નું વ્યક્તિત્વ હર હમેશ મને આકર્ષતું રહ્યું છે. કહેવાય છે કે કૃષ્ણ ને સમજવા ખુબજ મુશ્કેલ છે પણ હું મારી આવડત, બુદ્ધિ, મતી, જ્ઞાન, ધેર્ય, અને ભાવ થી કૃષ્ણ ને સમજવાનો પ્રયત્ન કર્યાકરું છું અને આજે આવોજ એક પ્રયત્ન કર્યો છે જે તમારા સમક્ષ મુકુછું.

મહાભારત નાં યુદ્ધ નો ત્રીજો દિવસ કૌરવ નાં શિબિર ની બહાર નીકળતાજ દુર્યોધનનાં કાન સાથે ઘેરા અવાજમાં મંત્રોચ્ચાર ના શબ્દો ટકરાયા.

ॐ मित्राय नम: ॐ रवये नम: ॐ सूर्याय नम: ॐ भानवे नम:ॐ खगाय नम: ॐ पूष्णे नम:ॐ हिरण्यगर्भाय नम:ॐ मरीचये नम:ॐ आदित्याय नम: ॐ सवित्रे नम: ॐ अर्काय नम: ॐ भास्कराय नम: ॐ श्री सवितृ सूर्यनारायणाय नम:

आदिदेव नमस्तुभ्यं प्रसीदमम् भास्कर।

दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते।।

દુર્યોધનની નજર સરસ્વતી નદીમાં સ્નાન કરી માત્ર એક સફેદ ધોતી ધારણ કરી સૂર્યની સામે ઉભી અર્ઘ્ય અર્પણ કરતા લગભગ એકસો સીતેર વર્ષની આયુ વટાવી ચુકેલા ભીષ્મપિતામહ પર પડી. ઊંચું ખડતલ ને કશાયેલું શરીર, પહાડી અને સમય સાથે ઘેરો થઇ ગયેલો અવાજ. એકદમ સફેદ અને ચમકદાર વાળ, હળવા પવન નાં ઝોકા સાથે લહેરાતી સફેદ દાઢી અને એક યોદ્ધાની શોભા વધારે એવા શરીર પર અગણિત યુદ્ધ માં વાગેલા અગણિત રુજાયેલા ઘાવ નાં નિશાન વચ્ચે થોડા તાજા ઘાવ નાં નિશાન ભીષ્મ ના અદ્વિતીય શોર્ય અને પરાક્રમની ચાડી ખાતા હતા સાથેજ હસ્તિનાપુર ને સુરક્ષિત જોવા માટેનું સ્વપ્ન એમની આંખોમાં તરવરતું જોઈ શકાતું હતું. થોડીજ ક્ષણોમાજ ભીષ્મ પોતાનું પૂજા કાર્ય સંપન્ન કરી પોતાના પગ કૌરવ શિબિર તરફ ઉપાડ્યા. શિબિરમાં પ્રવેશ કરતાની સાથેજ સામે દુર્યોદન યુદ્ધ નાં પોષાક માં તેની ગદા સાથે ઉભો હતો પણ એના હાવભાવ થોડા જુદા હતા. ભીષ્મએ એના પર કોઈ ખાસ ધ્યાન નાં આપ્યું અને પોતાની શિબિર માં યુદ્ધ માટે તૈયાર થવા જતા રહ્યા. ગણતરીના સમય માજ ભીષ્મ યુદ્ધ માટેનો પોષાક પહેરી તેના અસ્ત્ર શસ્ત્ર સાથે પોતાના શિબિર માંથી બહાર આવ્યા. શિબિર માંથી બહાર આવતાજ સામે દુર્યોધન ઉભો દેખાયો અને ભીષ્મ કઈ બોલે તે પહેલા દુર્યોધન ઔપ્ચારિક્તા ભૂલી અને બોલ્યો પિતામહ તમે કૌરવો નાં સેનાપતિ છો અને તમે તમારા પ્રિય પાંડવો ની સામે યુદ્ધ કરવા ન ઇચ્છતા હોય તેવું પ્રતીત થાય છે. તમે આ બે દિવસ માં કોઈપણ પાંડવ પુત્રોને યુદ્ધ ભૂમિમાં મારા સૈનિકો નો સંહાર કરતા નથી રોક્યા. તમે પક્ષપાત કરો છો પિતામહ કદાચ તમે તમારી પ્રતિજ્ઞા ભૂલી ગયા છો. આ સાંભળતાજ ભીષ્મ ની આખો લાલ અંગારાની જેમ તરવરવા લાગી અને ઉંચ્ચા અવાજ સાથે ભીષ્મ બોલ્યા, દુર્યોધન એ ના ભૂલ મારુનામ ભીષ્મ છે. હું મારી કોઈ પ્રતિજ્ઞા નથી ભૂલ્યો. આજે હું યુદ્ધ ભૂમિમાં મારી પ્રતિજ્ઞા પૂરી કરી. કહી પોતાના ગંગોત નામના રથ પર સવાર થઈ ગયા અને સાથેજ બીજા રથી અને મહારથી પણ યુદ્ધ ભૂમિ તરફ પ્રસ્થાન કરી ગયા યુદ્ધ ભૂમિ પર પહોચતાજ પાંડવોનું વિશાળ સૈન્ય જાણે તેમની પ્રતિક્ષા કરતુ હોય તેમ લાગ્યું અને થોડીજ ક્ષણમાં કુરુક્ષેત્ર માં શંખ નાદ ગુંજવા માંડ્યો યુધીષ્ઠીરએ એમનો અનંતવિજય નામનો શંખ ફૂકી યુદ્ધ ઘોષણા કરી અને ક્રમશ: અર્જુને દેવદત, ભીમે પોન્દ્રક, નકુલે શુઘોશ, સહદેવે મણીપુષ્પક નામક શંખ ફૂકી યુદ્ધ ઘોષણા કરી સામે પક્ષે ભીષ્મ પિતામહે ગંગનાપ અને દુર્યોધન વિદારક નામના શંખ ફૂકી યુદ્ધ ઘોષણા કરી. તેની સાથેજ યોદ્ધા ને સુરાતન ચડાવતા અન્ય વાધ્યો તાલબદ્ધ વાગવા લાગ્યા. જોત જોતામાજ કુરુક્ષેત્ર નું મેદાન યોધ્ધાઓ નાં હાકલા પડકારા અને જુદા જુદા અસ્ત્ર શસ્ત્ર નાં ધડાકા અને અવાજોથી ગુંજી ઉઠ્યું બરાબર એજ સમયે કૌરવો ની સેનાની મધ્ય માંથી ભીષ્મ પિતામહ નો રથ તીવ્ર ગતિએ પાંડવો ની તરફ આગળ વધતો દેખાયો. ભીષ્મ પિતામહ સામે પાંડવ સેનાનો કોઈપણ યોધ્ધા એક ક્ષણ માત્ર પણ ટકી શકતો નાં હતો તો પછી સામાન્ય સૈનિક ની તો શું તાકાત. આ દ્રશ્ય જોઈ પાંડવ સેના નાં મહારથીઓ ભીષ્મ પિતામહ ને રોકવાના પ્રયત્ન માં લાગી ગયા. જેમાં ભીમ, યુધીષ્ઠીર, નકુલ, સહદેવ સહીત બધાજ મહારથી ભીષ્મ પિતામહ ને રોકવા અસમર્થ સાબિત થયા ત્યાં અચાનક પાંડવો ની સેનાની વચ્ચેથી ધૂડ ની ડમરી અને ધુંવાડા નાં ગોટાની વચ્ચેથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન નો રથ તીવ્ર ગતિથી હંકારી ભીષ્મ પિતામહ ની સામે લાવી ઉભો રાખી દીધો. કુરુક્ષેત્ર માં પ્રથમ વાર ભીષ્મ પિતામહ અને અર્જુન સામ સામે હતા. હવે ઔપ્ચારિક્તાનો કોઈ સવાલજ ન હતો, છતાં અર્જુને તેના ગાંડીવ માંથી તીરનું સંધાન કરી એ તીર ભીષ્મ પિતામહ નાં ચરણો પાસે વંદન અર્થે છોડ્યું. તીર ભીષ્મ પિતામહ નાં ચરણો પાસે જઈ પડ્યું અને ભીષ્મ પિતામહ બોલી ઉઠ્યા પુત્ર દીર્ઘાયુ: ભવ પુત્ર. આ સમય અભિવાદન કરવાનો નહિ, શોર્ય બતાવવા નો છે. યુદ્ધ કર કહી પોતાના ઘનુષ પર તીરનું સંધાન કર્યું અને સૃષ્ટિ નાં મહાન ધનુરઘર માના બે મહાન ધનુરઘર વચ્ચેનાં યુદ્ધ નો પ્રારંભ થયો. ક્ષણવારમાજ જુદા જુદા અસ્ત્ર અને શસ્ત્રનું સંધાન બન્ને તરફ થી થવા લાગ્યું. અસંખ્ય યોદ્ધાઓ ને આ ઘમાસાણ માં વિરગતિ પ્રાપ્ત થઇ અને દિવસનો બીજો પહોર પૂરો થતા થતા અર્જુન ભીષ્મ પિતામહ સામે નબળી પરિસ્થિતિ માં હોય તેવું ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રતીત થયું અને કૃષ્ણ અચાનક બોલી ઉઠ્યા પાર્થ યુદ્ધ કર આ સમય યુદ્ધ નો છે નઈ કે, લાગણીઓમાં વહેવાનો. તારી સામે અત્યારે ભીષ્મ પિતામહ નહિ કૌરવ સેનાના સેનાપતિ યુદ્ધ કરેછે. યુદ્ધ કર પાર્થ યુદ્ધ કર. છતાં અર્જુન ભીષ્મ પિતામહ સામે નિર્ણાયક યુદ્ધ કરવા અસમર્થ હતો અને સામા પક્ષે ભીષ્મ પિતામહ પોતાની પૂરી શક્તિ થી પાંડવો ની સેનામાં હાહાકાર મચાવી દીધો હતો આ બધાની વચ્ચે અચાનક કુરુક્ષેત્ર ને ધ્રૂજાવી ઉઠતો શંખનાદ થયો અને જાણે બધા યોદ્ધા નાં હદયનાં ધબકારા ચૂકીગયા કેમ કે, ક્રુરુક્ષેત્ર માં ઉપસ્થિત બધાજ યોદ્ધા પંચજન્ય નાં અવાજ થી ભલી ભાતી પરિચિત હતા અને પંચજન્ય નો નાદ થવાનો શીધોજ અર્થ એ હતો કે, મહાભારત ના યુદ્ધનું પરિણામ હવે થોડીજ ક્ષણો માં નિશ્ચિત હતું, બધાની નજર અર્જુન નાં રથ તરફ મંડાણી અને જે દ્રશ્ય જોયું તેનાથી ભલ ભલા યોદ્ધા ધ્રુજી ઉઠે એવું દ્રશ્ય હતું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન નાં રથ પર ઉભારહી શંખ નાદ કરતા હતા. જોત જોતામાજ કૃષ્ણ અર્જુન નાં રથ પરથી નીચે ઉતરી પાસે પડેલા તૂટેલા રથ નું પૈડું પોતાની તર્જની આંગળી માં ધારણ કરી ગગન ભેદી અવાજે સાવધાન ગંગા પુત્ર કહી યુદ્ધ ઘોષણા કરી અને ક્ષણવાર માજ મોટા ધડાકા સાથે રથના પૈડામાં સુદર્શન પ્રગટ થઈ ગયું અને કુરુ ક્ષેત્ર નાં બધાજ યોદ્ધાઓ એ પોત પોતાના અસ્ત્ર્ શસ્ત્ર મ્યાન કરી લીધા, કેમ કે, બધા ભલી ભાતી જાણતા હતાકે, ચક્રધર સામે યુદ્ધ કરવાનું એકજ પરિણામ હતું મૃત્યુ અને ક્ષણ વાર નાં વિલંબ વગર બધા યોદ્ધા સાથે ભીષ્મએ પોતાના અસ્ત્ર શસ્ત્ર પોતાના રથ પર મૂકી અને રથ નીચી ઉતરી બે હાથ જોડી બોલ્યા કેશવ કરો સંધાન અને મને મુક્ત કરો, મને નારાયણ નાં ચરણો નું સૌભાગ્ય પ્રદાન કરો અને અચાનક સુદર્શન માંથી તેજસ્વી પ્રકાશ ફેલાયો જાણે સૂર્યનારાયણ ધરતી પર ઉતરી આવ્યા હોય અને સુદર્શન તિવ્ર ગતિથી કૃષ્ણ ની તર્જની આંગળી પર ફરવા લાગ્યું અને ફરી ભીષ્મ બોલ્યા કેશવ સંધાન કરો અને મને મુક્ત કરો અને ભગવાન કૃષ્ણ એ સુદર્શન નું સંધાન કરવા પોતાનો ડાબો પગ ઉપાડ્યો અને એજ ક્ષણે અર્જુન પોતાના રથ પરથી ઉતરી કૃષ્ણ નાં પગ સાથે વીટળાય ને બોલ્યો નહી કેશવ નહી તમે તમારી પ્રતિજ્ઞા ભંગ નાં કરો. આ સાંભળતાજ કૃષ્ણ લાલ ઘૂમ આખો સાથે અર્જુન સામે જોઈ બોલ્યા પાર્થ કોઈ પ્રતિજ્ઞા નું મુલ્ય ધર્મ સ્થાપન થી વધારે નથી હોતું. જો યોગ્ય સમયે ધર્મની સ્થાપના માટે પ્રતિજ્ઞા તોડવામાં ન આવેતો એ પ્રતિજ્ઞા નું કોઈ મુલ્ય શેષ નથી રહેતું. કહી પોતાનો હાથ ઉચ્ચો કરી ફરી ચક્ર નું સંધાન કર્યું અને ફરી અર્જુન પગ સાથે વીટળાઈ બોલ્યો નાં કેશવ નાં આવનારો સમય એવું કહેશે કે કૃષ્ણ ભીષ્મ સામે હારી ગયા અને પોતાની પ્રતિજ્ઞા તોડી. ફરી લાલ આંખ સાથે અર્જુન સામે જોઈ કૃષ્ણ બોલ્યા પાર્થ આવનારો સમય એમ કહેશે કે, ભક્ત ની ભક્તિ સામે ભગવાન હાર્યા આથી તુ આવનારા સમય ની ચિન્તા નાકર આટલુજ સાંભળતા ભીષ્મની આંખ માંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને બોલ્યા પ્રભુ તમે તમારા ભક્ત ની પ્રતિજ્ઞાની લાજ રાખવા પોતાની પ્રતિજ્ઞા તોડી હું ધન્ય થઈ ગયો પ્રભુ અને અચાનક અર્જુન બોલી ઉઠ્યો કેશવ સંધાન રોકો હું મારી સંપૂર્ણ શક્તિથી યુદ્ધ કરીશ. આ સાંભળતાની સાથેજ સુદર્શન ની ગતિ મંદ થવા લાગી અને ક્ષણવારમાજ રથના પૈડા માંથી સુદર્શન અદ્રશ્ય થયું અને ભગવાને તેની તર્જની આંગળી માંથી રથનું પૈડું નીચે મૂકી દીધું.

ઈશ્વર પોતાના ભક્તને ક્યારેય પણ નિરાશ નથી કરતો, બસ જરૂર છે તો યોગ્ય સમય ની અને ઈશ્વર પર નાં વિશ્વાસની. યોગ્ય સમય આવે ઈશ્વર પોતાના ભક્ત ને કોઈના કોઈ સ્વરૂપે મદદ જરૂર કરેછે.

રોહન જોષી

બીજા રસપ્રદ વિકલ્પો