મિત્ર Sunil N Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્ર

बाबू जी ने कहा गांव छोड़ दो सब ने कहा पारो को छोड़ दो पारो ने कहा शराब छोड़ दो....

ફિલ્મ જોતા એવું લાગે કે જાણે હાલ જીવંત કહાની ન બનતી હોય તેનું લખાણ ડાયલોગ અને પાત્રની ભૂમિકા સાંભળવાનું અને જોવાનું મન થાય.લાગે આ ફિલ્મ હમણાં પૂરી ન થાય થાય,તેને કંટીન્યુ જોયા કરીએ..

હવે આપણી વાત આ વાત પણ કંઈ આવી જ છે મારા એક ખાસ મિત્ર નિકટતમ જેની સાથે મેં બાળપણથી લઈને ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી સુધીનો સમય વિતાવ્યો હતો તે મારા પરિવારના દરેક સભ્યોને સારી રીતે ઓળખે અને હું પણ તેના પરિવારના દરેક સભ્યોને અંગત રીતે દુઃખ ના સમયે સાથ આપીને એક પરિવારની જેમ રહેતા.
તે મારા મિત્ર નું નામ નિમેશ બંને સાથે ભણતા એક સમય એવો આવ્યો ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી દરમિયાન તેને રેલવેમાં તેને નોકરી મળી ગઈ અમે સાથે એક્ઝામની તૈયારી કરતા હોવાથી તે અમારા બંનેની તેમજ અમારા પરિવાર ની ખુબજ ખુશીની વાત હતી.

સૌપ્રથમ નિમેષનો ફોન પણ મારા પર જ આવ્યા હતો એ ભાઈ !તને ખબર છે ?તારો મિત્ર ને આજે રેલવેમાં નોકરી લાગી ગઈ છે પોસ્ટિંગ દૂર છે મારે સૌરાષ્ટ્ર કદાચ રહેવાનું થશે.

હું એક એકદમ ખુશ થઈ ગયો અરે વાહ અભિનંદન નોકરી છે ને અને એ માંય ગવર્મેન્ટ નિમેશ બદલી થયા કરશે તું તારે જોબ પર લાગીજા.

મારા ફેમિલી તેમજ તેમનાં મમ્મી પપ્પા માટે આ ગર્વ અને ખુશીની વાત હતી.સૌરાષ્ટ્ર જવા રવાના થયા.

થોડા સમય પછી લગભગ દોઢ વર્ષથી વધારે સમય થયો હશે નિમેષ ના પપ્પા નો મારા પર ફોન આવ્યો સવારના લગભગ નવ વાગ્યા હતા

કેમ છે બેટા ઓળખાણ પડે છે હું નિમેષ ના પપ્પા વાત કરું છું

હા અંકલ બોલો બોલો. મજામાં છો ને?

હું અને તારા કાકી મજામાં છીએ પણ આજ કાલ નિમેષ ના વર્તનથી અમે ચિંતિત છે

મને ખ્યાલ ના આવ્યો તમે શું કહેવા માગો છો
ભાઈ તારો મિત્રો આજકાલ દારૂ ના વ્યાસને ચડી ગયો છે.

અરે કશું વાત કરો છો ? એ તો મારી જેમ બહારનું પાણી પણ નથી પીતો ને ? સારું સારું ચલ હું તમારા ઘરે આવું છું શાંતિથી બેસીને આપણે વાત કરીએ.

નિમેષ ના ઘરે હું પહોંચ્યો તેમના મમ્મી પપ્પા તેમના ભાઈ અને એક નાની બહેન બધા ચિંતામાં હતા તેમના ચહેરા ઉપર ચિંતા સ્પષ્ટ વંચાય રહી હતી. બે દિવસ પછી નિમેષ આવવાનો છે તેવું તેમણે મને જણાવ્યું

મેં એટલું જ કહ્યું તમે ચિંતા ના કરો હું નિમેષ સાથે શાંતિથી વાત કરીશ અને તે મારું તો સાંભળશે જ. આશ્વાસન આપી હું એમના ઘરેથી નીકળ્યા.

બે દિવસ પછી નિમેષ મળે છે મારી સાથે વાતચીત કરો છો તેનો ચહેરો એકદમ મૂંઝાયેલો હતો જાણે બહુ કહેવાનું હોય પણ કહી જ ન શકતો હોય એવું મને તેના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું.

નિમેષ કેમ છે પહેલા મજામાં ને તબિયત કેવી છે સારી છે?

મૂંઝાયેલા ચહેરાથી તે હા કહે છે

હસીને કહ્યું નિમેશ તું મારો બાળપણનો મિત્ર છે હું તને એકદમ નજીકથી ઓળખું છું તું નહીં પણ તારો ચહેરો મને ચાડી કરે છે. મિત્રો તું પરેશાનીમાં છે.

નિમેષ પોતાની વાસ્તવિકતા જણાવે છે .મારી સાથે જ રેલવેમાં એક છોકરી નોકરી કરતી હતી અમે બંને કદાચ એક વર્ષની વધુ સમય એકબીજાને ઓળખતા હતા. બંનેની ઈચ્છા આપણે સાથે લગ્ન કરીને સાથે સાથે રહીશું પણ તેમના પરિવારને તે મંજુર નહોતો તેથી નિરંજના ની સગાઈ તેમજ લગ્ન તેઓના સમાજ થઈ ગયા આટલું કહેતાં તેના આંખો માંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા..

મે નિમેષ ને સમજાવતા કહ્યું આપણે બાળપણ ના મિત્ર છે એ ખરું છે ને ? તારી ઉંમર કેટલી છે? તને નોકરી મળી કેટલો સમય થયો ?

નિમેશ જવાબ આપે છે માર ઉંમર તારા જેટલી એટલે કે 30 વર્ષ ઉપર થઈ છે અને નોકરી મળે દોઢ વર્ષથી વધારે સમય થયો છે

મેં હસીને જવાબ આપ્યો ૩૦ વર્ષથી આપણે બંને એકબીજાને ઓળખે છે આપણા બન્નેના પરિવારના વ્યક્તિ એકબીજાને ઓળખે છે તું માત્ર દોઢ વર્ષની મિત્રતામાં આ બધુ ભુલાવી દીધું ?

મને અંકલે વાત કરી છે તું આજકાલ કંઈ દારૂ પીવે છે ?

યાદ કર એ બાળપણને જેમાં મમ્મી પપ્પા ભાઈ બહેન અને આપણા પરિવાર સાથે રહેતા હતા દરેકના સુખ-દુઃખમાં જોડે હતા અને માત્ર એક દોઢ વર્ષની મિત્રતાના આ બધું તે ભુલાવી દીધું મારા પર અંકલ નો ફોન આવ્યો હતો રડતા હતા સાચું મિત્ર આજે તારે એમને કંઈ આપવાનો સમય છે નહી કે તેમને રડાવવાનો ?

નિમેષ રડે છે હા પણ હવે નહિ તારી એક જ વાત મને બધુ ભુલાવી દીધૂ છે. રડતા રડતા તમારા પગને અડી જાય છે મિત્રો મને માફ કરજે

નિમેષભાઈ ઘરે જઈને ના પિતા તેમજ માતાને માફી માંગે છે અને હવે આવું ક્યારેય નહીં થાય તેવું વચન આપે છે

તેમના મમ્મી પપ્પા ખુબ જ ખુશ થઇ જાય છે અને મારી સામે જુએ છે અરે વાહ ! આજે તો તે ભાઈ ને તે સાવ બદલી દીધો તેમની બહેન તેમજ ભાઈ પણ ખુશ થઇ જાય છે એક ગમગીનીનો માહોલ આજ ખુશી માં પરિવર્તન થયું તેનું મને ગર્વ મહેસૂસ થાય છે.

સમાજની આવી થતી ઘટનાઓમાં ખાસ કરીને માતા-પિતા સગા સંબંધી પરિવારના વ્યક્તિઓ ખુબજ "નિષ્ક્રિય" બની જાય છે તેમના દ્વારા ઉછેરવામાં આવેલ એક સંતાન કે જેમનું સહરો તેજ છે. પણ તે સહાનુભૂતિથી સમજાવવામાં આવે તો ચોક્કસથી પરિણામ નિષ્ક્રિય માંથી સક્રિય થતું જોવા મળે છે.

" मोहब्बत वह नहीं है दोस्तों जो हम समझते हैं मोहब्बत तो एक कर्तव्यनष्ठा ,आत्मसमर्पण की भावना है।"