ગુમરાહ - ભાગ 5 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 5

વાંચકમિત્રો આપણે ચોથા ભાગમાં જોયેલું કે મયુર ઇન્સ્પેકટર જયદેવને ખોટું બોલે છે પણ જયદેવ પાસે તો મયુર નું સીસીટીવી ફૂટેજ હોય છે એટલે તે મયુરને સીસીટીવી ફૂટેજ દેખાડે છે અને મયુર ગભરાઈ જાય છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!

ગુમરાહ - ભાગ 5 શરૂ

"અરે સર પણ નેહા એક શાંત છોકરી હતી અને મને જ્યાં સુધી ખબર છે તે કોઈની સાથે ઝઘડો તો શું ઊંચા અવાજે વાત પણ નહોતી કરતી"

"તો પછી મયુર મારા લેપટોપમાં આ વિડિઓ છે એ જોઈ લેને એકવાર" ઇન્સ્પેકટર જયદેવ CCTV ફૂટેજ બતાવતા બોલ્યા.
મયુર આ પૂરો વિડિઓ જોઈ લે છે અને આ વિડિઓ જોયા બાદ મયુર એકદમ ગભરાઈ જાય છે.

"સર આ વિડિઓ તો બનાવટી છે કોઈ મને ફસાવવા માંગે છે"

"મયુર મને એ તો નથી ખબર કે તને કોણ ફસાવવા માંગે છે પણ હા અત્યારે તું જૂઠું બોલીને પોતાને જરૂર આ કેસમાં ફસાવી રહ્યો છે અને તને તો ખબર જ છે કે આવા કેસોની અંદર તો ઉંમર કેદ પણ થઈ શકે છે"

"અરે ના સર હું તમને બધું સાચેસાચું કહી દઈશ.સર તમે મને બતાવેલું CCTV ફુટેજ એકદમ સાચું છે.પણ આ મર્ડરમાં મારો કોઈ હાથ નથી."

"પણ મયુર તે નેહાને પ્રપોઝ કરતો એને તને લાફો માર્યો ત્યારે તું જવાબમાં શું બોલ્યો હતો એ ચોખ્ખુ સંભળાય છે અહીંયા"

"હા સર મેં કીધું હતું કે હવે નેહા તારા સારાવાટ નહિ રહે પણ એ તો મેં ગુસ્સામાં કહ્યું હતું અને બીજી વાત એ કે સર હું નેહાને પ્રપોઝ કરવા ગયો જ નહોતો"

"અરે સાલા હમણાં મેં તને આખો વિડિઓ બતાવ્યો જેમાં તું નેહાને ફૂલ આપે છે અને આખી કોલેજમાં પછી તમાશો ઉભો થાય છે આ વિડિઓ જોયા પછી તું પાછો કહે છે કે હું નેહાને પ્રપોઝ કરવા નહોતો ગયો તે શું પોલીસ ને મૂરખ સમજી છે?" ઇન્સ્પેકટર જયદેવે ગુસ્સામાં મયુરને કહ્યું.

"સર હું તમને સાચી વાત કહું તો તે સમયે હું નેહા ને પ્રપોઝ કરવા નહોતો ગયો પણ હું નેહાને એક મેસેજ આપવા ગયેલો હતો અને તેને મને લાફો મારી દીધો"

"અરે પણ મેસેજ તો મોબાઈલથી થઇ શકે,તું લેટર પણ આપી શકે,તું બોલીને પણ કહી શકે પણ મયુર તું તો મેસેજ આપવા હાથ માં ગુલાબ નું ફુલ લઈને ગયેલો"

"પણ સર એ ગુલાબનું ફૂલ જ મેસેજ છે"

"વોટ નોન સેન્સ મયુર!ગુલાબનું ફૂલ મેસેજ છે તું કહેવા શું માંગે છે અને ચાલ મેં માની લીધું લે ગુલાબનું ફૂલ મેસેજ છે તો શું મેસેજ છે એમાં?" ઇન્સ્પેકટર જયદેવ ગુસ્સે થઈને બોલ્યા.

"સર આ વાત ત્રણ દિવસ પહેલાની છે કે જ્યારે ધોધમાર વરસાદ શરૂ હતો અને હું મારા રૂમની અંદર મારું અસાઈમેન્ટ લખતો હતો.અને એટલામાં જ મને કોઈ અજાણ્યા નંબર પરથી મારા મોબાઈલ પર કોલ આવ્યો."

"હા તો મયુર તે કોલ કોનો હતો અને તે કોલ કરનારે તને શું કહ્યું?" ઇન્સ્પેકટર જયદેવે આતુરતાથી પૂછ્યું.

"હા સર તે કોલ મેં ઉપાડ્યો ત્યારે તરત એક ઘોઘરો અવાજ સંભળાયો અને તે કોલ કરનારે મને કહ્યું કે જલ્દીથી સીટી હોસ્પિટલ પહોંચો તમારા મિત્ર રાકેશ નું હાઇવે ઉપર જોરદાર એક્સીડેન્ટ થયું છે અને તેને અહીંયા આ હોસ્પિટલમાં એડમિટ કર્યો છે.પણ હું તરત હોસ્પિટલ ના ગયો અને મેં તરત જ રાકેશ ને કોલ કર્યો પણ રાકેશ નો ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે મને થયું કે હકીકતમાં રાકેશ મુસીબતમાં લાગે છે અને હું સીધો મારી ગાડી લઈને ત્યાં સીટી હોસ્પિટલ પહોંચ્યો.

"પણ તે ઘટના ને અને આ નેહા ને શું લાગે વળગે છે?"

"અરે સર તમે મારી પૂરી વાત સાંભળો ત્યારબાદ હું તે હોસ્પિટલ માં બેઠેલી રિસેપ્સનિસ્ટ ને મેં પૂછ્યું કે અહીંયા રાકેશ ખાતરી નામનો કોઈ વ્યક્તિ એડમિટ છે જેનું હાલમાં એક્સીડેન્ટ થયું હોય?પણ અહીંયા કોઈ રાકેશ ખત્રી નામનો પેસેન્ટ નથી આવ્યો તે રિસેપ્સનિસ્ટે કીધું."

"તો પછી કદાચ આ કોલ કરનાર વ્યક્તિએ તારી સાથે મજાક કરી હશે!"

"ના સર આ મજાક નહોતી ત્યાં રિસેપ્સનિસ્ટે મને આ નામનું કોઈ નથી અહીંયા એક કીધું એટલે હું જેવો બહાર નીકળવા જતો હતો ત્યાં તો મને પાછો એ વ્યક્તિનો જ કોલ આવ્યો અને તે વ્યક્તિએ મને પાર્કિગમાં આવવા કહ્યું.અને હું જ્યારે પાર્કિંગ માં ગયો ત્યારે એ અંધારી રાતે એક તે વ્યક્તિ બ્લેક કોટ અને મોઢા ઉપર કાળું કપડું વીંટીને ઉભો હતો હું તેની પાસે ગયો તરત જ તેને મને એક ગુલાબનું ફૂલ આપ્યું અને તેને મને કહ્યું કે આ ગુલાબના ફૂલની અંદર એક મેસેજ છે એટલે તું આ ફૂલ નેહાને આપી દેજે.અને આ ગુલાબમાં શું મેસેજ છે એ તે વાંચવાની કોશિશ પણ કરી તો તું તારી જિંદગીથી હાથ ધોઈને બેસીસ.તેની આ ધમકીથી મને તેની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં તેને પૂછ્યું કે ભાઈ તું મને દમકી આપવાવાળો છો કોણ એમ કરીને મેં તેને એક લાફો મારી દીધો પણ તેને તરત જ પોતાના ખિસ્સામાંથી બંદૂક કાઢી અને મને આ કામ ચૂપચાપ કરવા જણાવ્યું જેથી હું એકદમ ડરી ગયો અને આ કામ કરવા તૈયાર થઈ ગયો અને તેને મને આગળ કહ્યું કે આ ગુલાબનું ફૂલ તારે તેને કોલેજમાં જ આપવાનું છે અને હા જ્યારે તું તેને ગુલાબ આપે ત્યારે આઈ લવ યુ બોલજે એ તારો કોડ રહેશે.મેં તેને પૂછ્યું પણ કે બીજો કોઈ કોડ આપ આમાં તો મારી ઈજ્જત જશે પણ તે વ્યક્તિ એટલું કહીને મને ધમકી આપીને ત્યાંથી નીકળી ગયો સર" મયુરે પોતાની સાથે થયેલી ઘટના ઇન્સ્પેકટર જયદેવ ને જણાવ્યા કહ્યું.

"અરે આ તો કમાલ કહેવાય મયુર ગુલાબની અંદર મેસેજ અને કોડ પાછો આઈ લવ યુ અને મેસેજ ના જોતો એવી ધમકી આપી અને ઉપરથી તે વ્યક્તિ તારા મિત્ર રાકેશ ખત્રી ને પણ ઓળખે છે મતલબ આ વ્યક્તિ તમારા નજીકનો જ કોઈક છે કદાચ આ નેહા નો બોય ફ્રેન્ડ તો નહીં હોય ને કે પછી નેહા નો પાગલ આશિક પણ હોઈ શકે છે" ઇન્સ્પેકટર જયદેવ વિચારતા વિચારતા બોલ્યા.

ગુમરાહ - ભાગ 5 પૂર્ણ

શું આ મેસેજ આપવવાળો વ્યક્તિ કોઈ નજીકનો જ વ્યક્તિ હશે?શું તે મેસેજ આપવવાળો નેહાનો બોયફ્રેન્ડ જ હશે?શું ઇન્સ્પેકટર જયદેવ આ મેસેજ આપનારને પકડી શકશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!

તમને જો આ નવલકથાનો પાંચમો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.