અધ્યાય-17
અર્થનેઅહીંયા આવ્યા અઠવાડિયું થઇ ગયું હતુ.રોજ દિવસ સામાન્ય રહેતો.રોજ અખબારમાં વિનાશના કહેરની ખબરો આવતી રહેતી હતી.ત્રાટક આદિવસોમાં રોજ વહેલા ઘરે આવી જતો જેથી તે અર્થ સાથે સમય વિતાવી શકે અને અર્થને પણ કંટાળો ના આવે.કરણ અને ક્રિશ પણ વધુ સમય ત્રાટક ના ઘરેજ વિતાવતા જયારે કાયરા,સ્મૃતિ અને વરીના પણ સવારે આવી જતા અને તેમનો રોજ નો વાતો નો મુદ્દો અર્થનું સ્વપ્ન જ હતું.તે આખો દિવસ અર્થના સ્વપ્ન વિશે વિચારતા પણ અંત માં કઈ તારણ ના નીકળતું તો વાતો નો મુદ્દો બદલી નાખતા આટલા દિવસો માં પણ અર્થને પ્રો.અનંત વિશે કઈ નવું જાણવા મળ્યું ના હતું.પણ અર્થને આ દિવસોમાં કંઈક નવો શબ્દ જાણવા મળ્યો હતો તે હતો તે હતો "જાદુઈ અલમારી" અને તે પણ ત્રાટક પાસેથી, તે શું હતું તેની અર્થને ખબર ના હતી.પણ ત્રાટક હમેશા કહ્યા કરતો કે "આજે જાદુઈ અલમારીમાં બહુ જ કામ હતું","આજે જાદુઈ અલમારીમાં એક વિચિત્ર સ્ત્રી જોઈ જેના વાળ તેટલા લાંબા હતા કે તેણે પોતાના વાળમાં જ ગરોળી પાડી રાખી હતી." અર્થને આ વાત પર બહુજ હસવું આવ્યું પણ આજે તો તેણે ત્રાટકને પૂછી લીધું કે આ જાદુઈ અલમારી શું છે?
અર્થ આટલા સમયથી જાદુઈઅલમારી વિશે જાણતો ના હતો અને ત્રાટક રોજ તેની વાતો કરતો હતો.ત્રાટક ને તે સાંભળીને આશ્ચર્ય થયું પણ પછી તેનેજ ખબર પડી કે તેણે અર્થને ક્યારેય જાદુઈ અલમારી ની બાબતમાં કહ્યું જ નથી.
ત્રાટકે વાતની શરૂઆત કરતા કહ્યું "મારે તને જાદુઈ અલમારી વિશે કહેવાનું રહી ગયું.જેનો મને ખેદ છે.પણ તે બહુ સારો સવાલ પૂછ્યો છે."
"હા,ત્રાટક અંકલ તો શું છે જાદુઈ અલમારી?"
"જાદુઈ અલમારી એક એવી જગ્યા છે જ્યાં દિવસ દરમ્યાન તથા વર્ષ દરમ્યાન થતી બધીજ નાની મોટી ઘટના ને એક ચોપડી સ્વરૂપે ત્યાંજ છપાય છે,ત્યાંજ રજુ થાય છે અને ત્યાંજ સુરક્ષિત રહે છે.આ એક જાતની લાયબ્રેરી કહી શકાય પણ બહુ વિશાળ લાયબ્રેરી.તે દરેક પ્રાંતમાં એક જ હોય છે.તે જ્ઞાન નો ભંડાર છે.રોજબરોજ લાખો લોકો ત્યાં મુલાકાત લે છે.
અર્થે ફરીથી સવાલ પૂછ્યો"શું તે તેટલી મોટી છે?તો તેને અલમારી કેમ કહે છે?"
"તે એક મોટી અલમારી છે.જેમ આપણા ઘરે એક સામાન્ય અલમારી છે તેમ, પણ તે જાદુઈ છે તેમાં જવા માટે કંઈજ વિશિષ્ટ કરવાની જરૂર નથી.અલમારીની સામેજ સીધા કોઈ ભટકાઈ જવાના ડર વિના ચાલ્યા આવાનું છે તમે અંદર ક્યારે પ્રવેશ કરી લીધો તમને તેની ખબર પણ નહિ રહે અને તમે અત્યંત નાના થઈ જશો.તમે અંદર આવશો એટલે ત્યાં ચાર માળની લાયબ્રેરી કહી શકાય તેવો જ બહુ મોટો હોલ છે જ્યાં બહુ બધા ચોપડીઓ મુકવાના કબાટ હરોળ બંધ છે તથા ત્યાં બહુ મોટા વાંચવા બેસવા માટે ટેબલ છે.ત્યાં ઉપર જવા માટે સીડી છે જે ચડીને ઉપર જઈ શકાય છે.ટૂંકમાં જાદુગરીની એક અદભુત રચના કહી શકાય.પણ ત્યાંના અમુક નિયમો છે."
"જેવા કે..?"
"જેવા કે ત્યાંનું રક્ષણ બોલતી લાલકીડીઓ કરેછે. જેનું કદ આપણી જેટલું હોય છે એટલે તેતો એટલીજ હોય છે પણ આપણું કદ ઘટી ગયું હોય છે. જો તમે ત્યાંની કોઈપણ સંપત્તિ ને નુકશાન પહોંચાડો તો કીડી તમારી હાલત ખરાબ કરી દે છે. ઉપરાંત પંદર દિવસ સુધી તે અલમારીની જેલમાં કેદ રાખે છે અને પંદર દિવસ પછીજ છોડે છે.તે પણ એક કાળી અંધારી રૂમમાં,બે દિવસમાં એકજ વાર જમવાનું આપેછે પણ ત્યાં ખાસ આ બધું કરવાની જરૂર પડતી નથી ત્યાંની વ્યવસ્થા બહુજ કડક છે.બીજી ખાસ વાત તમે ત્યાંથી કોઈ વસ્તુ બહાર લાવી શકો નહીં જો તમે લાવો તો પણ તે બહાર નીકળતા જ તમારા હાથમાં થી ગાયબ થઈ જશે. ત્યાંથી તમે માત્ર યાદ રાખીને જ લઈજઈ શકો છો.ત્યાં ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો પર પ્રતિબંધ છે અંદર લઈ જતા તમારી પાસેથી ગાયબ થઈ જાય છે."
"હા, ખરેખર આ એક અદભુત રચના છે."
અર્થ મનોમન વિચાર કરતો હતો કે જો ત્યાં દરેક દિવસનું સામયિક રચાતું હોય તો ત્યાં જઈને પ્રો.અનંત ના ભૂતકાળ વિશે જાણી શકાશે. કદાચ આ જગ્યા તેને કંઈક તો કામ આવી શકશે.
ત્રાટક પોતાના કપડાં કબાટમાં મુકતો હતો ત્યારે અર્થે કહ્યું " શું હું પણ ત્યાં આવી શકું?"
ત્રાટકે કહ્યું "જરૂર પણ તું ત્યાં શું વાંચીશ?"
"હું ત્યાં પ્રો.અનંત વિશે જાણીશ."
"અરે હા, આ વિચાર મને અત્યાર સુધી કેમ ના આવ્યો. તને ત્યાં કંઈક ને કંઈક તેમની માહિતી મળીજ જશે."
"તો હું કાલે તમારી સાથે જાદુઈ અલમારીમાં આવીશ.શું હું કોઈને સાથે લઈ લઉં."
"હા,પણ કરણ અને ક્રિશ ને લઈ જવાય તેટલી જગ્યા નથી અને બસથી જઈશું તો બહુજ મોડા પહોંચીસુ તો સારું રહેશે કે તું બંને માંથી કોઈ એકને જ લઈ લે.જેથી આપણે ત્રણ જણ બાઇકમાં બેસી શકીએ."
"ઠીક છે હું કાલે તેમની સાથે વાત કરી લઈશ."
બીજા દિવસે સવારે બધાજ અર્થના ઘરે બેઠા હતા સ્મૃતિ અને વરીના કંઈક કામ થી આવ્યા જ ન હતા.ત્રાટક રસોડામાં કંઈક કામ કરી રહ્યો હતો.ત્યારે અર્થે કાયરા, ક્રિશ અને કરણને બધીજ વાત કહી જાદુઈઅલમારી વિશે,જોકે કાયરાએ જાદુઈઅલમારી વિશે પહેલાથી જ એક ચોપડીમાં વાંચી લીધું હતું. પણ જ્યારે કરણ અને ક્રિશને ખબર પડી કે તેમના માંથી કોઈ એકને જ જવાનું છે તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને છેલ્લે કાયરાને અર્થ સાથે જાદુઈઅલમારી માં જવાનું છે નક્કી થયું.ક્રિશ અને કરણ પહેલા બંને એકબીજાથી નારાજ હતા પણ જ્યારે અર્થ અને કાયરા નો જવાનો સમય થયો ત્યારે બંને હસવા લાગ્યા.
અર્થ અને કાયરા બંને મોટર સાઈકલ પર સવાર થઈને ત્યાં પહોંચી ગયા જ્યાં જાદુઈઅલમારી રાખેલી હતી.જાદુઈઅલમારી એક આલીશાન જગ્યા પર રાખી હતી બહાર એક બહુ મોટો દરવાજો હતો અને ત્યાંજ અંદર એક ભવ્યઆલીશાન પણ જૂનો હોલ હતો.ત્યાં તેની સામેજ એકસાથે બહુ બધી અલમારી મૂકી હતી અલમારી એકદમ મધ્યમાં હતી આટલી બધી અલમારી જોઈને અર્થે પૂછ્યું "આપણે કંઈ અલમારીમાં જશું ત્રાટક અંકલ?"
" આ બધી અલમારી એક જ છે જો ત્યાં ૧,૨,૩,૪ નંબરના દરવાજા એટલે તે માળના નામ લખેલ છે આમ એક માળના આઠ દરવાજા છે તેમ કુલ ૩૨ દરવાજા છે અહીંયા જો ત્યાં ૧ નંબરના દરવાજા આઠ છે.તેમ બધાજ માળના કુલ આઠ દરવાજા છે તમારે સીધા ચોથે કે બીજા માળે જવું હોય તો તેમ પણ જઈ શકો છો.તમે બધા મારી પાસે આવો અને જેમ હું તમને કહું તેમ કરજો.સૌપ્રથમ તમે મારી જેમ એક હરોળ માં ઉભા રહી જાઓ અને જ્યારે તમારો અંદરજવાનો વારો આવે ત્યારે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર સીધા સીધા અલમારી તરફ ચાલ્યા જાઓ, જેમ કોઈ રસ્તો છે તમે સમજીને.તમને પણ ખબર નહિ રહે તમે ક્યારે અંદર પહોંચી ગયા. અર્થ કાયરા અને ત્રાટક પ્રથમ એટલે કે ગ્રાઉન્ડફ્લોરના દરવાજા ની માણસોની હરોળમાં ઉભા રહી ગયા જે દરવાજા ઉપર ૧ લખ્યું હતું.સૌ પ્રથમ અર્થનો વારો આવ્યો તે થોડીક ડરેલો હતો પણ તોય ચાલ્યો ગયો.બીજો વારો કાયરા નો આવ્યો તે પણ ચાલી ગઈ અને ત્રાટકતો રોજ આવતો જતો હતો તેથી તેને તો કોઈ અંદર જવામાં સમસ્યા ના હતી.અર્થ અને કાયરા બંને પહેલી વાર અંદર પહોંચ્યા ત્યારે તેણે આજુબાજુ જોયું તો બહુમોટી દીવાલ હતી જ્યારે પાછળ ફરીને જોયું ત્યારે માત્ર માણસો આવતા દેખાતા હતા અને એક સીધો રસ્તો દેખાતો હતો.તે બહુ નાના થઈ ગયા હતા પણ તેની ખબર તેમને પણ ના હતી કારણકે અહીંયા બધા તેમની જેટલાજ લાગતા હતા.
થોડુંક ચાલ્યા બાદ એક ગેટ આવ્યો ગયા લખ્યું હતું "જાદુઈ પુસ્તકાલય અને સંગ્રહાલય".અંદર ગયા પછી ભીડમાં ઓછપ થઈ ગઈ. તેટલી ભીડના હતી જેટલી બહાર હતી.તેથી અહીંયા થોડુંક સારું લાગતું હતું.અહીંયા જગ્યા પણ બહુ મોટી હતી જ્યાં ટેબલખુરશી પડી હતી.લોકો ત્યાં બેસીને વાંચી રહ્યા હતા.અદભુત વાત એ હતી કે આટલી મોટી જગ્યામાં આટલા લોકો હોવા છતાં શાંતિ હતી.બધા પોતપોતના કામમાં વ્યસ્ત હતા.ત્રાટકે અર્થ અને કાયરાને જણાવ્યું કે "હું ઉપર મારા કામથી જાઉં છું. તમે બંને શાંતિથી ફરી શકો છો અને વાંચી શકો છો. અહીંયા કોઈપણ વસ્તુ તમારે જાતેજ ગોતવાની રહેશે અને તમારે કંઈ પણ કામ હોયતો આ બોલતી કીડીને પૂછી લેશો તે તમને સાચો જવાબ આપશે.ઉપરાંત અહીંયા કંઈજ વસ્તુનું ભૂલથી પણ નુકશાન ના કરતા.અહીંયા ઉપર દરેક ના બોર્ડ મારેલ છે અથવાતો કાગળિયું ટેબલ પર ચીપકાવ્યું છે તેમાં થી તેમને ચોપડીઓ શોધવામાં મદદ મળી રહેશે.જ્યારે તમે કંટાળી જાઓ અથવાતો જવાનો સમય થાય ત્યારે રૂમ નંબર ૩૦૫ માં આવી જજો.હું તમને ત્યાંજ મળીશ. બીજું કંઈ પૂછવું છે તમારે?"
અર્થ અને કાયરાએ નકારમાં જવાબ આપ્યો.
"તો ઠીક છે હું જાઉં છું."
ત્રાટક પોતાના કામ થી ચાલ્યો ગયો.અર્થ અને કાયરા આ ભીડ વચ્ચે એકલા હતા.કાયરા અને અર્થે એકબીજાની સામે જોયું અને કાયરાએ અર્થનો હાથ પકડી લીધો અને અર્થ શરમાઈ ગયો ત્યારબાદ બંને આગળ વધ્યા.ત્યારે કાયરાએ અર્થ ને પૂછ્યું "આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ."
"ખબર નહીં પણ કદાચ જુના અખબાર દશ વર્ષ પહેલાના અખબાર ચોપડીઓ બીજી કેટલીક વસ્તુઓ જે અહીંયા મળી રહેતી હોય.જગ્યા બહુજ મોટી હતી એટલે અર્થે અને કાયરા એ જ્યાં દશેક વર્ષ જુના અખબાર મળતા હોય ત્યાં તપાસ કરી,જૂની ચોપડીઓ જોઈ પણ કંઈ જ ખાસ હાથ લાગ્યું નહીં.તે જે માહિતી માટે આવ્યા હતા.તેમાંથી કંઈપણ અહીંયા મળ્યું નહીં.બહુ બધી શોધખોળ બાદ પણ બંનેને કંઈપણ હાથના લાગ્યું તે બંને થોડા નિરાશ થઈ ગયા અને તેમણે ઉપર બીજાં માળે જવાનું નક્કી કર્યું પણ જોયું તો બીજા માળે બધા ઓરડાજ હતા.તેથી અહીંયા આવ્યાનું કોઈ મતલબ ના હતું.તેથી અર્થે ત્રીજમાળે જવાનું વિચાર્યું અને ત્રીજા માળેપણ જુના અખબાર જ મળતા હતા.તેથી તે કંઈપણ એવી આશા રાખ્યા વગર કે અહીંયાંથી કંઈ મળશે તે ટેબલોની આસપાસ ફરી રહ્યા હતા.ત્યારે અચાનક તેનું ધ્યાન ટેબલ પર પડેલા એક અખબાર પર ગયું અને તેણે આ ખબર ક્યાંક વાંચી હોયતેવું લાગ્યું કારણકે અર્થ રોજબરોજ અખબાર વાંચતો ના હતો.તેની હેડલાઈન હતી."જાદુઈક્રિકેટ ની રમતમાં નવજીવન સ્કુલ ફરી એકવાર વિજેતા.તેમણે ચોથી વાર આ કપ જીત્યો.છેલ્લા કેટલાક વર્ષોથી મહાન જાદુગરોની ગાયબ થવાની ઘટના આવી સામે,ઘણા મહાન જાદુગરોની કોઈ ખબર નથી મિસ.મિરિકા ની સનસની ફેલાવતી ખબર, બાજ ચિન્હ ધરાવતા દેશ ના નવા પ્રાંતપ્રમુખ શ્રી અયનકુમાર."
ક્રમશ....
મિત્રો આપ વાર્તા વાંચો અને આપના મિત્રો ને પણ વંચાવો તથા આપના અમૂલ્ય પ્રતિભાવ મોકલી આપો...