અરુણભાઈ બી. રાવલ “ રાવલ સાહેબ”
શિક્ષણ સમાજનો પાયો છે અને સૌથી ઊંચું સમાજમાં એક દ્રષ્ટાંત છે કે, જેના દ્વારા આપણે આપણી ભાવિ પેઢીને નિર્માણ કરી શકીએ. વ્યક્તિએ દરેક ક્ષેત્રમાં આગળ આવવું હોય તો શિક્ષણને યોગ્ય કેળવણી મેળવવી ખૂબ જ જરૂરી છે. શિક્ષણ આત્મવિશ્વાસ, આત્મ સ્વાવલંબન ની ભાવનાનો વિકાસ થાય છે. વ્યક્તિએ પોતાનું વ્યક્તિત્વ નિખારવા માટે યોગ્ય શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે. આ સાથે આપણને શિક્ષણનું યોગ્ય જ્ઞાન આપનાર શિક્ષક એજ તેનો રચિતા હોય છે. એક મહાસ્તંભ કે જે આપણને ગુણવત્તાસભર શિક્ષણ આપીને આપણને આખી જિંદગી સુંદર રીતે જીવવા માટે પ્રેરણા આપે છે. આજે આવા જ એક શિક્ષક કે જેમનું નામ અરૂણભાઇ બી. રાવલ વિદ્યાર્થીઓ તેમને “ રાવલ સાહેબ ”ના નામેથી ઓળખતા હતા. સાહેબે શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલ એવી મહાન વિભૂતિ હતા કે, જેમની કેટલીક યાદો,કેટલાક સંસ્મરણો તેમનો વિદ્યાર્થી પ્રત્યેનો લગાવ, શિક્ષણ પ્રત્યેનો લગાવ વગેરે અહીંયા રજુ કરવાનું પ્રયત્ન કરીશ.
એક વિરલ વ્યક્તિત્વ હતું. એક પ્રતિભાશાળી સુંદર તેજસ્વી ચહેરો, ખૂબ યોગદાન આપવું હોય તેવું તેમની દ્રષ્ટિ માં સતત તેજ દેખાતું, અણીવળી મૂછો, સાડા પાંચ ફૂટ ઉપર એમની હાઇટ એક પડછંદ અવાજ સાથે શિક્ષણનું એક મહાન કાર્યમાં કરવામાં સતત આવિરત પણે પ્રયત્નશીલ રહેવું તે જાણે તેમનો ઉદ્દેશ્ય ના હોય તેમ તેઓ હંમેશા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવા માટે તમામ પ્રયત્ન કરતા. તેઓ સાયન્સમાં બી.એસી, એમ.એસ.સી, બી.એડ એમ.ફિલ્ડ જેવી યોગ્ય ડિગ્રી લઈને એક પોતાના વિષયમાં વિદ્વાન વ્યક્તિત્વ તેમણે કેળવ્યું હતું. હું બાળકને શું આપું ? જેના દ્વારા તેનો સર્વાંગીક વિકાસ થાય તે તેઓનું સ્વપ્ન હતું.વ્યાયામ,ગણિત,વિજ્ઞાન આધુનિક ટેકનોલોજી વગેરે માધ્યમ દ્વારા તેઓ બાળકોમાં શ્રેષ્ઠજ્ઞાન નું સિંચન કરવામાં આવે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેતા. તેમની સાથે શિક્ષણના કેટલાક અનુભવ હું અહીંયા લખવા માંગું છું. રાવલ સાહેબ પોતે બી એસ હાઈસ્કૂલ માધ્યમિક શાળ ગણિત-વિજ્ઞાન અને વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવા સંવાદ થવા જોઈએ જેથી બાળકોને મગજમાં વિષય અંગેનું જ્ઞાન અને તેમાં રુચિ આપણે કેળવી શકીએ તે અભિગમ તેમનામાં કૂટી કૂટીને ભર્યો હતો.
આ સમય દરમિયાન માધ્યમિક શાળામાં શિક્ષકો ક્યાં વિષય લેતા તેમની યાદી આ પ્રમાણે છે.
અંગ્રેજી : પ્રતિમાબેન, ભાવસાર
ગણિત અને વ્યાયામ : અરૂણભાઇ રાવલ, વિપુલભાઈ શાહ,વિષ્ણુભાઈ
વિજ્ઞાન : વિપુલભાઈ શાહ, રાજુભાઈ પટેલ
હિન્દી : પ્રગન્યાબેન, માયકલ સાહેબ
સંસ્કૃત : પ્રહલાદ ભાઈ સાહેબ
સમાજવિદ્યા : નિતીનાબેન પટેલ
ગુજરાતી : રશ્મિકાંત સાહેબ, ગોવિંદ ભાઈ સાહેબ
(રાવલ સાહેબ ક્લાસમાં એન્ટર થતા એકદમ શાંતિ પ્રવર્તી)
પોતાનું આપેલ ગૃહકાર્ય ચેક કર્યા બાદ તુરંત જ પોતાના વિષય પર વિદ્યાર્થીને ભણાવવા માટે તૈયાર થઈ જતા
"ગણિત ના ૧ થી ૨૫ સુધીના ઘડિયા વર્ગ વર્ગમૂળ એકદમ મોઢે હોવા જોઈએ જેથી દાખલા ગણવા માં સરળતા રહે અને ઓછા સમયમાં દાખલા ગણી શકાય"
ચોક દ્વારા જે પણ આવું હોય તે બોર્ડ પર લખતા પહેલા તે વિષય અંગે બાળક શું જાણે છે તે માટે તે હંમેશા તે અંગેના પ્રશ્નો પૂછતા
"અવયવ પાડો" કે જે નાના ધોરણમાં પણ આવે છે તેને પાયા સાથે તેઓ એકદમ સરળ કરીને વિદ્યાર્થીને સમજાવતા"
ગણિતમાં હોંશિયાર વિદ્યાર્થી તરીકે માલી નરેશ કે જે સાહેબનો એકદમ આજ્ઞાંકિત વિદ્યાર્થી હતો. ત્યારબાદ નામ દઈએ તો રાજવંશી ધર્મેન્દ્ર તે પણ ગણિતમાં તેને પોતાની યોગ્યતા હોય તે પ્રમાણે પુરા માંથી પૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરતા. દરજી મનીષા, પરમાર ચૈતાલી, રોઝ નયના,રજીયા મન્સુરી,પંચોલી રાજીવ, મેવાડા નીલમ વગેરે પણ ગણિત,વિજ્ઞાન સારા માર્ક લાવતા.
વ્યાયામ ની વાત થાય ત્યારે તો રાવલ સાહેબ એકદમ છવાઈ જતા..
(બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડમાં કરાવતા)
"દરેક વિદ્યાર્થી એક હાથ નું અંતર લઈને અને લાઈનસર વર્ગ પ્રમાણે ગોઠવાઈ જાવ"
સૌથી ઊંચા વિદ્યાર્થી પાછળ અને સૌથી નીચે દેખાતા વિદ્યાર્થી આગળ એ પ્રમાણે વર્ગ અનુસાર વિદ્યાર્થીને ગોઠવાઈ જાવ
(ડ્રમ નાયક ભાવેશ કે આશિષ રાવલ વગાડતો)
"દિક્ષિતા, મેઘા એક હાથ નું અંતર લઈ લો અને પાછળ ગોઠવાવ, નરેશ,ચંદ્રિકા, રજીયા, મમતા, મનીષા આગળ, લંબુ સિંધવ ચેતન પાછળ પાછળ, સુનિલ ગુડેકર, આરીફ, દુષ્યંત, કિરણ,કમલેશ, પટેલ સતિષ પાછળ"
આજે ૨૬ મી જાન્યુઆરી નજીક આવે છે તે અંગે ખાસ તૈયારી કરવાની છે.
"સાવધાન અંગે સાવધાન.. વિશ્રામ અંગે વિશ્રામ..
જન ગણ મન ગીત સુરું કર..."
(ક્યારેક ક્યારેક તો ખખડાવીને હસાવતા )
સલામી દો..
"આમાંથી કોણ ડાબા હાથે સલામી આપે છે.. ઢીલા ઢીલા એકદમ સલામી અપાય ? . પ્રેક્ટિસ બરાબર કરો.. સાવધાન અગે સાવધાન..
"સુદ્ઢ શરીરમાં સુદ્ઢ વિચારો પ્રવર્તે છે"
૧ ૨ ૩ ૪ /૫ ૬ ૭ ૮ / ૮ ૭ ૬ ૫ /૪ ૩ રૂક જાઓ..
ફીરશે સૂરું..
૧ ૨ ૩ ૪ /૫ ૬ ૭ ૮ / ૮ ૭ ૬ ૫ /૪ ૩ રૂક જાઓ..
વ્યાયામ ની કસરત પ્રત્યક્ષ વિદ્યાર્થીના નામ દઈ બેઠક વ્યવસ્થા ગોઠવાઇ ને જ્ઞાન સાથે ગમ્મત થાય તે રીતે આયોજન કરતા
રાવલ સાહેબ અમારા સ્કુલનુ ગૌરવ સમાન શિક્ષક હતા તેઓને પોતાના વિષય ખૂબ ઊંડું જ્ઞાન હતું. તેમના માટે નબળા કે હોશિયાર વિદ્યાર્થી સમાન હતા. તેઓ પોતાના યોગ્ય દ્રષ્ટિકોણ દ્વારા બંને પાછળ એટલી જ મહેનત કરતા જ્યારે જરૂર જણાય ત્યારે નબળા વિદ્યાર્થી અને માર્ગદર્શન આપવા પોતાના ઘરે અથવા તો વિદ્યાર્થીના ઘરે જઈને વિનામૂલ્યે શિક્ષણ આપતા.રમતોમાં ખોખો,ક્બ્ડ્ડી, વોલીબોલ , ક્રિકેટ,ફૂટબોલ વગેરે રમાડતા. ક્યારેક તો વિધ્યાર્થીઓ ને પોતાના ઘરે જમાડતા મેઘા ચંદ્દ્રિકાબેન તેમજ અન્ય વિધ્યાર્થીઓ ને ક્બ્ડ્ડી રમતપૂરી થતાં ઘરે જમવા લઈ ગ્યા હતા. તેઓ શિક્ષણ માટે દિવસના સૌથી વધુ કલાક હંમેશા કાર્યરત રહેતા. એવું પણ કહી શકાય કે તેઓ ગરીબ માટે "મસીહા સમાન હતા"
"ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય
બલિહારી ગુરૂ આપકી ગોવિંદજી દિયો બતાય"
ગુરુએ દ્વારા શિક્ષણ માં શ્રેષ્ઠ જ્ઞાન આપવામાં આવે છે અને તે જ્ઞાન આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ. આમ સાચા અર્થમાં કહીએ તો ગુરુ એ ભગવાન દ્વારા મોકલવામાં આવેલ એવા ફરિશ્તા છે કે જે શિક્ષણ દ્વારા બાળકને યોગ્ય માર્ગદર્શન આપે છે.
અમારા આદર્શ તેમજ આસપાસની શાળામાં નામના મેળવેલ અરૂણભાઇ રાવલ સાહેબ સાચા અર્થમાં કહીએ તો ભગવાને મોકલેલો એક ફરિસ્તા સમાન હતા માત્ર ને માત્ર શિક્ષણ વિષય અંગે નું યોગ્ય જ્ઞાન બાળકોને પહોંચાડતા સાથે વ્યાયામ NNC માં પણ તેઓ અગ્રેસર હતા.વિધ્યાર્થી ઓને પરેડ કરાવી ગણવેશ આપવો વગેરેની જવાબદારી તેમની હતી. સાહેબ ડિસિપ્લિન ના બાબત માં એક્દમ સ્ટ્રીક હતા પરંતુ,ક્યારેક તો ગરીબ વિધ્યાર્થીને બુટ,બેલ્ટ ગણવેશ કે પુસ્તક વગર આવતા બાળકોને ઘરની પરિસ્થિતી જોતાં થોડા દિવસ રોકટોક વગર પ્રવેશ આપતા. હંમેશા દેશ માટે સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના તેમના હતી. ગરીબ-અમીર બંને તેમના માટે એક સમાન હતા. માત્ર શિક્ષણ મેળવવાની ઝંખના થી જ વિદ્યાર્થીનું તેઓ ચિત્રણ મગજમાં કરી લેતા. કોઈપણ જાતના ભેદભાવ વગર સતત શિક્ષણ આપતા.
ઈશ્વર નું અસ્તિત્વ હશે કે નહીં ? એ અંગે ઘણા સવાલ છે પણ સાચા અર્થમાં આવા વ્યક્તિને આપણે જોઈએ ત્યારે આપણને તેમાં ઈશ્વર ચોક્કસથી તેમના માં દેખાતા. સારા વ્યક્તિની જરૂર ભગવાનને પણ એટલી જ હોય છે. અમારા સાહેબ શ્રી અરૂણભાઇ બી રાવલ કે જેઓ પોતાના દીકરા આશિષ અને નાના દીકરા તેમજ તેમના પત્ની સાથે અંબાજી દર્શન કરવા માટે નીકળેલા દર્શન કરીને પરત આવતા તેમના મોટા પુત્ર આશિષ રાવલ કહ્યું કે “હું પોતે ગાડી ચલાવીશ” અને રાવલ આશિષ ફ્રન્ટી કાર તેમને સોંપી થોડા સમય બાદ ગાડી ઉપર તેમનું યોગ્ય કાબૂ ન રહેતા માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની બંનેનું સાથે મૃત્યુ થયું. અમારા માટે આ સમાચાર અત્યંત દુઃખનીય હતા. રાત્રે રણાસણ ગામમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. તેમાં જંગી મેદની સાથે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ આવ્યા હતા. ત્યાર પછી તેઓ નું બેસણું ગંગાસાગર સોસાયટી માં રાખવામાં આવ્યું.તેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા. શિક્ષણ જગતમાં તેમજ વાલી વિદ્યાર્થીઓમાં શોક નું મોજું ફરી વળ્યું. દરેક વિદ્યાર્થીના વાલીના શિક્ષકના ચહેરા ઉપર તેમની સંવેદના ઝલકતી હતી..! ક્યાંક આંખોમાં આંસુ હતા.. તો ક્યાંક તમે તેમણે આપેલ વિચારોના અભિગમમાં વિદ્યાર્થી યાદ કરતા હતા... એક સારા અને શ્રેષ્ઠ વ્યક્તિ અચાનક આ દુનિયામાંથી વિદાય લઈ લીધી એનો બધાને અફસોસ હતો..
મેં મારા આ લેખમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એવું ઉલ્લેખ નથી કર્યું કે મારા સાહેબ અરૂણભાઇ બી રાવલ ના નામ આગળ “સ્વ” શબ્દ નો મેં ઉલ્લેખ નથી કર્યો એનું કારણ એ છે કે “ આજ સાહેબ ભલે આપણી પાસે ના હોય પણ તેમના દ્વારા આપવામાં આવેલ તે શ્રેષ્ઠ શિક્ષણ, સંસ્કાર , કેળવણી આપણી પાસે ચોક્કસ છે.” મિત્રો જ્યારે આપણે બાળપણમાં હતા ને ત્યારે શાળા અને શાળા ની બેન્ચીસ શાળાનું રમતનું મેદાન આપણને મોટું લાગતું આપણી દ્રષ્ટિ તે સમયે તે રીતે કેળવાયેલી હતી. આજે જ્યારે આપણે શાળા છોડી તેના ૨૦ વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો ત્યારે આ બધું આપણને એકદમ અત્યારે જોઈએ તો નાનું લાગે છે. ત્યાંથી તમે નીકળતા હોય ને તો ત્યાંની માટી ની વેદના સંવેદના તમે જોજો તમને તેના પ્રત્યે કહી કરી જવાની ભાવના ચોક્કસ જગાડશે. આપનું ઋણ છે કે એક શિક્ષણ સંસ્થા સાથે આપણે દસથી બાર વર્ષ જોડાયેલા હોય તો આપણે તેને પણ કંઈક પ્રદાન કરીએ.રાવલ સાહેબ માં રહેલ ગુણ જેવા કે સાહેબ નિર્વ્યસની હતા, હંમેશાં સત્યના પડખે થી ઉભા રહેતા, ભેદભાવ વગર શ્રેષ્ઠ ગુણવત્તાવાળું શિક્ષણ આપતા હતા, કામ ના પૂરેપૂરા સમય તે તેઓ પોતાના વિષયને વળગી રહી તનતોડ મહેનત કરતા,વિદ્યાર્થી આમાના દરેક સારા ગુણ ને કેળવીએ તેમના એ અભિગમને આપણાં જીવનમાં ઉતારીએ તો સાહેબ આપણા જીવનમાં હંમેશા હૃદયના ધબકારામાં જીવતા રહેશે. અમર અરુણભાઈ “રાવલ સાહેબ” હમેશાં આપણી સાથે હતા,તેઓ આપણી સાથે છે અને હમેશાં રહેશે…
આભાર સહ
સુનિલ કુમાર નટવરલાલ શાહ
(બીકોમ,એમકોમ,બીએડ,એલએલબી)
૮૪૦૧૫૬૦૮૧૮