ના... Dipkunvarba Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ના...



ના એક એવો શબ્દ છે જે મોટા ભાગના લોકોને સાંભળવો ન ગમે.

કોઈ કહે "મને એને ના પાડી મને સહેજ પણ ન ગમ્યું"," મને ના સાંભળવાની અદાત જ નથી"."હું ના નહીં સાંભળું".
"મને ના નહિં કેહવાની હો".!!!!

બધે જેને જોવો એ મોટા હોય કે નાના હાલના સમયમાં કોઈ પાસે પણ કોઈ વાત મનાવા કે કરાવા માટે પહેલા અેવુ જ કહે છે ના ન કેહતા.

પતિપત્ની નો સબંધ જોઈ લો અથવા સંતાનો અને માતાપિતાનો સંબધ જોઈ લો.આ બંને સબંધમાં ના વધુ અસરકારક હોય છે.કેમ કે બંને સંબધમાં એેકબીજા પ્રત્યે અપાર સ્નેહ હોય છે.

આપણા સમાજમાં એક નિયમ છે.નિયમ કહો કે,રૂઢિ કહો જે વરસોથી ચાલી આવી, કંઈ પણ કરતા પહેલા મોટાની મંજુરી લેવી,ઘણા ખરા લોકો પૂછે પણ છે,અને અમુક પૂછે પરંતુ કરે એ જ જે કરવું હોય, અને ઘણા લોકો પૂછી જ નથી શકતા. મનની વાત મનમાં જ રહી જતિ હોય છે.

ઘણી વાર તો પોતાના હિતની વાત પણ કરી નથી શકતા ઘરમાં ... . કેમ... કેમ કે.... એક "ના" આ જ "ના" ના લીધે. બીજા બધા કિસ્સામાં "ના" કદાચ એટલી અસરકારક નથી રહેતી કેમ કે બીજા કિસ્સાઓમાં માનાવી લે છે અથવા માની જાય છે એકબીજા.

પણ "ના" એક "ના" જ્યારે માતાપિતા અને સંતાન વચ્ચે હોય તો તે ખુબ જ ગહન તોફાનનું નિર્માણ કરતી હોય છે ક્યારેક.

જે સંતાનને પ્રેમથી,સ્નેહથી ઉછેર્યા હોય, એ જ જ્યારે મોટા થાય ત્યારે અેમની ઇચ્છાઓ માતાપિતા સામે મુક્તા હોય છે.

અેમાં પણ અેમને કોઈ ને પસંદ કર્યા હોય અથવા એમને કંઇ મનગમતું બીજું કરવુ હોય.

અેમા એવું બને કે એક સંતાનના હિતમાં ન હોય એટલે માતાપિતા ના પાડી દે અને એવું પણ હોય કે ક્યારેક માતાપિતા સંતાન કહે છે, એટલે અેના માટે સારુ નથી જ એમ સમજી ના પાડી દે છે અને ઘણી વાર તું આમ કરીશ તો લોકો શું કેહસે લોકોને ન ગમે , અેટલે માતાપિતા ના પાડી દે છે.

તેને તમને કીધું અેટલે ના પાડી અેના કરતા પહેલા એને સાંભળો સમજો કે શું કેહવા માંગે છે.

અેવું શક્ય છે કે એ જે કહે છે અત્યારે , તમને એમ લાગે કે બીજા લોકોની નજરમાં કદાચ ખોટું છે અથવા હશે તો..!!!! જે ખરેખર ના હોવું જોઈએ,અને કદાચ ખોટું ના પણ હોય.
સાથે સાથે એ પણ છે કે જે વસ્તુ કહે છે તમારુ સંતાન એના હિતમાં છે એના સારા માટે છે. અેના આવનારા સમયમાં એની માટે સોનું સાબિત થશે.
તો પહેલા એને સાંભળો એ શું કહે છે શું કામ એને એ કરવું છે. જે તે વસ્તુ પછી તમને અયોગ્ય જણાય તો પછી એને સવાલ કરો,તમારા મનની વ્યથા જે પણ હોય એ શક્ય હોય તો દુર કરજો. અને એની મરજી એની પસંદ અેની ખુશી ધ્યાન મા લેજો. એ પણ તમારી મરજીનું માન રાખશે.

એ તમારુ સંતાન છે તમારો અંશ છે તમે તેને ઉછેર્યો છે સંઘર્ષ નુ ફલ છે તમારા.અેની ખુશી માટે આજ સુધી તમે કરતા આવ્યા છો અને આગળ પણ કરશો. આજે જ્યારે એની સૌથી મોટી ખુશી અેના જીવન ની વાત માં ,
તમે શું વિચારો છો??
લોકો શું કેહસે??
લોકોએ સંઘર્ષ નથી કર્યો એના માટે તમે કર્યો છે અને નિર્ણય તમારે લેવાનો છે કે એની લાઇફ મા શું થશે.લોકો આજે બોલશે કાલે ભૂલી પણ જશે ,તમારા સંતાનની જીંદગી તમારી એક "ના" મા , અને એ "ના" નિભાવવા માં કૈદ થઇ જશે.ઘણી વાર એવું પણ બને કે એના કહેવાની ઢબ આજે અયોગ્ય હોય. તમે નાનપણ માં એને શિખવ્યું હતુ આજે પણ શિખવો સમજાવો. સીધી ના ક્યારેય ના પાડો.એવુ તો નથી જ કે અાજે કોઈ માણસ ને પોતાનુ સારુ ખરાબ ન દેખાય, એને પણ દેખાય છે સમજે પણ છે, જો તમને અયોગ્ય જણાય તો ચોક્કસ અયોગ્ય કહો ના પાડો કે ના બરાબર નથી, અાના કરતા આ સારુ છે યોગ્ય છે. પણ તમે એમજ ના કહો કે આ જ સારુ છે તું આ જ કર તારે આ જ કરવાનુ છે.એ પણ માનસે તમારુ સંતાન છે ને સમજ પણ પડે છે કે શું કરવુ શું ન કરવુ. પ્રત્યેક વાતે એમ માની કે અમે માતાપિતા છીએ એટલે અમે કહીએ એમજ થાય.
અેમ ન કરાય સંતાન છે સારુ ખરાબ શિખવવાનો માતા પિતા નો હક્ક છે ખોટું કરે એને ઠપકો આપો એને એવી માનસિકતા નક્કી તો ન જ કરવા દો કે અહિં બોલવું ના જોઇએ ક્યારેય.અમુક વસ્તુમાં માતાપિતા સાવ નાની નાની બાબતોમાં સંતાનના આત્મવિશ્વાસ ને તોડી નાખતા હોય છે એને ઉડવા દો,વિકસવા દો અને પડવા પણ દો વાગશે ઉભા થઈ પાછા પ્રયત્ન કરશે. માત્ર એનો રસ્તો તમે ધ્યાનમાં રાખો ,
એ ક્યાં જાય છે, કેવી રીતે જઇ રહ્યો..???, શું કરે છે..?? બાકી એના સારા નુ કદાચ આજે તમારા કરતા પણ વધારે અેને ધ્યાન છે.

કોઈ ની પણ એક "ના" કોઈ ના જીવનમાં શ્રાપ ના બની જાય. એ ચાહે સંતાનો તરફથી માતાપિતાની હોય કે પછી માતાપિતા તરફથી સંતાનોને. ના પડવાની પણ એક રીત હોય સમજણ વિચાર અને લાગણી એવા સામાન્ય પાયા ના એકમ જે ધ્યાન મા રાખવાના હોય .એક "ના" કે "હા" કોઈ માટે ખુબ જરુરી હોય છે સારુ જીવવા માટે.